Sutra Navigation: Rajprashniya ( રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105741 | ||
Scripture Name( English ): | Rajprashniya | Translated Scripture Name : | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
सूर्याभदेव प्रकरण |
Translated Chapter : |
સૂર્યાભદેવ પ્રકરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 41 | Category : | Upang-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं से सूरियाभे देवे अहुणोववण्णमित्तए चेव समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छइ, तं जहा–आहारपज्जत्तीए सरीरपज्जत्तीए इंदियपज्जत्तीए आनपानपज्जत्तीए भासमनपज्जत्तीए। तए णं तस्स सूरियाभस्स देवस्स पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गयस्स समाणस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुपज्जित्था–किं मे पुव्विं करणिज्जं? किं मे पच्छा करणिज्जं? किं मे पुव्विं सेयं? किं मे पच्छा सेयं? किं मे पुव्विं पि पच्छा वि हियाए सुहाए खमाए णिस्सेसयाए आणुगामियत्ताए भविस्सइ? । तए णं तस्स सूरियाभस्स देवस्स सामानियपरिसोववण्णगा देवा सूरियाभस्स देवस्स इमेयारूवं अज्झत्थियं चिंतियं पत्थियं मणोगयं संकप्पं समुप्पन्नं समभिजाणित्ता जेणेव सूरियाभे देवे तेणेव उवागच्छंति, सूरियाभं देवं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु जएणं विजएणं बद्धावेंति, बद्धावेत्ता एवं वयासी– एवं खलु देवानुप्पियाणं सूरियाभे विमाने सिद्धायतनंसि जिनपडिमाणं जिनुस्सेहपमाणमेत्ताणं अट्ठसयं संनिखित्तं चिट्ठंति। सभाए णं सुहम्माए माणवए चेइए खंभे, वइरामएसु गोल-वट्टसमुग्गएसु बहूओ जिन-सकहाओ संनिखित्ताओ चिट्ठंति। ताओ णं देवानुप्पियाणं अन्नेसिं च बहूणं वेमाणियाणं देवाण य देवीण य अच्चणिज्जाओ वंदणिज्जाओ पूयणिज्जाओ माणणिज्जाओ सक्कारणिज्जाओ कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जाओ तं एयण्णं देवानुप्पियाणं पुव्विं करणिज्जं, तं एयण्णं देवानुप्पियाणं पच्छा करणिज्जं, तं एयण्णं देवानुप्पियाणं पुव्विं सेयं, तं एयण्णं देवानुप्पियाणं पच्छा सेयं, तं एयण्णं देवानुप्पियाणं पुव्विं पि पच्छा वि हियाए सुहाए खमाए निस्सेयसाए आणुगामियत्ताए भविस्सति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૧. તે કાળે તે સમયે સૂર્યાભદેવ તત્કાળ ઉત્પન્ન થઈને પાંચ પ્રકારની પર્યાપ્તિઓ પૂર્ણ કરી, તે આ – આહાર, શરીર, ઇન્દ્રિય, આનપ્રાણ,ભાષામન પર્યાપ્તિ. ત્યારે તે સૂર્યાભદેવને પંચવિધ પર્યાપ્તિથી પર્યાપ્તભાવ પામીને આવા સ્વરૂપનો અભ્યર્થિત, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો – મારે પહેલા શું કરવું જોઈએ ? પછી શું કરવું જોઈએ ? મને પહેલાં શું શ્રેય છે ? પછી શું શ્રેય છે ? મારે પહેલાં પણ – પછી પણ હિત, સુખ, ક્ષેમ, નિઃશ્રેયસ, આનુગામિક – પણે થશે ? ત્યારે તે સૂર્યાભદેવના સામાનિક પર્ષદામાં ઉત્પન્ન દેવ સૂર્યાભદેવના આવા અભ્યર્થિત યાવત્ સમુત્પન્નને સમ્યક્ રીતે જાણી સૂર્યાભદેવ પાસે આવ્યા. સૂર્યાભદેવને બે હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય – વિજયથી વધાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! સૂર્યાભ વિમાનમાં સિદ્ધાયતનમાં જિન ઉત્સેધ પ્રમાણ ૧૦૮ જિનપ્રતિમા બિરાજમાન છે. સુધર્મા સભામાં માણવક ચૈત્યમાં સ્તંભમાં વજ્રમય ગોળ – વૃત્ત સમુદ્ગકોમાં ઘણા જિન અસ્થિ રહેલા છે. તે આપને અને બીજા ઘણા વૈમાનિક દેવો અને દેવીઓને અર્ચનીય યાવત્ પર્યુપાસનીય છે. તેથી આપને તે પહેલા કરણીય છે – પછી કરણીય છે, આપને પહેલા શ્રેયરૂપ છે – પછી શ્રેયરૂપ છે. આપને પહેલા પણ અને પછી પણ હિત – સુખ – ક્ષેમ – નિઃશ્રેયસ અને આનુગામિકપણે થશે. સૂત્ર– ૪૨. ત્યારે તે સૂર્યાભદેવે તે સામાનિક પર્ષદા ઉત્પન્ન દેવો પાસે આ અર્થ સાંભળી, સમજી, હૃષ્ટ – તુષ્ટ યાવત્ પ્રસન્ન