Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104756 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-३ अंड |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૩ અંડ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 56 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं तेसिं सत्थवाहदारगाणं अन्नया कयाइं एगयओ सहियाणं समुवागयाणं सण्णिसण्णाणं सन्निविट्ठाणं इमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–जण्णं देवानुप्पिया! अम्हं सुहं वा दुक्खं वा पव्वज्जा वा विदेसगमणं वा समुप्पज्जइ, तण्णं अम्हेहिं एगयओ समेच्चा नित्थरियव्वं ति कट्टु अन्नमन्नमेयारूवं संगारं पडिसुणेंति, पडिसुणेत्ता सकम्मसंपउत्ता जाया यावि होत्था। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૬. ત્યારે તે સાર્થવાહ પુત્રો કોઈ સમયે મળ્યા. એક ઘરમાં આવી સાથે બેઠા અને આવો પરસ્પર વાર્તાલાપ થયો કે – હે દેવાનુપ્રિય ! આપણને જે સુખ, દુઃખ, પ્રવ્રજ્યા, વિદેશગમન પ્રાપ્ત થાય, તેનો આપણે એકબીજા સાથે નિર્વાહ કરવો. એમ વિચારી બંનેએ આવો સંકેત પરસ્પર સ્વીકાર્યો. પછી પોત – પોતાના કાર્યમાં લાગી ગયા. સૂત્ર– ૫૭. તે ચંપાનગરીમાં દેવદત્તા ગણિકા રહેતી હતી. તેણી ધનાઢ્ય યાવત્ ભોજન – પાન યુક્ત હતી. તેણી ૬૪ – કળામાં પંડિતા, ગણિકાના ૬૪ – ગુણોથી યુક્ત, ૨૯ – વિશેષ ક્રીડામાં રમમાણ, ૨૧ – રતિગુણ પ્રધાન, ૩૨ – પુરુષોપચાર કુશળ, સુપ્ત નવે અંગ જાગૃત થયેલી, ૧૮ – દેશી ભાષામાં વિશારદા, શૃંગારગૃહવત્, સુંદર વેશવાળી, સુંદર ગતિ, હાસ્ય આદિમાં કુશળ, ઊંચી ધ્વજાવાળી, સહસ્રલંભી હતી. રાજા દ્વારા તેને છત્ર – ચામર – બાલ વીંઝણો અપાયેલ હતો. કર્ણીરથ ઉપર આરૂઢ થનારી અને ઘણી હજારો ગણિકાનું આધીપત્ય કરતી વિચરતી હતી. ત્યારે તે સાર્થવાહ પુત્રોએ અન્ય કોઈ દિવસે મધ્યાહ્ન કાળે ભોજન પછી આચમન કરી, ચોખ્ખા થઈ, પરમ શુચિભૂત થઈ, ઉત્તમ સુખાસને બેસી આવો પરસ્પર કથા – સમુલ્લાપ થયો કે – આપણે માટે હે દેવાનુપ્રિય! એ શ્રેયસ્કર છે કે કાલે યાવત્ વિપુલ અશનાદિ તૈયાર કરાવી, તે વિપુલ અશનાદિ, ધૂપ – પુષ્પ – ગંધ – વસ્ત્ર લઈને, દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉદ્યાનની ઉદ્યાન શોભાને અનુભવતા વિચરીએ. એમ કહી – પરસ્પર આ વાતને સ્વીકારી. પછી બીજે દિવસે પ્રભાત થતા કૌટુંબિક પુરુષોને બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! જાઓ, વિપુલ અશનાદિ તૈયાર કરાવો. તે વિપુલે અશનાદિ તથા ધૂપ – પુષ્પ લઈને સુભૂમિભાગ ઉદ્યાનમાં નંદા પુષ્કરિણીએ જાઓ. ત્યાં સમીપમાં સ્થૂણા મંડપ તૈયાર કરાવો. પછી પાણી છાંટી, સાફ કરી, લીંપણ કરી, સુગંધ ગુટિકા સમાન યુક્ત કરો. ત્યાં અમારી રાહ જોતા ઊભા રહો યાવત્ ત્યાં રાહ જોતા ઊભા રહે છે. ત્યારપછી સાર્થવાહ પુત્રો બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને કહ્યું – જલદી સમાન ખૂર અને પૂંછડાવાળા, ઘસીને એક સરખા બનાવેલા તીક્ષ્ણ અગ્ર શીંગડાવાળા, ચાંદીની ઘંટડીવાળા, સ્વર્ણજડિત સૂતી દોરીની નાથથી બાંધેલા, નીલકમલ કલગીયુક્ત, શ્રેષ્ઠ યુવાન બળદોથી જોડેલ, વિવિધ મણિ – રત્ન – સુવર્ણ ઘંટીના સમૂહથી યુક્ત શ્રેષ્ઠ લક્ષણી રથ લાવો. તેઓ પણ તેવો જ રથ લાવે છે. પછી તે સાર્થવાહ પુત્રોએ સ્નાન કર્યું યાવત્ અલંકૃત શરીરી થઈ રથમાં આરૂઢ થયા. પછી દેવદત્તા ગણિકાને ઘેર આવ્યા. આવી તે રથમાંથી ઊતરીને દેવદત્તાના ઘરમાં પ્રવેશ્યા. પછી તે દેવદત્તા તેમને આવતા જોઈ, હર્ષિત થઈ, આસનથી ઊભી થઈ, સાત – આઠ પગલા સામે ગઈ, જઈને તે સાર્થવાહ પુત્રોને આમ કહ્યું – આગમન પ્રયોજન કહો. ત્યારે તે સાર્થવાહ પુત્રોએ દેવદત્તાને કહ્યું – અમે તારી સાથે સુભૂમિભાગ ઉદ્યાનની શોભા અનુભવતા વિચરવા ઇચ્છીએ છીએ. ત્યારે તે દેવદત્તા તે બંનેની આ વાતને સ્વીકારીને, સ્નાન – મંગલ કાર્ય કરી યાવત્ લક્ષ્મી સમાન વેશ ધારણ કરી સાર્થવાહ પુત્રો પાસે આવી. પછી તે સાર્થવાહ પુત્રો, ગણિકા સાથે રથમાં બેઠા. પછી ચંપાનગરીની વચ્ચોવચ્ચ થઈ સુભૂમિભાગ ઉદ્યાનમાં નંદા પુષ્કરિણીએ આવ્યા, આવીને રથમાંથી ઊતર્યા, પછી તેમાં ઊતરીને જળ વડે સ્નાન કર્યુ, જળક્રીડા કરી, સ્નાન કરી, દેવદત્તા સાથે બહાર નીકળી સ્થૂણામંડપમાં આવ્યા. તેમાં પ્રવેશ કર્યો. કરીને સર્વાલંકાર વિભૂષિત થયા, આશ્વસ્ત – વિશ્વસ્ત થઈ ઉત્તમ સુખાસને બેસી દેવદત્તા સાથે વિપુલ અશનાદિ, ધૂપ – પુષ્પ – ગંધ – વસ્ત્રના આસ્વાદન – વિસ્વાદન – પરિભોગ કરતા વિચરે છે. ભોજન પછી દેવદત્તા સાથે વિપુલ માનુષી કામભોગ ભોગવતા વિચરે છે. સૂત્ર સંદર્ભ– ૫૬, ૫૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam tesim satthavahadaraganam annaya kayaim egayao sahiyanam samuvagayanam sannisannanam sannivitthanam imeyaruve mihokahasamullave samuppajjittha–jannam devanuppiya! Amham suham va dukkham va pavvajja va videsagamanam va samuppajjai, tannam amhehim egayao samechcha nitthariyavvam ti kattu annamannameyaruvam samgaram padisunemti, padisunetta sakammasampautta jaya yavi hottha. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 56. Tyare te sarthavaha putro koi samaye malya. Eka gharamam avi sathe betha ane avo paraspara vartalapa thayo ke – he devanupriya ! Apanane je sukha, duhkha, pravrajya, videshagamana prapta thaya, teno apane ekabija sathe nirvaha karavo. Ema vichari bamnee avo samketa paraspara svikaryo. Pachhi pota – potana karyamam lagi gaya. Sutra– 57. Te champanagarimam devadatta ganika raheti hati. Teni dhanadhya yavat bhojana – pana yukta hati. Teni 64 – kalamam pamdita, ganikana 64 – gunothi yukta, 29 – vishesha kridamam ramamana, 21 – ratiguna pradhana, 32 – purushopachara kushala, supta nave amga jagrita thayeli, 18 – deshi bhashamam visharada, shrimgaragrihavat, sumdara veshavali, sumdara gati, hasya adimam kushala, umchi dhvajavali, sahasralambhi hati. Raja dvara tene chhatra – chamara – bala vimjhano apayela hato. Karniratha upara arudha thanari ane ghani hajaro ganikanum adhipatya karati vicharati hati. Tyare te sarthavaha putroe anya