Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104743
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-२ संघाट

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૨ સંઘાટ

Section : Translated Section :
Sutra Number : 43 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तत्थ णं रायगिहे नयरे धने नामं सत्थवाहे–अड्ढे दित्ते वित्थिण्ण-विउल-भवन-सयनासन-जान-वाहणाइण्णे बहु-दासी-दास-गो-महिस-गवेलगप्पभूए बहुधन-बहुजायरूवरयए आओग-पओग-संपउत्ते विच्छड्डिय-विउल-भत्तपाणे। तस्स णं धनस्स सत्थवाहस्स भद्दा नामं भारिया होत्था–सुकुमालपाणिपाया अहीनपडिपुण्ण-पंचिंदियसरीरा लक्खण-वंजण-गुणोववेया मानुम्मान-प्पमाण-पडिपुण्ण-सुजाय-सव्वंगसुंदरंगी ससि-सोमागार-कंत-पियदंसणा सुरूवा करयल-परिमिय-तिवलिय-वलियमज्झा कुंडलुल्लिहिय-गंडलेहा कोमुइ-रयणियर-पडिपुण्ण-सोमवयणा सिंगारागार-चारुवेसा संगय-गय-हसिय-भणिय-विहिय-विलास-सललिय-संलाव-निउण-जुत्तोवयार-कुसला पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा वंज्झा अवियाउरी जानुकोप्परमाया यावि होत्था।
Sutra Meaning : સૂત્ર– ૪૩. તે રાજગૃહમાં ધન્ય નામે સાર્થવાહ હતો. તે ધનાઢ્ય અને તેજસ્વી હતો યાવત્‌ વિપુલ ભોજન – પાન યુક્ત હતો. તે ધન્ય સાર્થવાહને ભદ્રા નામે પત્ની હતી. તે સુકુમાલ હાથ – પગવાળી, અહીન પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરી, લક્ષણ – વ્યંજન – ગુણોથી યુક્ત, માનોન્માન પ્રમાણ પ્રતિપૂર્ણ, સુજાત, સર્વાંગ સુંદર અંગવાળી, શશિવત્‌ સૌમ્યાકૃતિ, કાંત, પ્રિયદર્શના, સુરૂપા, કરતલ પરિમિત ત્રિવલીયુક્ત મધ્યભાગ વાળી, કુંડલોથી ઘસાતી ગંડસ્થળ રેખાવાળી, કાર્તિક પૂર્ણિમા સમાન પ્રતિપૂર્ણ સૌમ્ય વદના, શૃંગારાકાર – સુંદર વેશવાળી યાવત્‌ પ્રતિરૂપ હતી. પરંતુ તે વંધ્યા હતી, તેથી તેણી ઘૂંટણ અને કોણીની માતા હતી અર્થાત ઘૂંટણ અને કોણી તેના સ્તનોને સ્પર્શતા હતા. સૂત્ર– ૪૪. તે ધન્ય સાર્થવાહને પંથક નામે દાસ ચેટક હતો. તે સર્વાંગસુંદર અને માંસલ હતો. તે બાળકોને રમાડવામાં કુશળ હતો. તે ધન્ય સાર્થવાહ રાજગૃહ નગરમાં ઘણા નગર – નિગમ – શ્રેષ્ઠી – સાર્થવાહોને, અઢારે શ્રેણી – પ્રશ્રેણીઓને ઘણા કાર્યો – કુટુંબો અને મંત્રણાઓમાં યાવત્‌ ચક્ષુભૂત હતો. નિજક – સ્વ કુટુંબીમાં પણ ઘણા કાર્યોમાં યાવત્‌ ચક્ષુભૂત હતો. સૂત્ર– ૪૫. તે રાજગૃહમાં વિજય નામે ચોર હતો, તે પાપકર્મ કરનાર, ચંડાલરૂપ, ભયંકર રૌદ્રકર્મ કરનાર, ક્રુદ્ધ પુરુષ સમાન રક્ત નેત્રવાળો હતો. ખર – કઠોર – મોટી – વિકૃત – બિભત્સ દાઢીવાળો, ખુલ્લા હોઠવાળો, હવામાં ઊડતા – વીખરાયેલ – લાંબા વાળવાળો, ભ્રમર અને રાહુવર્ણી હતો, દયા અને પશ્ચાત્તાપ રહિત, દારુણ અને