Sutra Navigation: Prashnavyakaran ( પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105439
Scripture Name( English ): Prashnavyakaran Translated Scripture Name : પ્રશ્નવ્યાપકરણાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

संवर द्वार श्रुतस्कंध-२

अध्ययन-४ ब्रह्मचर्य

Translated Chapter :

સંવર દ્વાર શ્રુતસ્કંધ-૨

અધ્યયન-૪ બ્રહ્મચર્ય

Section : Translated Section :
Sutra Number : 39 Category : Ang-10
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जंबू! एत्तो य बंभचेरं–उत्तम तव नियम णाण दंसण चरित्त सम्मत्त विणयमूलं जम नियम गुणप्पहाणजुतं हिमवंत-महंत तेयमंतं पसत्थ गंभीर थिमित मज्झं अज्जवसाहुजणाचरितं मोक्खमग्गं विसुद्ध सिद्धिगति निलयंसासयमव्वाबाहमपुणब्भवं पसत्थं सोमं सुभं सिवमचल-मक्खयकरं जतिवर सारक्खियं सुचरियं सुसाहियं नवरि मुणिवरेहिं महापुरिस धीर सूर धम्मिय धितिमंताण य सया विसुद्धं भव्वं भव्वजणानुचिण्णं निस्संकियं निब्भयं नित्तुसं निरायासं निरुवलेवं निव्वुतिधरं नियम निप्पकंपं तवसंजममूलदलिय नेम्मं पंचमहव्वयसुरक्खियं समितिगुत्तिगुत्तं ज्झाणवरकवाडसुकयं अज्झप्पदिण्णफलिहं संणद्धोत्थइयदुग्गइपहं सुगतिपहदेसगं लोगुत्तमं च वयमिणं पउमसरतलाग-पालिभूयं महासगडअरगतुंबभूयं महाविडिमरुक्खक्खंधभूयं महानगर-पागारकवाडफ-लिहभूयं रज्जु-पिणद्धो व इंदकेतू विसुद्धणेगगुणसंपिणद्धं। जंमि य भग्गंमि होइ सहसा सव्वं संभग्ग मथिय चुण्णिय कुसल्लिय पल्लट्ट पडिय खंडिय परिसडिय विणासियं विणयसीलतवनियमगुणसमूहं, तं बंभं भगवंतं– गहगण नक्खत्त तारगाणं वा जहा उडुपती, मणि मुत्त सिल प्पवाल रत्तरयणागराणं च जहा समुद्दो, वेरुलिओ चेव जह मणीणं, जह मउडो चेव भूसणाणं, वत्थाणं चेव खोमजुयलं, अरविंदं चेव पुप्फजेट्ठं, गोसीसं चेव चंदणाणं, हिमवंतो चेव ओसहीणं, सीतोदा चेव निन्नगाणं, उदहीसु जहा सयंभुरमणो, रुयगवरे चेव मंडलिकपव्वयाण पवरे, एरावण इव कुंजराणं, सीहो व्व जहा मिगाणं पवरो, पवकाणं चेव वेणुदेवे, धरणो जह पण्णगइंदराया, कप्पाणं चेव बंभलोए, सभासु य जहा भवे सुहम्मा, ठितिसु लवसत्तम व्व पवरा, दाणाणं चेव अभयदाणं, किमिराओ चेव कंबलाणं, संघयणे चेव वज्जरिसभे, संठाणे चेव समचउरंसे, ज्झाणेसु य परमसुक्कज्झाणं, नाणेसु य परमकेवलं तु सिद्धं, लेसासु य परमसुक्कलेस्सा, तित्थकरो चेव जह मुणीणं, वासेसु जहा महाविदेहे, गिरिराया चेव मंदरवरे, वनेसु जह नंदणवणं पवरं, दुमेसु जह जंबू सुदंसणा वीसुयजसा–जीसे नामेण य अयं दीवो, तुरगवती गयवती रहवती नरवती जह वीसुए चेव राया, रहिए चेव जहा महारहगते। एवमनेगा गुणा अहीना भवंति एक्कंमि बंभचेरे। जंमि य आराहियंमि आराहियं वयमिणं सव्वं। सीलं तवो य विणओ य, संजमो य खंती गुत्ती मुत्ती। तहेव इहलोइय पारलोइय जसो य कित्ती य पच्चओ य। तम्हा निहुएण बंभचेरं चरियव्वं सव्वओ विसुद्धं जावज्जीवाए जाव सेयट्ठि संजओत्ति–एवं भणियं वयं भगवया। तं च इमं–
Sutra Meaning : સૂત્ર– ૩૯. હે જંબૂ ! હવે બ્રહ્મચર્ય – જે ઉત્તમ તપ, નિયમ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, સમ્યક્ત્વ, વિનયનું મૂળ છે. યમ, નિયમ, ગુણપ્રધાન યુક્ત છે. હિમવંત પર્વતથી મહાન, તેજોમય, પ્રશસ્ત – ગંભીર – સ્તિમિત – મધ્ય છે. સરળાત્મા સાધુજન દ્વારા આચરિત, મોક્ષનો માર્ગ છે. વિશુદ્ધ સિદ્ધિ ગતિના આવાસરૂપ છે. શાશ્વત – અવ્યાબાધ – પુનર્ભવ રહિતકર્તા છે. પ્રશસ્ત – સૌમ્ય – શુભ છે. શિવ – અચલ અને અક્ષયકર છે. ઉત્તમ મુનિ દ્વારા રક્ષિત, સુચરિત, સુભાષિત છે. શ્રેષ્ઠ મુનિઓ દ્વારા જે