Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104792
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-८ मल्ली

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૮ મલ્લી

Section : Translated Section :
Sutra Number : 92 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं पंचाले जनवए। कंपिल्लपुरे नयरे। जियसत्तू नामं राया पंचालाहिवई। तस्स णं जियसत्तुस्स धारिणीपामोक्खं देवीसहस्सं ओरोहे होत्था। तत्थ णं मिहिलाए चोक्खा नामं परिव्वाइया–रिउव्वेय-यज्जुव्वेद-सामवेद-अहव्वणवेद-इतिहास-पंचमाणं निघंटुछट्ठाणं संगोवंगाणं सरहस्साणं चउण्हं वेदाणं सारगा जाव बंभण्णएसु य सत्थेसु सुपरिणिट्ठिया यावि होत्था। तए णं सा चोक्खा परिव्वाइया मिहिलाए बहूणं राईसर जाव सत्थवाहपभिईणं पुरओ दानधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणी पण्णवेमाणी परूवेमाणी उवदंसेमाणी विहरइ। तए णं सा चोक्खा अन्नया कयाइं तिदंडं च कुंडियं च जाव धाउरत्ताओ य गेण्हइ, गेण्हित्ता परिव्वाइगावसहाओ पडिनिक्खमइ, पडिनिक्खमित्ता पविरल-परिव्वाइया-सद्धिं संपरिवुडा मिहिलं रायहाणिं मज्झंमज्झेणं जेणेव कुंभगस्स रन्नो भवणे जेणेव कन्नंतेउरे जेणेव मल्ली विदेहरायवरकन्ना तेणेव उवागच्छइ, उवागच्छित्ता उदयपरिफोसियाए दब्भोवरिपच्चत्थुयाए भिसियाए निसीयइ, निसीइत्ता मल्लीए विदेहरायवरकन्नाए पुरओ दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणी पण्णवेमाणी परूवेमाणी उवदंसेमाणी विहरइ। तए णं मल्ली विदेहरायवरकन्ना चोक्खं परिव्वाइयं एवं वयासी–तुब्भण्णं चोक्खे! किंमूलए धम्मे पन्नत्ते? तए णं सा चोक्खा परिव्वाइया मल्लि विदेहरायवरकन्नं एवं वयासी–अम्हं णं देवानुप्पिए! सोयमूलए धम्मे पन्नत्ते। जं णं अम्हं किंचि असुई भवइ तं णं उदएण य मट्टियाए य सुई भवइ। एवं खलु अम्हे जलाभिसेय-पूयप्पाणी अविग्घेणं सग्गं गच्छामो। तए णं मल्ली विदेहरायवरकन्ना चोक्खं परिव्वाइयं एवं वयासी–चोक्खे! से जहानामए केइ पुरिसे रुहिरकयं वत्थं रुहिरेण चेव धीवेज्जा, अत्थि णं चोक्खे! तस्स रुहिरकयस्स वत्थस्स रुहिरेणं धोव्वमाणस्स काइ सोही? नो इणट्ठे समट्ठे। एवामेव चोक्खे! तुब्भण्णं पाणाइवाएणं जाव मिच्छादंसणसल्लेणं नत्थि काइ सोही, जहा तस्स रुहिरकयस्स वत्थस्स रुहिरेणं चेव धोव्वमाणस्स। तए णं सा चोक्खा परिव्वाइया मल्लीए विदेहरायवरकन्नाए एवं वुत्ता समाणी संकिया कंखिया वितिगिंछिया भेयसमावण्णा जाया यावि होत्था, मल्लीए विदेहरायवरकन्नाए नो संचाएइ किंचिवि पामोक्खमाइक्खित्तए, तुसिणीया संचिट्ठइ। तए णं तं चोक्खं मल्लीए विदेहरायवरकन्नाए बहूओ दासचेडीओ हीलेंति निंदंति खिंसंति गरिहंति, अप्पेगइयाओ हेरुयालेंति अप्पेगइयाओ मुहमक्कडियाओ करेंति अप्पेगइयाओ वग्घाडियाओ करेंति अप्पेगइयाओ तज्जेमाणीओ तालेमाणीओ निच्छुहंति। तए णं सा चोक्खा मल्लीए विदेहरायवरकन्नाए दासचेडियाहिं हीलिज्जमाणी निंदिज्जमाणी खिंसिज्जमाणी गरहिज्जमाणी आसुरुत्ता जाव मिसिमिसेमाणी मल्लीए विदेहरायवरकन्नयाए पओसमावज्जइ, भिसियं गेण्हइ, गेण्हित्ता कन्नंतेउराओ पडिनिक्खमई, पडिनिक्खमित्ता मिहिलाओ निग्गच्छइ, निग्गच्छित्ता, परिव्वाइया-संपरिवुडा जेणेव पंचालजनवए जेणेव कंपिल्ल-पुरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता बहूणं राईसर जाव सत्थवाहपभिईणं पुरओ दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं च आघवे-माणी पण्णवेमाणी परूवेमाणी उवदंसेमाणी विहरइ। तए णं से जियसत्तू अन्नया कयाइ अंतो अंतेउर-परियाल-सद्धिं संपरिवुडे सीहासनवरगए यावि विहरइ। तए णं सा चोक्खा, परिव्वाइया-संपरिवुडा जेणेव जियसत्तुस्स रन्नो भवणे जेणेव जियसत्तू राया तेणेव अनुपविसइ, अनुपविसित्ता जियसत्तुं जएणं विजएणं वद्धावेइ। तए णं से जियसत्तू चोक्खं परिव्वाइयं एज्जमाणं पासइ, पासित्ता सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठेत्ता चोक्खं सक्कारेइ सम्मानेइ, सक्कारेत्ता सम्मानेत्ता आसनेणं उवनिमंतेइ। तए णं सा चोक्खा उदगपरिफोसियाए दब्भोवरि पच्चत्थुयाए भिसियाए निविसइ, निविसित्ता जियसत्तू रायं रज्जे य रट्ठे य कोसे य कोट्ठागारे य बले य वाहणे य पुरे य अंतेउरे य कुसलोदंतं पुच्छइ। तए णं सा चोक्खा जियसत्तुस्स रन्नो दाणधम्मं च सोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणी पण्णवेमाणी परूवेमाणी उवदंसेमाणी विहरइ। तए णं से जियसत्तू अप्पणो ओरोहंसि जायविम्हए चोक्खं एवं वयासी–तुमं णं देवानुप्पिया! बहूणि गामागर जाव सण्णिवेसंसि आहिडंसि, बहूण य राईसर-सत्थवाहप्पभिईणं गिहाइं अनुप्प-विससि, तं अत्थियाइं ते कस्सइ रन्नो वा ईसरस्स वा कहिंचि एरिसए ओरोहे दिट्ठपुव्वे, जारिसए णं इमे मम ओरोहे? तए णं सा चोक्खा परिव्वाइया जियसत्तुणा एवं वुत्ता समाणी ईसिं विहसियं करेइ, करेत्ता एवं वयासी–सरिसए णं तुमं देवानुप्पिया! तस्स अगडदद्दुरस्स। के णं देवानुप्पिए! से अगडदद्दुरे? जियसत्तू! से जहानामए अगडदद्दुरे सिया। से णं तत्थ जाए तत्थेव वुड्ढे अन्नं अगडं वा तलागं वा दहं वा सरं वा सागरं वा अपासमाणे मन्नेइ–अयं चेव अगडे वा तलागे वा दहे वा सरे वा सागरे वा। तए णं तं कूवं अन्ने सामुद्दए दद्दुरे हव्वमागए। तए णं से कूवदद्दुरे तं सामुद्दयं दद्दुरं एवं वयासी–से के तुमं देवानुप्पिया! कत्तो वा इह हव्वमागए? तए णं से सामुद्दए दद्दुरे तं कूवदद्दुरं एवं वयासी–एवं खलु देवानुप्पिया! अहं सामुद्दए दद्दुरे। तए णं से कूवदद्दुरे तं सामुद्दयं दद्दुरं एवं वयासी–केमहालए णं देवानुप्पिया! से समुद्दे? तए णं से सामुद्दए दद्दुरे तं कूवदद्दुरं एवं वयासी–महालए णं देवानुप्पिया! समुद्दे। तए णं से कूवदद्दुरे पाएणं लीहं कड्ढेइ, कड्ढेत्ता एवं वयासी–एमहालए णं देवानुप्पिया! के समुद्दे? नो इणट्ठे समट्ठे। महालए णं से समुद्दे। तए णं से कूवदद्दुरे पुरत्थिमिल्लाओ तीराओ उप्फिडित्ता णं पच्चत्थिमिल्लं तीरं गच्छइ, गच्छित्ता एवं वयासी–एमहालए णं देवानुप्पिया! से समुद्दे? नो इणट्ठे समट्ठे। एवामेव तुमंपि जियसत्तू अन्नेसिं बहूणं राईसर जाव सत्थवाहप्पभिईणं भज्जं वा भगिनिं वा धूयं वा सुण्हं वा अपासमाणे जाणसि जारिसए मम चेव णं ओरोहे, तारिसए नो अन्नेसिं। तं एवं खलु जियसत्तू! मिहिलाए नयरीए कुंभगस्स धूया पभावईए अत्तया मल्ली नामं विदेहरायवरकन्ना रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा, नो खलु अण्णा काइ तारिसिया? देवकन्ना वा असुरकन्ना वा नागकन्ना वा जक्खकन्ना वा गंधव्वकन्ना वा रायकन्ना वा जारिसिया मल्ली विदेहरायवरकन्ना तीसे छिन्नस्स वि पायंगुट्ठगस्स इमे तवोरोहे सयसहस्सइमंपि कलं न अग्घइ त्ति कट्टु जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया। तए णं से जियसत्तू परिव्वाइया-जणिय-हासे दूयं सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी–जाव मल्लिं विदेह-रायवरकन्नं मम भारियत्ताए वरेहि, जइ वि य णं सा सयं रज्जसुंका। तए णं से दूए जियसत्तुणा एवं वुत्ते समाणे हट्ठतुट्ठे जाव जेणेव मिहिला नयरी तेणेव पहारेत्थ गमणाए।
Sutra Meaning : સૂત્ર– ૯૨. તે કાળે, તે સમયે પાંચાલ જનપદમાં કંપિલપુર નગરમાં જિતશત્રુ નામે પાંચાલાધિપતિ રાજા હતો. તેને ધારિણી આદિ હજાર રાણી અંતઃપુરમાં હતી. મિથિલા નગરીમાં ચોકખા નામે પરિવ્રાજિકા રહેતી હતી. તે ઋગ્વેદ આડી શાસ્ત્રોની જ્ઞાતા ઈત્યાદિ હતી. તે ચોક્ષા પરિવ્રાજિકા મિથિલામાં ઘણા રાજા, ઇશ્વર યાવત્‌ સાર્થવાહ આદિ પાસે દાન અને શૌચધર્મ, તિર્થાભિષેકને સામાન્યથી કહેતી, વિશેષથી કહેતી, પ્રરૂપણા કરતી, ઉપદેશ કરતી વિચરતી હતી. તે ચોક્ષા કોઈ દિવસે ત્રિદંડ, કુંડિકા યાવત્‌ ગેરુ વસ્ત્રને લઈને પરિવ્રાજિકાના મઠથી બહાર નીકળી, નીકળીને કેટલીક પરિવ્રાજિકા સાથે પરીવરીને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચ થઈને કુંભક રાજાના ભવનમાં કન્યા અંતઃપુરમાં મલ્લી પાસે આવી. આવીને પાણી છાંટ્યું, ઘાસ બિછાવી તેના ઉપર આસન રાખીને બેઠી. બેસીને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લીની સામે દાનધર્મ, શૌચધર્મ, તીર્થસ્થાનનો ઉપદેશ આપતી વિચરવા લાગી. ત્યારે મલ્લીએ ચોક્ષાને પૂછ્યું – તમારા ધર્મનું મૂળ શું કહેલ છે ? ત્યારે ચોક્ષા પરિવ્રાજિકાએ મલ્લીને કહ્યું – દેવાનુપ્રિયા ! હું શૌચમૂલક ધર્મ ઉપદેશું છું, અમારા મતે જે કોઈ અશુચિ હોય છે, તે જળ અને માટીથી સાફ કરાય છે યાવત્‌ તેનાથી વિઘ્નરહિતપણે અમે સ્વર્ગે જઈએ છીએ. ત્યારે મલ્લીએ ચોક્ષાને આમ કહ્યું – હે ચોક્ષા ! જેમ કોઈ પુરુષ લોહીથી લિપ્ત વસ્ત્રને લોહી વડે ધોવે, તો હે ચોક્ષા ! તે લોહી – લિપ્ત વસ્ત્રને લોહી વડે ધોતા કંઈ શુદ્ધિ થઈ શકે ? ચોક્ષાએ કહ્યું – ના, ન થાય. એ પ્રમાણે હે ચોક્ષા ! જેમ તે લોહીલિપ્ત વસ્ત્રને લોહી વડે ધોતા કોઈ શુદ્ધિ ન થાય તેમ પ્રાણાતિપાત યાવત્‌ મિથ્યાદર્શનશલ્યના સેવનને કારણે તમારી કોઈ શુદ્ધિ ન થાય, ત્યારે તે ચોક્ષા, મલ્લી પાસે આમ સાંભળીને શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિત, ભેદ સમાપન્ન થઈ. તેણી મલ્લીને કંઈપણ ઉત્તર દેવા સમર્થ ન થઈ, તેથી મૌન રહી. ત્યારે તે ચોક્ષા, મલ્લીની ઘણી દાસચેટી દ્વારા હીલના – નિંદા – ખિંસા – ગર્હા પામતી, કોઈ દ્વારા ચીડાવાતી, કોઈ મુખ મટકાવતી, કોઈ દ્વારા ઉપહાસ – કોઈ દ્વારા તર્જના કરાતી તેને બહાર કાઢી મૂકાઈ. ત્યારે તે ચોક્ષાપરિવ્રાજિકા, મલ્લીની દાસચેટી દ્વારા યાવત્‌ ગર્હા અને હીલના કરાતા અતિ ક્રોધિત થઇ યાવત્‌ મિસિમિસાતી વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી પ્રત્યે દ્વેષ પ્રાપ્ત થઈ. પછી પોતાનું આસન લીધું. કન્યાના અંતઃપુરથી નીકળી ગઈ. મિથિલાથી નીકળી, નીકળીને પરિવ્રાજિકાઓથી પરિવૃત્ત થઈને પાંચાલ જનપદમાં કાંપિલ્યપુરમાં ઘણા રાજા, ઇશ્વર સન્મુખ યાવત્‌ પ્રરૂપણા કરતી વિચરવા લાગી. ત્યારે તે જિતશત્રુ કોઈ સમયે અંતઃપુર અને પરિવારથી પરિવૃત્ત થઈને યાવત્‌ રહેલો હતો, ત્યારે તે ચોક્ષા, પરિવ્રાજિકાઓ વડે પરિવરીને જિતશત્રુ રાજાના ભવનમાં જિતશત્રુ પાસે