Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104719 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-१ उत्क्षिप्तज्ञान |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧ ઉત્ક્ષિપ્તજ્ઞાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 19 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं सा धारिणी देवी तंसि दोहलंसि अविणिज्जमाणंसि असंपत्तदोहला असंपुण्णदोहला असम्मानियदोहला सुक्का भुक्खा निम्मंसा ओलुग्गा ओलुग्गसरीरा पमइलदुब्बला किलंता ओमंथियवयण-नयनकमला पंडुइयमुही करयलमलिय व्व चंपगमाला नित्तेया दोणविवण्णवयणा जहोचिय-पुप्फ-गंध-मल्लालंकार-हारं अनभिलसमाणी किड्डारमणकिरियं परिहावेमाणी दीना दुम्मणा निरानंदा भूमिगयदिट्ठीया ओहयमनसंकप्पा करतलपल्हत्थमुही अट्टज्झाणोवगया ज्झियाइ। तए णं तीसे धारिणीए देवीए अंगपडिचारियाओ अब्भिंतरियाओ दासचेडियाओ धारिणिं देविं ओलुग्ग ज्झियायमाणिं पासंति, पासित्ता एवं वयासी– किण्णं तुमे देवानुप्पिए! ओलुग्गा ओलुग्गसरीरा जाव ज्झियायसि? तए णं सा धारिणी देवी ताहिं अंगपडिचारियाहिं अब्भिंतरियाहिं दासचेडियाहिं य एवं वुत्ता समाणी ताओ दासचेडियाओ नो आढाइ नो परियाणइ, अणाढायमाणी अपरियाणमाणी तुसिणीया संचिट्ठइ। तए णं ताओ अंगपडिचारियाओ अब्भिंतरियाओ दासचेडियाओ धारिणिं देविं दोच्चं पि तच्चं पि एवं वयासी–किण्णं तुमे देवानुप्पिए! ओलुग्गा ओलुग्गसरीरा जाव ज्झियायसि? तए णं सा धारिणी देवी ताहिं अंगपडिचारियाहिं अब्भिंतरियाहिं दासचेडियाहिं दोच्चं पि एवं वुत्ता समाणी नो आढाइ नो परियाणइ, अणाढायमाणी अपरियाणमाणी तुसिणीया संचिट्ठइ। तए णं ताओ अंगपडिचारियाओ अब्भिंतरियाओ दासचेडियाओ धारिणीए देवीए अणाढाइज्जमाणीओ अपरिजाणिज्जमाणीओ तहेव संभंताओ समाणीओ धारिणीए देवीए अंतियाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव सेणिए राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु जएणं विजएणं वद्धावेंति, वद्धावेत्ता एवं वयासी–एवं खलु सामी! किंपि अज्ज धारिणी देवी ओलुग्गा ओलुग्गसरीरा जाव अट्टज्झाणोवगया ज्झियायइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૯. ત્યારે તે ધારિણીદેવી તે દોહદ પૂર્ણ ન થવાથી, દોહદ સંપન્ન ન થવાથી, દોહદ સંપૂર્ણ ન થવાથી, દોહદ સન્માનનીય ન થવાના કારણે શુષ્ક, ભૂખી, નિર્માંસ, રુગ્ણ, જીર્ણ – જીર્ણશરીરી, મ્લાન – કાંતિહીન, દુર્બલ અને કમજોર થઇ ગઈ. તેણી વદનકમળ અને નયનકમળ નમાવીને રહી હતી, તે ફીક્કા મુખવાળી, હથેળીમાં મસળેલ ચંપકમાલાવત્ નિસ્તેજ, દીન – વિવર્ણ વદનવાળી, યથોચિત પુષ્પ – ગંધ – માલ્ય – અલંકાર – હારનો અભિલાષ ન કરતી, ક્રીડા – રમણક્રિયાનો ત્યાગ કરેલી, દીના, દુર્મના, નિરાનંદા, ભૂમિગત દૃષ્ટિવાળી નષ્ટ મન સંકલ્પા થયેલી યાવત્ આર્ત્તધ્યાન મગ્ન બની. ત્યારે તે ધારિણીદેવીની અંગપરિચારિકા, આભ્યંતરિકા દાસ ચેટીકાએ, ધારિણીદેવીને જીર્ણ, જીર્ણ શરીરી યાવત્ આર્તધ્યાન મગ્ન, જોઈને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયા ! તમે જીર્ણ, જીર્ણશરીરી૦ ઇત્યાદિ કેમ થયા છો? ત્યારે તે ધારિણીદેવી, તે અંગપ્રતિચારિકાદિને આ પ્રમાણે કહેતા સાંભળીને તેનો આદર નથી કરતી, જાણતી પણ નથી, આદર ન કરતા અને ન જાણતા મૌન જ રહે છે. ત્યારે તે અંગપ્રતિચારિકાદિ, ધારિણી દેવીને બીજી – ત્રીજી વખત આમ કહે છે – હે દેવાનુપ્રિયા ! તમે કેમ જીર્ણ, જીર્ણશરીરી યાવત્ આર્તધ્યાની થયા છો ? ત્યારે તે ધારિણીદેવી તે અંગપ્રતિચારિકાદિએ આ પ્રમાણે બીજી – ત્રીજી વખત કહેતા સાંભળીને તેમનો આદર કરતી નથી, ધ્યાન દેતી નથી. આદર ન કરીને અને ધ્યાન ન દઈને મૌન જ રહે છે ત્યારે તે અંગપરિચારિકાદિ ધારિણી દેવી દ્વારા અનાદૃત – અપરિજ્ઞાત કરાયેલી, સંભ્રાંત થઈ ધારિણી દેવી પાસેથી નીકળે છે, નીકળીને શ્રેણિક રાજાની પાસે આવે છે, આવીને બે હાથ જોડી યાવત્ જય – વિજય વડે વધાવે છે, વધાવીને આમ કહ્યું – હે સ્વામી! આજ ધારિણીદેવી જીર્ણ, જીર્ણશરીરી યાવત્ આર્તધ્યાનયુક્ત અને ચિંતિત છે. સૂત્ર– ૨૦. ત્યારે તે શ્રેણિક રાજા તે અંગપરિચારિકાઓ પાસે આ વાત સાંભળી – અવધારીને તે પ્રકારે જ સંભ્રાંત થઈને શીઘ્ર, ત્વરિત, ચપલ, વેગથી ધારિણીદેવી પાસે આવ્યો. આવીને ધારિણીદેવીને જીર્ણ, જીર્ણશરીરી, યાવત્ આર્તધ્યાનોપગત અને ચિંતિત જોઈને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયા ! તું કેમ જીર્ણ, જીર્ણશરીરી યાવત્ આર્તધ્યાન ઉપગત અને ચિંતામગ્ન થઈ છો? ત્યારે તે ધારિણી દેવી શ્રેણિક રાજાને આમ કહેતા સાંભળી, તેનો આદર ન કરતા યાવત્ મૌન રહી. ત્યારે તે શ્રેણિક રાજા ધારિણીદેવીને બીજી – ત્રીજી વખત આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયા ! તું કેમ જીર્ણ શરીરી યાવત્ ચિંતામગ્ન છો ? ત્યારે તે ધારિણીદેવી શ્રેણિક રાજાએ બીજી – ત્રીજી વખત આમ કહેતા સાંભળીને આદર કરતી નથી, ધ્યાન દેતી નથી, મૌન રહે છે. ત્યારે શ્રેણિકરાજા ધારિણી દેવીને શપથ આપીને આમ કહે છે – હે દેવાનુપ્રિયા ! શું હું આ વાતને સાંભળવાને માટે યોગ્ય નથી ? કે જેથી તું તારા મનમાં રહેલ માનસિક દુઃખને છૂપાવે છે ? ત્યારપછી ધારિણી દેવી, શ્રેણિક રાજા દ્વારા શપથ શાપિત કરાઈ ત્યારે શ્રેણિક રાજાને આમ કહે છે – હે સ્વામી ! મારા તે ઉદાર યાવત્ મહાસ્વપ્નના ત્રણ માસ પ્રતિપૂર્ણ થતા આ આવા સ્વરૂપનો અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો. તે માતાઓ ધન્ય છે, કૃતાર્થ છે, યાવત્ વૈભારગિરિ પાદમૂલે ભ્રમણ કરતી દોહદને પૂર્ણ કરે છે. તો જ્યારે હું પણ યાવત્ દોહદને પૂર્ણ કરું ત્યારે ધન્ય થઈશ. હે સ્વામી ! હું આવા પ્રકારના અકાલ દોહદ પૂર્ણ ન થવાથી જીર્ણ શરીરી યાવત્ આર્તધ્યાનોપગત, ચિંતામગ્ન થઈ રહી છું. આ કારણે હે સ્વામી ! હું જીર્ણ યાવત્ આર્તધ્યાનોપગત, ચિંતિત છું. ત્યારે તે શ્રેણિક રાજા, ધારિણી દેવી પાસે આ વાત સાંભળી, સમજીને ધારિણી દેવીને આમ કહે છે – હે દેવાનુપ્રિયા ! તું જીર્ણ, જીર્ણ શરીરી થઇ યાવત્ ચિંતામગ્ન ન થઈશ. હું તેવુ કરીશ, જેથી તારા આ પ્રકારના અકાલ દોહદના મનોરથની સંપ્રાપ્તિ થશે, એમ કરીને ધારિણી દેવીને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, વાણી વડે આશ્વાસિત કરી, કરીને જે બાહ્ય ઉપસ્થાનશાળા હતી, ત્યાં આવે છે, આવીને ઉત્તમ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ થઈ બેઠો. ધારિણી દેવીના આ અકાલ દોહદની પૂર્તિ માટે, ઘણા આયો, ઉપાયોનું, ઔત્પાતિકી – વૈનયિકી – કાર્મિકી – પારિણામિકી એ ચારે પ્રકારની બુદ્ધિ વડે વારંવાર વિચારતા તે દોહદના આય, ઉપાય, સ્થિતિ, ઉત્પત્તિને ન સમજી શકતા, નષ્ટ મનોસંકલ્પ થઈ યાવત્ ચિંતામગ્ન થયો. ત્યારપછી અભયકુમાર સ્નાન, બલિકર્મ કરી યાવત્ સર્વાલંકાર વિભૂષિત થઈ શ્રેણિક રાજાને. પાદવંદનાર્થે જવા વિચારે છે. ત્યારપછી અભયકુમાર શ્રેણિકરાજા પાસે આવે છે, આવીને શ્રેણિક રાજાને નષ્ટ મન સંકલ્પ યાવત્ ચિંતાગ્રસ્ત જોયા, જોઈને આ પ્રકારે અભ્યર્થિત, ચિંતિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. અન્ય સમયે શ્રેણિક રાજા મને આવતો જોઈને આદર કરે છે, જાણે છે, સત્કાર – સન્માન કરે છે, આલાપ – સંલાપ કરે છે, અર્ધાસને બેસવા નિમંત્રે છે, મારુ મસ્તક સૂંઘે છે, આજે શ્રેણિક રાજા મને આદર નથી કરતા, જાણતા નથી, સત્કારતા – સન્માનતા નથી, ઇષ્ટ – કાંત – પ્રિય – મનોજ્ઞ – ઉદાર વાણી વડે આલાપ – સંલાપ કરતા નથી, અર્ધાસનથી નિમંત્રતા નથી, મસ્તક સૂંઘતા નથી, કોઈ કારણે નષ્ટ મનઃસંકલ્પ થઈને ચિંતિત થઈ રહ્યા છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ. મારા માટે એ શ્રેયસ્કર છે કે શ્રેણિક રાજાને તેનું કારણ પૂછું. એ પ્રમાણે વિચારી, જ્યાં શ્રેણિક રાજા છે, ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી, મસ્તકે આવર્ત્ત કરી, અંજલિ કરી, જય – વિજય વડે વધાવે છે, પછી આ પ્રમાણે કહ્યું – હે તાત ! અન્ય કોઈ સમયે મને આવતો જોઈને તમે આદર કરો છો, ધ્યાન આપો છો યાવત્ મારા મસ્તકને સૂંઘો છો. આસને બેસવા, નિમંત્રો છો. આજે હે તાત ! તમે મારો આદર કરતા નથી, યાવત્ આસને બેસવા નિમંત્રતા નથી. કંઈક નષ્ટ મનસંકલ્પ થઈ યાવત્ ચિંતિત થયા છો, તેનું કોઈ કારણ હોવુ જોઈએ. તો હે તાત ! તો તમે કારણને ગોપવ્યા વિના, શંકા રાખ્યા વિના, અપલાપ કર્યા વિના, છૂપાવ્યા વિના, જેવું હોય તેમ સત્ય અને સંદેહ રહિત થઈ આ વાતને જણાવો. જેથી હું તેના કારણના અંત સુધી પહોંચી શકું તેનો પાર પામી શકું.. ત્યારે તે શ્રેણિક રાજા, અભયકુમારે આમ કહેતા, તેમણે અભયકુમારને આ પ્રમાણે કહ્યું – હે પુત્ર ! તારી લઘુમાતા ધારિણીદેવી, તે ગર્ભને બે માસ વીતતા, ત્રીજો માસ વર્તતો હતો ત્યારે દોહદ કાળ સમયમાં આ આવા સ્વરૂપે દોહદ ઉત્પન્ન થયો – તે માતાઓ ધન્ય છે ઇત્યાદિ બધું તે પ્રમાણે જ કહેવું યાવત્ દોહદને પૂર્ણ કરે છે. ત્યારપછી હે પુત્ર ! મેં ધારિણી દેવીના તે અકાલ દોહદના ઘણા આય, ઉપાય યાવત્ ઉપપત્તિને ન સમજી શકતા હું નષ્ટ મન સંકલ્પ યાવત્ ચિંતિત થયો છું. તુ આવ્યો તે પણ ન જાણ્યુ, આ કારણથી હે પુત્ર ! હું યાવત્ ચિંતામગ્ન છું. ત્યારે તે અભયકુમારે શ્રેણિક રાજા પાસે આ વાત સાંભળી, અવધારીને હર્ષિત, સંતુષ્ટ યાવત્ પ્રસન્ન હૃદયી થઈ શ્રેણિક રાજાને આમ કહ્યું – હે તાત ! તમે નષ્ટ મન સંકલ્પ યાવત્ ચિંતિત ન થાઓ. હું તેવુ કરીશ જેથી મારી લઘુમાતા ધારિણીદેવીના આ આવા સ્વરૂપના અકાલ દોહદના મનોરથ સંપ્રાપ્ત કરીશ. એમ કરીને શ્રેણિક રાજાને તેવી ઇષ્ટ, કાંત યાવત્ મનોહર વાણીથી આશ્વાસિત કર્યા. ત્યારે તે શ્રેણિક રાજા અભયકુમારે આ પ્રમાણે કહેતા હર્ષિત, સંતુષ્ટ થઈને યાવત્ અભયકુમારને સત્કારિત – સન્માનિત કરીને વિસર્જિત કરે છે. સૂત્ર– ૨૧. ત્યારે તે અભયકુમાર સત્કારિત, સન્માનિત અને પ્રતિવિસર્જિત કરાતા, શ્રેણિક રાજા પાસેથી નીકળે છે, નીકળીને પોતાના ભવનમાં આવે છે, આવીને સિંહાસને બેઠો. ત્યારે તે અભયકુમારને આવા પ્રકારનો આધ્યાત્મિક – મનોગત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો – મારી લઘુમાતા ધારિણીદેવીના અકાલ દોહદના મનોરથોની સંપ્રાપ્તિ કરવા માનુષ્ય ઉપાય વડે શક્ય નથી. દિવ્ય ઉપાય વડે તે પૂર્ણ કરું. સૌધર્મકલ્પે મારા પૂર્વભવનો મિત્ર દેવ છે, જે મહાન ઋદ્ધિવાળો યાવત્ મહાસૌખ્ય છે. તો મારા માટે શ્રેયસ્કર છે કે હું મારી પૌષધશાળામાં પૌષધ કરી, બ્રહ્મચારીપણે, મણિ – સુવર્ણાદિને ત્યાગીને, માળા – વર્ણક – વિલેપન ત્યાગીને, શસ્ત્ર – મૂસલાદિ છોડીને એક, અદ્વિતીય થઈને, દર્ભસંસ્તારકે બેસીને, અઠ્ઠમ તપ ગ્રહણ કરીને પૂર્વ સંગતિક દેવને મનમાં ધારણ કરી વિચરું. ત્યારે તે પૂર્વસંગતિક દેવ, મારી લઘુમાતા ધારિણીદેવીના આ અકાલ મેઘના દોહદને પૂર્ણ કરે. આ પ્રમાણે વિચારી પૌષધશાળાએ ગયો, જઈને પૌષધશાળાને પ્રમાર્જે છે, પછી ઉચ્ચાર પ્રસવણ ભૂમિને પડિલેહે છે, પડિલેહીને દર્ભ – સંસ્તારકને પડિલેહે છે, પછી દર્ભ – સંસ્તારકે બેસે છે. બેસીને અઠ્ઠમ તપ સ્વીકારે છે, સ્વીકારીને પૌષધશાળામાં પૌષધયુક્ત થઈને, બ્રહ્મચારી થઈ યાવત્ પૂર્વસંગતિક દેવને મનમાં ધારીને રહે છે. પછી તે અભયકુમારનો અઠ્ઠમભક્ત પૂર્ણ થતા, પૂર્વ સંગતિક દેવનું આસન ચલિત થયું, તે પૂર્વસંગતિક સૌધર્મ – કલ્પવાસી દેવે આસનને ચલિત થતું જોઈને અવધિજ્ઞાન પ્રયોજ્યુ. પછી તે પૂર્વસંગતિક દેવને આ આવા પ્રકારે અભ્યર્થિત યાવત્ સંકલ્પ ઉપજ્યો – મારો પૂર્વ સંગતિક, અભયકુમાર નામે છે, જે જંબૂદ્વીપના ભરત ક્ષેત્રના દક્ષિણાર્દ્ધ ભરત ક્ષેત્રમાં રાજગૃહનગરમાં પૌષધશાળામાં પૌષધ સ્વીકારી, અઠ્ઠમ તપ ગ્રહણ કરીને, મને મનમાં ધારણ કરતો રહેલ છે. તો શ્રેયસ્કર છે કે મારે અભયકુમારની પાસે પ્રગટ થવું. આ પ્રમાણે વિચારીને ઈશાન ખૂણામાં જાય છે. જઈને વૈક્રિય સમુદ્ઘાત વડે સમવહત થઈને સંખ્યાત યોજન દંડ કાઢે છે. તે આ રીતે – રત્ન, વજ્ર, વૈડૂર્ય, લોહીતાક્ષ, મસારગલ્લ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રજત, જાત્યરૂપ, અંજનપુલક, સ્ફટિક, રિષ્ટ આ સોળ રત્નોના યથાબાદર પુદ્ગલોનો પરિત્યાગ કરે છે, યથાસૂક્ષ્મ પુદ્ગલને ગ્રહણ કરીને અભયકુમારની અનુકંપાર્થે તે દેવ પૂર્વભવ જનિત સ્નેહ – પ્રીતિ – બહુમાનથી શોક મગ્ન થયો. પછી ઉત્તમ રત્નમય પુંડરીક વિમાનથી ધરણીતલે જવા માટે શીઘ્ર ગતિનો પ્રચાર કર્યો. તે સમયે ચલાયમાન થતા, નિર્મલ સ્વર્ણ – પ્રતર જેવા કર્ણપૂર અને મુગટના ઉત્કટ આડંબરથી તે દર્શનીય લાગતો હતો. અનેક મણિ – સુવર્ણ – રત્નોના સમૂહથી શોભિત અને વિચિત્ર રચનાવાળા કટિસૂત્રથી તે હર્ષિત થતો હતો. ચલાયમાન, શ્રેષ્ઠ કુંડલોથી ઉજ્જવલ મુખ દીપ્તિથી તેનું રૂપ સૌમ્ય લાગતું હતું. કૌમુદી રાત્રિમાં શનિ અને મંગલના મધ્યે સ્થિત અને ઉદય પ્રાપ્ત શારદ નિશાકરની સમાન તે દેવ દર્શકના નયનને આનંદ દઈ રહ્યો હતો. દિવ્ય ઔષધિના પ્રકાશ સમાન મુગટ આદિના તેજથી દેદીપ્યમાન, મનોહર રૂપ, સમસ્ત ઋતુની લક્ષ્મીથી વૃદ્ધિગત શોભાવાળા તથા પ્રકૃષ્ટ ગંધના પ્રસારથી મનોહર મેરુ પર્વત સમાન તે દેવ અભિરામ પ્રતીત થતો હતો. તે દેવે વિચિત્ર વેશ વિકુર્વ્યો. અસંખ્ય પરિમાણ અને નામધેય દ્વીપ – સમુદ્રોની મધ્યમાંથી જવા લાગ્યો. પોતાની વિમલ પ્રભાથી જીવલોકને તથા ઉત્તમ નગર રાજગૃહને પ્રરાશિત કરતો તે દિવ્ય રૂપધારી દેવ અભયકુમાર પાસે આવ્યો. સૂત્ર– ૨૨. ત્યારપછી તે દેવ, અંતરિક્ષમાં સ્થિત થઈ, પંચવર્ણી, ઘુંઘરુવાળા ઉત્તમ વસ્ત્રોને ધારણ કરેલ તે દેવ બોલ્યો, આ એક આલાવો છે. બીજો પણ આલાવો છે – તે દેવ ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, શીઘ્ર, ઉદ્ધૃત, જિતનારી, છેક, દિવ્ય, દેવગતિએ જ્યાં જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં જ્યાં દક્ષિણાર્દ્ધભરતમાં રાજગૃહનગરની પૌષધશાળામાં અભય કુમાર પાસે આવ્યો, આવીને અંતરિક્ષમાં રહી પંચવર્ણી, ઘુંઘરુવાળા પ્રવરવસ્ત્રને ધારણ કરી, અભયકુમારને આમ કહ્યું હે દેવાનુપ્રિય ! હું તારો પૂર્વસંગતિક સૌધર્મકલ્પવાસી મહર્દ્ધિક દેવ છું. કેમ કે તું પૌષધશાળામાં અઠ્ઠમતપ ગ્રહણ કરીને મને મનમાં ધારણ કરી સ્થિત હતો, તેથી હું જલદી અહીં આવ્યો છું. હે દેવાનુપ્રિય ! બતાવો, હું શું કરું ? શું આપું ? કોને આપું ? તમને શું હૃદય ઇચ્છિત છો ? ત્યારે તે અભયકુમારે તે પૂર્વસંગતિક દેવને આકાશમાં જોયો, જોઈને હર્ષિત – સંતુષ્ટ થઈને પૌષધ પાર્યો. પારીને, બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરીને દેવને. આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! મારી લઘુમાતાને આવા પ્રકારે અકાલ દોહદ ઉત્પન્ન થયો છે કે – તે માતાઓ ધન્ય છે ઇત્યાદિ પૂર્વવત્ કહેવું તેથી હે દેવાનુપ્રિય! તું મારી લઘુમાતા ધારિણીદેવીના આવા પ્રકારના અકાલ દોહદને પૂર્ણ કર. ત્યારે તે દેવે અભયકુમારે આમ કહેતા હૃષ્ટ – તુષ્ટ થઈને અભયકુમારને આ પ્રમાણે કહ્યું – તું નિશ્ચિત અને વિશ્વસ્ત રહે, હું તારી લઘુમાતા ધારિણીદેવીના આવા પ્રકારના દોહદને પૂર્ણ કરું છું. એમ કહીને અભયકુમાર પાસેથી નીકળે છે, નીકળીને ઈશાન ખૂણામાં વૈભાર પર્વતે વૈક્રિય સમુદ્ઘાતથી સમવહત થઈને સંખ્યાત યોજન દંડને કાઢે છે યાવત્ બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાત વડે સમવહત થઈ, જલદીથી ગર્જના યુક્ત, વીજળી યુક્ત, જલબિંદુથી યુક્ત, પંચવર્ણી મેઘોની ગર્જનાના ધ્વનિથી શોભિત, દિવ્ય વર્ષાઋતુની શોભા વિકુર્વી. પછી અભયકુમાર પાસે આવે છે, આવીને અભયકુમારને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! મેં તમારા પ્રત્યેની પ્રિયાર્થતાથી સગર્જિત, સસ્પર્શિત, સવિદ્યુત, દિવ્ય, પ્રાવૃટ્શ્રી – વર્ષાકાલીન શોભા વિકુર્વી છે. હે દેવાનુપ્રિય ! હવે તું તારી લઘુમાતા ધારિણીદેવીના આવા અકાલ દોહદની પૂર્તિ કર. ત્યારે તે અભયકુમારે તે પૂર્વસંગતિક સૌધર્મ કલ્પવાસી દેવની પાસે આ વાત સાંભળી, સમજી, હર્ષિત – સંતુષ્ટ થયો. પોતાના ભવનથી નીકળ્યો, નીકળીને શ્રેણિક રાજા પાસે આવ્યો. બે હાથ જોડી, અંજલિ કરી આ પ્રમાણે કહ્યું – હે તાત! મારા પૂર્વ સંગતિક સૌધર્મકલ્પવાસી દેવે જલદીથી સગર્જિત, સવિદ્યુત, પંચવર્ણી મેઘના ધ્વનિથી ઉપશોભિત દિવ્ય વર્ષાઋતુની શોભા વિકુર્વી છે. તેથી મારી લઘુમાતા ધારિણી દેવી પોતાના અકાલ દોહદને પૂર્ણ કરે. ત્યારે તે શ્રેણિક રાજા અભયકુમારની પાસે