Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104858 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-१६ अवरकंका |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૬ અવરકંકા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 158 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पन्नरसमस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, सोलसमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं चंपा नामं नयरी होत्था। तीसे णं चंपाए नयरीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए सुभूमिभागे नामं उज्जाणे होत्था। तत्थ णं चंपाए नयरीए तओ माहणा भायरो परिवसंति, तं जहा–सोमे सोमदत्ते सोमभूई–अड्ढा जाव अपरिभूया रिउव्वेय-जउव्वेय-सामवेय-अथव्वणवेय जाव बंभण्णएसु य सत्थेसु सुपरिनिट्ठिया। तेसि णं माहणाणं तओ भारियाओ होत्था, तं जहा–नागसिरी भूयसिरी जक्खसिरी–सुकुमालपाणिपायाओ जाव तेसि णं माहणाणं इट्ठाओ, तेहिं माहणेहिं सद्धिं विउले मानुस्सए कामभोए पच्चणुभवमाणीओ विहरंति। तए णं तेसिं माहणाणं अन्नया कयाइ एगयओ समुवागयाणं जाव इमेयारूवे मिहोकहा-समुल्लावे समुप्पज्जित्था–एवं खलु देवानुप्पिया! अम्हं इमे विउले धन-कनग-रयण-मणि-मोत्तिय-संख-सिल-प्पवाल-रत्तरयण-संत-सार-सावएज्जे, अलाहि जाव आसत्तमाओ कुलवंसाओ पकामं दाउं पकामं भोत्तुं पकामं परिभाएउं। तं सेयं खलु अम्हं देवानुप्पिया! अन्नमन्नस्स गिहेसु कल्लाकल्लिं विपुलं असन-पान-खाइम-साइमं उवक्खडेउं परिभुंजेमाणाणं विहरित्तए। अन्नमन्नस्स एयमट्ठं पडिसुणेंति, कल्लाकल्लिं अन्नमन्नस्स गिहेसु विपुलं असन-पान-खाइम-साइमं उवक्खडावेंति, परिभुंजेमाणा विहरंति। तए णं तीसे नागसिरीए माहणीए अन्नया कयाइ भोयणवारए जाए यावि होत्था। तए णं सा नागसिरी विपुलं असन-पान-खाइम-साइमं उवक्खडेइ, एगं महं सालइयं तित्तालाउयं बहुसंभारसंजुत्तं नेहावगाढं उवक्खडेइ, एगं बिंदुयं करयलंसि आसाएइ, तं खारं कडुयं अखज्जं विसभूयं जाणित्ता एवं वयासी–धिरत्थु णं मम नाग-सिरीए अधन्नाए अपुण्णाए दूभगाए दूभगसत्ताए दूभगनिंबोलियाए, जाए णं मए सालइए तित्तालाउए बहुसंभारसंभिए नेहावगाढे उवक्खडिए, सुबहुदव्वक्खए नेहक्खए य कए। तं जइ णं ममं जाउयाओ जाणिस्संति तो णं मम खिंसिस्संति। तं जाव ममं जाउयाओ न जाणंति ताव मम सेयं एयं सालइयं तित्तालाउयं बहुसंभारसंभियं नेहावगाढं एगंते गोवित्तए, अन्नं सालइयं महुरालाउयं बहुसंभारसंभियं नेहावगाढं उवक्खडित्तए–एवं संपेहेइ, संपेहेत्ता तं सालइयं तित्तालाउयं बहुसंभारसंभियं नेहावगाढं एगंते गोवेइ, गोवेत्ता अन्नं सालइयं महुरालाउयं बहुसंभारसंभियं नेहावगाढं उवक्खडेइ, उवक्खडेत्ता तेसिं माहणाणं ण्हायाणं भोयण-मंडवंसि सुहासनवरगयाणं तं विपुलं असन-पान-खाइम-साइमं परिवेसेइ। तए णं ते माहणा जिमियभुत्तुत्तरागया समाणा आयंता चोक्खा परमसुइभूया सकम्मसंपउत्ता जाया यावि होत्था। तए णं ताओ माहणीओ ण्हायाओ जाव विभूसियाओ तं विपुलं असन-पान-खाइम-साइमं आहारेंति, जेणेव सयाइं गिहाइं तेणेव उवागच्छंति, उवागच्छित्ता सकम्मसंपउत्ताओ जायाओ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૫૮. ભગવન્ ! જો શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંત મહાવીરે પંદરમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવન્ ! શ્રમણ ભગવંત મહાવીરે સોળમા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. તે ચંપાનગરીની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ ઉદ્યાન હતો. તે ચંપાનગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા – સોમ, સોમદત્ત, સોમભૂતી. તેઓ ઋદ્ધિવાન્ યાવત્ ઋગ્વેદાદિ માં સુપરિનિષ્ઠિત હતા. તે ત્રણે બ્રાહ્મણોની પત્નીના નામ અનુક્રમે નાગશ્રી, ભૂતશ્રી અને યક્ષશ્રી હતા. તે ત્રણે સુકુમાર હાથ – પગ આદિ અવયયોવાળી યાવત તે બ્રાહ્મણોને પ્રિય હતી. મનુષ્ય સંબંધી વિપુલ સુખો ભોગવતી રહેતી હતી તે બ્રાહ્મણો કોઈ દિવસે, એક સ્થાને મળ્યા. યાવત્ આવા પ્રકારનો પરસ્પર કથા – વાર્તા થઈ, હે દેવાનુપ્રિયો! આપણી પાસે આ વિપુલ ધન યાવત્ સ્વાપતેય – દ્રવ્યાદિ છે, યાવત્ સાત પેઢી સુધી ઘણું જ આપતા – ભોગવતા – ભાગ પાડતા પણ ખૂટે નહીં. તો આપણે ઉચિત છે કે એકબીજાને ઘેર પ્રતિદિન વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, ચાર પ્રકારનો આહાર તૈયાર કરાવી, પરિભોગ કરતા વિચરીએ. એકબીજાની આ વાત સ્વીકારી, પ્રતિદિન એકબીજાના ઘરમાં વિપુલ અશનાદિને તૈયાર કરાવીને પરિભોગ કરતા વિચરવા લાગ્યા. ત્યારપછી કોઈ વખત તે નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભોજનનો વારો આવ્યો. ત્યારે નાગશ્રીએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવ્યા. શરદ ઋતુમાં ઉત્પન્ન એવું એક તૂંબડાનું રસયુક્ત શાક ઘણો મસાલો નાંખી, તેલથી વ્યાપ્ત કરી તૈયાર કર્યું. એક બુંદ હાથમાં લઈને ચાખ્યું, તો ખારું – કડવું – અખાદ્ય – અભોગ્ય અને વિષ જેવુ જાણ્યું. જાણીને બોલી કે – મને – અધન્યા, પુણ્યહીના, દુર્ભગા, દુર્ભગસત્વા, દુર્ભગ નિંબોલી સમાન નાગશ્રીને ધિક્કાર છે. જેણે આ રસદાર તૂંબાના શાકને મસાલાવાળું, તેલથી યુક્ત તૈયાર કરેલ છે, તે માટે ઘણા દ્રવ્યો અને તેલનો વિનાશ કર્યો છે. તો, જો મારી દેરાણીઓ જાણશે, તો મારી ખિંસા કરશે યાવત્ મારી દેરાણીઓ ન જાણે, ત્યાં સુધીમાં મારે માટે ઉચિત રહેશે કે આ ઘણા તેલ – મસાલાવાળું શાક, એકાંતમાં ગોપવીને, બીજું સારયુક્ત મધુર તૂંબડાને યાવત્ તેલયુક્ત કરી તૈયાર કરું. આમ વિચારીને, તે સારયુક્ત તૂંબડાને ગોપવીને મીઠા તૂંબડાનું શાક બનાવ્યું. તે બ્રાહ્મણો સ્નાન કરીને યાવત્ ઉત્તમ સુખાસને બેઠા, ત્યારે તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ ચાર આહાર પીરસાયા. ત્યારપછી તે બ્રાહ્મણો ભોજન કરીને, આચમન કર્યા પછી, સ્વચ્છ થઈ, પરમશૂચિભૂત થઈ સ્વકાર્યમાં લાગી ગયા. પછી તે બ્રાહ્મણીઓએ સ્નાન કર્યું યાવત્ વિભૂષા કરીને તે વિપુલ અશનાદિ આહાર કર્યો. પછી પોત – પોતાના ઘેર ગઈ, જઈને પોત – પોતાના કાર્યમાં લાગી ગઈ. સૂત્ર– ૧૫૯. તે કાળે, તે સમયે ધર્મઘોષ નામે સ્થવિર યાવત્ ઘણા પરિવાર સાથે ચંપાનગરીના સુભૂમિભાગ ઉદ્યાનમાં આવેલા, ત્યાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈ યાવત્ વિચરતા હતા. પર્ષદા નીકળી, ધર્મ કહ્યો, પર્ષદા પાછી ગઈ. ત્યારે તે ધર્મઘોષ સ્થવિરના શિષ્ય ધર્મરૂચી અણગાર ઉદાર યાવત્ તેજોલેશ્યી હતા, માસક્ષમણના પારણે માસક્ષમણ તપ કરતા – કરતા વિચરતા હતા. તે ધર્મરૂચી અણગારે માસક્ષમણને પારણે પહેલી પોરિસીમાં સજ્ઝાય કરી, બીજી પોરિસીમાં ધ્યાન કર્યું ઇત્યાદિ ગૌતમસ્વામીની માફક પાત્ર પડિલેહણ કરી,પાત્રો ગ્રહણ કરીને, તે પ્રમાણે જ ધર્મઘોષ સ્થવિરને પૂછીને ચંપાનગરીના ઉચ્ચ – નીચ – મધ્યમ કુળોમાં યાવત્ ભ્રમણ કરતા નાગશ્રી બ્રાહ્મણીના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીએ ધર્મરૂચીને આવતા જોયા. જોઈને તે ઘણા તેલ – મસાલાવાળુ તિક્ત – કટુક શાક આપી દેવાનો અવસર જાણીને હૃષ્ટ – તુષ્ટ થઈ ઊઠીને ભોજનગૃહમાં આવી, પછી તે સરસ, તિક્ત – કટુક, તેલ – મસાલાવાળું બધું જ શાક, ધર્મરૂચી અણગારના પાત્રમાં નાંખી દીધું. ત્યારે ધર્મરૂચી અણગારે પર્યાપ્ત આહાર જાણીને નાગશ્રીના ઘેરથી નીકળીને ચંપાનગરીની મધ્યેથી નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનમાં આવ્યા, આવીને ધર્મઘોષ સ્થવિર નિકટ આવીને અન્ન – પાન પડિલેહીને, હાથમાં લઈને ગુરુને દેખાડ્યા. ત્યારે તે ધર્મઘોષ સ્થવિરે, તે શારદિક કડવી તુંબડીના સરસ, તેલ – મસાલા યુક્ત શાકની ગંધથી અભિભૂત થઈને, તે તેલ – મસાલાવાળા તૂંબડાના શાકનું એક બિંદુ હાથમાં લઈને ચાખ્યું, તેને તિક્ત – ક્ષાર – કટુક – અખાદ્ય – અભોગ્ય – વિભૂષિત જાણીને ધર્મરૂચીને કહ્યું – હે દેવાનુપ્રિય ! જો તું આ તૂંબડાનું શાક યાવત્ ખાઈશ, તો અકાળે જ યાવત્ જીવિતથી રહિત થઈશ. તો હે દેવાનુપ્રિય! તું જા અને આ તૂંબડાના શાકને એકાંત – અનાપાત – અચિત્ત સ્થંડિલ ભૂમિમાં પરઠવી દે, બીજા પ્રાસૂક, એષણીય અશનાદિને ગ્રહણ કરીને તેનો આહાર કર. ત્યારે ધર્મરૂચી અણગારે, ધર્મઘોષ સ્થવિર પાસેથી આ પ્રમાણે સાંભળીને, ધર્મઘોષ સ્થવિર પાસેથી નીકળીને સુભૂમિભાગ ઉદ્યાનથી થોડે દૂર સ્થંડિલ ભૂમિ પડિલેહી, પછી તે શાકનું એક બિંદુ લીધું, લઈને તે સ્થંડિલ ભૂમિમાં નાંખ્યુ. ત્યારે તે શરદ ઋતુ સંબંધી, તિક્ત – કટુક અને ઘણા તેલથી વ્યાપ્ત શાકની