આવી. ત્યાં પ્રવેશી જિતશત્રુને જય – વિજય વડે વધાવે છે. ત્યારે જિતશત્રુ, ચોક્ષાને આવતી જોઈને સિંહાસનથી ઊભો થાય છે, ચોક્ષાને સત્કારી, સન્માની અને આસને બેસવા નિમંત્રણ આપે છે. ત્યારે તે ચોક્ષાએ પાણી છાંટ્યુ યાવત્‌ આસને બેઠી. જિતશત્રુ રાજાને રાજ્ય યાવત્‌ અંતઃપુરની કુશલ – વાર્તા પૂછી. ત્યારપછી જિતશત્રુ રાજાને દાનધર્માદિ ઉપદેશ દેતા યાવત્‌ ત્યાં રહી. ત્યારે તે જિતશત્રુ પોતાના અંતઃપુરની રાણીઓના સૌંદર્યથી વિસ્મયયુક્ત થઈ ચોક્ષાને એમ કહ્યું – હે દેવાનુપ્રિયા ! તમે ઘણા ગ્રામ, આકર યાવત્‌ ભમો છો, ઘણા રાજા, ઇશ્વરોના ઘરમાં પ્રવેશો છો, તો કોઈપણ રાજાનું યાવત્‌ આવું અંતઃપુર પૂર્વે જોયું છે, જેવું મારું આ અંતઃપુર છે ? ત્યારે ચોક્ષાએ જિતશત્રુના આમ કહેવાથી થોડી હસી, હસીને આમ બોલી – હે દેવાનુપ્રિય ! તું તે કૂપમંડૂક જેવો છે હે દેવાનુપ્રિયા ! તે કૂપમંડૂક કોણ ? હે જિતશત્રુ ! કોઈ એક કૂવાનો દેડકો હતો. તે ત્યાં જ જન્મ્યો, ત્યાં જ મોટો થયો. બીજા કૂવા – તળાવ – દ્રહ – સરોવર – સાગરને ન જોયા હોવાથી માનતો હતો કે આ જ કૂવો યાવત્‌ સાગર છે. ત્યારે તે કૂવામાં બીજા સમુદ્રનો દેડકો આવ્યો. ત્યારે તે કૂવાના દેડકાએ, તે સામુદ્રી દેડકાને આમ કહ્યું – તું કોણ છો ? ક્યાંથી અહીં આવ્યો છે ? ત્યારે તે સામુદ્રી દેડકાએ તે કૂવાના દેડકાને કહ્યું – હે દેવાનુપ્રિય ! હું સામુદ્રી દેડકો છું, ત્યારે તે કૂવાના દેડકાએ તે સામુદ્રી દેડકાને કહ્યું – હે દેવાનુપ્રિય ! તે સમુદ્ર કેટલો મોટો છે ? ત્યારે સામુદ્રી દેડકાએ કૂવાના દેડકાને કહ્યું – તે સમુદ્ર ઘણો જ મોટો છે. ત્યારે કૂવાના દેડકાએ પગથી એક લીટી ખેંચીને પૂછ્યું – સમુદ્ર આટલો મોટો છે ? ના, તેમ નથી, સમુદ્ર તેથી મોટો છે. ત્યારે કૂવાના દેડકાએ પૂર્વ કિનારેથી ઉછળીને દૂર જઈને પૂછ્યું કે સમુદ્ર આટલો મોટો છે ? ના, તેમ નથી. આ પ્રમાણે હે જિતશત્રુ ! તે પણ બીજા ઘણા રાજા, ઇશ્વર યાવત્‌ સાર્થવાહ આદિની ભાર્યા, બેન, પુત્રી, પુત્રવધૂને જોયા વિના જ સમજે છે કે, ‘‘જેવું મારું અંતઃપુર છે, તેવું અંતઃપુર બીજા કોઈનું નથી.’’ હે જિતશત્રુ ! મિથિલા નગરીએ કુંભકની પુત્રી, પ્રભાવતીની આત્મજા, મલ્લી નામે છે. રૂપ અને યૌવનથી તેની તુલનાએ બીજી કોઈ દેવકન્યાદિથી પણ નથી જેવી મલ્લી છે. વિદેહ શ્રેષ્ઠ રાજકન્યાના પગના કપાયેલા અંગૂઠાના લાખમાં ભાગે પણ તારું અંતઃપુર નથી. એમ કહીને ચોક્ષા જે દિશાથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. ત્યારે તે જિતશત્રુ પરિવ્રાજિકા દ્વારા જનિત રાગથી દૂતને બોલાવે છે. યાવત્‌ દૂત જવાને રવાના થયો. સૂત્ર– ૯૩. ત્યારે તે જિતશત્રુ આદિ છ રાજાના દૂતો મિથિલા જવાને રવાના થયા. ત્યારપછી છ એ દૂતો મિથિલા આવ્યા, આવીને મિથિલાના અગ્રોદ્યાનમાં દરેકે અલગ – અલગ છાવણી નાંખી. પછી મિથિલા રાજધાનીમાં પ્રવેશ્યા. પછી કુંભરાજા પાસે આવી દરેકે દરેક હાથ જોડી પોત – પોતાના રાજાના વચન સંદેશ આપ્યા. ત્યારે તે કુંભરાજાએ તે દૂતોની પાસે આ અર્થને સાંભળી, ક્રોધિત થઈ યાવત્‌ મસ્તકે ત્રિવલી ચડાવીને કહ્યું – હું તમને કોઈને. વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી આપીશ નહીં, તે છ એ દૂતોને સત્કાર્યા, સન્માન્યા વિના પાછલા દ્વારેથી કાઢી મૂક્યા. ત્યારે જિતશત્રુ આદિના છ રાજદૂતો કુંભ રાજા વડે સત્કાર – સન્માન કરાયા વિના પાછલા દ્વારેથી કાઢી મૂકાતા પોત – પોતાના જનપદમાં, પોત – પોતાના નગરમાં, પોત – પોતાના રાજાઓ પાસે આવ્યા, બે હાથ જોડીને કહ્યું – હે સ્વામી ! અમે જિતશત્રુ આદિના છ રાજદૂતો એક સાથે જ મિથિલા યાવત્‌ અપ્‌દ્વારેથી કાઢી મૂકાયા, હે સ્વામી ! કુંભ રાજા, મલ્લીને તમને નહીં આપે. દૂતોએ પોત – પોતાના રાજાઓને આ વૃત્તાંતનું નિવેદન કર્યું. ત્યારે તે જિતશત્રુ આદિ છ એ રાજાએ તે દૂતની પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, ક્રોધિત થઈ પરસ્પર દૂતો મોકલ્યા અને કહ્યું – હે દેવાનુપ્રિયો ! આપણા છ એ રાજદૂતોને એક સાથે જ યાવત્‌ કાઢી મૂકાયા, તો એ ઉચિત છે કે આપણે કુંભ રાજા ઉપર ચડાઈ કરવી જોઈએ. એમ કહીને પરસ્પર આ વાતને સ્વીકારી. પછી તેઓએ સ્નાન કર્યું, સન્નદ્ધ થયા, ઉત્તમ હાથીના સ્કંધે આરૂઢ થયા, કોરંટ પુષ્પની માળાયુક્ત છત્ર યાવત્‌ ઉત્તમ શ્વેત ચામર વડે સુશોભિત થઇ મોટી હાથી – ઘોડા – રથ – પ્રવર યોદ્ધા યુક્ત ચાતુરંગિણી સેના સાથે પરિવરીને સર્વઋદ્ધિ યાવત્‌ નાદ સહિત, પોત – પોતાના નગરથી યાવત્‌ નીકળ્યા, એક જગ્યાએ ભેગા થઈ, જ્યાં મિથિલા નગરી હતી ત્યાં જવાને પ્રસ્થાન કર્યું. ત્યારે કુંભરાજા આ વૃત્તાંતને જાણીને સેનાપતિને બોલાવ્યો. બોલાવીને કહ્યું – જલદીથી અશ્વ યાવત્‌ સેના સજ્જ કરો યાવત્‌ સેનાપતિએ તેમ કરીને તેમની આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી કુંભરાજાએ સ્નાન કર્યું, હાથી ઉપર બેઠો, છત્ર ધર્યુ, ચામરથી વીંઝાવા લાગ્યો. યાવત્‌ મિથિલા મધ્યેથી નીકળ્યો. વિદેહની વચ્ચોવચ્ચ થઈ દેશના અંત ભાગે આવીને છાવણી નાંખી, પછી જિતશત્રુ આદિ છ રાજાની રાહ જોતા, યુદ્ધ માટે સજ્જ થઈને