હૃદયી થઈ, શયનીયથી ઊભો થયો, થઈને ઉપપાતસભાના પૂર્વીય દ્વારથી નીકળ્યો, જ્યાં દ્રહ હતું ત્યાં આવ્યો. આવીને દ્રહને અનુપ્રદક્ષિણા કરતો – કરતો પૂર્વીય તોરણથી પ્રવેશ્યો, પ્રવેશીને પૂર્વીય ત્રિસોપાનક પ્રતિરૂપકથી નીચે ઊતર્યો, ઊતરીને પાણીમાં ગયો, પાણીથી સ્નાન કર્યું. કરીને જલક્રીડા કરી, કરીને જલાભિષેક કર્યો, કરીને આચમન કરી, ચોક્ખો થઈ, પરમ શુચિભૂત થઈ, દ્રહથી બહાર નીકળ્યો. ત્યારપછી જ્યાં અભિષેક સભા છે, ત્યાં આવે છે, આવીને અભિષેક સભાને અનુપ્રદક્ષિણા કરતો કરતો પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશીને સિંહાસને આવે છે. આવીને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. ત્યારે સૂર્યાભદેવના સામાનિક પર્ષદામાં ઉત્પન્ન દેવો આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલદીથી સૂર્યાભદેવના મહાર્થ, મહાર્ધ, મહાર્હ, વિપુલ ઇન્દ્રાભિષેકની સામગ્રી લાવો. ત્યારે તે આભિયોગિક દેવો, સામાનિક પર્ષદાના દેવો વડે આમ કહેવાતા હર્ષિત, સંતુષ્ટ યાવત્ પ્રસન્નહૃદયી થઈ, બે હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, ‘તહત્તિ’ કહી, વિનયપૂર્વક આજ્ઞા વચનોને સ્વીકારે છે. સ્વીકારીને ઈશાન દિશામાં જાય છે. જઈને વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈને સંખ્યાત યોજનનો યાવત્ બીજી વખત પણ વૈક્રિયસમુદ્ઘાત વડે સમવહત થઈને – ૧૦૦૮ – ૧૦૦૮ રૂપાના કળશો, સોનાના કળશો, મણિમય કળશો, સોનારૂપાના કળશો, સોના – મણિના કળશો, રૂપામણિના કળશો, સોના – રૂપા – મણિના કળશો, માટીના કળશો. એ પ્રમાણે ભૃંગાર, દર્પણ, થાળી, પાત્રી, સુપ્રતિષ્ઠક, રત્નકરંડક, પુષ્પચંગેરી યાવત્ રોમહસ્ત ચંગેરી, પુષ્પ – પટલક યાવત્ રોમહસ્તપટલક, છત્ર, ચામર, તેલ સમુદ્ગક યાવત્ અંજન સમુદ્ગક, ૧૦૦૮ ધૂપકડછા વિકુર્વે છે. વિકુર્વીને તે સ્વાભાવિક અને વૈક્રિય કળશો યાવત્ ધૂપકડછાઓને ગ્રહણ કરે છે. કરીને સૂર્યાભ વિમાનથી બહાર નીકળ્યા. નીકળીને તેવી ઉત્કૃષ્ટ, ચપલ યાવત્ તિર્છા અસંખ્યાત યોજન જતા – જતા ક્ષીરોદક સમુદ્રે આવે છે. આવીને ક્ષીરોદક લે છે. જે ત્યાં ઉત્પલો છે, તે લે છે. યાવત્ શત – સહસ્રપત્રો લે છે. લઈને પુષ્કરોદ સમુદ્રે આવે છે. આવીને પુષ્કરોદક લઈને ત્યાંના ઉત્પલ યાવત્ શત – સહસ્રપત્રો લે છે. લઈને મનુષ્યક્ષેત્રમાં ભરત – ઐરવત ક્ષેત્રો છે, તેમાં માગધ – વરદામ – પ્રભાસ તીર્થો છે, ત્યાં આવે છે. આવીને તીર્થોદક અને તીર્થમાટી લે છે. પછી ગંગા, સિંધુ, રક્તા, રક્તવતી મહાનદીઓ પાસે આવે છે, આવીને સલિલોદક લે છે. પછી બંને કાંઠાની માટી લે છે. લઈને લઘુહિમવંત, શિખરી વર્ષધર પર્વતે આવે છે, આવીને જળ લે છે, સર્વ તુયવર, સર્વ પુષ્પ, સર્વ ગંધ, સર્વ માલ્ય, સર્વૌષધિ સિદ્ધાર્થક લે છે. લઈને પછી. ... પદ્મ પુંડરીક દ્રહે જાય છે. જઈને દ્રહનું જળ લે છે, લઈને ત્યાંના ઉત્પલ યાવત્ સહસ્રપત્રો લે છે. લઈને હેમવત – ઐરાવત વર્ષક્ષેત્રોની રોહિતા, રોહિતાંશા, સુવર્ણકૂલા, રૂપ્યકૂલા મહાનદીઓ છે, ત્યાં આવે છે. સલિલોદક લે છે. લઈને બંને કાંઠેથી માટી લે છે. લઈને શબ્દાપાતી, વિકટાપાતી વૃત્ત વૈતાઢ્ય પર્વત છે, ત્યાં આવે છે, આવીને સર્વઋતુકાદિ પૂર્વવત્ પછી મહાહિમવંત, રુક્મિ વર્ષધર પર્વતે આવે છે. આવીને મહાપદ્મ અને મહાપુંડરીક દ્રહે આવે છે. આવીને દ્રહનું જળ લે છે ઇત્યાદિ. પછી હરિવાસ, રમ્યક્ વાસ ક્ષેત્રમાં હરિકંતા, નારિકંતા મહાનદી છે, ત્યાં આવે છે, ઇત્યાદિ પૂર્વવત્. પછી ગંધાપાતી, માલ્યવંત વૃત્તવૈતાઢ્ય પર્વતે આવે છે આદિ પૂર્વવત્. પછી નિષઢ, નીલવંત વર્ષધર પર્વતે આવે છે, પૂર્વવત્. પછી તિગિચ્છિ, કેસરી દ્રહે જાય છે, પૂર્વવત્. પછી મહાવિદેહ વર્ષક્ષેત્રે સીતા, સીતોદા મહાનદીએ જાય છે, પૂર્વવત્. પછી ચક્રવર્તી વિજયોમાં બધા માગધ, વરદામ, પ્રભાસ તીર્થોમાં જાય છે, ત્યાં તીર્થોદક લે છે, લઈને સર્વે અંતનદીઓના સર્વે વક્ષસ્કાર પર્વતોએ જઈને પૂર્વવત્ પુષ્પ, ફળાદિ લે છે. પછી મેરુ પર્વતે ભદ્રશાલ વનમાં જાય છે. ત્યાં સર્વ ઋતુક પુષ્પ, માળા, સર્વૌષધિ સિદ્ધાર્થક લે છે. પછી નંદનવનમાં જાય છે, ત્યાં સર્વઋતુક યાવત્ સર્વૌષધિ સિદ્ધાર્થક, સરસ ગોશીર્ષચંદન લે છે. લઈને સોમનસ વનમાં જાય છે, ત્યાં સર્વઋતુક યાવત્ સિદ્ધાર્થક અને સરસ ગોશીર્ષચંદન, દિવ્ય પુષ્પમાળા, દદ્દર મલય સુગંધી ગંધને ગ્રહણ કરે છે, પછી આ બધું લઈ તે દેવો એક સ્થાને ભેગા થયા. પછી તેવી ઉત્કૃષ્ટ યાવત્ ગતિથી સૌધર્મકલ્પમાં સૂર્યાભવિમાનમાં અભિષેકસભામાં સૂર્યાભદેવ પાસે આવીને તેમને બે હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય – વિજય વડે વધાવે છે. વધાવીને તે મહાર્થ, મહાર્ધ, મહાર્હ, વિપુલ ઇન્દ્રાભિષેક ની સામગ્રી ઉપસ્થાપિત કરી. ત્યારે તે સૂર્યાભદેવ ૪૦૦૦ સામાનિકો, સપરિવાર અગ્રમહિષીઓ, ત્રણ પર્ષદા, સાત સૈન્યાધિપતિ યાવત્ બીજા ઘણાં સૂર્યાભવિમાનવાસી દેવો અને દેવીઓએ તે સ્વાભાવિક તથા વૈક્રિયિક શ્રેષ્ઠ કમલે પ્રતિષ્ઠાપિત, સુગંધીત શ્રેષ્ઠ જળથી ભરેલ, ચંદનકૃત ચર્ચિત, કંઠ ગુણોથી બદ્ધ, પદ્મોત્પલથી ઢાંકેલ, સુકુમાલ કોમળ હાથ વડે પરિગૃહીત ૧૦૦૮ સુવર્ણ કળશ યાવત્ ૧૦૦૮ માટીના કળશો સર્વે જળથી – માટીથી – પુષ્પાદિથી યાવત્ સિદ્ધાર્થકો વડે ભરીને સર્વ ઋદ્ધિથી યાવત્ વાદ્ય ઘોષ સહ અતિ મહાન ઇન્દ્રાભિષેકથી અભિસિંચિત કરે છે. ત્યારે તે સૂર્યાભદેવનો અતિમહાન ઇન્દ્રાભિષેક વર્તતો હતો ત્યારે – કેટલાંક દેવો સૂર્યાભ વિમાનને અતિ જળ કે માટી નહીં પણ પ્રવિરલ વર્ષતી, રજ – રેણુ વિનાશક, દિવ્ય સુરભિ ગંધોદકની વર્ષા વરસાવે છે. કેટલાંક દેવો વિમાનને હતરજ – નષ્ટરજ – ભ્રષ્ટરજ – ઉપશાંતરજ – પ્રશાંતરજ કરે છે. કેટલાંક દેવો વિમાનને સિંચન – સંમાર્જન – ઉપલિપ્ત, શુચિ સંમૃષ્ટ રથ્યાંતર આપણ – વીહિને કરે છે. કેટલાંક મંચાતિમંચ યુક્ત કરે છે. કેટલાંક વિવિધ રંગની ધ્વજા, પતાકાતિપતાકાથી મંડિત કરે છે. કેટલાંક લીંપણ – ગુંપણ કરે છે. ગોશીર્ષ – સરસ – રક્તચંદન – દર્દ્દર – પંચાંગુલિતલ કરે છે. કેટલાંક દેવો સૂર્યાભ વિમાનના દ્વારોને ચંદન ચર્ચિત કળશોથી બનેલ તોરણોથી સજાવે છે. કેટલાંક ઉપરથી નીચે સુધી લટકતી લાંબી લાંબી ગોળ માળાથી વિભૂષિત કરે છે. કેટલાંક પંચવર્ણી સુગંધી પુષ્પો વિખેરી સુશોભિત કરે છે. કેટલાંક કાલાગરુ પ્રવર કુંદરુષ્ક તુરુષ્ક ધૂપથી મધમધતી સુગંધથી અભિરામ કરે છે. કેટલાંક સુગંધ ગંધીક ગંધવર્તીભૂત કરે છે. કેટલાંકે હિરણ્ય, સુવર્ણ, રજત, વજ્ર, પુષ્પ, ફળ, માળા, ગંધ, ચૂર્ણ, આભરણની વર્ષા કરે છે. કેટલાંકે સુવર્ણ કે યાવત્ આભરણની એકબીજાને ભેટ આપે છે. કેટલાંક તત, વિતત, ઘન, ઝુસિર એ ચતુર્વિધ વાજિંત્રને વગાડે છે. કેટલાંક દેવો ઉત્ક્ષિપ્ત, પાદાંત, મંદ, રોચિતાવસાન એ ચતુર્વિધ ગીતો ગાય છે. કેટલાંક દેવોએ દ્રુત કે વિલંબિત કે દ્રુતવિલંબિત નાટ્યવિધિ દેખાડી, કેટલાકે અંચિત નૃત્યવિધિ દેખાડી. કેટલાક દેવોએ આરભડ, ભસોલ કે આરભટભસોલ નૃત્યવિધિ દેખાડી, કેટલાકે ઉત્પાત – નિપાત પ્રવૃત્ત, તો કેટલાંકે સંકુચિત – પ્રસારિત – રિતારિત, તો કેટલાંકે ભ્રાંત – સંભ્રાંત દિવ્ય નૃત્યવિધિ દેખાડી. કેટલાંક દેવોએ ચતુર્વિધ અભિનય કર્યો. તે આ – દાર્ષ્ટાન્તિક, પ્રાત્યાંતિક, સામંતોપનિપાતિક, લોકાંતમધ્યાવસાનિક. કેટલાંક દેવો બુક્કાર કરે છે, કેટલાંક શરીર ફૂલાવે છે, કેટલાંક નાચે છે, કેટલાંક હક્કાર કરે છે, કેટલાંક લાંબી લાંબી દોડ દોડે છે, કેટલાંક ગણગણે છે અને આસ્ફોટન કરે છે. કેટલાંક આસ્ફોટન કરી ગણગણે છે, કેટલાંક ત્રિપદી દોડે છે, કેટલાંક ઘોડાની જેમ હણહણે છે – હાથીવત્ ગુલગુલ કરે છે – રથની જેમ ધણધણે છે – કેટલાંક આ ત્રણે કરે છે. કેટલાંક ઉછળે છે, વિશેષ ઉછળે છે. કેટલાંક હર્ષધ્વનિ કરે છે. કેટલાંક આ ત્રણે કરે છે. કેટલાંક ઉપર – કેટલાંક નીચે – કેટલાંક લાંબુ કૂદ્યા, કેટલાંકે આ ત્રણે કર્યુ, કોઈ સિંહનાદ કરે છે – કોઈએ બીજાને રંગ્યા – કોઈએ ભૂમિ થપથપાવી, કોઈએ આ ત્રણે કર્યુ. કોઈ ગરજે છે – કોઈ ચમકે છે – કોઈ વર્ષા