આ વાત સાંભળી, સમજી હર્ષિત – સંતુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! જલદીથી રાજગૃહનગરના શૃંગાટક(ત્રિકોણાકાર માર્ગ), ત્રિક(ત્રણ રસ્તા ભેગા થતા હોય તે), ચતુષ્ક(ચાર રસ્તા ભેગા થતા હોય તે), ચત્વર(ચોક) આદિને પાણીનો છંટકાવ કરીને યાવત્ ઉત્તમ સુગંધથી સુગંધી કરી, ગંધવર્તીભૂત કરો. એમ કરીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે કૌટુંબિક પુરુષો યાવત્ આજ્ઞાને પાછી સોંપે છે. પછી તે શ્રેણિક રાજાએ બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવી કહે છે – ઓ દેવાનુપ્રિયો ! જલદી ઘોડા – હાથી – રથ – યોદ્ધા પ્રવરયુક્ત ચતુરંગિણી સેનાને સજ્જ કરો, સેચનક ગંધહસ્તિને તૈયાર કરો. તેઓ તે રીતે જ આજ્ઞા પાછી સોંપે છે. પછી તે શ્રેણિક રાજા ધારિણી દેવી પાસે આવે છે, આવીને ધારિણી દેવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયા ! ગર્જતા વાદળ યાવત્ વર્ષાઋતુ લક્ષ્મી પ્રગટ થઈ છે, તેથી તું આ અકાલ દોહદને પૂર્ણ કર. ત્યારે તે ધારિણીદેવી, શ્રેણિક રાજા પાસે આમ સાંભળી હર્ષિત – તુષ્ટિત થઈ સ્નાનગૃહે આવી. આવીને સ્નાનગૃહમાં પ્રવેશી, પ્રવેશીને અંતઃપુરમાં સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક મંગલ – પ્રાયશ્ચિત્ત કરી, પછી પગમાં ઉત્તમ ઝાંઝર પહેર્યા યાવત્ આકાશ, સ્ફટિકમણિ સમાન પ્રભાવાળા વસ્ત્રોને ધારણ કર્યા. સેચનક ગંધહસ્તિ પર આરૂઢ થઈને અમૃતમંથનથી ઉત્પન્ન ફીણના સમૂહ સમાન શ્વેત ચામરો વડે વિંઝાતી ધારિણી દેવીએ પ્રસ્થાન કર્યું. ત્યારે તે શ્રેણિક રાજા, સ્નાન કરી, બલિકર્મ કરી યાવત્ શરીર શોભા વધારી, ઉત્તમ હસ્તિના સ્કંધે આરૂઢ થઈ, કોરંટપુષ્પોની માળાવાળા છત્રને ધારણ કરતો, ચાર ચામરો વડે વિંઝાતો ધારિણીદેવી પાછળ ચાલ્યો. ત્યારે તે ધારિણી દેવી, ઉત્તમ હસ્તિ પર બેઠેલ શ્રેણિક રાજા વડે પાછળ – પાછળ સમ્યક્ અનુગમન કરાતી, ઘોડા – હાથી – રથ – યોદ્ધા સહિતની ચતુરંગિણી સાથે પરિવરેલી, મહાન ભટ – ચડગરના વૃંદથી ઘેરાયેલી, સર્વ ઋદ્ધિ – સર્વ દ્યુતિ સહિત યાવત્ દુંદુભિના નિર્ઘોષ નાદિત સ્વર સાથે રાજગૃહ નગરના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર યાવત્ મહાપથમાં નગરજનો વડે અભિનંદિત કરાતી, વૈભારગિરિ પર્વતે આવી. આવીને વૈભારગિરિના કટક તટ અને પાદ મૂલમાં, આરામ – ઉદ્યાન – કાનન – વન – વનખંડ – વૃક્ષ – ગુચ્છ – ગુલ્મ – લતા – વલ્લી – કંદરા – દરી – ચૂંઢી – દ્રહ – કચ્છ – નદી – સંગમ અને વિવરમાં તેને જોતી – પ્રેક્ષતી – સ્નાન કરતી, પત્રો – પુષ્પો – ફળો – પલ્લવોને ગ્રહણ કરતી, માન કરતી, સૂંઘતી, પરિભોગ કરતી, પરિભાગ કરતી, વૈભારગિરિની તળેટીમાં દોહદને પૂર્ણ કરતી, ચોતરફ પરિભ્રમણ કરે છે. ત્યારપછી ધારિણીદેવીએ દોહદને દૂર કર્યા, પૂર્ણ કર્યા, સંપન્ન કર્યા. પછી તે ધારિણી દેવી સેચનક હાથી પર આરૂઢ થઈ. શ્રેણિક રાજા ઉત્તમ હસ્તિના સ્કંધ ઉપર બેસી, તેની પાછળ – પાછળ સમ્યક્ અનુગમન કરતો, હાથી – ઘોડા યાવત્ રથ વડે રાજગૃહનગરે આવ્યો. આવીને રાજગૃહ નગરની વચ્ચોવચ્ચથી પોતાના ભવને આવ્યો. આવીને વિપુલ માનુષી ભોગોપભોગને ભોગવતો યાવત્ વિચરવા લાગ્યો. સૂત્ર– ૨૩. ત્યારે તે અભયકુમાર પૌષધશાળાએ આવ્યો. આવીને પૂર્વ સંગતિક દેવનો સત્કાર, સન્માન કરીને તેને પ્રતિવિસર્જિત કર્યો. પછી તે દેવે સગર્જિત, પંચવર્ણી મેઘથી શોભિત દિવ્ય વર્ષા લક્ષ્મીને પ્રતિસંહરીને જે દિશામાંથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. સૂત્ર– ૨૪. ત્યારપછી તે ધારિણીદેવી, તે અકાલ દોહદ પૂર્ણ થતા તે ગર્ભની અનુકંપાર્થે યતનાપૂર્વક રહે છે, યતના પૂર્વક બેસે છે, યતના પૂર્વક સૂવે છે. આહાર કરતા પણ અતિતિક્ત, અતિકટુક, અતિકષાય, અતિઅમ્લ, અતિમધુર આહાર કરતી નથી. તે ગર્ભને હિતકારી – પરિમિત – પથ્યરૂપ અને દેશ – કાળને અનુરૂપ આહાર કરે છે, અતિચિંતા, અતિશોક, અતિદૈન્ય, અતિમોહ, અતિભય, અતિપરિત્રાસ ન કરતી ચિંતા, શોક, દૈન્ય, મોહ, ભય અને ત્રાસ રહિત થઈને ભોજન, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે તે ગર્ભને સુખે સુખે વહન કરે છે. સૂત્ર સંદર્ભ– ૧૯–૨૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam sa dharini devi tamsi dohalamsi avinijjamanamsi asampattadohala asampunnadohala asammaniyadohala sukka bhukkha nimmamsa olugga oluggasarira pamailadubbala kilamta omamthiyavayana-nayanakamala pamduiyamuhi karayalamaliya vva champagamala nitteya donavivannavayana jahochiya-puppha-gamdha-mallalamkara-haram anabhilasamani kiddaramanakiriyam parihavemani dina dummana niranamda bhumigayaditthiya ohayamanasamkappa karatalapalhatthamuhi attajjhanovagaya jjhiyai. Tae nam tise dharinie devie amgapadichariyao abbhimtariyao dasachediyao dharinim devim olugga jjhiyayamanim pasamti, pasitta evam vayasi– kinnam tume devanuppie! Olugga oluggasarira java jjhiyayasi? Tae nam sa dharini devi tahim amgapadichariyahim abbhimtariyahim dasachediyahim ya evam vutta samani tao dasachediyao no adhai no pariyanai, anadhayamani apariyanamani tusiniya samchitthai. Tae nam tao amgapadichariyao abbhimtariyao dasachediyao dharinim devim dochcham pi tachcham pi evam vayasi–kinnam tume devanuppie! Olugga