Sutra Navigation: Rajprashniya ( રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105743 | ||
Scripture Name( English ): | Rajprashniya | Translated Scripture Name : | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
सूर्याभदेव प्रकरण |
Translated Chapter : |
સૂર્યાભદેવ પ્રકરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 43 | Category : | Upang-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं से सूरियाभे देवे केसालंकारेणं मल्लालंकारेणं आभरणालंकारेणं वत्थालंकारेणं–चउव्विहेणं अलंकारेणं अलंकियविभूसिए समाणे पडिपुण्णालंकारे सीहासनाओ अब्भुट्ठेति, अब्भुट्ठेत्ता अलंकारियसभाओ पुरत्थिमिल्लेणं दारेणं पडिनिक्खमइ, पडिनिक्खमित्ता जेणेव ववसायसभा तेणेव उवागच्छति, ववसायसभं अनुपयाहिणीकरेमाणे-अनुपयाहिणीकरेमाणे पुरत्थिमिल्लेणं दारेणं अनुपविसति, अनुपविसित्ता जेणेव सीहासणे तेणेव उवागच्छति, उवागच्छित्ता सीहासनवरगते पुरत्थाभिमुहे सन्निसण्णे। तए णं तस्स सूरियाभस्स देवस्स सामानियपरिसोववण्णगा देवा पोत्थयरयणं उवणेंति। तते णं से सूरियाभे देवे पोत्थयरयणं गिण्हति, गिण्हित्ता पोत्थयरयणं मुयइ, मुइत्ता पोत्थयरयणं विहाडेइ, विहाडित्ता पोत्थयरयणं वाएति, वाएत्ता धम्मियं ववसायं ववसइ, ववसइत्ता पोत्थयरयणं पडिणिक्खिवइ, पडिणिक्खिवित्ता सीहासनातो अब्भुट्ठेति, अब्भुट्ठेत्ता ववसायसभातो पुरत्थिमिल्लेणं दारेणं पडिनिक्खमइ, पडिनिक्खमित्ता जेणेव नंदा पुक्खरिणी तेणेव उवागच्छति, उवागच्छित्ता नंदं पुक्खरिणिं पुरत्थिमिल्लेणं तोरणेणं तिसोवानपडिरूवएणं पच्चोरुहइ, पच्चो-रुहित्ता हत्थपादं पक्खालेति, पक्खालेत्ता आयंते चोक्खे परमसुईभूए एगं महं सेयं रययामयं विमलं सलिलपुण्णं मत्तगयमहामुहागितिसमाणं भिंगारं पगेण्हति, पगेण्हित्ता जाइं तत्थ उप्पलाइं पउमाइं कुमुयाइं णलिणाइं सुभगाइं सोगंधियाइं पोंडरीयाइं महापोंडरीयाइं सयवत्ताइं सह-स्सपत्ताइं ताइं गेण्हति, गेण्हित्ता णंदातो पुक्खरिणीतो पच्चोत्तरति, पच्चोत्तरित्ता जेणेव सिद्धायतणे तेणेव पहारेत्थ गमणाए। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૩. ત્યારે તે સૂર્યાભદેવ કેશાલંકાર, માલ્યાલંકાર, આભરણાલંકાર, વસ્ત્રાલંકાર એ ચતુર્વિધ અલંકાર વડે અલંકૃત અને વિભૂષિત થઈને – પ્રતિપૂર્ણાલંકાર થઈને સિંહાસનથી ઊભા થાય છે, થઈને અલંકાર સભાના પૂર્વના દ્વારથી નીકળે છે. નીકળીને વ્યવસાય સભાએ જાય છે. વ્યવસાય સભાને અનુપ્રદક્ષિણા કરતા – કરતા પૂર્વના દ્વારેથી પ્રવેશ કરે છે. ઉત્તમ સિંહાસને યાવત્ બેસે છે. ત્યારે તે સૂર્યાભદેવના સામાનિક પર્ષદાના દેવો પુસ્તકરત્ન લાવે છે. ત્યારપછી સૂર્યાભદેવ પુસ્તકરત્નને ગ્રહણ કરે છે. લઈને મૂકે છે. પુસ્તકરત્નને ઉઘાડે છે, ઉઘાડીને વાંચે છે. વાંચીને ધાર્મિક કાર્ય કરવાનો નિર્ણય કરે છે, પછી પુસ્તકરત્નને પાછું મૂકે છે. સિંહાસનથી ઊભો થાય છે, થઈને વ્યવસાયસભાના પૂર્વના દ્વારેથી નીકળે છે. નીકળીને નંદા પુષ્કરિણીએ આવે છે. આવીને તેના પૂર્વના તોરણથી પૂર્વના ત્રિસોપાન પ્રતિરૂપકથી તેમાં ઊતરે છે, ઊતરીને હાથ – પગ ધૂએ છે. ધોઈને આચમન કરી, ચોક્ખો થઈ, પરમશૂચિભૂત થઈ, એક મોટા શ્વેત રજતમય વિમલ સલિલપૂર્ણ મત્ત ગજમુખ આકૃતિ કુંભ સમાન ભૃંગારને ગ્રહણ કરે છે. ત્યાંના જે ઉત્પલ યાવત્ શતસહસ્રપત્રોને ગ્રહણ કરીને નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે. નીકળી જ્યાં સિદ્ધાયતન છે, ત્યાં જવા તૈયાર થયો. સૂત્ર– ૪૪. ત્યારે તે સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિકો યાવત્ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા પણ ઘણા સૂર્યાભ – વિમાનવાસી દેવો અને દેવીઓમાં કેટલાંક હાથમાં ઉત્પલ યાવત્ શત – સહસ્ર પત્રો લઈને સૂર્યાભદેવની પાછળ – પાછળ ચાલ્યા. ત્યારપછી સૂર્યાભદેવના ઘણા આભિયોગિક દેવો અને દેવીઓમાં કેટલાક હાથમાં કળશો યાવત્ કેટલાક હાથમાં ધૂપકડછા લઈ અતિ હર્ષિત થઈ સૂર્યાભદેવની પાછળ ચાલ્યા. ત્યારપછી સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિક દેવો યાવત્ બીજા ઘણા સૂર્યાભવિમાનના દેવો – દેવીઓથી સંપરિવૃત્ત થઈને સર્વઋદ્ધિથી યાવત્ વાદ્યોની ધ્વનિપૂર્વક સિદ્ધાયતન હતું ત્યાં આવ્યા. પછી સિદ્ધાયતનના પૂર્વના દ્વારેથી પ્રવેશ્યા, પ્રવેશીને જ્યાં દેવછંદક છે, જ્યાં જિનપ્રતિમાઓ છે, ત્યાં આવે છે. આવીને જિન પ્રતિમાને જોતાં જ પ્રણામ કરે છે. કરીને લોમહસ્તકને ગ્રહણ કરે છે, કરીને જિનપ્રતિમાને લોમહસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને જિનપ્રતિમાને સુગંધી ગંધોદકથી નવડાવે છે. નવડાવીને સરસ ગોશીર્ષચંદનથી ગાત્રોને લીંપે છે. લીંપીને સુગંધી ગંધ કાષાયિકથી ગાત્રોને લૂંછે છે, લૂંછીને જિનપ્રતિમાને અહત દેવદૂષ્ય યુગલ પહેરાવે છે. પહેરાવીને પુષ્પ – માળા – ગંધ – ચૂર્ણ – વર્ણ – વસ્ત્ર – આભરણ ચઢાવે છે. પછી નીચે સુધી લટકતી લાંબી – લાંબી ગોળ માળા પહેરાવી. પહેરાવીને પંચવર્ણી પુષ્પપુંજો હાથમાં લઈને તેની વર્ષા કરી અને માંડવો કરીને તે સ્થાનને સુશોભિત કર્યું. પછી તે જિનપ્રતિમાની આગળ સ્વચ્છ, શ્લક્ષ્ણ, રજતમય, અક્ષત તંદુલ વડે આઠ – આઠ મંગલનું આલેખન કર્યું. તે આ પ્રમાણે – સ્વસ્તિક યાવત્ દર્પણ. પછી ચંદપ્રભ – રત્ન – વજ્ર – વૈડૂર્ય વિમલ દંડ, સ્વર્ણ – મણિ – રત્ન વડે ચિત્રિત, કાળો અગરુ, પ્રવર કુંદુરુષ્ક, તુરુષ્ક, ધૂપના મધમધાટથી ઉત્તમ ગંધ વડે વ્યાપ્ત અને ધૂપવર્તી છોડતા વૈડૂર્યમય કડછાને ગ્રહણ કરીને ધૂપક્ષેપ કરીને જિનવરને ૧૦૮ વિશુદ્ધ ગ્રન્થયુક્ત – અર્થયુક્ત – અપુનરુક્ત મહિમાશાળી છંદોથી સ્તૂતિ કરી, પછી સાત – આઠ પગલા પાછળ ખસ્યો, ખસીને ડાબો ઘૂંટણ ઊંચો કર્યો. કરીને જમણો ઘૂંટણ ભૂમિતલે સ્થાપી, ત્રણ વખત મસ્તકને ભૂમિતલે લગાડ્યુ, લગાડીને કંઈક નમે છે. નમીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરીને આ પ્રમાણે કહ્યું – નમસ્કાર થાઓ – અરિહંતોને યાવત્ સંપ્રાપ્તને. પછી વંદે છે, નમે છે, નમીને જ્યાં દેવછંદક છે, જ્યાં સિદ્ધાયતનનો બહુમધ્ય દેશભાગ છે, ત્યાં જાય છે. જઈને લોમહસ્તક(મોરપિંછી)ને ઉઠાવે છે. પછી સિદ્ધાયતનના બહુમધ્ય દેશભાગને લોમહસ્તક થી પ્રમાર્જે છે. દિવ્ય ઉદકધારાથી સીંચે છે. સરસ ગોશીર્ષચંદનથી પંચાંગુલિતલ મંડલને આલેખે છે. આલેખીને, હાથમાં લઈને યાવત્ પુંજોપચાર યુક્ત કરે છે. કરીને ધૂપ દે છે. પછી સિદ્ધાયતનના દક્ષિણ દ્વારે આવે છે. ત્યાં લોમહસ્તક લઈને પછી દ્વારચેટી અને શાલભંજિકાઓ તથા વ્યાલરૂપને લોમહસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય ઉદકધારાથી સીંચે છે. સીંચીને સરસ ગોશીર્ષચંદન વડે ચર્ચિત કરે છે. કરીને પુષ્પારોહણ, માલ્ય યાવત્ આભરણ આરોહણ કરે છે, કરીને લાંબી લટકતી માળા યાવત્ ધૂપક્ષેપ કરે છે. કરીને જ્યાં દક્ષિણના દ્વારે મુખમંડપ છે, જ્યાં તે મુખ – મંડપનો બહુમધ્ય દેશભાગ છે, ત્યાં આવે છે. આવીને લોમહસ્તક લે છે. લઈને બહુમધ્ય દેશભાગને લોમહસ્તકને પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય ઉદકધારાથી સીંચે છે, સીંચીને સરસ ગોશીર્ષચંદનથી પંચાંગુલિતલ મંડપને આલેખે છે. આલેખીને, ગ્રહિત પુષ્પો વીખેરી યાવત્ ધૂપ દે છે. પછી જે દક્ષિણના મુખમંડપના પશ્ચિમી દ્વારે જાય છે, જઈને લોમહસ્તક હાથમાં લે છે, લઈને દ્વાર શાખા, શાલ – ભંજિકા, વ્યાલરૂપોને લોમહસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય જળધારાથી સીંચે છે. સરસ ગોશીર્ષચંદનથી ચર્ચિત કરે છે. પુષ્પ યાવત્ આભરણ ચડાવે છે. લાંબી માળા – પુષ્પો વિખેરવા – ધૂપ આપવો. આ બધું કરીને દક્ષિણના મુખમંડપના ઉત્તરની સ્તંભ પંક્તિ પાસે આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લે છે. સ્તંભ, શાલભંજિકા અને વ્યાલરૂપને લોમહસ્તક થી પ્રમાર્જે છે. પશ્ચિમના દ્વારવત્ યાવત્ ધૂપ દે છે. ત્યારપછી દક્ષિણી