ધીર, શૂરવીર, ધાર્મિક અને ધૃતિમંતોને સદા વિશુદ્ધ, ભવ્ય, ભવ્યજનોથી આરાધિત છે. આ વ્રત નિઃશંકિત, નિર્ભય, નિસ્સારતા રહિત, નિરાયાસ, નિરુપલેપ, નિવૃત્તિગૃહ અને નિયમથી નિષ્કંપ છે. તપ અને સંયમનો મૂલાધાર છે. પાંચ મહાવ્રતોમાં સુરક્ષિત, સમિતિ – ગુપ્તિ – ગુપ્ત છે. ઉત્તમ ધ્યાનરૂપ સુનિર્મિત કબાટવાળુ છે અને અધ્યાત્મ ચિત્ત જ તેની અર્ગલા છે. દુર્ગતિના માર્ગને રુદ્ધ અને આચ્છાદિત કરનાર છે, સુગતિપથદર્શક છે. આ વ્રત લોકમાં ઉત્તમ છે. આ વ્રત કમળોથી સુશોભિત સરોવર અને તળાવ સમાન પાળી રૂપ, મહાશકટના પૈડાના આરાની નાભિ સમાન, વિશાળ વૃક્ષના સ્કંધ સમાન, મહાનગરના દ્વાર – પ્રાકાર – અર્ગલા સમાન, દોરીથી બાંધેલ ઇન્દ્રધ્વજ સદૃશ, અનેક નિર્મળ ગુણોથી વ્યાપ્ત છે. જેના ભગ્ન થવાથી સહસા, સર્વે વિનય – શીલ – તપ – નિયમ અને ગુણોનો સમૂહ ફૂટેલા ઘડાની સમાન સંભગ્ન થઈ જાય છે. મથિત – ચૂર્ણિત – કુશલ્યયુક્ત – પર્વતથી લુઢકેલ શિલાની જેમ પડેલ – પરિસડિત – વિનાશિત થઈ જાય છે. બ્રહ્મચર્યવ્રત વિનય – શીલ – તપ – નિયમ ગુણસમૂહ રૂપ છે. તે ભગવંત(પૂજ્ય) બ્રહ્મચર્ય ની બત્રીશ ઉપમા આ પ્રમાણે છે –. ૧. ગ્રહગણ નક્ષત્ર તારામાં ચંદ્ર સમાન, ૨. મણિ – મોતી – શિલા – પ્રવાલ લાલ રત્નના આકરરૂપ સમુદ્ર સમાન, ૩. મણિમાં વૈડૂર્ય સમાન, ૪. આભૂષણમાં મુગટ, ૫. વસ્ત્રોમાં ક્ષૌમ યુગલ, ૬. પુષ્પોમાં શ્રેષ્ઠ અરવિંદ, ૭. ચંદનોમાં ગોશીર્ષચંદન, ૮. ઔષધિના ઉત્પત્તિસ્થાન હિમવંત પર્વત, ૯. નદીમાં સીતોદા, ૧૦. સમુદ્રમાં સ્વયંભૂરમણ, ૧૧. માંડલિક પર્વતોમાં રુચકવર, ૧૨. ગજરાજમાં ઐરાવણ, ૧૩. મૃગોમાં સિંહ સમાન, ૧૪. સુપર્ણકુમારમાં વેણુદેવ, ૧૫. નાગકુમારોમાં ધરણેન્દ્ર, ૧૬. કલ્પોમાં બ્રહ્મલોક, ૧૭. સભામાં સુધર્મા સભા, ૧૮. સ્થિતિમાં લવસપ્તમ, ૧૯. શ્રેષ્ઠ દાનોમાં અભયદાન, ૨૦. કંબલોમાં કૃમિરાગ કંબલ, ૨૧. સંઘયણોમાં વજ્રઋષભ, ૨૨. સંસ્થાનોમાં સમચતુરસ્ર, ૨૩. ધ્યાનોમાં પરમશુક્લ ધ્યાન, ૨૪. જ્ઞાનોમાં પરમ કેવળજ્ઞાન, ૨૫. લેશ્યામાં પરમશુક્લ લેશ્યા, ૨૬. મુનિઓમાં તીર્થંકર, ૨૭. વર્ષક્ષેત્રમાં મહાવિદેહ, ૨૮. ગિરિરાજમાં મેરુ પર્વત, ૨૯. વનોમાં નંદનવન, ૩૦. પ્રવર વૃક્ષોમાં જંબૂ અને સુદર્શન, ૩૧. તુરગપતિ – ગજપતિ – રથપતિ – નરપતિ સમાન વિખ્યાત યશવાળા જીત નામે અને દીપ સમાન અને ૩૨. રથિક રાજાની જેમ મહારથી સમાન આ બ્રહ્મચર્યવ્રત જાણવું.. આ પ્રમાણે બ્રહ્મચર્ય આરાધનથી. અનેક ગુણો આધીન થાય છે. એક જ બ્રહ્મચર્યને આરાધિત કરતા બધા વ્રતો આરાધિત થાય છે. જેમ શીલ, તપ, વિનય, સંયમ, ક્ષાંતિ, ગુપ્તિ, મુક્તિ. બ્રહ્મચર્ય વડે ઇહલૌકીક અને પારલૌકીક યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. વિશ્વાસનું કારણ છે. તેથી સ્થિર ચિત્તે, સર્વથા વિશુદ્ધ બ્રહ્મચર્યનું યાવજ્જીવ યાવત્‌ મૃત્યુના આગમન સુધી પાલન કરવું જોઈએ. એ પ્રમાણે ભગવંત કહેલ છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૪૦. પાંચ મહાવ્રતોરૂપ શોભનવ્રતનું મૂળ, શુદ્ધાચારી મુનિ દ્વારા સમ્યક્‌ સેવિત વૈરનો વિરામ અને અંત કરનાર અને સર્વે સમુદ્રોમાં મહોદધિમાં તરવાના ઉપાયથી તીર્થ સ્વરૂપ છે. સૂત્ર– ૪૧. તીર્થંકરો વડે સારી રીતે કહેલ માર્ગરૂપ, નરક અને તિર્યંચગતિને રોકનાર માર્ગરૂપ, સર્વે પવિત્ર અનુષ્ઠાનો ને સારયુક્ત બતાવનાર અને સિદ્ધિ અને વૈમાનિક ગતિના દ્વાર ખોલનાર છે. સૂત્ર– ૪૨. દેવેન્દ્ર, નરેન્દ્ર દ્વારા નમસ્કૃત, પૂજિત, સર્વ જગતમાં ઉત્તમ અને મંગલ માર્ગ, દુર્ધર્ષ, ગુણોમાં અદ્વીતિય નાયક, મોક્ષપથના અવતંસક રૂપ છે. સૂત્ર– ૪૩. બ્રહ્મચર્ય વ્રતના શુદ્ધ આચરણથી સુબ્રાહ્મણ, સુશ્રમણ, સુસાધુ થાય છે. જે શુદ્ધ બ્રહ્મચર્ય પાળે છે, તે જ ઋષિ છે, તે જ મુનિ છે, તે જ સંયત છે, તે જ ભિક્ષુ છે. બ્રહ્મચર્યનું અનુપાલન કરનારાએ સર્વ કાળને માટે અહીં કહેવાનારી બાબતોનો ત્યાગ કરવો જોઈએ – રતિ – રાગ – દ્વેષ – મોહની વૃદ્ધિ કરનાર પ્રમાદ દોષ, પાર્શ્વસ્થ જેવું આચરણ, અભ્યંગન, તેલ વડે સ્નાન, વારંવાર બગલ – મસ્તક – હાથ – પગ – વદનને ધોવા, સંબાધન, ગાત્રકર્મ, પરિમર્દન, અનુલેપન, ચૂર્ણ, વાસ, ધૂપન, શરીર પરિમંડન, બાકુશિક કર્મ, સંવારણ, ભણિત, નૃત્ય – ગીત – વાજિંત્ર – નટ – નાટક – જલ્લ મલ્લ પ્રેક્ષણ વેલંબક, આ અને આવા બીજા પણ જે શૃંગારના સ્થાનો છે, જેનાથી તપ – સંયમ – બ્રહ્મચર્યના ઘાતોપઘાત થાય, તે બધાને બ્રહ્મચારી તજે. આ તપ – નિયમ – શીલ – યોગથી નિત્યકાળ અંતરાત્મા ભાવિત થાય છે. તે કયા છે ? સ્નાન ન કરે, દંતધાવન ન કરે, સ્વેદ – મલ – જલ્લ ધારણ કરે. મૌનવ્રત અને કેશલોચ કરે. ક્ષમા – દમન, અચેલકત્વ, ક્ષુધા – પીપાસા સહેવી, લાઘવતા, શીતોષ્ણ પરિષહ સહેવા, કાષ્ઠશય્યા, ભૂમિ નિષદ્યા, પરગૃહ પ્રવેશમાં પ્રાપ્ત – અપ્રાપ્ત, માન – અપમાન, નિંદા, દંશ – મશક સ્પર્શ, નિયમ – તપ – ગુણ – વિનય આદિ. જેનાથી બ્રહ્મચર્ય વ્રત અતિ સ્થિર થાય છે. આ અબ્રહ્મચર્ય વિરમણના પરિરક્ષણાર્થે ભગવંતે આ પ્રવચન સારી રીતે કહેલ છે. તે પરલોકમાં ફળદાયી, ભાવિમાં કલ્યાણકર, શુદ્ધ, નૈયાયિક, અકુટિલ, અનુત્તર, સર્વ દુઃખ અને પાપનું ઉપશામક છે. ચોથા અબ્રહ્મચર્ય વિરમણના રક્ષણાર્થે આ પાંચ ભાવનાઓ છે – ૧. પહેલી ભાવના – શય્યા, આસન, ગૃહદ્વાર, આંગણ, આકાશ, ગવાક્ષ, શાલ, અભિલોચન, પાછળનું ઘર, પ્રસાધક, સ્નાન અને શૃંગાર સ્થાન ઇત્યાદિ બધા સ્થાનો, તે સિવાય વેશ્યાના સ્થાનો, જ્યાં સ્ત્રીઓ બેસતી હોય તેવા સ્થાન, વારંવાર મોહ – દ્વેષ – રતિ – રાગ વર્દ્ધક એવી ઘણી કથાઓ કહેવાતી હોય, તે બધાનું બ્રહ્મચારીએ વર્જન કરવું જોઈએ. સ્ત્રીસંસક્ત સંક્લિષ્ટ એવા બીજા પણ જે સ્થાન હોય તેને પણ વર્જવા જોઈએ. જેમ કે – જ્યાં મનોવિભ્રમ, બ્રહ્મચર્ય ભંગ કે ખંડિત થાય, આર્ત્ત – રૌદ્ર ધ્યાન થાય, તે – તે અનાયતન સ્થાનોનો પાપભીરૂઓ ત્યાગ કરે. સાધુ અંત – પ્રાંતવાસી રહે. આ પ્રમાણે અસંસક્ત વાસ વસતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્માવાળો બ્રહ્મચર્ય – મર્યાદામાં મનવાળો અને ઇન્દ્રિયધર્મથી વિરત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યગુપ્ત થાય છે. ૨. બીજી ભાવના – નારીજનો મધ્યે વિવિધ પ્રકારની કથા ન કહેવી જોઈએ. જે બિબ્બોક – વિલાસયુક્ત, હાસ્ય – શૃંગાર – લોલિત કથા જેવી હોય, મોહજનની હોય. એ રીતે આવાહ – વિવાહ સંબંધી કથા, સ્ત્રીના સૌભાગ્ય – દુર્ભાગ્યની કથા, મહિલાના ૬૪ – ગુણો, સ્ત્રીઓના વર્ણ – દેશ – જાતિ – કુળ – રૂપ – નામ – નેપથ્ય તથા પરિજન સંબંધી કથા તથા આવા જ પ્રકારની અન્ય કથાઓ શૃંગારક કે કરૂણ હોય, તપ – સંયમ – બ્રહ્મચર્યનો ઘાત – ઉપઘાત કરનારી હોય એવી કથાઓ બ્રહ્મચર્યના પાલન કરનાર સાધુ લોકોએ ન કહેવી જોઈએ, ન સાંભળવી જોઈએ, ન ચિંતવવી જોઈએ. આ પ્રમાણે સ્ત્રીકથા વિરતિ યોગથી ભાવિત અંતરાત્મા બ્રહ્મચર્યમાં રક્ત ચિત્તવાળો, ઇન્દ્રિય ધર્મથી વિરત, જિતેન્દ્રિય, બ્રહ્મચર્યગુપ્ત થાય છે. ૩. ત્રીજી ભાવના – સ્ત્રીના હાસ્ય, ભાષણ, ચેષ્ટિત, વિપ્રેક્ષિત, ગતિ, વિલાસ, ક્રીડિત તથા બિબ્બોકિત, નૃત્ય, ગીત, વાદિત, શરીર, સંસ્થાન, વર્ણ, હાથ, પગ, નયન, લાવણ્ય, રૂપ, યૌવન, પયોધર, હોઠ, વસ્ત્ર, અલંકાર, ભૂષણ તથા તેના ગોપનીય અંગો, તેમજ બીજી પણ આવા પ્રકારની તપ – સંયમ – બ્રહ્મચર્યના ઘાત – ઉપઘાત કરનાર ચેષ્ટાદિને. બ્રહ્મચર્યનું આચરણ કરનાર મુનિ આંખથી, મન વડે અને વચન વડે