oluggasarira java jjhiyayasi? Tae nam sa dharini devi tahim amgapadichariyahim abbhimtariyahim dasachediyahim dochcham pi evam vutta samani no adhai no pariyanai, anadhayamani apariyanamani tusiniya samchitthai. Tae nam tao amgapadichariyao abbhimtariyao dasachediyao dharinie devie anadhaijjamanio aparijanijjamanio taheva sambhamtao samanio dharinie devie amtiyao padinikkhamamti, padinikkhamitta jeneva senie raya teneva uvagachchhamti, uvagachchhitta karayalapariggahiyam dasanaham sirasavattam matthae amjalim kattu jaenam vijaenam vaddhavemti, vaddhavetta evam vayasi–evam khalu sami! Kimpi ajja dharini devi olugga oluggasarira java attajjhanovagaya jjhiyayai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 19. Tyare te dharinidevi te dohada purna na thavathi, dohada sampanna na thavathi, dohada sampurna na thavathi, dohada sanmananiya na thavana karane shushka, bhukhi, nirmamsa, rugna, jirna – jirnashariri, mlana – kamtihina, durbala ane kamajora thai gai. Teni vadanakamala ane nayanakamala namavine rahi hati, te phikka mukhavali, hathelimam masalela champakamalavat nisteja, dina – vivarna vadanavali, yathochita pushpa – gamdha – malya – alamkara – harano abhilasha na karati, krida – ramanakriyano tyaga kareli, dina, durmana, niranamda, bhumigata drishtivali nashta mana samkalpa thayeli yavat arttadhyana magna bani. Tyare te dharinidevini amgaparicharika, abhyamtarika dasa chetikae, dharinidevine jirna, jirna shariri yavat artadhyana magna, joine a pramane kahyum – he devanupriya ! Tame jirna, jirnashariri0 ityadi kema thaya chho? Tyare te dharinidevi, te amgapraticharikadine a pramane kaheta sambhaline teno adara nathi karati, janati pana nathi, adara na karata ane na janata mauna ja rahe chhe. Tyare te amgapraticharikadi, dharini devine biji – triji vakhata ama kahe chhe – he devanupriya ! Tame kema jirna, jirnashariri yavat artadhyani thaya chho\? Tyare te dharinidevi te amgapraticharikadie a pramane biji – triji vakhata kaheta sambhaline temano adara karati nathi, dhyana deti nathi. Adara na karine ane dhyana na daine mauna ja rahe chhe tyare te amgaparicharikadi dharini devi dvara anadrita – aparijnyata karayeli, sambhramta thai dharini devi pasethi nikale chhe, nikaline shrenika rajani pase ave chhe, avine be hatha jodi yavat jaya – vijaya vade vadhave chhe, vadhavine ama kahyum – He svami! Aja dharinidevi jirna, jirnashariri yavat artadhyanayukta ane chimtita chhe. Sutra– 20. Tyare te shrenika raja te amgaparicharikao pase a vata sambhali – avadharine te prakare ja sambhramta thaine shighra, tvarita, chapala, vegathi dharinidevi pase avyo. Avine dharinidevine jirna, jirnashariri, yavat artadhyanopagata ane chimtita joine a pramane kahyum – He devanupriya ! Tum kema jirna, jirnashariri yavat artadhyana upagata ane chimtamagna thai chho? Tyare te dharini devi shrenika rajane ama kaheta sambhali, teno adara na karata yavat mauna rahi. Tyare te shrenika raja dharinidevine biji – triji vakhata a pramane kahyum – he devanupriya ! Tum kema jirna shariri yavat chimtamagna chho\? Tyare te dharinidevi shrenika rajae biji – triji vakhata ama kaheta sambhaline adara karati nathi, dhyana deti nathi, mauna rahe chhe. Tyare shrenikaraja dharini devine shapatha apine ama kahe chhe – he devanupriya ! Shum hum a vatane sambhalavane mate yogya nathi\? Ke jethi tum tara manamam rahela manasika duhkhane chhupave chhe\? Tyarapachhi dharini devi, shrenika raja dvara shapatha shapita karai tyare shrenika rajane ama kahe chhe – he svami ! Mara te udara yavat mahasvapnana trana masa pratipurna thata a ava svarupano akala meghano dohada utpanna thayo. Te matao dhanya chhe, kritartha chhe, yavat vaibharagiri padamule bhramana karati dohadane purna kare chhe. To jyare hum pana yavat dohadane purna karum tyare dhanya thaisha. He svami ! Hum ava prakarana akala dohada purna na thavathi jirna shariri yavat artadhyanopagata, chimtamagna thai rahi chhum. A karane he svami ! Hum jirna yavat artadhyanopagata, chimtita chhum. Tyare te shrenika raja, dharini devi pase a vata sambhali, samajine dharini devine ama kahe chhe – he devanupriya ! Tum jirna, jirna shariri thai yavat chimtamagna na thaisha. Hum tevu karisha, jethi tara a prakarana akala dohadana manorathani samprapti thashe, ema karine dharini devine ishta, kamta, priya, manojnya, manama, vani vade ashvasita kari, karine