મુખ મંડપના પૂર્વ દ્વારે આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લઈને દ્વાર શાખા ઇત્યાદિ પૂર્વવત્ કહેવું. પછી દક્ષિણના મુખમંડપના દક્ષિણ દ્વારે આવે છે, આવીને દ્વાર શાખા ઇત્યાદિ પૂર્વવત્ કહેવું. પછી દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપમાં જ્યાં પ્રેક્ષાગૃહમંડપનો બહુમધ્ય દેશભાગ છે, તેમાં વજ્રમય અક્ષપાટક છે. મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લે છે. લઈને અક્ષપાટકને, મણિપીઠિકાને, સિંહાસનને લોમ હસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને તે દિવ્ય ઉદકધારાથી સીંચી, સરસ ગોશીર્ષચંદન વડે ચર્ચિત કરે છે. પુષ્પ ચડાવે છે, લાંબી લટકતી માળા ચડાવી, ધૂપ આપે છે. આપીને દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપના પશ્ચિમના દ્વારે આવે છે. ઉત્તરના દ્વારે બધું પૂર્વના દ્વાર માફક કહેવું. દક્ષિણના દ્વારે પણ પૂર્વવત્ જ કહેવું. પછી દક્ષિણના ચૈત્યસ્તૂપે આવે છે. ત્યાં આવીને સ્તૂપ અને મણિપીઠિકાને દિવ્ય જળધારા વડે સીંચે છે, સરસ ગોશીર્ષચંદનથી ચર્ચિત કરે છે. પુષ્પ ચડાવે છે. યાવત્ ધૂપક્ષેપ કરે છે. પશ્ચિમની મણિપીઠિકાએ જ્યાં પશ્ચિમમાં જિનપ્રતિમા છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવત્. ઉત્તરની જિનપ્રતિમામાં પણ બધું તેમજ કહેવું. પછી પૂર્વની મણિપીઠિકા છે, જ્યાં પૂર્વીય દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવે છે, શેષ પૂર્વવત્. દક્ષિણની મણિપીઠિકાએ દક્ષિણની જિનપ્રતિમાએ આવે છે. શેષ પૂર્વવત્. જ્યાં દક્ષિણનું ચૈત્યવૃક્ષ છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવત્. જ્યાં મહેન્દ્રધ્વજ છે, જ્યાં દક્ષિણની નંદાપુષ્કરિણી છે, ત્યાં આવે છે. લોમહસ્તક હાથમાં લે છે, તોરણ, ત્રિસોપાન પ્રતિરૂપક, શાલભંજિકા અને વ્યાલરૂપોને લોમહસ્તક વડે પ્રમાર્જી, દિવ્ય ઉદકધારાથી સીંચી, સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચિત કરી, પુષ્પમાળા ચડાવી, લાંબી માળા લટકાવી, ધૂપક્ષેપ કરે છે. સિદ્ધાયતનની અનુપ્રદક્ષિણા કરતા, જ્યાં ઉત્તરની નંદા પુષ્કરિણી છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવત્. જ્યાં ઉત્તરનું ચૈત્યવૃક્ષ છે, ત્યાં આવે છે, ઉત્તરના ચૈત્યસ્તૂપે આવે છે. શેષ પૂર્વવત્. જ્યાં પશ્ચિમની પીઠિકા છે, પશ્ચિમની જિન પ્રતિમા છે, શેષ પૂર્વવત્. ઉત્તરના પ્રેક્ષાગૃહ મંડપે આવે છે. આવીને દક્ષિણની વક્તવ્યતા છે, તે બધી કહેવી. પૂર્વના દ્વારે, દક્ષિણની સ્તંભ પંક્તિ, તે બધું પૂર્વવત્. જ્યાં ઉત્તરનો મુખ મંડપ છે, જ્યાં ઉત્તરના મુખમંડપનો બહુમધ્ય દેશભાગ છે, તે બધું પૂર્વવત્ કહેવું. પશ્ચિમના દ્વારે તેમજ ઉત્તરના દ્વારે દક્ષિણની સ્તંભ પંક્તિ આદિ બાકીનું બધું પૂર્વવત્. જ્યાં સિદ્ધાયતનનું ઉત્તરનું દ્વાર, પૂર્વવત્. જે સિદ્ધાયતનનું પૂર્વનું દ્વાર છે ત્યાં જાય છે. તે પૂર્વવત્. જે પૂર્વનો મુખ – મંડપ છે, જ્યાં મુખમંડપનો બહુમધ્ય દેશભાગ છે, ત્યાં આવે છે. શેષ પૂર્વવત્. પૂર્વનું મુખમંડપના દક્ષિણના દ્વારે પશ્ચિમની સ્તંભ પંક્તિ, ઉત્તરના દ્વારે તે પૂર્વવત્. જ્યાં પૂર્વનું પ્રેક્ષાગૃહ મંડપ છે, સ્તૂપ છે, જિનપ્રતિમા – ચૈત્યવૃક્ષ – મહેન્દ્ર ધ્વજ – નંદા પુષ્કરિણી બધું પૂર્વવત્ યાવત્ ધૂપ દે છે. પછી સુધર્માસભાએ આવે છે. આવીને સુધર્માસભાના પૂર્વના દ્વારેથી પ્રવેશે છે, પ્રવેશીને માણવક ચૈત્યસ્તંભ છે, જ્યાં વજ્રમય ગોળ – વૃત્ત – સમુદ્ગક છે, ત્યાં આવે છે. આવીને લોમહસ્તક હાથમાં લે છે. લઈને વજ્રમય ગોળ – વૃત્ત સમુદ્ગકને લોમહસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને સમુદ્ગકને ખોલે છે. ખોલીને જિન અસ્થિને લોમહસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને સુરભિ ગંધોદકથી પ્રક્ષાલે છે. પ્રક્ષાલીને સર્વોત્તમ શ્રેષ્ઠ ગંધ અને માળાથી અર્ચિત કરી, ધૂપ દે છે. દઈને જિન અસ્થિને