પાપમય કાર્યોની અભિલાષા ન કરે. આ પ્રમાણે સ્ત્રી રૂપ વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા બ્રહ્મચર્યમાં રક્ત ચિત્તવાળો, ઇન્દ્રિય – વિકારથી વિરત, જિતેન્દ્રિય અને બ્રહ્મચર્યગુપ્ત થાય છે. ૪. ચોથી ભાવના – પૂર્વ રમણ, પૂર્વે ક્રીડિત, પૂર્વ સગ્રંથ – ગ્રંથ – સંશ્રુત નું સ્મરણ ન કરવું.. આવાહ – વિવાહ – ચૂડા કર્મ, પર્વ તિથિઓમાં યજ્ઞમાં – ઉત્સવમાં શૃંગારના ગૃહ જેવી સુંદર વેશવાળી, હાવ – ભાવ – પ્રલલિત – વિક્ષેપ – વિલાસ આદિથી સુશોભિત અનુકૂળ પ્રેમિકા સાથે અનુભૂત શયન સંપ્રયોગ, ઋતુના ઉત્તમ સુખદ પુષ્પ – ગંધ – ચંદન – સુગંધી, ઉત્તમ વાસ – ધૂપ, સુખદ સ્પર્શ, વસ્ત્ર, આભૂષણ ગુણોથી યુક્ત તથા રમણીય આતોદ્ય, ગેય, પ્રચૂર નટ, નર્તક, જલ્લ – મલ્લ – મૌષ્ટિક – વિડંબક – કથક – પ્લવક – લાશક – આખ્યાયક – લંખ – મંખ – તૂણઇલ્લ – તુંબ – વીણિય – તાલાચાર આ બધી ક્રીડાઓ તથા ઘણાં મધુર સ્વર – ગીત – મનોહર સ્વર, બીજા પણ આવા પ્રકારના તપ – સંયમ – બ્રહ્મચર્યના ઘાતોપઘાત કરનારાને બ્રહ્મચર્યનું પાલન કરનાર શ્રમણે તેને જોવા – કહેવા કે સ્મરવા જોઈએ નહીં. આ પ્રમાણે પૂર્વરત – પૂર્વ ક્રીડિત વિરતિ સમિતિ યોગથી ભાવિત અંતરાત્મા આરતમન, વિરત ગ્રામધર્મ, જિતેન્દ્રિય, બ્રહ્મચર્ય ગુપ્ત થાય છે. ૫. પાંચમી ભાવના – પ્રણિત અને સ્નિગ્ધ ભોજનના ત્યાગી, સંયત સુસાધુ; દૂધ – દહીં – ઘી – માખણ – તેલ – ગોળ – ખાંડ – મિસરી – મધુ – મદ્ય – માંસ – ખજ્જક – વિગઈ રહિત આહાર કરે. પણ દર્પકારક આહાર ન કરે. તે દિવસમાં ઘણીવાર કે દરરોજ આહાર ન કરે. શાક – દાળની અધિકતાવાળુ કે પ્રચૂર ભોજન ન કરે. સંયમયાત્રા થાય તેટલો જ આહાર કરે, જેનાથી મનોવિભ્રમ કે ધર્મથી ચ્યુત ન થાય. આ રીતે પ્રણિત આહારની વિરતિરુપ સમિતિના યોગથી ભાવિત અંતરાત્મા આરત મન, વિરત ગ્રામધર્મ, જિતેન્દ્રિય, બ્રહ્મચર્ય ગુપ્ત થાય. આ પ્રમાણે સંવરદ્વાર સમ્યક્‌ સંવરિત અને સુપ્રણિહિત થાય છે. આ પાંચ ભાવનાથી મન – વચન – કાયાથી પરિરક્ષિત નિત્ય આમરણાંત આ યોગનું ધૃતિમાન્‌, મતિમાન મુનિ પાલન કરે. આ સંવરદ્વાર અનાશ્રવ, અકલુષ, નિશ્છિદ્ર, અપરિસ્રાવી, અસંક્લિષ્ટ, શુદ્ધ, સર્વે જિન દ્વારા અનુજ્ઞાત છે. આ રીતે ચોથું સંવરદ્વાર સ્પર્શિત, પાલિત, શોધિત, તીરિત, કીર્તિત, આજ્ઞા વડે અનુપાલિત થાય છે. આ પ્રમાણે જ્ઞાત મુનિ ભગવંત મહાવીરે પ્રજ્ઞાપિત અને પ્રરૂપિત કરેલ છે. તે પ્રસિદ્ધ છે, સિદ્ધ છે, લોકમાં આ શાસન શ્રેષ્ઠ છે. આઘવિત – સુદેશિત – પ્રશસ્ત છે. તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૩૯–૪૩
Mool Sutra Transliteration : [sutra] jambu! Etto ya bambhacheram–uttama tava niyama nana damsana charitta sammatta vinayamulam jama niyama gunappahanajutam himavamta-mahamta teyamamtam pasattha gambhira thimita majjham ajjavasahujanacharitam mokkhamaggam visuddha siddhigati nilayamsasayamavvabahamapunabbhavam pasattham somam subham sivamachala-makkhayakaram jativara sarakkhiyam suchariyam susahiyam navari munivarehim mahapurisa dhira sura dhammiya dhitimamtana ya saya visuddham bhavvam bhavvajananuchinnam nissamkiyam nibbhayam nittusam nirayasam niruvalevam nivvutidharam niyama nippakampam tavasamjamamuladaliya nemmam pamchamahavvayasurakkhiyam samitiguttiguttam jjhanavarakavadasukayam ajjhappadinnaphaliham samnaddhotthaiyaduggaipaham sugatipahadesagam loguttamam cha vayaminam paumasaratalaga-palibhuyam mahasagadaaragatumbabhuyam