ગંધથી ઘણી – હજારો કીડીઓ આવી. જેવું તે કીડીઓએ શાક ખાધું કે તે બધી અકાળમાં જ જીવનથી રહિત થઈ ગઈ. ત્યારે તે ધર્મરૂચી અણગારને આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે – જો આટલા માત્ર શાકના યાવત્ એક બિંદુના પ્રક્ષેપથી અનેક હજાર કીડીઓ મૃત્યુ પામી, તો જો હું આ બધું જ શાક સ્થંડિલ ભૂમિમાં પરઠવીશ, તો ઘણા પ્રાણ આદિનો વધ કરનાર થઈશ. તો મારે માટે ઉચિત છે કે આ શાક યાવત્ સ્વયં જ ખાઈ જવું. જેથી આ શાક મારા શરીરની સાથે જ સમાપ્ત થઈ જાય. ધર્મરૂચીએ આમ વિચારી મુહપત્તિનું પડિલેહણ કર્યુ, કરીને મસ્તકની ઉપરી કાયાને પ્રમાર્જી, પછી તે શારદીય તૂંબડાનું તિક્ત – કટુક, ઘણા તેલથી વ્યાપ્ત શાકને, બિલમાં સર્પ પ્રવેશ કરે, તે પ્રકારે પોતાના શરીરરૂપી કોઠામાં બધું જ પ્રક્ષેપી દીધું. ત્યારે તે ધર્મરૂચીને તે શાક ખાવાથી મુહૂર્ત્તાન્તરમાં પરિણમતા શરીરમાં ઉજ્જવલ યાવત્ દુઃસહ્ય વેદના ઉદ્ભવી. ત્યારે તે ધર્મરૂચી અણગાર અસ્થામ, અબલ, અવીર્ય, અપુરુષાકાર પરાક્રમ, અધારણીય છે, તેમ જાણીને, આચાર – ભાંડ એકાંતમાં સ્થાપીને સ્થંડિલ પડિલેહણ કર્યું, દર્ભનો સંથારો પાથર્યો. દર્ભ સંથારે આરૂઢ થઈને, પૂર્વ દિશા અભિમુખ થઈને પલ્યંક આસને બેસી, હાથ જોડી, બોલ્યા – અરહંત યાવત્ સિદ્ધિગતિ પ્રાપ્ત ભગવંતને નમસ્કાર થાઓ. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ધર્મઘોષ સ્થવિરને નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં ધર્મઘોષ સ્થવિર પાસે જાવજ્જીવને માટે સર્વ પ્રાણાતિપાત યાવત્ સર્વ પરિગ્રહના પચ્ચક્ખાણ કરેલ હતા. અત્યારે પણ હું તે જ ભગવંતની પાસે સર્વ પ્રાણાતિપાત યાવત્ પરિગ્રહને જાવજ્જીવને માટે પચ્ચક્ખું છું. સ્કંદકની માફક યાવત્ છેલ્લા ઉચ્છ્વાસે મારા શરીરને પણ વોસીરાવું છું, એમ કરી આલોચના – પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈને કાળધર્મ પામ્યા. ત્યારે તે ધર્મઘોષ સ્થવિર ધર્મરૂચી અણગારને ગયે ઘણો કાળ થયો જાણીને શ્રમણ – નિર્ગ્રન્થોને બોલાવ્યા અને કહ્યું – હે દેવાનુપ્રિય! આ પ્રમાણે ધર્મરૂચી અણગારને માસક્ષમણના પારણે શરદઋતુ સંબંધી યાવત્ તેલથી વ્યાપ્ત શાક મળેલ, તે પરઠવવા ગયે ઘણો કાળ થયો. તો હે દેવાનુપ્રિયો ! તમે જઈને ધર્મરૂચી અણગારની ચોતરફ માર્ગણા – ગવેષણા કરો. ત્યારે તે શ્રમણ – નિર્ગ્રન્થોએ યાવત્ તે વાત સ્વીકારી, ધર્મઘોષ સ્થવિર પાસેથી નીકળ્યા, નીકળીને ધર્મરૂચી અણગારની ચોતરફ માર્ગણા – ગવેષણા કરતા, સ્થંડિલ ભૂમિએ આવ્યા. પછી ધર્મરૂચી અણગારનું નિષ્પ્રાણ, નિશ્ચેષ્ટ, જીવરહિત શરીરને જોયું. જોઈને હા, હા અહો ! અકાર્ય થયું, એમ કહીને ધર્મરૂચી અણગારના પરિનિર્વાણ નિમિત્તે કાયોત્સર્ગ કર્યો. ધર્મરૂચીના આચાર – ભાંડ લીધા, લઈને ધર્મઘોષ સ્થવિર પાસે આવ્યા. આવીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું. પછી કહ્યું કે – અમે તમારી પાસેથી નીકળ્યા, પછી સુભૂમિભાગઉદ્યાનની ચોતરફ ધર્મરૂચી અણગારની યાવત્ માર્ગણા કરતા, સ્થંડિલ ભૂમિએ ગયા. યાવત્ જલદી અહીં આવ્યા, હે ભગવન્ ! ધર્મરૂચી અણગાર કાળધર્મ પામ્યા, આ તેના આચાર – ભાંડ. ત્યારે ધર્મઘોષ સ્થવિરે, પૂર્વશ્રુતમાં ઉપયોગ મૂક્યો. પછી શ્રમણ નિર્ગ્રન્થ – નિર્ગ્રન્થીને બોલાવ્યા અને કહ્યું કે – હે આર્યો ! મારા શિષ્ય ધર્મરૂચી અણગાર, પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા. નિરંતર માસ – માસક્ષમણ તપોકર્મ વડે યાવત્ નાગશ્રી બ્રાહ્મણીના ઘેર પ્રવેશ્યા. ત્યારે નાગશ્રી બ્રાહ્મણી યાવત્ શાક વહોરાવ્યું. ત્યારે તે ધર્મરૂચી અણગારે તેને પર્યાપ્ત આહાર જાણી યાવત્ કાળની અપેક્ષા ન કરતા વિચરવા લાગ્યા. તે ધર્મરૂચી અણગાર, ઘણા વર્ષોનો શ્રામણ્ય પર્યાય પાળીને, આલોચના – પ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈ, કાળ માસે કાળ કરીને, ઊંચે સૌધર્મ યાવત્ સર્વાર્થસિદ્ધ મહાવિમાને દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં અજઘન્યોત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ ની સ્થિતિ કહી છે, ત્યાં ધર્મરૂચી દેવની પણ ૩૩ – સાગરોપમ સ્થિતિ થઈ. તે ધર્મરૂચી દેવ, તે દેવલોકથી યાવત્ મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. સૂત્ર– ૧૬૦. હે આર્યો ! તે અધન્યા, અપુણ્યા યાવત્ નિંબોલી સમાન કડવી નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે, જેણે તથારૂપ સાધુ ધર્મરૂચી અણગારને માસક્ષમણના પારણે શારદીય યાવત્ તેલ વ્યાપ્ત કડવા તુંબડાનું શાક વહોરાવ્યું, તેનાથી તે અકાળે જ મરણ પામ્યા. ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થો ધર્મઘોષ સ્થવિર પાસે આ અર્થને સાંભળી, સમજીને ચંપાનગરીના શૃંગાટક, ત્રીક આદિ સ્થાનોમાં યાવત્ ઘણા લોકોને આમ કહેવા લાગ્યા – હે દેવાનુપ્રિયો ! તે નાગશ્રીને ધિક્કાર છે, યાવત્ જેણે તથારૂપ સાધુ એવા ધર્મરૂચિ અનગારને, માસક્ષમણને પારણે ઝેર જેવું શાક વ્હોરાવી જીવિતથી રહિત કર્યા. ત્યારે તે શ્રમણો પાસે આ અર્થને સાંભળી, સમજીને ઘણા લોકો પરસ્પર આમ કહેવા લાગ્યા. તે નાગશ્રી બ્રાહ્મણીને ધિક્કાર છે યાવત્ જેણીએ મુનિને મારી નાંખ્યા. ત્યારે તે બ્રાહ્મણો ચંપાનગરીમાં ઘણા લોકો પાસે આ અર્થને સાંભળી – સમજીને, ક્રોધિત થઈ યાવત્ સળગવા લાગ્યા, પછી નાગશ્રી બ્રાહ્મણી પાસે આવ્યા, આવીને નાગશ્રીને કહ્યું – ઓ નાગશ્રી ! અપ્રાર્થિતને પ્રાર્થનારી ! દુરંતપ્રાંત લક્ષણા ! હીનપુન્ય – ચૌદશી, અધન્યા, અપુણ્યા યાવત્ નિંબોડી સમાન કડવી, તને ધિક્કાર છે, જે તે તથારૂપ સાધુ, સાધુરૂપને માસક્ષમણના પારણે યાવત્ મારી નાંખ્યા. ઊંચા – નીચા આક્રોશ વચનથી આક્રોશ કરતા – ભર્ત્સના વચનથી ભર્ત્સના કરતા, નિર્ભર્ત્સના વચનથી નિર્ભર્ત્સના કરતા, નિશ્છોટના – તર્જના – તાડના કરતા, તેને ઘરેથી કાઢી મૂકી. ત્યારે તે નાગશ્રી, પોતાના ઘેરથી કાઢી મૂકાતા, ચંપાનગરીના શૃંગાટક – ત્રિક – ચતુષ્ક – ચત્વર – ચતુર્મુખાદિમાં ઘણા લોકો વડે હીલના – ખિંસા – નિંદા – ગર્હા – તર્જના – વ્યથા – ધિક્કાર થુત્કાર કરાતી, ક્યાંય પણ સ્થાન કે નિવાસને ન પામતી, દંડી ખંડ વસ્ત્ર પહેરી, હાથમાં ફૂટલું શકોરું અને ફૂટલો ઘડો લઈ, વિખરાયેલ વાળવાળા મસ્તકે, મોઢે મંડરાતી માખી સહિત, ઘેર – ઘેર દેહબલિ દ્વારા પોતાની આજીવિકા ચલાવતી ભટકતી હતી. ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીને તે ભવમાં ૧૬ – રોગાંતક ઉત્પન્ન થયા. તે આ – શ્વાસ, કાશ, યોનિશૂળ યાવત્ કોઢ. ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણી ૧૬ – રોગાંતકથી અભિભૂત થઈ, અતિ દુઃખને વશ થઈ, કાળમાસે કાળ કરીને છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમ સ્થિતિવાળા નરકમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થઈ. તે ત્યાંથી ઉદ્વર્તીને અનંતર મત્સ્યમાં ઉત્પન્ન થઈ. ત્યાં શસ્ત્રથી વધ્ય થઈ, દાહ ઉત્પન્ન થતા કાળમાસે કાળ કરીને અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ સ્થિતિવાળા નૈરયિકમાં ઉત્પન્ન થઈ, ત્યાંથી ઉદ્વર્તીને ફરી મત્સ્યમાં ઉપજી. ત્યાં શસ્ત્રથી વધ પામી, દાહ ઉત્પન્ન થતા, બીજી વખત અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ સ્થિતિ વાળા નરકમાં ઉપજી. ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને ત્રીજી વખત મત્સ્યમાં ઉત્પન્ન થઈ, ત્યાં પણ તે શસ્ત્રથી વધ પામી યાવત્ કાળ કરીને બીજી વખત છઠ્ઠી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ૦ ત્યાંથી ઉદ્વર્તીને અનંતર નરકમાં, એ પ્રમાણે ગોશાળામાં કહ્યા મુજબ જાણવું. યાવત્ રત્નપ્રભાદિ સાતેમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી ઉદ્વર્તીને યાવત્ ખેચરોની વિવિધ યોનિઓમાં ઉત્પન્ન થઈ યાવત્ પછી તેણી ખરબાદર પૃથ્વીકાયિકપણે અનેક લાખવાર ઉપજી. સૂત્ર સંદર્ભ– ૧૫૮–૧૬૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam pannarasamassa nayajjhayanassa ayamatthe pannatte, solasamassa nam bhamte! Nayajjhayanassa ke atthe pannatte? Evam khalu jambu! Tenam kalenam tenam samaenam champa namam nayari hottha. Tise nam champae nayarie bahiya uttarapuratthime disibhae subhumibhage namam ujjane hottha. Tattha nam champae nayarie tao mahana bhayaro parivasamti, tam jaha–some somadatte somabhui–addha java aparibhuya riuvveya-jauvveya-samaveya-athavvanaveya java bambhannaesu ya satthesu suparinitthiya. Tesi nam mahananam tao bhariyao