Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104711
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१ उत्क्षिप्तज्ञान

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧ ઉત્ક્ષિપ્તજ્ઞાન

Section : Translated Section :
Sutra Number : 11 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तस्स णं सेणियस्स रन्नो धारिणी नामं देवी होत्था–सुकुमाल-पाणिपाया अहीन-पंचेंदियसरीरा लक्खण-वंजण-गुणोववेया मानुम्मान-प्पमाण-सुजाय-सव्वंगसुंदरंगी ससिसोमाकार-कंत-पियदंसणा सुरूवा करयल-परिमित-तिवलियं बलियमज्झा कोमुइ-रयणियर-विमल-पडिपुण्ण-सोमवयणा कुंडलुल्लिहिय-गंडलेहा सिंगारागार-चारुवेसा संगय-गय-हसिय-भणिय-विहिय-विलास-सललिय-संलाव-निउण-जुत्तोवयारकुसला पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा, सेणियस्स रन्नो इट्ठा कंता पिया मणुण्णा नामधेज्जा वेसासिया सम्मया बहुमया मणुमया भंडकरंडगसमाणा तेल्लकेला इव सुसंगोविया चेलपेडा इव सुसंपरिगि-हीया रयणकरंडगो विव सुसारक्खिया, मा णं सीयं मा णं उण्हं मा णं दंसो मा णं मसगा मा णं बाला मा णं चोरा मा णं वाइय-पित्तिय-सिंभिय-सन्निवाइय विविहा रोगायंका फुसंतु त्ति कट्टु सेणिएण रन्ना सद्धिं विउलाइं भोगभोगाइं पच्चणुभवमाणी विहरइ।
Sutra Meaning : સૂત્ર– ૧૧. તે શ્રેણિક રાજાને ધારિણી નામે રાણી હતી. – યાવત્‌ – શ્રેણિક રાજાને ઇષ્ટા હતી યાવત્‌ વિચરે છે. સૂત્ર– ૧૨. ત્યારે તે ધારિણીદેવી અન્યદા કોઈ દિવસે, તે તેવા પ્રકારના ઉત્તમ મહેલમાં સૂતી હતી. તે મહેલના બાહ્ય દ્વાર પર મનોજ્ઞ, સ્નિગ્ધ, સુંદર આકારવાળા અને ઊંચા સ્તંભો ઉપર અતિ ઉત્તમ પૂતળીઓ હતી. તે મહેલ ઉજ્જવલ મણિ, કનક અને કર્કેતન આદિ રત્નોના શિખર, કપોત, ગવાક્ષ, અર્ધ ચંદ્રાકાર સોપાન, નિર્યુંહક – દ્વાર પાસેના રત્ન જડિત ટોડલા, કનકાલી તથા ચંદ્રમાલિકા આદિ ઘરના વિભાગો સુંદર રચનાથી યુક્ત હતા. તેનો અંદરનો ભાગ સ્વચ્છ ગેરુ, ચૂનો, પીળી માટીથી ઉત્તમ રંગેલ હતા. બહારનો ભાગ ચુનાથી ઘોળેલ અને પત્થર ઘસવાથીચમકતો હતો. અને અંદરના ભાગમાં ઉત્તમ ચિત્રોનું આલેખન હતુ. તેનું તળિયુ વિવિધ પંચરંગી મણિ – રત્ન જડિત હતુ. ઉપરી ભાગ પદ્મલતા, પુષ્પપ્રધાન વેલ, માલતી આદિથી ચિત્રિત હતો. તેના દ્વાર ભાગમાં ચંદન – ચર્ચિત મંગલ ઘટ સારી રીતે સ્થાપિત હતો. તે સરસ કમલથી શોભિત હતો. તેના દ્વાર કમળ અને સુવર્ણના તારથી સૂત્રિત માની – મોતીની લાંબી લટકતી માળાથી સુશોભિત હતા. ત્યાં સુગંધી અને શ્રેષ્ઠ પુષ્પોથી કોમળ અને રુંવાટી વાળી શય્યા હતી. તે મન – હૃદયને આનંદિત કરનારી, કપૂર – લવીંગ – મલય ચંદન, કાળો અગરુ, ઉત્તમ કુંદુરુક્ક, તુરુષ્ક આદિ ધૂપના બળવાથી ઉત્પન્ન મધમધતી ગંધથી રમણીય હતી. તે સુગંધવરગંધિત, ગંધવર્તી ભૂત હતી. મણિના કિરણથી અંધકારનો નાશ કરાતો હતો. બીજું કેટલું કહીએ ? તે દ્યુતિગુણથી ઉત્તમ દેવવિમાનને પણ પરાજિત કરતી હતી. તે તેવા પ્રકારની ઉત્તમ શય્યામાં શરીરપ્રમાણ ઉપધાન(ગાદલું) બિછાવેલ હતું. બંને બાજુ ઓશીકા હતા, તે બંને તરફ ઉન્નત અને મધ્યમાં ગંભીર હતી. ગંગા કિનારે રેતીમાં પગ રાખતા પગ ધસી જાય, તેમ તેમાં પણ ધસી જતા હતા. તે શય્યા વિવિધ રંગના રૂ અને અળસીમાથી બનાવેલ સુંદર ઓછાડથી આચ્છાદિત હતી. તે શય્યા આસ્તરક, મલક, નવતક, કુશક્ત, લિંબ અને સિંહકેશર ગાલીચાથી ઢંકાયેલ હતી. તેના પર સુંદર રજસ્ત્રાણ પડેલ હતું. તેના ઉપર રમણીય ‘મચ્છરદાની’ હતી. તેનો સ્પર્શ આજિનક, રૂ, બૂર, માખણ સમાન નરમ હતો. આવી શય્યામાં મધ્યરાત્રિ સમયે ધારિણી રાણી સુપ્ત – જાગૃત વારંવાર નિદ્રા લેતી હતી. ત્યારે એક મહાન, સાત સાત હાથ ઊંચો, રજતકૂટ સદૃશ, શ્વેત – સૌમ્ય – સૌમ્યાકૃતિ, લીલા કરતો, અંગડાઈ લેતો હાથી, આકાશતલથી ઊતરી પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો, જોઈને જાગી. ત્યારે