બીહામણો હતો. તે નૃશંસ, નિરનુકંપ, સાપ માફક એકાંતદૃષ્ટિ હતો, છરા માફક એકાંત ધારવાળો, ગીધ માફક માંસ લોલૂપ, અગ્નિવત સર્વભક્ષી, પાણીની માફક સર્વગ્રાહી હતો, તે ઉત્કંચન – વંચન(છેતરવું) – માયા – નિકૃતિ(દંભ) – કૂડ – કપટ અને સાતિ સંપ્રયોગ(ભેળસેળ)માં નિપુણ હતો. તે ચિરકાળથી નગરમાં ઉપદ્રવ કરતો હતો. તેના શીલ, આચાર અને ચરિત્રમાં દૂષિત હતો. તે જુગાર, મદિરા, ભોજન અને માંસમાં લોલૂપ હતો. તે દારૂણ, હૃદય વિદારક, સાહસિક, સંધિછેદક, ઉપધિક(ગુપ્ત કાર્ય કરનાર), વિશ્વાસઘાતી હતો. ગામોને સળગાવતો રહેતો હતો. દેવસ્થાન તોડી દ્રવ્ય હરણમાં કુશળ હતો. બીજાનું દ્રવ્ય હરણ કરવામાં નિત્ય અનુબદ્ધ અને તીવ્ર વૈરી હતો. તે રાજગૃહ નગરના પ્રવેશ અને નિર્ગમનના ઘણા દ્વારો, અપદ્વારો, છિંડી, ખંડી, નગરની ખાળ, સંવર્તક, નિર્વર્તક, જુગારના અખાડા, પાનગૃહ, વેશ્યાગૃહ, તેના દ્વાર સ્થાનો, તસ્કર સ્થાનો, તસ્કર ગૃહો, શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્વરો, નાગગૃહો, ભૂતગૃહો, યક્ષાયતન, સભાસ્થાન,પરબ, દુકાન અને શૂન્યઘરોને જોતો – જોતો, માર્ગણા કરતો, ગવેષણા કરતો, ઘણા લોકોના છિદ્ર – વિષમ – વિહુર – વસનમાં અભ્યુદય – ઉત્સવ – પ્રસવ – તિથિ – ક્ષણ – યજ્ઞ અને પર્વણીમાં મત્ત, પ્રમત્ત, વ્યસ્ત – વ્યાકુળ થઈ સુખ – દુઃખ – વિદેશસ્થ – વિપ્રવસતિના માર્ગ, છિદ્ર, વિરહ અને અંતરોની માર્ગણા – ગવેષણા કરતો વિચરતો હતો. તે વિજય ચોર. રાજગૃહ નગરની બહાર આરામ – ઉદ્યાન – વાપી – પુષ્કરણી – દીર્ઘિકા – ગુંજાલિકા – સરોવર – સરપંક્તિ – સરસરપંક્તિ – જિર્ણોદ્યાન – ભગ્નકૂપ – માલુકાકચ્છ – શ્મશાન – ગિરિ – કંદર – લયન અને ઉપસ્થાનોમાં ઘણા લોકોના છિદ્રો યાવત્‌ જોતો વિચરતો હતો. સૂત્ર સંદર્ભ– ૪૩–૪૫
Mool Sutra Transliteration : [sutra] tattha nam rayagihe nayare dhane namam satthavahe–addhe ditte vitthinna-viula-bhavana-sayanasana-jana-vahanainne bahu-dasi-dasa-go-mahisa-gavelagappabhue bahudhana-bahujayaruvarayae aoga-paoga-sampautte vichchhaddiya-viula-bhattapane. Tassa nam dhanassa satthavahassa bhadda namam bhariya hottha–sukumalapanipaya ahinapadipunna-pamchimdiyasarira lakkhana-vamjana-gunovaveya manummana-ppamana-padipunna-sujaya-savvamgasumdaramgi sasi-somagara-kamta-piyadamsana suruva karayala-parimiya-tivaliya-valiyamajjha kumdalullihiya-gamdaleha komui-rayaniyara-padipunna-somavayana simgaragara-charuvesa samgaya-gaya-hasiya-bhaniya-vihiya-vilasa-salaliya-samlava-niuna-juttovayara-kusala pasadiya darisanijja abhiruva padiruva vamjjha aviyauri janukopparamaya yavi hottha.