વજ્રમય ગોળ – વૃત્ત સમુદ્ગકમાં મૂકે છે. માણવક ચૈત્યસ્તંભને લોમહસ્તકની પ્રમાર્જે છે. દિવ્ય જળધારા – સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચિત કરી, પુષ્પારોહણ યાવત્ ધૂપ દે છે. સિંહાસનમાં પૂર્વવત્, દેવશયનીયે પૂર્વવત્. લઘુ મહેન્દ્ર ધ્વજમાં પણ તેમજ જાણવું. જે પ્રહરણ કોશ ચોપ્પાલક છે ત્યાં આવે છે, આવીને તે લોમહસ્તક હાથમાં લે છે. લઈને ચોપ્પાલ પ્રહરણ કોશને લોમહસ્તકથી પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય ઉદકધારા – સરસ ગોશીર્ષચંદનથી ચર્ચિત – પુષ્પ ચડાવવા – લાંબી લટકતી માળા યાવત્ ધૂપ આપે છે. જ્યાં સુધર્મા સભાનો બહુમધ્ય દેશભાગ, જ્યાં મણિપીઠિકા, જ્યાં દેવશયનીય ત્યાં આવે છે, આવીને લોમહસ્તક હાથમાં લઈ દેવશયનીય અને મણિપીઠિકાને લોમહસ્તકથી પ્રમાર્જે છે યાવત્ ધૂપ દે છે. પછી જ્યાં ઉપપાત સભાનું દક્ષિણનું દ્વાર છે ત્યાં પૂર્વવત્. અભિષેક સભા સદૃશ યાવત્ પૂર્વની નંદા પુષ્કરિણી, જ્યાં દ્રહ છે ત્યાં આવે છે, આવીને તોરણ, ત્રિસોપાનક, શાલભંજિકા, વ્યાલરૂપ પૂર્વવત્. જ્યાં અભિષેક સભા છે, ત્યાં આવે છે. આવીને પૂર્વવત્. સિંહાસન અને મણિપીઠિકા, બાકી પૂર્વવત્. આયતન સદૃશ યાવત્ પૂર્વની નંદા પુષ્કરિણી. જ્યાં અલંકારિક સભા છે, ત્યાં જાય છે. જઈને ત્યાં અભિષેક સભા મુજબ બધું કહેવું. પછી વ્યવસાય સભાએ જાય છે. જઈને પૂર્વવત્, લોમહસ્તક હાથમાં લઈ પુસ્તકરત્નને લોમહસ્તક વડે પ્રમાર્જે છે. પ્રમાર્જીને દિવ્ય જળધારાથી સીંચી, સર્વોત્તમ ગંધ અને માળા વડે અર્ચા કરે છે. કરીને મણિપીઠિકા અને સિંહાસનને૦ બાકી પૂર્વવત્. પૂર્વની નંદા પુષ્કરિણીમાં જ્યાં દ્રહ છે, ત્યાં જાય છે. જઈને તે તોરણ, ત્રિસોપાનક, શાલભંજિકા, વ્યાલરૂપ પૂર્વવત્. જ્યાં બલિપીઠ છે, ત્યાં જાય છે. ત્યાં બલિ વિસર્જન કરે છે. આભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને આમ કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદી સૂર્યાભવિમાનમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, પ્રાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપુર, તોરણ, આરામ, ઉદ્યાન, વન, વનરાજી, કાનન અને વનખંડમાં અર્ચનીય કરે છે. કરીને જલદીથી આજ્ઞાને પાછી સોંપો. ત્યારે તે આભિયોગિક દેવો, સૂર્યાભદેવે આમ કહેતા યાવત્ સ્વીકારીને સૂર્યાભ વિમાનમાં શૃંગાટક, ત્રિક યાવત્ વનખંડમાં અર્ચનીય કરે છે, કરીને જ્યાં સૂર્યાભદેવ છે યાવત્ આજ્ઞા સોંપે છે. ત્યારપછી સૂર્યાભદેવ, જ્યાં નંદા પુષ્કરિણી છે, ત્યાં આવે છે. આવીને નંદા પુષ્કરિણીને પૂર્વના ત્રિસોપાન પ્રતિ – રૂપકથી ઉતરે છે. ઉતરીને હાથ – પગ ધૂવે છે, ધોઈને નંદા પુષ્કરિણીથી બહાર નીકળી, જ્યાં સુધર્માસભા છે, ત્યાં જવાને પ્રવૃત્ત થયો. ત્યારે તે સૂર્યાભદેવ, ૪૦૦૦ સામાનિક યાવત્ ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજા ઘણા સૂર્યાભવિમાનવાસી વૈમાનિક દેવ – દેવી સાથે પરીવરીને સર્વઋદ્ધિથી યાવત્ નાદિત રવથી સુધર્માસભાએ આવે છે. સુધર્માસભાના પૂર્વના દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશીને સિંહાસન પાસે આવે છે. આવીને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેઠો. સૂત્ર સંદર્ભ– ૪૩, ૪૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam se suriyabhe deve kesalamkarenam mallalamkarenam abharanalamkarenam vatthalamkarenam–chauvvihenam alamkarenam alamkiyavibhusie samane padipunnalamkare sihasanao abbhuttheti, abbhutthetta alamkariyasabhao puratthimillenam darenam padinikkhamai, padinikkhamitta jeneva vavasayasabha teneva uvagachchhati, vavasayasabham anupayahinikaremane-anupayahinikaremane puratthimillenam darenam anupavisati, anupavisitta jeneva sihasane teneva uvagachchhati, uvagachchhitta sihasanavaragate puratthabhimuhe