mahavidimarukkhakkhamdhabhuyam mahanagara-pagarakavadapha-lihabhuyam rajju-pinaddho va imdaketu visuddhanegagunasampinaddham. Jammi ya bhaggammi hoi sahasa savvam sambhagga mathiya chunniya kusalliya pallatta padiya khamdiya parisadiya vinasiyam vinayasilatavaniyamagunasamuham, tam bambham bhagavamtam– Gahagana nakkhatta taraganam va jaha udupati, mani mutta sila ppavala rattarayanagaranam cha jaha samuddo, Verulio cheva jaha maninam, Jaha maudo cheva bhusananam, Vatthanam cheva khomajuyalam, Aravimdam cheva pupphajettham, Gosisam cheva chamdananam, Himavamto cheva osahinam, Sitoda cheva ninnaganam, Udahisu jaha sayambhuramano, Ruyagavare cheva mamdalikapavvayana pavare, Eravana iva kumjaranam, Siho vva jaha miganam pavaro, Pavakanam cheva venudeve, Dharano jaha pannagaimdaraya, Kappanam cheva bambhaloe, Sabhasu ya jaha bhave suhamma, Thitisu lavasattama vva pavara, Dananam cheva abhayadanam, Kimirao cheva kambalanam, Samghayane cheva vajjarisabhe, Samthane cheva samachauramse, Jjhanesu ya paramasukkajjhanam, Nanesu ya paramakevalam tu siddham, Lesasu ya paramasukkalessa, Titthakaro cheva jaha muninam, Vasesu jaha mahavidehe, Giriraya cheva mamdaravare, Vanesu jaha namdanavanam pavaram, Dumesu jaha jambu sudamsana visuyajasa–jise namena ya ayam divo, Turagavati gayavati rahavati naravati jaha visue cheva raya, Rahie cheva jaha maharahagate. Evamanega guna ahina bhavamti ekkammi bambhachere. Jammi ya arahiyammi arahiyam vayaminam savvam. Silam tavo ya vinao ya, samjamo ya khamti gutti mutti. Taheva ihaloiya paraloiya jaso ya kitti ya pachchao ya. Tamha nihuena bambhacheram chariyavvam savvao visuddham javajjivae java seyatthi samjaotti–evam bhaniyam vayam bhagavaya. Tam cha imam–
Sutra Meaning Transliteration : Sutra– 39. He jambu ! Have brahmacharya – je uttama tapa, niyama, jnyana, darshana, charitra, samyaktva, vinayanum mula chhe. Yama, niyama, gunapradhana yukta chhe. Himavamta parvatathi mahana, tejomaya, prashasta – gambhira – stimita – madhya chhe. Saralatma sadhujana dvara acharita, mokshano marga chhe. Vishuddha siddhi gatina avasarupa chhe. Shashvata – avyabadha – punarbhava rahitakarta chhe. Prashasta – saumya – shubha chhe. Shiva – achala ane akshayakara chhe. Uttama muni dvara rakshita, sucharita, subhashita chhe. Shreshtha munio dvara je dhira, shuravira, dharmika ane dhritimamtone sada vishuddha, bhavya, bhavyajanothi aradhita chhe. A vrata nihshamkita, nirbhaya, nissarata rahita, nirayasa, nirupalepa, nivrittigriha ane niyamathi nishkampa chhe. Tapa ane samyamano muladhara chhe. Pamcha mahavratomam surakshita, samiti – gupti – gupta chhe. Uttama dhyanarupa sunirmita kabatavalu chhe ane adhyatma chitta ja teni argala chhe. Durgatina margane ruddha ane achchhadita karanara chhe, sugatipathadarshaka chhe. A vrata lokamam uttama chhe. A vrata kamalothi sushobhita sarovara ane talava samana pali rupa, mahashakatana paidana arani nabhi samana, vishala vrikshana skamdha