કરે છે, કોઈ ત્રણે કરે છે. કોઈ બળે છે – કોઈ તપે છે – કોઈ પ્રતાપે છે – કોઈ ત્રણે કરે છે. કોઈ હક્કારે છે – થુક્કારે છે – ધક્કારે છે. કોઈ પોત – પોતાના નામ કહે છે, કોઈ ચારે પણ કરે છે. કેટલાંક દેવો દેવસન્નિપાત કરે છે, કોઈ દેવોદ્યોત કરે છે, કોઈ દેવોત્કલિત કરે છે, કોઈ કહકહક કરે છે, કોઈ દુહદુહક કરે છે, કોઈ વસ્ત્રોત્ક્ષેપ કરે છે. કોઈ દેવસન્નિપાત યાવત્ વસ્ત્રોત્ક્ષેપ કરે છે. કેટલાંક હાથમાં ઉત્પલ યાવત્ સહસ્રપત્ર કમળ લીધા, કોઈએ હાથમાં કળશ યાવત્ ધૂપકડછા લીધા, હૃષ્ટ – તુષ્ટ યાવત્ હૃદયી થઈ ચારે તરફ અહીં – તહીં દોડે છે – વિશેષ દોડે છે. ત્યારે તે સૂર્યાભદેવને, ૪૦૦૦ સામાનિકો યાવત્ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણા સૂર્યાભ રાજધાની વાસ્તવ્યા દેવો અને દેવીઓએ અતિ મહાન ઇન્દ્રાભિષેક વડે અભિસિંચિત કરે છે, કરીને એકે એક બે હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું – હે નંદ ! તમારો જય થાઓ, હે ભદ્ર ! તમારો જય થાઓ. તમારું કલ્યાણ થાઓ. ન જિતેલાને જીતો, જિતેલને પાળો, જિતેલ મધ્યે વસો. દેવોમાં ઇન્દ્રવત્, તારામાં ચંદ્રવત્, અસુરોમાં ચમરવત્, નાગોમાં ધરણવત્, મનુષ્યોમાં ભરતવત્, ઘણા પલ્યોપમ – ઘણા સાગરોપમ – ઘણા પલ્યોપમ સાગરોપમ સુધી) ૪૦૦૦ સામાનિક યાવત્ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, સૂર્યાભ વિમાનના બીજા ઘણા સૂર્યાભવિમાનવાસી દેવો અને દેવીઓનું આધિપત્ય યાવત્ મહત્તરકત્વ કરતા, પાલન કરતા વિચરો એમ કહીને જય – જય શબ્દ કરે છે. ત્યારે તે સૂર્યાભદેવ, મહાન્ ઇન્દ્રાભિષેકથી અભિષિક્ત થઈને, અભિષેક સભાના પૂર્વ દ્વારથી નીકળે છે. નીકળીને અલંકારિક સભાએ આવે છે, આવીને અલંકારિક સભાને અનુપ્રદક્ષિણા કરતા, અલંકારિક સભાના પૂર્વ દ્વારેથી પ્રવેશે છે, પ્રવેશીને સિંહાસન પાસે આવે છે. તે શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ કરીને બેઠો. ત્યારે તે સૂર્યાભદેવના સામાનિક પર્ષદાના દેવોએ તેમની સમક્ષ અલંકારિક ભાંડ ઉપસ્થિત કર્યા. ત્યારે તે સૂર્યાભદેવે સર્વપ્રથમ રોમયુક્ત સુકુમાલ સુરભિ ગંધ કાષાયિકથી ગાત્રો લૂછ્યા, લૂંછીને સરસ ગોશીર્ષ ચંદનથી ગાત્રોને અનુલિંપિત કરે છે, કરીને નાકના શ્વાસથી ઊડી જાય તેવા ચક્ષુર્હર વર્ણ – સ્પર્શ યુક્ત, ઘોડાની લાળથી પણ અધિક સુકોમળ, ધવલ, સુવર્ણથી ખચિત કર્મયુક્ત, આકાશ અને સ્ફટિક જેવી પ્રભાવાળા, દિવ્ય દેવદૂષ્ય યુગલને ધારણ કર્યું, કરીને હાર – અર્ધહાર – એકાવલી – મુક્તાવલી – રત્નાવલીને ધારણ કર્યા. કરીને અંગદ, કેયુર, કડગ, ત્રુટિત, કટિસૂત્રક, દશ વીંટીઓ, વક્ષસૂત્ર, મુરવિ, પ્રાલંબ, કુંડલ, ચૂડામણી, મુગટને ધારણ કર્યા. પછી ગ્રંથિમ – વેષ્ટિમ – પૂરિમ – સંઘાતિમ ચાર પ્રકારની માળા વડે કલ્પવૃક્ષની સમાન પોતાને અલંકૃત – વિભૂષિત કરે છે. દર્દર – મલય – સુગંધની ગંધ ગાત્રો ઉપર છાંટી, દિવ્ય સુમનદામ ધારણ કરે છે. સૂત્ર સંદર્ભ– ૪૧, ૪૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam se suriyabhe deve ahunovavannamittae cheva samane pamchavihae pajjattie pajjattibhavam gachchhai, tam jaha–aharapajjattie sarirapajjattie imdiyapajjattie anapanapajjattie bhasamanapajjattie. Tae nam tassa suriyabhassa devassa pamchavihae pajjattie pajjattibhavam gayassa samanassa imeyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samupajjittha–kim me puvvim karanijjam? Kim me pachchha karanijjam? Kim me puvvim seyam? Kim me pachchha seyam? Kim me puvvim pi pachchha vi hiyae suhae khamae nissesayae anugamiyattae bhavissai?. Tae nam tassa suriyabhassa devassa samaniyaparisovavannaga deva suriyabhassa devassa imeyaruvam ajjhatthiyam chimtiyam patthiyam manogayam samkappam samuppannam samabhijanitta jeneva suriyabhe deve teneva uvagachchhamti, suriyabham