hottha, tam jaha–nagasiri bhuyasiri jakkhasiri–sukumalapanipayao java tesi nam mahananam itthao, tehim mahanehim saddhim viule manussae kamabhoe pachchanubhavamanio viharamti. Tae nam tesim mahananam annaya kayai egayao samuvagayanam java imeyaruve mihokaha-samullave samuppajjittha–evam khalu devanuppiya! Amham ime viule dhana-kanaga-rayana-mani-mottiya-samkha-sila-ppavala-rattarayana-samta-sara-savaejje, alahi java asattamao kulavamsao pakamam daum pakamam bhottum pakamam paribhaeum. Tam seyam khalu amham devanuppiya! Annamannassa gihesu kallakallim vipulam asana-pana-khaima-saimam uvakkhadeum paribhumjemananam viharittae. Annamannassa eyamattham padisunemti, kallakallim annamannassa gihesu vipulam asana-pana-khaima-saimam uvakkhadavemti, paribhumjemana viharamti. Tae nam tise nagasirie mahanie annaya kayai bhoyanavarae jae yavi hottha. Tae nam sa nagasiri vipulam asana-pana-khaima-saimam uvakkhadei, egam maham salaiyam tittalauyam bahusambharasamjuttam nehavagadham uvakkhadei, egam bimduyam karayalamsi asaei, tam kharam kaduyam akhajjam visabhuyam janitta evam vayasi–dhiratthu nam mama naga-sirie adhannae apunnae dubhagae dubhagasattae dubhaganimboliyae, jae nam mae salaie tittalaue bahusambharasambhie nehavagadhe uvakkhadie, subahudavvakkhae nehakkhae ya kae. Tam jai nam mamam jauyao janissamti to nam mama khimsissamti. Tam java mamam jauyao na janamti tava mama seyam eyam salaiyam tittalauyam bahusambharasambhiyam nehavagadham egamte govittae, annam salaiyam mahuralauyam bahusambharasambhiyam nehavagadham uvakkhadittae–evam sampehei, sampehetta tam salaiyam tittalauyam bahusambharasambhiyam nehavagadham egamte govei, govetta annam salaiyam mahuralauyam bahusambharasambhiyam nehavagadham uvakkhadei, uvakkhadetta tesim mahananam nhayanam bhoyana-mamdavamsi suhasanavaragayanam tam vipulam asana-pana-khaima-saimam parivesei. Tae nam te mahana jimiyabhuttuttaragaya samana ayamta chokkha paramasuibhuya sakammasampautta jaya yavi hottha. Tae nam tao mahanio nhayao java vibhusiyao tam vipulam asana-pana-khaima-saimam aharemti, jeneva sayaim gihaim teneva uvagachchhamti, uvagachchhitta sakammasampauttao jayao. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 158. Bhagavan ! Jo shramana yavat nirvana prapta bhagavamta mahavire pamdaramam jnyata adhyayanano a artha kahyo chhe, to bhagavan ! Shramana bhagavamta mahavire solama adhyayanano sho artha kahyo chhe\? He jambu ! Te kale, te samaye champa name nagari hati. Te champanagarini bahara ishana khunamam subhumibhaga udyana hato. Te champanagarimam trana brahmana bhaio raheta hata – soma, somadatta, somabhuti. Teo riddhivan yavat rigvedadi mam suparinishthita hata. Te trane brahmanoni patnina nama anukrame nagashri, bhutashri ane yakshashri hata. Te trane sukumara hatha – paga adi avayayovali yavata te brahmanone priya hati. Manushya sambamdhi vipula sukho bhogavati raheti hati Te brahmano koi divase, eka sthane malya. Yavat ava prakarano paraspara katha – varta thai, he devanupriyo! Apani pase a vipula dhana yavat svapateya – dravyadi chhe, yavat sata pedhi sudhi ghanum ja apata – bhogavata – bhaga padata pana khute nahim. To apane uchita chhe ke ekabijane ghera pratidina vipula ashana, pana, khadima ane svadima, chara prakarano ahara taiyara karavi, paribhoga karata vicharie. Ekabijani a vata svikari, pratidina ekabijana gharamam vipula ashanadine taiyara karavine paribhoga karata vicharava