samana, mahanagarana dvara – prakara – argala samana, dorithi bamdhela indradhvaja sadrisha, aneka nirmala gunothi vyapta chhe. Jena bhagna thavathi sahasa, sarve vinaya – shila – tapa – niyama ane gunono samuha phutela ghadani samana sambhagna thai jaya chhe. Mathita – churnita – kushalyayukta – parvatathi ludhakela shilani jema padela – parisadita – vinashita thai jaya chhe. Brahmacharyavrata vinaya – shila – tapa – niyama gunasamuha rupa chhe. Te bhagavamta(pujya) brahmacharya ni batrisha upama a pramane chhe –. 1. Grahagana nakshatra taramam chamdra samana, 2. Mani – moti – shila – pravala lala ratnana akararupa samudra samana, 3. Manimam vaidurya samana, 4. Abhushanamam mugata, 5. Vastromam kshauma yugala, 6. Pushpomam shreshtha aravimda, 7. Chamdanomam goshirshachamdana, 8. Aushadhina utpattisthana himavamta parvata, 9. Nadimam sitoda, 10. Samudramam svayambhuramana, 11. Mamdalika parvatomam ruchakavara, 12. Gajarajamam airavana, 13. Mrigomam simha samana, 14. Suparnakumaramam venudeva, 15. Nagakumaromam dharanendra, 16. Kalpomam brahmaloka, 17. Sabhamam sudharma sabha, 18. Sthitimam lavasaptama, 19. Shreshtha danomam abhayadana, 20. Kambalomam krimiraga kambala, 21. Samghayanomam vajrarishabha, 22. Samsthanomam samachaturasra, 23. Dhyanomam paramashukla dhyana, 24. Jnyanomam parama kevalajnyana, 25. Leshyamam paramashukla leshya, 26. Muniomam tirthamkara, 27. Varshakshetramam mahavideha, 28. Girirajamam meru parvata, 29. Vanomam namdanavana, 30. Pravara vrikshomam jambu ane sudarshana, 31. Turagapati – gajapati – rathapati – narapati samana vikhyata yashavala jita name ane dipa samana ane 32. Rathika rajani jema maharathi samana a brahmacharyavrata janavum.. A pramane brahmacharya aradhanathi. Aneka guno adhina thaya chhe. Eka ja brahmacharyane aradhita karata badha vrato aradhita thaya chhe. Jema shila, tapa, vinaya, samyama, kshamti, gupti, mukti. Brahmacharya vade ihalaukika ane paralaukika yasha ane kirti prapta thaya chhe. Vishvasanum karana chhe. Tethi sthira chitte, sarvatha vishuddha brahmacharyanum yavajjiva yavat mrityuna agamana sudhi palana karavum joie. E pramane bhagavamta kahela chhe. Te a pramane – Sutra– 40. Pamcha mahavratorupa shobhanavratanum mula, shuddhachari muni dvara samyak sevita vairano virama ane amta karanara ane sarve samudromam mahodadhimam taravana upayathi tirtha svarupa chhe. Sutra– 41. Tirthamkaro vade sari rite kahela margarupa, naraka ane tiryamchagatine rokanara margarupa, sarve pavitra anushthano ne sarayukta batavanara ane siddhi ane vaimanika gatina dvara kholanara chhe. Sutra– 42. Devendra, narendra dvara namaskrita, pujita, sarva jagatamam uttama ane mamgala marga, durdharsha, gunomam advitiya nayaka, mokshapathana avatamsaka rupa chhe. Sutra– 43. Brahmacharya vratana shuddha acharanathi subrahmana, sushramana, susadhu thaya chhe. Je shuddha brahmacharya pale chhe, te ja rishi chhe, te ja muni chhe, te ja samyata chhe, te ja