devam karayalapariggahiyam sirasavattam matthae amjalim kattu jaenam vijaenam baddhavemti, baddhavetta evam vayasi– evam khalu devanuppiyanam suriyabhe vimane siddhayatanamsi jinapadimanam jinussehapamanamettanam atthasayam samnikhittam chitthamti. Sabhae nam suhammae manavae cheie khambhe, vairamaesu gola-vattasamuggaesu bahuo jina-sakahao samnikhittao chitthamti. Tao nam devanuppiyanam annesim cha bahunam vemaniyanam devana ya devina ya achchanijjao vamdanijjao puyanijjao mananijjao sakkaranijjao kallanam mamgalam devayam cheiyam pajjuvasanijjao tam eyannam devanuppiyanam puvvim karanijjam, tam eyannam devanuppiyanam pachchha karanijjam, tam eyannam devanuppiyanam puvvim seyam, tam eyannam devanuppiyanam pachchha seyam, tam eyannam devanuppiyanam puvvim pi pachchha vi hiyae suhae khamae nisseyasae anugamiyattae bhavissati. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 41. Te kale te samaye suryabhadeva tatkala utpanna thaine pamcha prakarani paryaptio purna kari, te a – ahara, sharira, indriya, anaprana,bhashamana paryapti. Tyare te suryabhadevane pamchavidha paryaptithi paryaptabhava pamine ava svarupano abhyarthita, chimtita, prarthita, manogata samkalpa utpanna thayo – mare pahela shum karavum joie\? Pachhi shum karavum joie\? Mane pahelam shum shreya chhe\? Pachhi shum shreya chhe\? Mare pahelam pana – pachhi pana hita, sukha, kshema, nihshreyasa, anugamika – pane thashe\? Tyare te suryabhadevana samanika parshadamam utpanna deva suryabhadevana ava abhyarthita yavat samutpannane samyak rite jani suryabhadeva pase avya. Suryabhadevane be hatha jodi, mastake avartta kari, mastake amjali kari, jaya – vijayathi vadhavine ama kahyum – He devanupriya ! Suryabha vimanamam siddhayatanamam jina utsedha pramana 108 jinapratima birajamana chhe. Sudharma sabhamam manavaka chaityamam stambhamam vajramaya gola – vritta samudgakomam ghana jina asthi rahela chhe. Te apane ane bija ghana vaimanika devo ane devione archaniya yavat paryupasaniya chhe. Tethi apane te pahela karaniya chhe – pachhi karaniya chhe, apane pahela shreyarupa chhe – pachhi shreyarupa chhe. Apane pahela pana ane pachhi pana hita – sukha – kshema – nihshreyasa ane anugamikapane thashe. Sutra– 42. Tyare te suryabhadeve te samanika parshada utpanna devo pase a artha sambhali, samaji, hrishta – tushta yavat prasanna hridayi thai, shayaniyathi ubho thayo, thaine upapatasabhana purviya dvarathi nikalyo, jyam draha hatum tyam avyo. Avine drahane anupradakshina karato – karato purviya toranathi praveshyo, praveshine purviya trisopanaka pratirupakathi niche utaryo, utarine panimam gayo, panithi snana karyum. Karine jalakrida kari, karine jalabhisheka karyo, karine achamana kari, chokkho thai, parama shuchibhuta thai, drahathi bahara nikalyo. Tyarapachhi jyam abhisheka sabha chhe, tyam ave chhe, avine abhisheka sabhane anupradakshina karato karato purvana dvarethi praveshe chhe. Praveshine simhasane ave chhe. Avine shreshtha simhasane purvabhimukha betho. Tyare suryabhadevana samanika parshadamam utpanna devo abhiyogika devone bolave chhe, bolavine ama kahyum – he devanupriyo ! Jaladithi suryabhadevana mahartha, mahardha, maharha, vipula indrabhishekani samagri