lagya. Tyarapachhi koi vakhata te nagashri brahmanine tyam bhojanano varo avyo. Tyare nagashrie vipula ashana, pana, khadima, svadima taiyara karavya. Sharada ritumam utpanna evum eka tumbadanum rasayukta shaka ghano masalo namkhi, telathi vyapta kari taiyara karyum. Eka bumda hathamam laine chakhyum, to kharum – kadavum – akhadya – abhogya ane visha jevu janyum. Janine boli ke – Mane – adhanya, punyahina, durbhaga, durbhagasatva, durbhaga nimboli samana nagashrine dhikkara chhe. Jene a rasadara tumbana shakane masalavalum, telathi yukta taiyara karela chhe, te mate ghana dravyo ane telano vinasha karyo chhe. To, jo mari deranio janashe, to mari khimsa karashe yavat mari deranio na jane, tyam sudhimam mare mate uchita raheshe ke a ghana tela – masalavalum shaka, ekamtamam gopavine, bijum sarayukta madhura tumbadane yavat telayukta kari taiyara karum. Ama vicharine, te sarayukta tumbadane gopavine mitha tumbadanum shaka banavyum. Te brahmano snana karine yavat uttama sukhasane betha, tyare te vipula ashana, pana, khadima, svadima e chara ahara pirasaya. Tyarapachhi te brahmano bhojana karine, achamana karya pachhi, svachchha thai, paramashuchibhuta thai svakaryamam lagi gaya. Pachhi te brahmanioe snana karyum yavat vibhusha karine te vipula ashanadi ahara karyo. Pachhi pota – potana ghera gai, jaine pota – potana karyamam lagi gai. Sutra– 159. Te kale, te samaye dharmaghosha name sthavira yavat ghana parivara sathe champanagarina subhumibhaga udyanamam avela, tyam yathapratirupa avagraha lai yavat vicharata hata. Parshada nikali, dharma kahyo, parshada pachhi gai. Tyare te dharmaghosha sthavirana shishya dharmaruchi anagara udara yavat tejoleshyi hata, masakshamanana parane masakshamana tapa karata – karata vicharata hata. Te dharmaruchi anagare masakshamanane parane paheli porisimam sajjhaya kari, biji porisimam dhyana karyum ityadi gautamasvamini maphaka patra padilehana kari,patro grahana karine, te pramane ja dharmaghosha sthavirane puchhine champanagarina uchcha – nicha – madhyama kulomam yavat bhramana karata nagashri brahmanina gharamam praveshya. Tyare te nagashri brahmanie dharmaruchine avata joya. Joine te ghana tela – masalavalu tikta – katuka shaka api devano avasara janine hrishta – tushta thai uthine bhojanagrihamam avi, pachhi te sarasa, tikta – katuka, tela – masalavalum badhum ja shaka, dharmaruchi anagarana patramam namkhi didhum. Tyare dharmaruchi anagare paryapta ahara janine nagashrina gherathi nikaline champanagarini madhyethi nikaline subhumibhaga udyanamam avya, avine dharmaghosha sthavira nikata avine anna – pana padilehine, hathamam laine gurune dekhadya. Tyare te dharmaghosha sthavire, te sharadika kadavi tumbadina sarasa, tela – masala yukta shakani gamdhathi abhibhuta thaine, te tela – masalavala tumbadana shakanum eka bimdu hathamam laine chakhyum, tene tikta – kshara – katuka – akhadya – abhogya – vibhushita janine dharmaruchine kahyum – he devanupriya ! Jo tum a tumbadanum shaka yavat khaisha, to akale ja yavat jivitathi rahita thaisha. To he devanupriya! Tum ja ane a tumbadana shakane ekamta – anapata – achitta sthamdila bhumimam parathavi de, bija prasuka, eshaniya ashanadine grahana karine teno ahara kara. Tyare dharmaruchi anagare, dharmaghosha sthavira pasethi a pramane sambhaline, dharmaghosha sthavira pasethi nikaline subhumibhaga udyanathi thode dura sthamdila bhumi padilehi, pachhi te shakanum eka bimdu lidhum, laine te