રહ્યા, ત્યારપછી તે જિતશત્રુ આદિ છ રાજા, કુંભ રાજા પાસે આવ્યા, આવીને કુંભરાજા સાથે યુદ્ધ કરવા લાગી ગયા. ત્યારપછી તે જિતશત્રુ આદિ છ એ રાજાએ કુંભરાજાની સેનાને હત – મથિત કરી દીધી, તેમના પ્રવર વીરોનો ઘાત કર્યો, ચીહ્ન અને પતાકાને પાડી દીધા, તેના પ્રાણ સંકટમાં પડી ગયા. સેના ચારે દિશામાં ભાગી ગઈ. ત્યારે તે કુંભરાજા, જિતશત્રુ આદિ છ રાજા વડે હત – મથિત થયોયાવત્‌ સેના ભાગી જતાં સામર્થ્ય – બળ – વીર્ય હીન થઈ યાવત્‌ શીઘ્ર, ત્વરિત યાવત્‌ વેગથી મિથિલાએ આવી, મિથિલામાં પ્રવેશી, મિથિલાના દ્વારોને બંધ કરી, રોધ સજ્જ થઈને રહ્યા. ત્યારે તે જિતશત્રુ આદિ છ એ રાજા મિથિલાએ આવ્યા, મિથિલા રાજધાનીને નિસ્સંચાર(મનુષ્યોના સંચાર રહિત), નિરુચ્ચાર(અવર જવર રહિત) કરી, ચોતરફથી ઘેરી લીધી. ત્યારે તે કુંભરાજા, મિથિલા રાજધાનીને અવરોધાયેલ જાણીને અભ્યંતર ઉપસ્થાન શાળામાં ઉત્તમ સિંહાસને બેસી, તે જિતશત્રુ આદિ છ રાજાઓને હરાવવા માટેના અવસરો, છિદ્રો, વિવરો, મર્મો ન પામી શકતા, ઘણા આય – ઉપાય – ઔત્પાતિકી આદિ બુદ્ધિથી વિચારતા કોઈ પણ આય કે ઉપાયને પ્રાપ્ત ન થયા ત્યારે અપહૃત મનોસંકલ્પ યાવત્‌ ચિંતાતૂર થયો. આ તરફ મલ્લી, સ્નાન કરી યાવત્‌ ઘણી કુબ્જાદિ દાસીથીથી પરિવૃત્ત થઈને કુંભ રાજા પાસે આવી. તેમને પગે પડી, ત્યારે કુંભકે મલ્લીનો આદર ન કર્યો, જાણી નહીં, મૌનપૂર્વક રહ્યો. ત્યારે મલ્લીએ કુંભને આમ કહ્યું – હે પિતાજી ! તમે મને બીજા કોઈ સમયે આવતી જાણીને આદર કરતાયાવત્‌ ખોળામાં બેસાડતા, આજ તમે કેમ ચિંતામગ્ન છો ? ત્યારે કુંભરાજાએ મલ્લીને કહ્યું – હે પુત્રી ! તારા માટે જિતશત્રુ આદિ છ રાજાએ દૂત મોકલેલા. મેં તેમનો અસત્કાર કરીને યાવત્‌ કાઢી મૂકેલા, ત્યારે તે જિતશત્રુ આદિ તે દૂતોની પાસે આ વૃત્તાંત સાંભળીને કોપાયમાન થઈને મિથિલા રાજધાનીને નિઃસંચાર કરીને યાવત્‌ ઘેરો ઘાલીને રહેલા છે. તેથી હે પુત્રી ! હું જિતશત્રુ આદિ છ રાજાના છિદ્રાદિ ન પામીને યાવત્‌ ચિંતામગ્ન છું. ત્યારે તે મલ્લીએ કુંભક રાજાને કહ્યું – હે તાત ! તમે અપહત મન સંકલ્પ(નિરાશ) યાવત્‌ ચિંતામગ્ન ન થાઓ. તે જિતશત્રુ આદિ છ એ રાજાને પ્રત્યેકને ગુપ્તરૂપે દૂત મોકલો. એક – એકને કહો કે – તમને વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા મલ્લી આપીશ, એમ કરી સંધ્યાકાળ સમયમાં વિરલ મનુષ્ય ગમનાગમન કરતા હોય ત્યારે દરેકને મિથિલા રાજધાનીમાં પ્રવેશ કરાવી, ગર્ભગૃહમાં પ્રવેશ કરાવી, મિથિલા રાજધાનીના દ્વાર બંધ કરાવો, કરાવીને રોધસજ્જ કરીને રહો. ત્યારે કુંભરાજા એ પ્રમાણે કરીને યાવત્‌ પ્રવેશ – રોધસજ્જ કરીને રહ્યો. ત્યારે જિતશત્રુ આદિ છ એ રાજાઓ બીજે દિવસે, સૂર્ય ઊગતા યાવત્‌ જાલીના છિદ્રમાંથી સુવર્ણમયી, મસ્તકે છિદ્રવાળી, કમળ વડે ઢાંકેલી પ્રતિમા જોઈ. આ વિદેહ રાજકન્યા મલ્લી છે. એમ વિચારીને તેના રૂપ – યૌવન – લાવણ્યમાં મૂર્ચ્છિત, ગૃદ્ધ યાવત્‌ આસક્ત થઈને અનિમેષ દૃષ્ટિએ જોતા – રહ્યા. ત્યારપછી મલ્લીએ સ્નાન કર્યું યાવત્‌ સર્વાલંકારથી વિભૂષિત થઈ, ઘણી કુબ્જાદિ દાસીઓ વડે યાવત્‌ પરીવરીને જાલગૃહે સુવર્ણપ્રતિમા પાસે આવી. તે સુવર્ણ પ્રતિમાના મસ્તકેથી કમળનું ઢાંકણ હટાવ્યુ. તેમાંથી ગંધ છૂટી તે સર્પના મૃતક જેવી યાવત્‌ તેથી પણ અશુભતર દુર્ગંધ હતી. ત્યારે જિતશત્રુ આદિ તે અશુભ ગંધથી અભિભૂત થઈને પોત – પોતાના ઉત્તરીય વડે મુખને ઢાંકીને મુખ ફેરવીને ઊભા રહ્યા. ત્યારે મલ્લીએ જિતશત્રુ આદિને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે કેમ પોતપોતાના ઉત્તરીય વડે મુખને ઢાંકીને યાવત્‌ મુખ ફેરવીને રહ્યા છો ? ત્યારે જિતશત્રુ આદિએ મલ્લીને કહ્યું – હે દેવાનુપ્રિયા! અમે આ અશુભ ગંધથી અભિભૂત થઈને પોત – પોતાના મુખ ઢાંકીને યાવત્‌ રહ્યા છીએ. ત્યારે મલ્લીએ જિતશત્રુ આદિને કહ્યું – હે દેવાનુપ્રિયો ! જો આ સુવર્ણ યાવત્‌ પ્રતિમામાં દરરોજ તેવા મનોજ્ઞ અશનાદિના એક – એક પિંડ નાંખતા – નાંખતા આવા અશુભ પુદ્‌ગલ પરિણામ થયા, તો આ ઔદારિક શરીર તો કફ – વાત – પિત્તને ઝરાવનાર છે, શુક્ર – લોહી – પરુને ઝરાવનાર છે. ખરાબ ઉચ્છ્‌વાસ – નિઃશ્વાસ, ખરાબ મળ – મૂત્ર – પૂતિથી પૂર્ણ છે, સડવાના યાવત્‌ સ્વભાવવાળું હોવાથી તેનું પરિણમન કેવું થશે ? તેથી હે દેવાનુપ્રિયો ! તમે માનુષી કામભોગોમાં સજ્જ ન થાઓ, રાગ – ગૃદ્ધિ – મોહ – આસક્તિ ન કરો. હે દેવાનુપ્રિયો ! તમે – અમે આજથી પૂર્વે ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહમાં સલીલાવતી વિજયમાં વીતશોકા રાજધાનીમાં મહાબલ આદિ સાત બાલમિત્રો રાજાઓ હતા. સાથે જન્મ્યા યાવત્‌ પ્રવ્રજ્યા લીધી, ત્યારે હે દેવાનુપ્રિયો! મેં આ કારણે સ્ત્રીનામ ગોત્રકર્મ બાંધ્યુ – જ્યારે તમે ઉપવાસ કરતા, ત્યારે હું છઠ્ઠ કરતી હતી. બાકી બધું પૂર્વવત્‌. હે દેવાનુપ્રિયો ! ત્યાંથી તમે કાળમાસે કાળ કરી જયંત વિમાને ઉપજ્યા, ત્યાં તમે દેશોન બત્રીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. પછી તે દેવલોકથી અનંતર ચ્યવીને આ જ જંબૂદ્વીપમાં યાવત્‌ પોત – પોતાના રાજ્યને અંગીકાર કરીને વિચરવા લાગ્યા