lavo. Tyare te abhiyogika devo, samanika parshadana devo vade ama kahevata harshita, samtushta yavat prasannahridayi thai, be hatha jodi, mastake avarta kari, mastake amjali kari, ‘tahatti’ kahi, vinayapurvaka ajnya vachanone svikare chhe. Svikarine ishana dishamam jaya chhe. Jaine vaikriya samudghatathi samavahata thaine samkhyata yojanano yavat biji vakhata pana vaikriyasamudghata vade samavahata thaine – 1008 – 1008 rupana kalasho, sonana kalasho, manimaya kalasho, sonarupana kalasho, sona – manina kalasho, rupamanina kalasho, sona – rupa – manina kalasho, matina kalasho. E pramane bhrimgara, darpana, thali, patri, supratishthaka, ratnakaramdaka, pushpachamgeri yavat romahasta chamgeri, pushpa – patalaka yavat romahastapatalaka, chhatra, chamara, tela samudgaka yavat amjana samudgaka, 1008 dhupakadachha vikurve chhe. Vikurvine te svabhavika ane vaikriya kalasho yavat dhupakadachhaone grahana kare chhe. Karine suryabha vimanathi bahara nikalya. Nikaline tevi utkrishta, chapala yavat tirchha asamkhyata yojana jata – jata kshirodaka samudre ave chhe. Avine kshirodaka le chhe. Je tyam utpalo chhe, te le chhe. Yavat shata – sahasrapatro le chhe. Laine pushkaroda samudre ave chhe. Avine pushkarodaka laine tyamna utpala yavat shata – sahasrapatro le chhe. Laine manushyakshetramam bharata – airavata kshetro chhe, temam magadha – varadama – prabhasa tirtho chhe, tyam ave chhe. Avine tirthodaka ane tirthamati le chhe. Pachhi gamga, simdhu, rakta, raktavati mahanadio pase ave chhe, avine salilodaka le chhe. Pachhi bamne kamthani mati le chhe. Laine laghuhimavamta, shikhari varshadhara parvate ave chhe, avine jala le chhe, sarva tuyavara, sarva pushpa, sarva gamdha, sarva malya, sarvaushadhi siddharthaka le chhe. Laine pachhi.\... Padma pumdarika drahe jaya chhe. Jaine drahanum jala le chhe, laine tyamna utpala yavat sahasrapatro le chhe. Laine hemavata – airavata varshakshetroni rohita, rohitamsha, suvarnakula, rupyakula mahanadio chhe, tyam ave chhe. Salilodaka le chhe. Laine bamne kamthethi mati le chhe. Laine shabdapati, vikatapati vritta vaitadhya parvata chhe, tyam ave chhe, avine sarvaritukadi purvavat pachhi mahahimavamta, rukmi varshadhara parvate ave chhe. Avine mahapadma ane mahapumdarika drahe ave chhe. Avine drahanum jala le chhe ityadi. Pachhi harivasa, ramyak vasa kshetramam harikamta, narikamta mahanadi chhe, tyam ave chhe, ityadi purvavat. Pachhi gamdhapati, malyavamta vrittavaitadhya parvate ave chhe adi purvavat. Pachhi nishadha, nilavamta varshadhara parvate ave chhe, purvavat. Pachhi tigichchhi, kesari drahe jaya chhe, purvavat. Pachhi mahavideha varshakshetre sita, sitoda mahanadie jaya chhe, purvavat. Pachhi chakravarti vijayomam badha magadha, varadama, prabhasa tirthomam jaya chhe, tyam tirthodaka le chhe, laine sarve amtanadiona sarve vakshaskara parvatoe jaine purvavat pushpa, phaladi le chhe. Pachhi meru parvate bhadrashala vanamam jaya chhe. Tyam sarva rituka pushpa, mala, sarvaushadhi siddharthaka le chhe. Pachhi namdanavanamam jaya chhe, tyam sarvarituka yavat sarvaushadhi siddharthaka, sarasa goshirshachamdana le chhe. Laine somanasa vanamam jaya chhe, tyam sarvarituka yavat siddharthaka ane sarasa