Sutra Meaning Transliteration : Sutra– 43. Te rajagrihamam dhanya name sarthavaha hato. Te dhanadhya ane tejasvi hato yavat vipula bhojana – pana yukta hato. Te dhanya sarthavahane bhadra name patni hati. Te sukumala hatha – pagavali, ahina pratipurna pamchendriya shariri, lakshana – vyamjana – gunothi yukta, manonmana pramana pratipurna, sujata, sarvamga sumdara amgavali, shashivat saumyakriti, kamta, priyadarshana, surupa, karatala parimita trivaliyukta madhyabhaga vali, kumdalothi ghasati gamdasthala rekhavali, kartika purnima samana pratipurna saumya vadana, shrimgarakara – sumdara veshavali yavat pratirupa hati. Paramtu te vamdhya hati, tethi teni ghumtana ane konini mata hati arthata ghumtana ane koni tena stanone sparshata hata. Sutra– 44. Te dhanya sarthavahane pamthaka name dasa chetaka hato. Te sarvamgasumdara ane mamsala hato. Te balakone ramadavamam kushala hato. Te dhanya sarthavaha rajagriha nagaramam ghana nagara – nigama – shreshthi – sarthavahone, adhare shreni – prashrenione ghana karyo – kutumbo ane mamtranaomam yavat chakshubhuta hato. Nijaka – sva kutumbimam pana ghana karyomam yavat chakshubhuta hato. Sutra– 45. Te rajagrihamam vijaya name chora hato, te papakarma karanara, chamdalarupa, bhayamkara raudrakarma karanara, kruddha purusha samana rakta netravalo hato. Khara – kathora – moti – vikrita – bibhatsa dadhivalo, khulla hothavalo, havamam udata – vikharayela – lamba valavalo, bhramara ane rahuvarni hato, daya ane pashchattapa rahita, daruna ane bihamano hato. Te nrishamsa, niranukampa, sapa maphaka ekamtadrishti hato, chhara maphaka ekamta dharavalo, gidha maphaka mamsa lolupa, agnivata sarvabhakshi, panini maphaka sarvagrahi hato, te utkamchana – vamchana(chhetaravum) – maya – nikriti(dambha) – kuda – kapata ane sati samprayoga(bhelasela)mam nipuna hato. Te chirakalathi nagaramam upadrava karato hato. Tena shila, achara ane charitramam dushita hato. Te jugara, madira, bhojana ane mamsamam lolupa hato. Te daruna, hridaya vidaraka, sahasika, samdhichhedaka, upadhika(gupta karya karanara), vishvasaghati hato. Gamone salagavato raheto hato. Devasthana todi dravya haranamam kushala hato. Bijanum dravya harana karavamam nitya anubaddha ane tivra vairi hato. Te rajagriha nagarana pravesha ane nirgamanana ghana dvaro, apadvaro, chhimdi, khamdi, nagarani khala, samvartaka, nirvartaka, jugarana akhada, panagriha, veshyagriha, tena dvara sthano, taskara sthano, taskara griho, shrimgatako, triko, chatushko, chatvaro, nagagriho, bhutagriho, yakshayatana, sabhasthana,paraba, dukana ane shunyagharone joto – joto, margana karato, gaveshana karato, ghana lokona chhidra – vishama – vihura – vasanamam abhyudaya – utsava – prasava – tithi – kshana – yajnya ane parvanimam matta, pramatta, vyasta – vyakula thai sukha – duhkha – videshastha – vipravasatina marga, chhidra, viraha ane amtaroni margana – gaveshana karato vicharato hato. Te vijaya chora. Rajagriha nagarani bahara arama – udyana – vapi – pushkarani – dirghika – gumjalika – sarovara – sarapamkti – sarasarapamkti – jirnodyana – bhagnakupa – malukakachchha – shmashana – giri – kamdara – layana ane upasthanomam ghana lokona chhidro yavat joto vicharato hato. Sutra samdarbha– 43–45