sthamdila bhumimam namkhyu. Tyare te sharada ritu sambamdhi, tikta – katuka ane ghana telathi vyapta shakani gamdhathi ghani – hajaro kidio avi. Jevum te kidioe shaka khadhum ke te badhi akalamam ja jivanathi rahita thai gai. Tyare te dharmaruchi anagarane ava prakarano manogata samkalpa thayo ke – jo atala matra shakana yavat eka bimduna prakshepathi aneka hajara kidio mrityu pami, to jo hum a badhum ja shaka sthamdila bhumimam parathavisha, to ghana prana adino vadha karanara thaisha. To mare mate uchita chhe ke a shaka yavat svayam ja khai javum. Jethi a shaka mara sharirani sathe ja samapta thai jaya. Dharmaruchie ama vichari muhapattinum padilehana karyu, karine mastakani upari kayane pramarji, pachhi te sharadiya tumbadanum tikta – katuka, ghana telathi vyapta shakane, bilamam sarpa pravesha kare, te prakare potana sharirarupi kothamam badhum ja prakshepi didhum. Tyare te dharmaruchine te shaka khavathi muhurttantaramam parinamata shariramam ujjavala yavat duhsahya vedana udbhavi. Tyare te dharmaruchi anagara asthama, abala, avirya, apurushakara parakrama, adharaniya chhe, tema janine, achara – bhamda ekamtamam sthapine sthamdila padilehana karyum, darbhano samtharo patharyo. Darbha samthare arudha thaine, purva disha abhimukha thaine palyamka asane besi, hatha jodi, bolya – Arahamta yavat siddhigati prapta bhagavamtane namaskara thao. Mara dharmacharya, dharmopadeshaka dharmaghosha sthavirane namaskara thao. Purve pana mem dharmaghosha sthavira pase javajjivane mate sarva pranatipata yavat sarva parigrahana pachchakkhana karela hata. Atyare pana hum te ja bhagavamtani pase sarva pranatipata yavat parigrahane javajjivane mate pachchakkhum chhum. Skamdakani maphaka yavat chhella uchchhvase mara sharirane pana vosiravum chhum, ema kari alochana – pratikramana kari, samadhi prapta thaine kaladharma pamya. Tyare te dharmaghosha sthavira dharmaruchi anagarane gaye ghano kala thayo janine shramana – nirgranthone bolavya ane kahyum – he devanupriya! A pramane dharmaruchi anagarane masakshamanana parane sharadaritu sambamdhi yavat telathi vyapta shaka malela, te parathavava gaye ghano kala thayo. To he devanupriyo ! Tame jaine dharmaruchi anagarani chotarapha margana – gaveshana karo. Tyare te shramana – nirgranthoe yavat te vata svikari, dharmaghosha sthavira pasethi nikalya, nikaline dharmaruchi anagarani chotarapha margana – gaveshana karata, sthamdila bhumie avya. Pachhi dharmaruchi anagaranum nishprana, nishcheshta, jivarahita sharirane joyum. Joine ha, ha aho ! Akarya thayum, ema kahine dharmaruchi anagarana parinirvana nimitte kayotsarga karyo. Dharmaruchina achara – bhamda lidha, laine dharmaghosha sthavira pase avya. Avine gamanagamananum pratikramana karyum. Pachhi kahyum ke – ame tamari pasethi nikalya, pachhi subhumibhagaudyanani chotarapha dharmaruchi anagarani yavat margana karata, sthamdila bhumie gaya. Yavat jaladi ahim avya, he bhagavan ! Dharmaruchi anagara kaladharma pamya, a tena achara – bhamda. Tyare dharmaghosha sthavire, purvashrutamam upayoga mukyo. Pachhi shramana nirgrantha – nirgranthine bolavya ane kahyum ke – he aryo ! Mara shishya dharmaruchi anagara, prakritibhadraka yavat vinita hata. Niramtara masa – masakshamana tapokarma vade yavat nagashri brahmanina ghera praveshya. Tyare nagashri brahmani yavat shaka vahoravyum. Tyare te dharmaruchi anagare tene paryapta ahara jani yavat kalani apeksha na karata vicharava lagya. Te