sannisanne. Tae nam tassa suriyabhassa devassa samaniyaparisovavannaga deva potthayarayanam uvanemti. Tate nam se suriyabhe deve potthayarayanam ginhati, ginhitta potthayarayanam muyai, muitta potthayarayanam vihadei, vihaditta potthayarayanam vaeti, vaetta dhammiyam vavasayam vavasai, vavasaitta potthayarayanam padinikkhivai, padinikkhivitta sihasanato abbhuttheti, abbhutthetta vavasayasabhato puratthimillenam darenam padinikkhamai, padinikkhamitta jeneva namda pukkharini teneva uvagachchhati, uvagachchhitta namdam pukkharinim puratthimillenam toranenam tisovanapadiruvaenam pachchoruhai, pachcho-ruhitta hatthapadam pakkhaleti, pakkhaletta ayamte chokkhe paramasuibhue egam maham seyam rayayamayam vimalam salilapunnam mattagayamahamuhagitisamanam bhimgaram pagenhati, pagenhitta jaim tattha uppalaim paumaim kumuyaim nalinaim subhagaim sogamdhiyaim pomdariyaim mahapomdariyaim sayavattaim saha-ssapattaim taim genhati, genhitta namdato pukkharinito pachchottarati, pachchottaritta jeneva siddhayatane teneva paharettha gamanae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 43. Tyare te suryabhadeva keshalamkara, malyalamkara, abharanalamkara, vastralamkara e chaturvidha alamkara vade alamkrita ane vibhushita thaine – pratipurnalamkara thaine simhasanathi ubha thaya chhe, thaine alamkara sabhana purvana dvarathi nikale chhe. Nikaline vyavasaya sabhae jaya chhe. Vyavasaya sabhane anupradakshina karata – karata purvana dvarethi pravesha kare chhe. Uttama simhasane yavat bese chhe. Tyare te suryabhadevana samanika parshadana devo pustakaratna lave chhe. Tyarapachhi suryabhadeva pustakaratnane grahana kare chhe. Laine muke chhe. Pustakaratnane ughade chhe, ughadine vamche chhe. Vamchine dharmika karya karavano nirnaya kare chhe, pachhi pustakaratnane pachhum muke chhe. Simhasanathi ubho thaya chhe, thaine vyavasayasabhana purvana dvarethi nikale chhe. Nikaline namda pushkarinie ave chhe. Avine tena purvana toranathi purvana trisopana pratirupakathi temam utare chhe, utarine hatha – paga dhue chhe. Dhoine achamana kari, chokkho thai, paramashuchibhuta thai, eka mota shveta rajatamaya vimala salilapurna matta gajamukha akriti kumbha samana bhrimgarane grahana kare chhe. Tyamna je utpala yavat shatasahasrapatrone grahana karine namda pushkarinithi bahara nikale chhe. Nikali jyam siddhayatana chhe, tyam java taiyara thayo. Sutra– 44. Tyare te suryabhadevana 4000 samaniko yavat 16,000 atmarakshaka devo, bija pana ghana suryabha – vimanavasi devo ane deviomam ketalamka hathamam utpala yavat shata – sahasra patro laine suryabhadevani pachhala – pachhala chalya. Tyarapachhi suryabhadevana ghana abhiyogika devo ane deviomam ketalaka hathamam kalasho yavat ketalaka hathamam dhupakadachha lai ati harshita thai suryabhadevani pachhala chalya. Tyarapachhi suryabhadevana 4000 samanika devo yavat bija ghana suryabhavimanana devo – deviothi samparivritta thaine sarvariddhithi yavat vadyoni dhvanipurvaka siddhayatana hatum tyam avya. Pachhi siddhayatanana purvana dvarethi praveshya, praveshine jyam devachhamdaka chhe, jyam jinapratimao chhe, tyam ave chhe. Avine jina pratimane jotam ja pranama kare chhe. Karine lomahastakane grahana kare