koi divase madhyahna kale bhojana pachhi achamana kari, chokhkha thai, parama shuchibhuta thai, uttama sukhasane besi avo paraspara katha – samullapa thayo ke – apane mate he devanupriya! E shreyaskara chhe ke kale yavat vipula ashanadi taiyara karavi, te vipula ashanadi, dhupa – pushpa – gamdha – vastra laine, devadatta ganika sathe subhumibhaga udyanani udyana shobhane anubhavata vicharie. Ema kahi – paraspara a vatane svikari. Pachhi bije divase prabhata thata kautumbika purushone bolavine ama kahyum – he devanupriyo ! Jao, vipula ashanadi taiyara karavo. Te vipule ashanadi tatha dhupa – pushpa laine subhumibhaga udyanamam namda pushkarinie jao. Tyam samipamam sthuna mamdapa taiyara karavo. Pachhi pani chhamti, sapha kari, limpana kari, sugamdha gutika samana yukta karo. Tyam amari raha jota ubha raho yavat tyam raha jota ubha rahe chhe. Tyarapachhi sarthavaha putro biji vakhata kautumbika purushone bolave chhe, bolavine kahyum – jaladi samana khura ane pumchhadavala, ghasine eka sarakha banavela tikshna agra shimgadavala, chamdini ghamtadivala, svarnajadita suti dorini nathathi bamdhela, nilakamala kalagiyukta, shreshtha yuvana baladothi jodela, vividha mani – ratna – suvarna ghamtina samuhathi yukta shreshtha lakshani ratha lavo. Teo pana tevo ja ratha lave chhe. Pachhi te sarthavaha putroe snana karyum yavat alamkrita shariri thai rathamam arudha thaya. Pachhi devadatta ganikane ghera avya. Avi te rathamamthi utarine devadattana gharamam praveshya. Pachhi te devadatta temane avata joi, harshita thai, asanathi ubhi thai, sata – atha pagala same gai, jaine te sarthavaha putrone ama kahyum – agamana prayojana kaho. Tyare te sarthavaha putroe devadattane kahyum – ame tari sathe subhumibhaga udyanani shobha anubhavata vicharava ichchhie chhie. Tyare te devadatta te bamneni a vatane svikarine, snana – mamgala karya kari yavat lakshmi samana vesha dharana kari sarthavaha putro pase avi. Pachhi te sarthavaha putro, ganika sathe rathamam betha. Pachhi champanagarini vachchovachcha thai subhumibhaga udyanamam namda pushkarinie avya, avine rathamamthi utarya, pachhi temam utarine jala vade snana karyu, jalakrida kari, snana kari, devadatta sathe bahara nikali sthunamamdapamam avya. Temam pravesha karyo. Karine sarvalamkara vibhushita thaya, ashvasta – vishvasta thai uttama sukhasane besi devadatta sathe vipula ashanadi, dhupa – pushpa – gamdha – vastrana asvadana – visvadana – paribhoga karata vichare chhe. Bhojana pachhi devadatta sathe vipula manushi kamabhoga bhogavata vichare chhe. Sutra samdarbha– 56, 57 |