અને હે દેવાનુપ્રિયો ! હું તે દેવલોકથી આયુક્ષયથી યાવત્‌ કન્યારૂપે જન્મી. સૂત્ર– ૯૪. શું તમે ભૂલી ગયા ? જ્યારે તમે જયંત અનુત્તર વિમાને વસતા હતા ? પરસ્પર પ્રતિબોધનો સંકેત કરેલો. સૂત્ર– ૯૫. ત્યારે તે જિતશત્રુ આદિ છ રાજાઓ વિદેહ શ્રેષ્ઠ રાજકન્યા પાસે આ અર્થને સાંભળી, અવધારી, શુભ પરિણામથી પ્રશસ્ત અધ્યવસાયથી, વિશુદ્ધ થતી લેશ્યાથી, તદ્‌ આવરણીય કર્મોના ક્ષયોપશમથી, ઇહા – અપોહાદિથી યાવત્‌ સંજ્ઞી જાતિસ્મરણ ઉપજ્યું. આ અર્થને સમ્યક્‌ રીતે જાણ્યો. પછી મલ્લી અરહંતે જિતશત્રુ આદિ છ એ રાજાને જાતિસ્મરણ ઉત્પન્ન થયું જાણીને ગર્ભગૃહ દ્વાર ખોલાવ્યા. ત્યારે જિતશત્રુ આદિ મલ્લી અરહંત પાસે આવ્યા, ત્યારે તે મહાબલ આદિ સાત બાલમિત્રોનું પરસ્પર મિલન થયું. ત્યારે મલ્લી અરહંતે જિતશત્રુ આદિ છ એ રાજાને કહ્યું – નિશ્ચે હે દેવાનુપ્રિયો ! હું સંસારભયથી ઉદ્વિગ્ન થઇ છું યાવત્‌ દીક્ષા લેવા ઇચ્છુ છું. તો તમે શું કરશો ? કેમ રહેશો ? હૃદય સામર્થ્ય શું છે ? જિતશત્રુ આદિએ મલ્લિ અરહંતને કહ્યું – હે દેવાનુપ્રિયો ! જો તમે યાવત્‌ દીક્ષા લેશો, તો અમારે બીજું કોણ આલંબન, આધાર, પ્રતિબંધ છે ? જેમ તમે આજથી ત્રીજા ભવે ઘણા કાર્યોમાં તમે અમારા મેઢી, પ્રમાણ યાવત્‌ ધર્મધૂરા હતા, તે રીતે જ હે દેવાનુપ્રિયા ! આ ભવમાં પણ તમે થાઓ. અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન યાવત્‌ જન્મ – મરણથી ડરેલા છીએ, આપની સાથે મુંડ થઈ યાવત્‌ દીક્ષા લઈશું. ત્યારપછી મલ્લી અરહંતે તે જિતશત્રુ આદિને કહ્યું – જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઇ યાવત્‌ મારી સાથે દીક્ષા લેવા ઇચ્છતા હો તો તમે પોત – પોતાના રાજ્યમાં જાઓ, જ્યેષ્ઠ પુત્રને રાજ્યમાં સ્થાપીને સહસ્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મારી પાસે આવો. ત્યારે જિતશત્રુ આદિએ મલ્લી અરહંતની આ વાત સ્વીકારી. ત્યારે મલ્લી અરહંત તે જિતશત્રુ આદિની સાથે કુંભ રાજા પાસે આવ્યા, આવીને કુંભના પગે પડ્યા. ત્યારે કુંભકે તેઓને વિપુલ અશનાદિ, પુષ્પ – વસ્ત્ર – ગંધ – માળા – અલંકારથી સત્કાર કરીને યાવત્‌ વિદાય આપી. કુંભરાજાથી વિદાય પામેલા જિતશત્રુ આદિ રાજા પોત – પોતાના રાજ્યમાં, નગરમાં આવ્યા. આવીને પોત – પોતાના રાજ્યમાં વિચરવા લાગ્યા. ત્યારે મલ્લી અરહંતે એવી મનમાં ધારણા કરી કે – એક વર્ષ પછી હું દીક્ષા લઈશ. સૂત્ર સંદર્ભ– ૯૨–૯૫
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam pamchale janavae. Kampillapure nayare. Jiyasattu namam raya pamchalahivai. Tassa nam jiyasattussa dharinipamokkham devisahassam orohe hottha. Tattha nam mihilae chokkha namam parivvaiya–riuvveya-yajjuvveda-samaveda-ahavvanaveda-itihasa-pamchamanam nighamtuchhatthanam samgovamganam sarahassanam chaunham vedanam saraga java bambhannaesu ya satthesu suparinitthiya yavi hottha. Tae nam sa chokkha parivvaiya mihilae bahunam raisara java satthavahapabhiinam purao danadhammam cha soyadhammam cha titthabhiseyam cha aghavemani pannavemani paruvemani uvadamsemani viharai. Tae nam sa chokkha annaya kayaim tidamdam cha kumdiyam cha java dhaurattao ya genhai, genhitta parivvaigavasahao padinikkhamai, padinikkhamitta pavirala-parivvaiya-saddhim samparivuda mihilam rayahanim majjhammajjhenam jeneva kumbhagassa ranno bhavane jeneva kannamteure jeneva malli videharayavarakanna teneva uvagachchhai, uvagachchhitta udayapariphosiyae dabbhovaripachchatthuyae bhisiyae nisiyai, nisiitta mallie videharayavarakannae purao danadhammam cha soyadhammam cha titthabhiseyam cha aghavemani pannavemani paruvemani uvadamsemani viharai. Tae nam malli videharayavarakanna chokkham parivvaiyam evam vayasi–tubbhannam chokkhe! Kimmulae dhamme pannatte? Tae nam sa chokkha parivvaiya malli videharayavarakannam evam vayasi–amham nam devanuppie! Soyamulae dhamme pannatte. Jam nam amham kimchi asui bhavai tam nam udaena ya mattiyae ya sui bhavai. Evam khalu amhe jalabhiseya-puyappani avigghenam saggam gachchhamo. Tae nam malli videharayavarakanna chokkham parivvaiyam evam vayasi–chokkhe! Se jahanamae kei purise ruhirakayam vattham ruhirena cheva dhivejja, atthi nam chokkhe! Tassa ruhirakayassa vatthassa ruhirenam dhovvamanassa kai sohi? No inatthe samatthe. Evameva chokkhe! Tubbhannam panaivaenam java michchhadamsanasallenam natthi kai sohi, jaha tassa ruhirakayassa vatthassa ruhirenam cheva dhovvamanassa. Tae nam sa chokkha parivvaiya mallie videharayavarakannae evam vutta samani samkiya kamkhiya vitigimchhiya bheyasamavanna jaya yavi hottha, mallie videharayavarakannae no