chhe, karine jinapratimane lomahastakathi pramarje chhe. Pramarjine jinapratimane sugamdhi gamdhodakathi navadave chhe. Navadavine sarasa goshirshachamdanathi gatrone limpe chhe. Limpine sugamdhi gamdha kashayikathi gatrone lumchhe chhe, lumchhine jinapratimane ahata devadushya yugala paherave chhe. Paheravine pushpa – mala – gamdha – churna – varna – vastra – abharana chadhave chhe. Pachhi niche sudhi latakati lambi – lambi gola mala paheravi. Paheravine pamchavarni pushpapumjo hathamam laine teni varsha kari ane mamdavo karine te sthanane sushobhita karyum. Pachhi te jinapratimani agala svachchha, shlakshna, rajatamaya, akshata tamdula vade atha – atha mamgalanum alekhana karyum. Te a pramane – svastika yavat darpana. Pachhi chamdaprabha – ratna – vajra – vaidurya vimala damda, svarna – mani – ratna vade chitrita, kalo agaru, pravara kumdurushka, turushka, dhupana madhamadhatathi uttama gamdha vade vyapta ane dhupavarti chhodata vaiduryamaya kadachhane grahana karine dhupakshepa karine jinavarane 108 vishuddha granthayukta – arthayukta – apunarukta mahimashali chhamdothi stuti kari, pachhi sata – atha pagala pachhala khasyo, khasine dabo ghumtana umcho karyo. Karine jamano ghumtana bhumitale sthapi, trana vakhata mastakane bhumitale lagadyu, lagadine kamika name chhe. Namine be hatha jodi, mastake avartta kari, mastake amjali karine a pramane kahyum – Namaskara thao – arihamtone yavat sampraptane. Pachhi vamde chhe, name chhe, namine jyam devachhamdaka chhe, jyam siddhayatanano bahumadhya deshabhaga chhe, tyam jaya chhe. Jaine lomahastaka(morapimchhi)ne uthave chhe. Pachhi siddhayatanana bahumadhya deshabhagane lomahastaka thi pramarje chhe. Divya udakadharathi simche chhe. Sarasa goshirshachamdanathi pamchamgulitala mamdalane alekhe chhe. Alekhine, hathamam laine yavat pumjopachara yukta kare chhe. Karine dhupa de chhe. Pachhi siddhayatanana dakshina dvare ave chhe. Tyam lomahastaka laine pachhi dvaracheti ane shalabhamjikao tatha vyalarupane lomahastakathi pramarje chhe. Pramarjine divya udakadharathi simche chhe. Simchine sarasa goshirshachamdana vade charchita kare chhe. Karine pushparohana, malya yavat abharana arohana kare chhe, karine lambi latakati mala yavat dhupakshepa kare chhe. Karine jyam dakshinana dvare mukhamamdapa chhe, jyam te mukha – mamdapano bahumadhya deshabhaga chhe, tyam ave chhe. Avine lomahastaka le chhe. Laine bahumadhya deshabhagane lomahastakane pramarje chhe. Pramarjine divya udakadharathi simche chhe, simchine sarasa goshirshachamdanathi pamchamgulitala mamdapane alekhe chhe. Alekhine, grahita pushpo vikheri yavat dhupa de chhe. Pachhi je dakshinana mukhamamdapana pashchimi dvare jaya chhe, jaine lomahastaka hathamam le chhe, laine dvara shakha, shala – bhamjika, vyalarupone lomahastakathi pramarje chhe. Pramarjine divya jaladharathi simche chhe. Sarasa goshirshachamdanathi charchita kare chhe. Pushpa yavat abharana chadave chhe. Lambi mala – pushpo vikherava – dhupa apavo. A badhum karine dakshinana mukhamamdapana uttarani stambha pamkti pase ave chhe. Avine lomahastaka hathamam le chhe. Stambha, shalabhamjika ane vyalarupane lomahastaka thi pramarje chhe. Pashchimana dvaravat