bhikshu chhe. Brahmacharyanum anupalana karanarae sarva kalane mate ahim kahevanari babatono tyaga karavo joie – Rati – raga – dvesha – mohani vriddhi karanara pramada dosha, parshvastha jevum acharana, abhyamgana, tela vade snana, varamvara bagala – mastaka – hatha – paga – vadanane dhova, sambadhana, gatrakarma, parimardana, anulepana, churna, vasa, dhupana, sharira parimamdana, bakushika karma, samvarana, bhanita, nritya – gita – vajimtra – nata – nataka – jalla malla prekshana velambaka, a ane ava bija pana je shrimgarana sthano chhe, jenathi tapa – samyama – brahmacharyana ghatopaghata thaya, te badhane brahmachari taje. A tapa – niyama – shila – yogathi nityakala amtaratma bhavita thaya chhe. Te kaya chhe\? Snana na kare, damtadhavana na kare, sveda – mala – jalla dharana kare. Maunavrata ane keshalocha kare. Kshama – damana, achelakatva, kshudha – pipasa sahevi, laghavata, shitoshna parishaha saheva, kashthashayya, bhumi nishadya, paragriha praveshamam prapta – aprapta, mana – apamana, nimda, damsha – mashaka sparsha, niyama – tapa – guna – vinaya adi. Jenathi brahmacharya vrata ati sthira thaya chhe. A abrahmacharya viramanana parirakshanarthe bhagavamte a pravachana sari rite kahela chhe. Te paralokamam phaladayi, bhavimam kalyanakara, shuddha, naiyayika, akutila, anuttara, sarva duhkha ane papanum upashamaka chhe. Chotha abrahmacharya viramanana rakshanarthe a pamcha bhavanao chhe – 1. Paheli bhavana – shayya, asana, grihadvara, amgana, akasha, gavaksha, shala, abhilochana, pachhalanum ghara, prasadhaka, snana ane shrimgara sthana ityadi badha sthano, te sivaya veshyana sthano, jyam strio besati hoya teva sthana, varamvara moha – dvesha – rati – raga varddhaka evi ghani kathao kahevati hoya, te badhanum brahmacharie varjana karavum joie. Strisamsakta samklishta eva bija pana je sthana hoya tene pana varjava joie. Jema ke – jyam manovibhrama, brahmacharya bhamga ke khamdita thaya, artta – raudra dhyana thaya, te – te anayatana sthanono papabhiruo tyaga kare. Sadhu amta – pramtavasi rahe. A pramane asamsakta vasa vasati samiti yogathi bhavita amtaratmavalo brahmacharya – maryadamam manavalo ane indriyadharmathi virata, jitendriya ane brahmacharyagupta thaya chhe. 2. Biji bhavana – narijano madhye vividha prakarani katha na kahevi joie. Je bibboka – vilasayukta, hasya – shrimgara – lolita katha jevi hoya, mohajanani hoya. E rite avaha – vivaha sambamdhi katha, strina saubhagya – durbhagyani katha, mahilana 64 – guno, striona varna – desha – jati – kula – rupa – nama – nepathya tatha parijana sambamdhi katha tatha ava ja prakarani anya kathao shrimgaraka ke karuna hoya, tapa – samyama – brahmacharyano ghata – upaghata karanari hoya evi kathao brahmacharyana palana karanara sadhu lokoe na kahevi joie, na sambhalavi joie, na chimtavavi joie. A pramane strikatha virati yogathi bhavita amtaratma brahmacharyamam rakta chittavalo, indriya dharmathi virata, jitendriya, brahmacharyagupta