je bahya upasthanashala hati, tyam ave chhe, avine uttama simhasana upara purvabhimukha thai betho. Dharini devina a akala dohadani purti mate, ghana ayo, upayonum, autpatiki – vainayiki – karmiki – parinamiki e chare prakarani buddhi vade varamvara vicharata te dohadana aya, upaya, sthiti, utpattine na samaji shakata, nashta manosamkalpa thai yavat chimtamagna thayo. Tyarapachhi abhayakumara snana, balikarma kari yavat sarvalamkara vibhushita thai shrenika rajane. Padavamdanarthe java vichare chhe. Tyarapachhi abhayakumara shrenikaraja pase ave chhe, avine shrenika rajane nashta mana samkalpa yavat chimtagrasta joya, joine a prakare abhyarthita, chimtita, manogata samkalpa utpanna thayo. Anya samaye shrenika raja mane avato joine adara kare chhe, jane chhe, satkara – sanmana kare chhe, alapa – samlapa kare chhe, ardhasane besava nimamtre chhe, maru mastaka sumghe chhe, aje shrenika raja mane adara nathi karata, janata nathi, satkarata – sanmanata nathi, ishta – kamta – priya – manojnya – udara vani vade alapa – samlapa karata nathi, ardhasanathi nimamtrata nathi, mastaka sumghata nathi, koi karane nashta manahsamkalpa thaine chimtita thai rahya chhe, tenum koi karana hovum joie. Mara mate e shreyaskara chhe ke shrenika rajane tenum karana puchhum. E pramane vichari, jyam shrenika raja chhe, tyam ave chhe. Avine be hatha jodi, mastake avartta kari, amjali kari, jaya – vijaya vade vadhave chhe, pachhi a pramane kahyum – He tata ! Anya koi samaye mane avato joine tame adara karo chho, dhyana apo chho yavat mara mastakane sumgho chho. Asane besava, nimamtro chho. Aje he tata ! Tame maro adara karata nathi, yavat asane besava nimamtrata nathi. Kamika nashta manasamkalpa thai yavat chimtita thaya chho, tenum koi karana hovu joie. To he tata ! To tame karanane gopavya vina, shamka rakhya vina, apalapa karya vina, chhupavya vina, jevum hoya tema satya ane samdeha rahita thai a vatane janavo. Jethi hum tena karanana amta sudhi pahomchi shakum teno para pami shakum.. Tyare te shrenika raja, abhayakumare ama kaheta, temane abhayakumarane a pramane kahyum – he putra ! Tari laghumata dharinidevi, te garbhane be masa vitata, trijo masa vartato hato tyare dohada kala samayamam a ava svarupe dohada utpanna thayo – te matao dhanya chhe ityadi badhum te pramane ja kahevum yavat dohadane purna kare chhe. Tyarapachhi he putra ! Mem dharini devina te akala dohadana ghana aya, upaya yavat upapattine na samaji shakata hum nashta mana samkalpa yavat chimtita thayo chhum. Tu avyo te pana na janyu, a karanathi he putra ! Hum yavat chimtamagna chhum. Tyare te abhayakumare shrenika raja pase a vata sambhali, avadharine harshita, samtushta yavat prasanna hridayi thai shrenika rajane ama kahyum – he tata ! Tame nashta mana samkalpa yavat chimtita na thao. Hum tevu karisha jethi mari laghumata dharinidevina a ava svarupana akala dohadana manoratha samprapta karisha. Ema karine shrenika rajane tevi ishta, kamta yavat manohara vanithi ashvasita karya. Tyare te shrenika raja abhayakumare a pramane kaheta harshita, samtushta thaine yavat abhayakumarane satkarita – sanmanita karine visarjita kare chhe. Sutra– 21. Tyare te abhayakumara satkarita, sanmanita ane prativisarjita karata, shrenika raja pasethi nikale chhe, nikaline potana bhavanamam ave chhe, avine simhasane betho. Tyare te abhayakumarane ava prakarano adhyatmika – manogata yavat samkalpa utpanna thayo – mari laghumata dharinidevina akala dohadana manorathoni samprapti karava manushya upaya vade shakya nathi. Divya upaya vade te purna karum. Saudharmakalpe mara purvabhavano mitra deva chhe, je mahana riddhivalo yavat mahasaukhya chhe. To mara mate shreyaskara chhe ke hum mari paushadhashalamam paushadha kari, brahmacharipane, mani – suvarnadine tyagine, mala – varnaka – vilepana tyagine, shastra – musaladi chhodine eka, advitiya thaine, darbhasamstarake besine, aththama tapa grahana karine purva samgatika devane manamam dharana kari vicharum. Tyare te purvasamgatika deva, mari laghumata dharinidevina a akala meghana dohadane purna kare. A pramane vichari paushadhashalae gayo, jaine paushadhashalane pramarje chhe, pachhi uchchara prasavana bhumine padilehe chhe, padilehine darbha – samstarakane padilehe chhe, pachhi darbha – samstarake bese chhe. Besine aththama tapa svikare chhe, svikarine paushadhashalamam paushadhayukta