yavat dhupa de chhe. Tyarapachhi dakshini mukha mamdapana purva dvare ave chhe. Avine lomahastaka hathamam laine dvara shakha ityadi purvavat kahevum. Pachhi dakshinana mukhamamdapana dakshina dvare ave chhe, avine dvara shakha ityadi purvavat kahevum. Pachhi dakshinana prekshagriha mamdapamam jyam prekshagrihamamdapano bahumadhya deshabhaga chhe, temam vajramaya akshapataka chhe. Manipithika chhe, jyam simhasana chhe, tyam ave chhe. Avine lomahastaka hathamam le chhe. Laine akshapatakane, manipithikane, simhasanane loma hastakathi pramarje chhe. Pramarjine te divya udakadharathi simchi, sarasa goshirshachamdana vade charchita kare chhe. Pushpa chadave chhe, lambi latakati mala chadavi, dhupa ape chhe. Apine dakshinana prekshagriha mamdapana pashchimana dvare ave chhe. Uttarana dvare badhum purvana dvara maphaka kahevum. Dakshinana dvare pana purvavat ja kahevum. Pachhi dakshinana chaityastupe ave chhe. Tyam avine stupa ane manipithikane divya jaladhara vade simche chhe, sarasa goshirshachamdanathi charchita kare chhe. Pushpa chadave chhe. Yavat dhupakshepa kare chhe. Pashchimani manipithikae jyam pashchimamam jinapratima chhe, tyam ave chhe. Shesha purvavat. Uttarani jinapratimamam pana badhum temaja kahevum. Pachhi purvani manipithika chhe, jyam purviya dishani jinapratima chhe, tyam ave chhe, shesha purvavat. Dakshinani manipithikae dakshinani jinapratimae ave chhe. Shesha purvavat. Jyam dakshinanum chaityavriksha chhe, tyam ave chhe. Shesha purvavat. Jyam mahendradhvaja chhe, jyam dakshinani namdapushkarini chhe, tyam ave chhe. Lomahastaka hathamam le chhe, torana, trisopana pratirupaka, shalabhamjika ane vyalarupone lomahastaka vade pramarji, divya udakadharathi simchi, sarasa goshirsha chamdanathi charchita kari, pushpamala chadavi, lambi mala latakavi, dhupakshepa kare chhe. Siddhayatanani anupradakshina karata, jyam uttarani namda pushkarini chhe, tyam ave chhe. Shesha purvavat. Jyam uttaranum chaityavriksha chhe, tyam ave chhe, uttarana chaityastupe ave chhe. Shesha purvavat. Jyam pashchimani pithika chhe, pashchimani jina pratima chhe, shesha purvavat. Uttarana prekshagriha mamdape ave chhe. Avine dakshinani vaktavyata chhe, te badhi kahevi. Purvana dvare, dakshinani stambha pamkti, te badhum purvavat. Jyam uttarano mukha mamdapa chhe, jyam uttarana mukhamamdapano bahumadhya deshabhaga chhe, te badhum purvavat kahevum. Pashchimana dvare temaja uttarana dvare dakshinani stambha pamkti adi bakinum badhum purvavat. Jyam siddhayatananum uttaranum dvara, purvavat. Je siddhayatananum purvanum dvara chhe tyam jaya chhe. Te purvavat. Je purvano mukha – mamdapa chhe, jyam mukhamamdapano bahumadhya deshabhaga chhe, tyam ave chhe. Shesha purvavat. Purvanum mukhamamdapana dakshinana dvare pashchimani stambha pamkti, uttarana dvare te purvavat. Jyam purvanum prekshagriha mamdapa chhe, stupa chhe, jinapratima – chaityavriksha – mahendra dhvaja – namda pushkarini badhum purvavat yavat dhupa de chhe. Pachhi sudharmasabhae ave chhe. Avine sudharmasabhana purvana dvarethi praveshe chhe, praveshine manavaka chaityastambha chhe, jyam vajramaya gola – vritta – samudgaka chhe, tyam ave chhe. Avine lomahastaka hathamam