samchaei kimchivi pamokkhamaikkhittae, tusiniya samchitthai. Tae nam tam chokkham mallie videharayavarakannae bahuo dasachedio hilemti nimdamti khimsamti garihamti, appegaiyao heruyalemti appegaiyao muhamakkadiyao karemti appegaiyao vagghadiyao karemti appegaiyao tajjemanio talemanio nichchhuhamti. Tae nam sa chokkha mallie videharayavarakannae dasachediyahim hilijjamani nimdijjamani khimsijjamani garahijjamani asurutta java misimisemani mallie videharayavarakannayae paosamavajjai, bhisiyam genhai, genhitta kannamteurao padinikkhamai, padinikkhamitta mihilao niggachchhai, niggachchhitta, parivvaiya-samparivuda jeneva pamchalajanavae jeneva kampilla-pure teneva uvagachchhai, uvagachchhitta bahunam raisara java satthavahapabhiinam purao danadhammam cha soyadhammam cha titthabhiseyam cha aghave-mani pannavemani paruvemani uvadamsemani viharai. Tae nam se jiyasattu annaya kayai amto amteura-pariyala-saddhim samparivude sihasanavaragae yavi viharai. Tae nam sa chokkha, parivvaiya-samparivuda jeneva jiyasattussa ranno bhavane jeneva jiyasattu raya teneva anupavisai, anupavisitta jiyasattum jaenam vijaenam vaddhavei. Tae nam se jiyasattu chokkham parivvaiyam ejjamanam pasai, pasitta sihasanao abbhutthei, abbhutthetta chokkham sakkarei sammanei, sakkaretta sammanetta asanenam uvanimamtei. Tae nam sa chokkha udagapariphosiyae dabbhovari pachchatthuyae bhisiyae nivisai, nivisitta jiyasattu rayam rajje ya ratthe ya kose ya kotthagare ya bale ya vahane ya pure ya amteure ya kusalodamtam puchchhai. Tae nam sa chokkha jiyasattussa ranno danadhammam cha soyadhammam cha titthabhiseyam cha aghavemani pannavemani paruvemani uvadamsemani viharai. Tae nam se jiyasattu appano orohamsi jayavimhae chokkham evam vayasi–tumam nam devanuppiya! Bahuni gamagara java sannivesamsi ahidamsi, bahuna ya raisara-satthavahappabhiinam gihaim anuppa-visasi, tam atthiyaim te kassai ranno va isarassa va kahimchi erisae orohe ditthapuvve, jarisae nam ime mama orohe? Tae nam sa chokkha parivvaiya jiyasattuna evam vutta samani isim vihasiyam karei, karetta evam vayasi–sarisae nam tumam devanuppiya! Tassa agadadaddurassa. Ke nam devanuppie! Se agadadaddure? Jiyasattu! Se jahanamae agadadaddure siya. Se nam tattha jae tattheva vuddhe annam agadam va talagam va daham va saram va sagaram va apasamane mannei–ayam cheva agade va talage va dahe va sare va sagare va. Tae nam tam kuvam anne samuddae daddure havvamagae. Tae nam se kuvadaddure tam samuddayam dadduram evam vayasi–se ke tumam devanuppiya! Katto va iha havvamagae? Tae nam se samuddae daddure tam kuvadadduram evam vayasi–evam khalu devanuppiya! Aham samuddae daddure. Tae nam se kuvadaddure tam samuddayam dadduram evam vayasi–kemahalae nam devanuppiya! Se samudde? Tae nam se samuddae daddure tam kuvadadduram evam vayasi–mahalae nam devanuppiya! Samudde. Tae nam se kuvadaddure paenam liham kaddhei, kaddhetta evam vayasi–emahalae nam devanuppiya! Ke samudde? No inatthe samatthe. Mahalae nam se samudde. Tae nam se kuvadaddure puratthimillao tirao upphiditta nam pachchatthimillam tiram gachchhai, gachchhitta evam vayasi–emahalae nam devanuppiya! Se samudde? No inatthe samatthe. Evameva tumampi jiyasattu annesim bahunam raisara java satthavahappabhiinam bhajjam va bhaginim va dhuyam va sunham va apasamane janasi jarisae mama cheva nam orohe, tarisae no annesim. Tam evam khalu jiyasattu! Mihilae nayarie kumbhagassa dhuya pabhavaie attaya malli namam videharayavarakanna ruvena ya jovvanena ya lavannena ya ukkittha ukkitthasarira, no khalu anna kai tarisiya? Devakanna va asurakanna va nagakanna va jakkhakanna va gamdhavvakanna va rayakanna va jarisiya malli videharayavarakanna tise chhinnassa vi payamgutthagassa ime tavorohe sayasahassaimampi kalam na agghai tti kattu jameva disam paubbhuya tameva disam padigaya. Tae nam se jiyasattu parivvaiya-janiya-hase duyam saddavei, saddavetta evam vayasi–java mallim videha-rayavarakannam mama bhariyattae varehi, jai vi ya nam sa sayam rajjasumka. Tae nam se due jiyasattuna evam vutte samane hatthatutthe java jeneva mihila nayari teneva paharettha gamanae.