goshirshachamdana, divya pushpamala, daddara malaya sugamdhi gamdhane grahana kare chhe, pachhi a badhum lai te devo eka sthane bhega thaya. Pachhi tevi utkrishta yavat gatithi saudharmakalpamam suryabhavimanamam abhishekasabhamam suryabhadeva pase avine temane be hatha jodi, mastake avartta kari, mastake amjali kari, jaya – vijaya vade vadhave chhe. Vadhavine te mahartha, mahardha, maharha, vipula indrabhisheka ni samagri upasthapita kari. Tyare te suryabhadeva 4000 samaniko, saparivara agramahishio, trana parshada, sata sainyadhipati yavat bija ghanam suryabhavimanavasi devo ane devioe te svabhavika tatha vaikriyika shreshtha kamale pratishthapita, sugamdhita shreshtha jalathi bharela, chamdanakrita charchita, kamtha gunothi baddha, padmotpalathi dhamkela, sukumala komala hatha vade parigrihita 1008 suvarna kalasha yavat 1008 matina kalasho sarve jalathi – matithi – pushpadithi yavat siddharthako vade bharine sarva riddhithi yavat vadya ghosha saha ati mahana indrabhishekathi abhisimchita kare chhe. Tyare te suryabhadevano atimahana indrabhisheka vartato hato tyare – ketalamka devo suryabha vimanane ati jala ke mati nahim pana pravirala varshati, raja – renu vinashaka, divya surabhi gamdhodakani varsha varasave chhe. Ketalamka devo vimanane hataraja – nashtaraja – bhrashtaraja – upashamtaraja – prashamtaraja kare chhe. Ketalamka devo vimanane simchana – sammarjana – upalipta, shuchi sammrishta rathyamtara apana – vihine kare chhe. Ketalamka mamchatimamcha yukta kare chhe. Ketalamka vividha ramgani dhvaja, patakatipatakathi mamdita kare chhe. Ketalamka limpana – gumpana kare chhe. Goshirsha – sarasa – raktachamdana – darddara – pamchamgulitala kare chhe. Ketalamka devo suryabha vimanana dvarone chamdana charchita kalashothi banela toranothi sajave chhe. Ketalamka uparathi niche sudhi latakati lambi lambi gola malathi vibhushita kare chhe. Ketalamka pamchavarni sugamdhi pushpo vikheri sushobhita kare chhe. Ketalamka kalagaru pravara kumdarushka turushka dhupathi madhamadhati sugamdhathi abhirama kare chhe. Ketalamka sugamdha gamdhika gamdhavartibhuta kare chhe. Ketalamke hiranya, suvarna, rajata, vajra, pushpa, phala, mala, gamdha, churna, abharanani varsha kare chhe. Ketalamke suvarna ke yavat abharanani ekabijane bheta ape chhe. Ketalamka tata, vitata, ghana, jhusira e chaturvidha vajimtrane vagade chhe. Ketalamka devo utkshipta, padamta, mamda, rochitavasana e chaturvidha gito gaya chhe. Ketalamka devoe druta ke vilambita ke drutavilambita natyavidhi dekhadi, ketalake amchita nrityavidhi dekhadi. Ketalaka devoe arabhada, bhasola ke arabhatabhasola nrityavidhi dekhadi, ketalake utpata – nipata pravritta, to ketalamke samkuchita – prasarita – ritarita, to ketalamke bhramta – sambhramta divya nrityavidhi dekhadi. Ketalamka devoe chaturvidha abhinaya karyo. Te a – darshtantika, pratyamtika, samamtopanipatika, lokamtamadhyavasanika. Ketalamka devo bukkara kare chhe, ketalamka sharira phulave chhe, ketalamka nache chhe, ketalamka hakkara kare chhe, ketalamka lambi lambi doda dode chhe, ketalamka ganagane chhe ane asphotana kare chhe. Ketalamka asphotana kari ganagane chhe, ketalamka tripadi dode chhe, ketalamka ghodani jema