dharmaruchi anagara, ghana varshono shramanya paryaya paline, alochana – pratikramana kari, samadhi prapta thai, kala mase kala karine, umche saudharma yavat sarvarthasiddha mahavimane devapane utpanna thaya. Tyam ajaghanyotkrishta 33 – sagaropama ni sthiti kahi chhe, tyam dharmaruchi devani pana 33 – sagaropama sthiti thai. Te dharmaruchi deva, te devalokathi yavat mahavideha kshetre siddha thashe. Sutra– 160. He aryo ! Te adhanya, apunya yavat nimboli samana kadavi nagashri brahmanine dhikkara chhe, jene tatharupa sadhu dharmaruchi anagarane masakshamanana parane sharadiya yavat tela vyapta kadava tumbadanum shaka vahoravyum, tenathi te akale ja marana pamya. Tyare te shramana nirgrantho dharmaghosha sthavira pase a arthane sambhali, samajine champanagarina shrimgataka, trika adi sthanomam yavat ghana lokone ama kaheva lagya – he devanupriyo ! Te nagashrine dhikkara chhe, yavat jene tatharupa sadhu eva dharmaruchi anagarane, masakshamanane parane jhera jevum shaka vhoravi jivitathi rahita karya. Tyare te shramano pase a arthane sambhali, samajine ghana loko paraspara ama kaheva lagya. Te nagashri brahmanine dhikkara chhe yavat jenie munine mari namkhya. Tyare te brahmano champanagarimam ghana loko pase a arthane sambhali – samajine, krodhita thai yavat salagava lagya, pachhi nagashri brahmani pase avya, avine nagashrine kahyum – O nagashri ! Aprarthitane prarthanari ! Duramtapramta lakshana ! Hinapunya – chaudashi, adhanya, apunya yavat nimbodi samana kadavi, tane dhikkara chhe, je te tatharupa sadhu, sadhurupane masakshamanana parane yavat mari namkhya. Umcha – nicha akrosha vachanathi akrosha karata – bhartsana vachanathi bhartsana karata, nirbhartsana vachanathi nirbhartsana karata, nishchhotana – tarjana – tadana karata, tene gharethi kadhi muki. Tyare te nagashri, potana gherathi kadhi mukata, champanagarina shrimgataka – trika – chatushka – chatvara – chaturmukhadimam ghana loko vade hilana – khimsa – nimda – garha – tarjana – vyatha – dhikkara thutkara karati, kyamya pana sthana ke nivasane na pamati, damdi khamda vastra paheri, hathamam phutalum shakorum ane phutalo ghado lai, vikharayela valavala mastake, modhe mamdarati makhi sahita, ghera – ghera dehabali dvara potani ajivika chalavati bhatakati hati. Tyare te nagashri brahmanine te bhavamam 16 – rogamtaka utpanna thaya. Te a – shvasa, kasha, yonishula yavat kodha. Tyare te nagashri brahmani 16 – rogamtakathi abhibhuta thai, ati duhkhane vasha thai, kalamase kala karine chhaththi prithvimam utkrishta bavisha sagaropama sthitivala narakamam nairayikarupe utpanna thai. Te tyamthi udvartine anamtara matsyamam utpanna thai. Tyam shastrathi vadhya thai, daha utpanna thata kalamase kala karine adhahsaptami prithvimam utkrishta 33 – sagaropama sthitivala nairayikamam utpanna thai, Tyamthi udvartine phari matsyamam upaji. Tyam shastrathi vadha pami, daha utpanna thata, biji vakhata adhahsaptami prithvimam utkrishta 33 – sagaropama sthiti vala narakamam upaji. Tyamthi yavat udvartine triji vakhata matsyamam utpanna thai, tyam pana te shastrathi vadha pami yavat kala karine biji vakhata chhaththi prithvimam utkrishta0 tyamthi udvartine anamtara narakamam, E pramane goshalamam kahya mujaba janavum. Yavat ratnaprabhadi satemam utpanna thai. Tyamthi udvartine yavat khecharoni vividha yoniomam utpanna thai yavat pachhi teni kharabadara prithvikayikapane aneka lakhavara upaji. Sutra samdarbha– 158–160 |