Sutra Meaning Transliteration : Sutra– 92. Te kale, te samaye pamchala janapadamam kampilapura nagaramam jitashatru name pamchaladhipati raja hato. Tene dharini adi hajara rani amtahpuramam hati. Mithila nagarimam chokakha name parivrajika raheti hati. Te rigveda adi shastroni jnyata ityadi hati. Te choksha parivrajika mithilamam ghana raja, ishvara yavat sarthavaha adi pase dana ane shauchadharma, tirthabhishekane samanyathi kaheti, visheshathi kaheti, prarupana karati, upadesha karati vicharati hati. Te choksha koi divase tridamda, kumdika yavat geru vastrane laine parivrajikana mathathi bahara nikali, nikaline ketalika parivrajika sathe parivarine mithila rajadhanini vachchovachcha thaine kumbhaka rajana bhavanamam kanya amtahpuramam malli pase avi. Avine pani chhamtyum, ghasa bichhavi tena upara asana rakhine bethi. Besine videha shreshtha rajakanya mallini same danadharma, shauchadharma, tirthasthanano upadesha apati vicharava lagi. Tyare mallie chokshane puchhyum – tamara dharmanum mula shum kahela chhe\? Tyare choksha parivrajikae malline kahyum – devanupriya ! Hum shauchamulaka dharma upadeshum chhum, amara mate je koi ashuchi hoya chhe, te jala ane matithi sapha karaya chhe yavat tenathi vighnarahitapane ame svarge jaie chhie. Tyare mallie chokshane ama kahyum – he choksha ! Jema koi purusha lohithi lipta vastrane lohi vade dhove, to he choksha ! Te lohi – lipta vastrane lohi vade dhota kami shuddhi thai shake\? Chokshae kahyum – na, na thaya. E pramane he choksha ! Jema te lohilipta vastrane lohi vade dhota koi shuddhi na thaya tema pranatipata yavat mithyadarshanashalyana sevanane karane tamari koi shuddhi na thaya, Tyare te choksha, malli pase ama sambhaline shamkita, kamkshita, vichikitsita, bheda samapanna thai. Teni malline kamipana uttara deva samartha na thai, tethi mauna rahi. Tyare te choksha, mallini ghani dasacheti dvara hilana – nimda – khimsa – garha pamati, koi dvara chidavati, koi mukha matakavati, koi dvara upahasa – koi dvara tarjana karati tene bahara kadhi mukai. Tyare te chokshaparivrajika, mallini dasacheti dvara yavat garha ane hilana karata ati krodhita thai yavat misimisati videha shreshtha rajakanya malli pratye dvesha prapta thai. Pachhi potanum asana lidhum. Kanyana amtahpurathi nikali gai. Mithilathi nikali, nikaline parivrajikaothi parivritta thaine pamchala janapadamam kampilyapuramam ghana raja, ishvara sanmukha yavat prarupana karati vicharava lagi. Tyare te jitashatru koi samaye amtahpura ane parivarathi parivritta thaine yavat rahelo hato, tyare te choksha, parivrajikao vade parivarine jitashatru rajana bhavanamam jitashatru pase avi. Tyam praveshi jitashatrune jaya – vijaya vade vadhave chhe. Tyare jitashatru, chokshane avati joine simhasanathi ubho thaya chhe, chokshane satkari, sanmani ane asane besava nimamtrana ape chhe. Tyare te chokshae pani chhamtyu yavat asane bethi. Jitashatru rajane rajya yavat amtahpurani kushala – varta puchhi. Tyarapachhi jitashatru rajane danadharmadi upadesha deta yavat tyam rahi. Tyare te jitashatru potana amtahpurani raniona saumdaryathi vismayayukta thai chokshane ema kahyum – he devanupriya ! Tame ghana grama, akara yavat bhamo chho, ghana raja, ishvarona gharamam pravesho chho, to koipana rajanum yavat avum amtahpura purve joyum chhe, jevum marum a amtahpura chhe\? Tyare chokshae jitashatruna ama kahevathi thodi hasi, hasine ama boli – he devanupriya ! Tum te kupamamduka jevo chhe he devanupriya ! Te kupamamduka kona\? He jitashatru ! Koi eka kuvano dedako hato. Te tyam ja janmyo, tyam ja moto thayo. Bija kuva – talava – draha – sarovara – sagarane na joya hovathi manato hato ke a ja kuvo yavat sagara chhe. Tyare te kuvamam bija samudrano dedako avyo. Tyare te kuvana dedakae, te samudri dedakane ama kahyum – tum kona chho\? Kyamthi ahim avyo chhe\? Tyare te samudri dedakae te kuvana dedakane kahyum – he devanupriya ! Hum samudri dedako chhum, tyare te kuvana dedakae te samudri dedakane kahyum – he devanupriya ! Te samudra ketalo moto chhe\? Tyare samudri dedakae kuvana dedakane kahyum – te samudra ghano ja moto chhe. Tyare kuvana dedakae pagathi eka liti khemchine puchhyum – samudra atalo moto chhe\? Na, tema nathi, samudra tethi moto chhe. Tyare kuvana dedakae purva kinarethi uchhaline dura jaine puchhyum ke samudra atalo moto chhe\? Na, tema nathi. A pramane he jitashatru ! Te pana bija ghana raja, ishvara yavat sarthavaha adini bharya, bena, putri, putravadhune joya vina ja samaje chhe ke, ‘‘jevum marum amtahpura chhe, tevum amtahpura bija koinum nathi.’’ He jitashatru ! Mithila nagarie kumbhakani putri, prabhavatini atmaja, malli name chhe. Rupa ane yauvanathi teni tulanae biji koi devakanyadithi pana nathi jevi malli chhe. Videha shreshtha rajakanyana pagana kapayela amguthana lakhamam bhage pana tarum amtahpura nathi. Ema kahine choksha je dishathi avi hati, te dishamam pachhi gai. Tyare te jitashatru parivrajika dvara janita ragathi dutane bolave chhe. Yavat duta javane ravana thayo. Sutra– 93. Tyare te jitashatru adi chha rajana duto mithila javane ravana thaya. Tyarapachhi chha e duto mithila avya, avine mithilana agrodyanamam dareke alaga – alaga chhavani namkhi. Pachhi mithila rajadhanimam praveshya. Pachhi kumbharaja pase avi dareke dareka hatha jodi pota – potana rajana vachana samdesha apya. Tyare te kumbharajae te dutoni pase a arthane sambhali, krodhita thai yavat mastake trivali chadavine kahyum – hum tamane koine. Videha shreshtha rajakanya malli apisha nahim, te chha e dutone satkarya, sanmanya vina pachhala dvarethi kadhi mukya. Tyare jitashatru adina chha rajaduto kumbha raja vade satkara – sanmana karaya vina pachhala dvarethi kadhi mukata pota – potana janapadamam, pota – potana nagaramam, pota – potana rajao pase avya, be hatha jodine kahyum – he svami ! Ame jitashatru adina chha rajaduto eka sathe ja mithila yavat apdvarethi kadhi mukaya, he svami ! Kumbha raja, malline tamane nahim ape. Dutoe pota – potana rajaone a vrittamtanum nivedana karyum. Tyare te jitashatru adi chha e rajae te dutani pase a vrittamta sambhali, samaji, krodhita thai paraspara duto mokalya ane kahyum – he devanupriyo ! Apana chha e rajadutone eka sathe ja yavat kadhi mukaya, to e uchita chhe ke apane kumbha raja upara chadai karavi joie. Ema kahine paraspara a vatane svikari. Pachhi teoe snana karyum, sannaddha thaya, uttama hathina skamdhe arudha thaya, koramta pushpani malayukta chhatra yavat uttama shveta chamara vade sushobhita thai moti hathi – ghoda – ratha – pravara yoddha yukta chaturamgini sena sathe parivarine sarvariddhi yavat nada sahita, pota – potana nagarathi yavat nikalya, eka jagyae bhega thai, jyam mithila nagari hati tyam javane prasthana karyum. Tyare kumbharaja a vrittamtane janine senapatine bolavyo. Bolavine kahyum – jaladithi ashva yavat sena sajja karo yavat senapatie tema karine temani ajnya pachhi sompi. Tyarapachhi kumbharajae snana karyum, hathi upara betho, chhatra dharyu, chamarathi