le chhe. Laine vajramaya gola – vritta samudgakane lomahastakathi pramarje chhe. Pramarjine samudgakane khole chhe. Kholine jina asthine lomahastakathi pramarje chhe. Pramarjine surabhi gamdhodakathi prakshale chhe. Prakshaline sarvottama shreshtha gamdha ane malathi archita kari, dhupa de chhe. Daine jina asthine vajramaya gola – vritta samudgakamam muke chhe. Manavaka chaityastambhane lomahastakani pramarje chhe. Divya jaladhara – sarasa goshirsha chamdanathi charchita kari, pushparohana yavat dhupa de chhe. Simhasanamam purvavat, devashayaniye purvavat. Laghu mahendra dhvajamam pana temaja janavum. Je praharana kosha choppalaka chhe tyam ave chhe, avine te lomahastaka hathamam le chhe. Laine choppala praharana koshane lomahastakathi pramarje chhe. Pramarjine divya udakadhara – sarasa goshirshachamdanathi charchita – pushpa chadavava – lambi latakati mala yavat dhupa ape chhe. Jyam sudharma sabhano bahumadhya deshabhaga, jyam manipithika, jyam devashayaniya tyam ave chhe, avine lomahastaka hathamam lai devashayaniya ane manipithikane lomahastakathi pramarje chhe yavat dhupa de chhe. Pachhi jyam upapata sabhanum dakshinanum dvara chhe tyam purvavat. Abhisheka sabha sadrisha yavat purvani namda pushkarini, jyam draha chhe tyam ave chhe, avine torana, trisopanaka, shalabhamjika, vyalarupa purvavat. Jyam abhisheka sabha chhe, tyam ave chhe. Avine purvavat. Simhasana ane manipithika, baki purvavat. Ayatana sadrisha yavat purvani namda pushkarini. Jyam alamkarika sabha chhe, tyam jaya chhe. Jaine tyam abhisheka sabha mujaba badhum kahevum. Pachhi vyavasaya sabhae jaya chhe. Jaine purvavat, lomahastaka hathamam lai pustakaratnane lomahastaka vade pramarje chhe. Pramarjine divya jaladharathi simchi, sarvottama gamdha ane mala vade archa kare chhe. Karine manipithika ane simhasanane0 baki purvavat. Purvani namda pushkarinimam jyam draha chhe, tyam jaya chhe. Jaine te torana, trisopanaka, shalabhamjika, vyalarupa purvavat. Jyam balipitha chhe, tyam jaya chhe. Tyam bali visarjana kare chhe. Abhiyogika devane bolave chhe. Bolavine ama kahyum – O devanupriyo ! Jaladi suryabhavimanamam shrimgataka, trika, chatushka, chatvara, chaturmukha, mahapatha, prakara, attalaka, charika, dvara, gopura, torana, arama, udyana, vana, vanaraji, kanana ane vanakhamdamam archaniya kare chhe. Karine jaladithi ajnyane pachhi sompo. Tyare te abhiyogika devo, suryabhadeve ama kaheta yavat svikarine suryabha vimanamam shrimgataka, trika yavat vanakhamdamam archaniya kare chhe, karine jyam suryabhadeva chhe yavat ajnya sompe chhe. Tyarapachhi suryabhadeva, jyam namda pushkarini chhe, tyam ave chhe. Avine namda pushkarinine purvana trisopana prati – rupakathi utare chhe. Utarine hatha – paga dhuve chhe, dhoine namda pushkarinithi bahara nikali, jyam sudharmasabha chhe, tyam javane pravritta thayo. Tyare te suryabhadeva, 4000 samanika yavat 16,000 atmarakshaka devo, bija ghana suryabhavimanavasi vaimanika deva – devi sathe parivarine sarvariddhithi yavat nadita ravathi sudharmasabhae ave chhe. Sudharmasabhana purvana dvarethi praveshe chhe. Praveshine simhasana pase ave chhe. Avine shreshtha simhasane purvabhimukha betho. Sutra samdarbha– 43, 44 |