thaine, brahmachari thai yavat purvasamgatika devane manamam dharine rahe chhe. Pachhi te abhayakumarano aththamabhakta purna thata, purva samgatika devanum asana chalita thayum, te purvasamgatika saudharma – kalpavasi deve asanane chalita thatum joine avadhijnyana prayojyu. Pachhi te purvasamgatika devane a ava prakare abhyarthita yavat samkalpa upajyo – maro purva samgatika, abhayakumara name chhe, je jambudvipana bharata kshetrana dakshinarddha bharata kshetramam rajagrihanagaramam paushadhashalamam paushadha svikari, aththama tapa grahana karine, mane manamam dharana karato rahela chhe. To shreyaskara chhe ke mare abhayakumarani pase pragata thavum. A pramane vicharine ishana khunamam jaya chhe. Jaine vaikriya samudghata vade samavahata thaine samkhyata yojana damda kadhe chhe. Te a rite – ratna, vajra, vaidurya, lohitaksha, masaragalla, hamsagarbha, pulaka, saugamdhika, jyotirasa, amka, amjana, rajata, jatyarupa, amjanapulaka, sphatika, rishta a sola ratnona yathabadara pudgalono parityaga kare chhe, yathasukshma pudgalane grahana karine abhayakumarani anukamparthe te deva purvabhava janita sneha – priti – bahumanathi shoka magna thayo. Pachhi uttama ratnamaya pumdarika vimanathi dharanitale java mate shighra gatino prachara karyo. Te samaye chalayamana thata, nirmala svarna – pratara jeva karnapura ane mugatana utkata adambarathi te darshaniya lagato hato. Aneka mani – suvarna – ratnona samuhathi shobhita ane vichitra rachanavala katisutrathi te harshita thato hato. Chalayamana, shreshtha kumdalothi ujjavala mukha diptithi tenum rupa saumya lagatum hatum. Kaumudi ratrimam shani ane mamgalana madhye sthita ane udaya prapta sharada nishakarani samana te deva darshakana nayanane anamda dai rahyo hato. Divya aushadhina prakasha samana mugata adina tejathi dedipyamana, manohara rupa, samasta rituni lakshmithi vriddhigata shobhavala tatha prakrishta gamdhana prasarathi manohara meru parvata samana te deva abhirama pratita thato hato. Te deve vichitra vesha vikurvyo. Asamkhya parimana ane namadheya dvipa – samudroni madhyamamthi java lagyo. Potani vimala prabhathi jivalokane tatha uttama nagara rajagrihane prarashita karato te divya rupadhari deva abhayakumara pase avyo. Sutra– 22. Tyarapachhi te deva, amtarikshamam sthita thai, pamchavarni, ghumgharuvala uttama vastrone dharana karela te deva bolyo, a eka alavo chhe. Bijo pana alavo chhe – te deva utkrishta, tvarita, chapala, chamda, shighra, uddhrita, jitanari, chheka, divya, devagatie jyam jambudvipamam bharatakshetramam jyam dakshinarddhabharatamam rajagrihanagarani paushadhashalamam abhaya kumara pase avyo, avine amtarikshamam rahi pamchavarni, ghumgharuvala pravaravastrane dharana kari, abhayakumarane ama kahyum He devanupriya ! Hum taro purvasamgatika saudharmakalpavasi maharddhika deva chhum. Kema ke tum paushadhashalamam aththamatapa grahana karine mane manamam dharana kari sthita hato, tethi hum jaladi ahim avyo chhum. He devanupriya ! Batavo, hum shum karum\? Shum apum\? Kone apum\? Tamane shum hridaya ichchhita chho\? Tyare te abhayakumare te purvasamgatika devane akashamam joyo, joine harshita – samtushta thaine paushadha paryo. Parine, be hatha jodi, mastake amjali karine devane. A pramane kahyum – He devanupriya ! Mari laghumatane ava prakare akala dohada utpanna thayo chhe ke – te matao dhanya chhe ityadi purvavat kahevum tethi he devanupriya! Tum mari laghumata dharinidevina ava prakarana akala dohadane purna kara. Tyare te deve abhayakumare ama kaheta hrishta – tushta thaine abhayakumarane a pramane kahyum – tum nishchita ane vishvasta rahe, hum tari laghumata dharinidevina ava prakarana dohadane purna karum chhum. Ema kahine abhayakumara pasethi nikale chhe, nikaline ishana khunamam vaibhara parvate vaikriya samudghatathi samavahata thaine samkhyata yojana damdane kadhe chhe yavat biji vakhata pana vaikriya samudghata vade samavahata thai, jaladithi garjana yukta, vijali yukta, jalabimduthi yukta, pamchavarni meghoni garjanana dhvanithi shobhita, divya varsharituni shobha vikurvi. Pachhi abhayakumara pase ave chhe, avine abhayakumarane a pramane kahyum – He devanupriya ! Mem tamara pratyeni priyarthatathi sagarjita, sasparshita, savidyuta, divya, pravritshri – varshakalina shobha vikurvi chhe. He devanupriya ! Have tum tari laghumata dharinidevina ava akala dohadani purti kara. Tyare te