vimjhava lagyo. Yavat mithila madhyethi nikalyo. Videhani vachchovachcha thai deshana amta bhage avine chhavani namkhi, pachhi jitashatru adi chha rajani raha jota, yuddha mate sajja thaine rahya, tyarapachhi te jitashatru adi chha raja, kumbha raja pase avya, avine kumbharaja sathe yuddha karava lagi gaya. Tyarapachhi te jitashatru adi chha e rajae kumbharajani senane hata – mathita kari didhi, temana pravara virono ghata karyo, chihna ane patakane padi didha, tena prana samkatamam padi gaya. Sena chare dishamam bhagi gai. Tyare te kumbharaja, jitashatru adi chha raja vade hata – mathita thayoyavat sena bhagi jatam samarthya – bala – virya hina thai yavat shighra, tvarita yavat vegathi mithilae avi, mithilamam praveshi, mithilana dvarone bamdha kari, rodha sajja thaine rahya. Tyare te jitashatru adi chha e raja mithilae avya, mithila rajadhanine nissamchara(manushyona samchara rahita), niruchchara(avara javara rahita) kari, chotaraphathi gheri lidhi. Tyare te kumbharaja, mithila rajadhanine avarodhayela janine abhyamtara upasthana shalamam uttama simhasane besi, te jitashatru adi chha rajaone haravava matena avasaro, chhidro, vivaro, marmo na pami shakata, ghana aya – upaya – autpatiki adi buddhithi vicharata koi pana aya ke upayane prapta na thaya tyare apahrita manosamkalpa yavat chimtatura thayo. A tarapha malli, snana kari yavat ghani kubjadi dasithithi parivritta thaine kumbha raja pase avi. Temane page padi, tyare kumbhake mallino adara na karyo, jani nahim, maunapurvaka rahyo. Tyare mallie kumbhane ama kahyum – he pitaji ! Tame mane bija koi samaye avati janine adara karatayavat kholamam besadata, aja tame kema chimtamagna chho\? Tyare kumbharajae malline kahyum – he putri ! Tara mate jitashatru adi chha rajae duta mokalela. Mem temano asatkara karine yavat kadhi mukela, tyare te jitashatru adi te dutoni pase a vrittamta sambhaline kopayamana thaine mithila rajadhanine nihsamchara karine yavat ghero ghaline rahela chhe. Tethi he putri ! Hum jitashatru adi chha rajana chhidradi na pamine yavat chimtamagna chhum. Tyare te mallie kumbhaka rajane kahyum – he tata ! Tame apahata mana samkalpa(nirasha) yavat chimtamagna na thao. Te jitashatru adi chha e rajane pratyekane guptarupe duta mokalo. Eka – ekane kaho ke – tamane videha shreshtha rajakanya malli apisha, ema kari samdhyakala samayamam virala manushya gamanagamana karata hoya tyare darekane mithila rajadhanimam pravesha karavi, garbhagrihamam pravesha karavi, mithila rajadhanina dvara bamdha karavo, karavine rodhasajja karine raho. Tyare kumbharaja e pramane karine yavat pravesha – rodhasajja karine rahyo. Tyare jitashatru adi chha e rajao bije divase, surya ugata yavat jalina chhidramamthi suvarnamayi, mastake chhidravali, kamala vade dhamkeli pratima joi. A videha rajakanya malli chhe. Ema vicharine tena rupa – yauvana – lavanyamam murchchhita, griddha yavat asakta thaine animesha drishtie jota – rahya. Tyarapachhi mallie snana karyum yavat sarvalamkarathi vibhushita thai, ghani kubjadi dasio vade yavat parivarine jalagrihe suvarnapratima pase avi. Te suvarna pratimana mastakethi kamalanum dhamkana hatavyu. Temamthi gamdha chhuti te sarpana mritaka jevi yavat tethi pana ashubhatara durgamdha hati. Tyare jitashatru adi te ashubha gamdhathi abhibhuta thaine pota – potana uttariya vade mukhane dhamkine mukha pheravine ubha rahya. Tyare mallie jitashatru adine kahyum – he devanupriyo ! Tame kema potapotana uttariya vade mukhane dhamkine yavat mukha pheravine rahya chho\? Tyare jitashatru adie malline kahyum – he devanupriya! Ame a ashubha gamdhathi abhibhuta thaine pota – potana mukha dhamkine yavat rahya chhie. Tyare mallie jitashatru adine kahyum – he devanupriyo ! Jo a suvarna yavat pratimamam dararoja teva manojnya ashanadina eka – eka pimda namkhata – namkhata ava ashubha pudgala parinama thaya, to a audarika sharira to kapha – vata – pittane jharavanara chhe, shukra – lohi – parune jharavanara chhe. Kharaba uchchhvasa – nihshvasa, kharaba mala – mutra – putithi purna chhe, sadavana yavat svabhavavalum hovathi tenum parinamana kevum thashe\? Tethi he devanupriyo ! Tame manushi kamabhogomam sajja na thao, raga – griddhi – moha – asakti na karo. He devanupriyo ! Tame – ame ajathi purve trija bhavamam pashchima mahavidehamam salilavati vijayamam vitashoka rajadhanimam mahabala adi sata balamitro rajao hata. Sathe janmya yavat pravrajya lidhi, tyare he devanupriyo! Mem a karane strinama gotrakarma bamdhyu – jyare tame upavasa karata, tyare hum chhaththa karati hati. Baki badhum purvavat. He devanupriyo ! Tyamthi tame kalamase kala kari jayamta vimane upajya, tyam tame deshona batrisha sagaropamani sthitivala deva thaya. Pachhi te devalokathi anamtara chyavine a ja jambudvipamam yavat pota – potana rajyane amgikara karine vicharava lagya ane he devanupriyo ! Hum te devalokathi ayukshayathi yavat kanyarupe janmi. Sutra– 94. Shum tame bhuli gaya\? Jyare tame jayamta anuttara vimane vasata hata\? Paraspara pratibodhano samketa karelo. Sutra– 95. Tyare te jitashatru adi chha rajao videha shreshtha rajakanya pase a arthane sambhali, avadhari, shubha parinamathi prashasta adhyavasayathi, vishuddha thati leshyathi, tad avaraniya karmona kshayopashamathi, iha – apohadithi yavat samjnyi jatismarana upajyum. A arthane samyak rite janyo. Pachhi malli arahamte jitashatru adi chha e rajane jatismarana utpanna thayum janine garbhagriha dvara kholavya. Tyare jitashatru adi malli arahamta pase avya, tyare te mahabala adi sata balamitronum paraspara milana thayum. Tyare malli arahamte jitashatru adi chha e rajane kahyum – nishche he devanupriyo ! Hum samsarabhayathi udvigna thai chhum yavat diksha leva ichchhu chhum. To tame shum karasho\? Kema rahesho\? Hridaya samarthya shum chhe\? Jitashatru adie malli arahamtane kahyum – he devanupriyo ! Jo tame yavat diksha lesho, to amare bijum kona alambana, adhara, pratibamdha chhe\? Jema tame ajathi trija bhave ghana karyomam tame amara medhi, pramana yavat dharmadhura hata, te rite ja he devanupriya ! A bhavamam pana tame thao. Ame pana samsarana bhayathi udvigna yavat janma – maranathi darela chhie, apani sathe mumda thai yavat diksha laishum. Tyarapachhi malli arahamte te jitashatru adine kahyum – jo tame samsarana bhayathi udvigna thai yavat mari sathe diksha leva ichchhata ho to tame pota – potana rajyamam jao, jyeshtha putrane rajyamam sthapine sahasrapurushavahini shibikamam arudha thaine, mari pase avo. Tyare jitashatru adie malli arahamtani a vata svikari. Tyare malli arahamta te jitashatru adini sathe kumbha raja pase avya, avine kumbhana page padya. Tyare kumbhake teone vipula ashanadi, pushpa – vastra – gamdha – mala – alamkarathi satkara karine yavat vidaya api. Kumbharajathi vidaya pamela jitashatru adi raja pota – potana rajyamam, nagaramam avya. Avine pota – potana rajyamam vicharava lagya. Tyare malli arahamte evi manamam dharana kari ke – eka varsha pachhi hum diksha laisha. Sutra samdarbha– 92–95