thaya chhe. 3. Triji bhavana – strina hasya, bhashana, cheshtita, viprekshita, gati, vilasa, kridita tatha bibbokita, nritya, gita, vadita, sharira, samsthana, varna, hatha, paga, nayana, lavanya, rupa, yauvana, payodhara, hotha, vastra, alamkara, bhushana tatha tena gopaniya amgo, temaja biji pana ava prakarani tapa – samyama – brahmacharyana ghata – upaghata karanara cheshtadine. Brahmacharyanum acharana karanara muni amkhathi, mana vade ane vachana vade papamaya karyoni abhilasha na kare. A pramane stri rupa virati samiti yogathi bhavita amtaratma brahmacharyamam rakta chittavalo, indriya – vikarathi virata, jitendriya ane brahmacharyagupta thaya chhe. 4. Chothi bhavana – purva ramana, purve kridita, purva sagramtha – gramtha – samshruta num smarana na karavum.. Avaha – vivaha – chuda karma, parva tithiomam yajnyamam – utsavamam shrimgarana griha jevi sumdara veshavali, hava – bhava – pralalita – vikshepa – vilasa adithi sushobhita anukula premika sathe anubhuta shayana samprayoga, rituna uttama sukhada pushpa – gamdha – chamdana – sugamdhi, uttama vasa – dhupa, sukhada sparsha, vastra, abhushana gunothi yukta tatha ramaniya atodya, geya, prachura nata, nartaka, jalla – malla – maushtika – vidambaka – kathaka – plavaka – lashaka – akhyayaka – lamkha – mamkha – tunailla – tumba – viniya – talachara a badhi kridao tatha ghanam madhura svara – gita – manohara svara, bija pana ava prakarana tapa – samyama – brahmacharyana ghatopaghata karanarane brahmacharyanum palana karanara shramane tene jova – kaheva ke smarava joie nahim. A pramane purvarata – purva kridita virati samiti yogathi bhavita amtaratma aratamana, virata gramadharma, jitendriya, brahmacharya gupta thaya chhe. 5. Pamchami bhavana – pranita ane snigdha bhojanana tyagi, samyata susadhu; dudha – dahim – ghi – makhana – tela – gola – khamda – misari – madhu – madya – mamsa – khajjaka – vigai rahita ahara kare. Pana darpakaraka ahara na kare. Te divasamam ghanivara ke dararoja ahara na kare. Shaka – dalani adhikatavalu ke prachura bhojana na kare. Samyamayatra thaya tetalo ja ahara kare, jenathi manovibhrama ke dharmathi chyuta na thaya. A rite pranita aharani viratirupa samitina yogathi bhavita amtaratma arata mana, virata gramadharma, jitendriya, brahmacharya gupta thaya. A pramane samvaradvara samyak samvarita ane supranihita thaya chhe. A pamcha bhavanathi mana – vachana – kayathi parirakshita nitya amaranamta a yoganum dhritiman, matimana muni palana kare. A samvaradvara anashrava, akalusha, nishchhidra, aparisravi, asamklishta, shuddha, sarve jina dvara anujnyata chhe. A rite chothum samvaradvara sparshita, palita, shodhita, tirita, kirtita, ajnya vade anupalita thaya chhe. A pramane jnyata muni bhagavamta mahavire prajnyapita ane prarupita karela chhe. Te prasiddha chhe, siddha chhe, lokamam a shasana shreshtha chhe. Aghavita – sudeshita – prashasta chhe. Tema hum kahum chhum. Sutra samdarbha– 39–43