hanahane chhe – hathivat gulagula kare chhe – rathani jema dhanadhane chhe – ketalamka a trane kare chhe. Ketalamka uchhale chhe, vishesha uchhale chhe. Ketalamka harshadhvani kare chhe. Ketalamka a trane kare chhe. Ketalamka upara – ketalamka niche – ketalamka lambu kudya, ketalamke a trane karyu, koi simhanada kare chhe – koie bijane ramgya – koie bhumi thapathapavi, koie a trane karyu. Koi garaje chhe – koi chamake chhe – koi varsha kare chhe, koi trane kare chhe. Koi bale chhe – koi tape chhe – koi pratape chhe – koi trane kare chhe. Koi hakkare chhe – thukkare chhe – dhakkare chhe. Koi pota – potana nama kahe chhe, koi chare pana kare chhe. Ketalamka devo devasannipata kare chhe, koi devodyota kare chhe, koi devotkalita kare chhe, koi kahakahaka kare chhe, koi duhaduhaka kare chhe, koi vastrotkshepa kare chhe. Koi devasannipata yavat vastrotkshepa kare chhe. Ketalamka hathamam utpala yavat sahasrapatra kamala lidha, koie hathamam kalasha yavat dhupakadachha lidha, hrishta – tushta yavat hridayi thai chare tarapha ahim – tahim dode chhe – vishesha dode chhe. Tyare te suryabhadevane, 4000 samaniko yavat 16,000 atmarakshaka devo, bija pana ghana suryabha rajadhani vastavya devo ane devioe ati mahana indrabhisheka vade abhisimchita kare chhe, karine eke eka be hatha jodi, mastake avartta kari, mastake amjali karine kahyum – he namda ! Tamaro jaya thao, he bhadra ! Tamaro jaya thao. Tamarum kalyana thao. Na jitelane jito, jitelane palo, jitela madhye vaso. Devomam indravat, taramam chamdravat, asuromam chamaravat, nagomam dharanavat, manushyomam bharatavat, ghana palyopama – ghana sagaropama – ghana palyopama sagaropama sudhi) 4000 samanika yavat 16,000 atmarakshaka devo, suryabha vimanana bija ghana suryabhavimanavasi devo ane devionum adhipatya yavat mahattarakatva karata, palana karata vicharo ema kahine jaya – jaya shabda kare chhe. Tyare te suryabhadeva, mahan indrabhishekathi abhishikta thaine, abhisheka sabhana purva dvarathi nikale chhe. Nikaline alamkarika sabhae ave chhe, avine alamkarika sabhane anupradakshina karata, alamkarika sabhana purva dvarethi praveshe chhe, praveshine simhasana pase ave chhe. Te shreshtha simhasana upara purvabhimukha karine betho. Tyare te suryabhadevana samanika parshadana devoe temani samaksha alamkarika bhamda upasthita karya. Tyare te suryabhadeve sarvaprathama romayukta sukumala surabhi gamdha kashayikathi gatro luchhya, lumchhine sarasa goshirsha chamdanathi gatrone anulimpita kare chhe, karine nakana shvasathi udi jaya teva chakshurhara varna – sparsha yukta, ghodani lalathi pana adhika sukomala, dhavala, suvarnathi khachita karmayukta, akasha ane sphatika jevi prabhavala, divya devadushya yugalane dharana karyum, karine hara – ardhahara – ekavali – muktavali – ratnavaline dharana karya. Karine amgada, keyura, kadaga, trutita, katisutraka, dasha vimtio, vakshasutra, muravi, pralamba, kumdala, chudamani, mugatane dharana karya. Pachhi gramthima – veshtima – purima – samghatima chara prakarani mala vade kalpavrikshani samana potane alamkrita – vibhushita kare chhe. Dardara – malaya – sugamdhani gamdha gatro upara chhamti, divya sumanadama dharana kare chhe. Sutra samdarbha– 41, 42 |