abhayakumare te purvasamgatika saudharma kalpavasi devani pase a vata sambhali, samaji, harshita – samtushta thayo. Potana bhavanathi nikalyo, nikaline shrenika raja pase avyo. Be hatha jodi, amjali kari a pramane kahyum – he tata! Mara purva samgatika saudharmakalpavasi deve jaladithi sagarjita, savidyuta, pamchavarni meghana dhvanithi upashobhita divya varsharituni shobha vikurvi chhe. Tethi mari laghumata dharini devi potana akala dohadane purna kare. Tyare te shrenika raja abhayakumarani pase a vata sambhali, samaji harshita – samtushta thaine kautumbika purushone bolave chhe, bolavine a pramane kahyum – he devanupriyo! Jaladithi rajagrihanagarana shrimgataka(trikonakara marga), trika(trana rasta bhega thata hoya te), chatushka(chara rasta bhega thata hoya te), chatvara(choka) adine panino chhamtakava karine yavat uttama sugamdhathi sugamdhi kari, gamdhavartibhuta karo. Ema karine mari ajnya pachhi sompo. Tyare te kautumbika purusho yavat ajnyane pachhi sompe chhe. Pachhi te shrenika rajae biji vakhata kautumbika purushone bolavi kahe chhe – o devanupriyo ! Jaladi ghoda – hathi – ratha – yoddha pravarayukta chaturamgini senane sajja karo, sechanaka gamdhahastine taiyara karo. Teo te rite ja ajnya pachhi sompe chhe. Pachhi te shrenika raja dharini devi pase ave chhe, avine dharini devine a pramane kahe chhe – he devanupriya ! Garjata vadala yavat varsharitu lakshmi pragata thai chhe, tethi tum a akala dohadane purna kara. Tyare te dharinidevi, shrenika raja pase ama sambhali harshita – tushtita thai snanagrihe avi. Avine snanagrihamam praveshi, praveshine amtahpuramam snana kari, balikarma kari, kautuka mamgala – prayashchitta kari, pachhi pagamam uttama jhamjhara paherya yavat akasha, sphatikamani samana prabhavala vastrone dharana karya. Sechanaka gamdhahasti para arudha thaine amritamamthanathi utpanna phinana samuha samana shveta chamaro vade vimjhati dharini devie prasthana karyum. Tyare te shrenika raja, snana kari, balikarma kari yavat sharira shobha vadhari, uttama hastina skamdhe arudha thai, koramtapushponi malavala chhatrane dharana karato, chara chamaro vade vimjhato dharinidevi pachhala chalyo. Tyare te dharini devi, uttama hasti para bethela shrenika raja vade pachhala – pachhala samyak anugamana karati, ghoda – hathi – ratha – yoddha sahitani chaturamgini sathe parivareli, mahana bhata – chadagarana vrimdathi gherayeli, sarva riddhi – sarva dyuti sahita yavat dumdubhina nirghosha nadita svara sathe rajagriha nagarana shrimgataka, trika, chatushka, chatvara yavat mahapathamam nagarajano vade abhinamdita karati, vaibharagiri parvate avi. Avine vaibharagirina kataka tata ane pada mulamam, arama – udyana – kanana – vana – vanakhamda – vriksha – guchchha – gulma – lata – valli – kamdara – dari – chumdhi – draha – kachchha – nadi – samgama ane vivaramam tene joti – prekshati – snana karati, patro – pushpo – phalo – pallavone grahana karati, mana karati, sumghati, paribhoga karati, paribhaga karati, vaibharagirini taletimam dohadane purna karati, chotarapha paribhramana kare chhe. Tyarapachhi dharinidevie dohadane dura karya, purna karya, sampanna karya. Pachhi te dharini devi sechanaka hathi para arudha thai. Shrenika raja uttama hastina skamdha upara besi, teni pachhala – pachhala samyak anugamana karato, hathi – ghoda yavat ratha vade rajagrihanagare avyo. Avine rajagriha nagarani vachchovachchathi potana bhavane avyo. Avine vipula manushi bhogopabhogane bhogavato yavat vicharava lagyo. Sutra– 23. Tyare te abhayakumara paushadhashalae avyo. Avine purva samgatika devano satkara, sanmana karine tene prativisarjita karyo. Pachhi te deve sagarjita, pamchavarni meghathi shobhita divya varsha lakshmine pratisamharine je dishamamthi avelo, te ja dishamam pachho gayo. Sutra– 24. Tyarapachhi te dharinidevi, te akala dohada purna thata te garbhani anukamparthe yatanapurvaka rahe chhe, yatana purvaka bese chhe, yatana purvaka suve chhe. Ahara karata pana atitikta, atikatuka, atikashaya, atiamla, atimadhura ahara karati nathi. Te garbhane hitakari – parimita – pathyarupa ane desha – kalane anurupa ahara kare chhe, atichimta, atishoka, atidainya, atimoha, atibhaya, atiparitrasa na karati chimta, shoka, dainya, moha, bhaya ane trasa rahita thaine bhojana, vastra, gamdha, mala, alamkara vade te garbhane sukhe sukhe vahana kare chhe. Sutra samdarbha– 19–24 |