તે ધારિણીદેવી આ આવા પ્રકારના ઉદાર – કલ્યાણ – શિવ – ધન્ય – મંગલ – સશ્રીક – મહાસ્વપ્નને જોઈને જાગી ત્યારે હૃષ્ટ – તુષ્ટ – આનંદિત ચિત્ત – પ્રીતિમના – પરમ સૌમનસ્યિક, હર્ષના વશથી વિકસિત હૃદયવાળી, મેઘની ધારાથી સિંચિત કદંબ પુષ્પ સમાન રોમાંચિત થઈ. તે સ્વપ્નને વિચારી, શય્યા થકી ઊઠી, ઊઠીને પાદપીઠથી નીચે ઊતરી, ઊતરીને અત્વરિત, અચપળ, અસંભ્રાંત, અવિલંબિત, રાજહંસ સદૃશ ગતિથી જ્યાં તે શ્રેણિક રાજા હતો, ત્યાં આવે છે, આવીને શ્રેણિક રાજાને તેવી ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનામ, ઉદાર, કલ્યાણ, શીવ, ધન્ય, મંગલ, સશ્રીક, હૃદયને – ગમનીય, આહ્લાદક, મિત – મધુર – રિભિત – ગંભીર – સશ્રીક વાણી વડે વારંવાર બોલાવી જગાડે છે. જગાડીને શ્રેણિક રાજાની અનુજ્ઞા પામીને વિવિધ મણિ – કનક – રત્ન – વડે ચિત્રિત ભદ્રાસન ઉપર બેસે છે. બેસીને આશ્વસ્ત, વિશ્વસ્ત થઈ ઉત્તમ – સુખદ – શ્રેષ્ઠ આસને બેસી, બંને હાથ વડે પરિગૃહીત, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ કરી શ્રેણિક રાજાને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! આજે, હું તેવા પ્રકારની પૂર્વોક્ત. શય્યામાં સૂતી હતી ત્યારે યાવત્‌ પોતાના મુખમાં પ્રવેશતા હાથીના સ્વપ્નને જોઈને જાગી. તો હે દેવાનુપ્રિય ! આ ઉદાર સ્વપ્નનું મને શું કલ્યાણકારી ફળ પ્રાપ્ત થશે ? સૂત્ર સંદર્ભ– ૧૧, ૧૨
Mool Sutra Transliteration : [sutra] tassa nam seniyassa ranno dharini namam devi hottha–sukumala-panipaya ahina-pamchemdiyasarira lakkhana-vamjana-gunovaveya manummana-ppamana-sujaya-savvamgasumdaramgi sasisomakara-kamta-piyadamsana suruva karayala-parimita-tivaliyam baliyamajjha komui-rayaniyara-vimala-padipunna-somavayana kumdalullihiya-gamdaleha simgaragara-charuvesa samgaya-gaya-hasiya-bhaniya-vihiya-vilasa-salaliya-samlava-niuna-juttovayarakusala pasadiya darisanijja abhiruva padiruva, seniyassa ranno ittha kamta piya manunna namadhejja vesasiya sammaya bahumaya manumaya bhamdakaramdagasamana tellakela iva susamgoviya chelapeda iva susamparigi-hiya rayanakaramdago viva susarakkhiya, ma nam siyam ma nam unham ma nam damso ma nam masaga ma nam bala ma nam chora ma nam vaiya-pittiya-simbhiya-sannivaiya viviha rogayamka phusamtu tti kattu seniena ranna saddhim viulaim bhogabhogaim pachchanubhavamani viharai.
Sutra Meaning Transliteration : Sutra– 11. Te shrenika rajane dharini name rani hati. – yavat – shrenika rajane ishta hati yavat vichare chhe. Sutra– 12. Tyare te dharinidevi anyada koi divase, te teva prakarana uttama mahelamam suti hati. Te mahelana bahya dvara para manojnya, snigdha, sumdara akaravala ane umcha stambho upara ati uttama putalio hati. Te mahela ujjavala mani, kanaka ane karketana adi ratnona shikhara, kapota, gavaksha, ardha chamdrakara sopana, niryumhaka – dvara pasena ratna jadita todala, kanakali tatha chamdramalika adi gharana vibhago sumdara rachanathi yukta hata. Teno amdarano bhaga svachchha geru, chuno, pili matithi uttama ramgela hata. Baharano bhaga chunathi gholela ane patthara ghasavathichamakato hato. Ane amdarana bhagamam uttama chitronum alekhana hatu. Tenum taliyu vividha pamcharamgi mani – ratna jadita hatu. Upari bhaga padmalata, pushpapradhana vela, malati adithi chitrita hato. Tena dvara bhagamam chamdana – charchita mamgala ghata sari rite sthapita hato. Te sarasa kamalathi shobhita hato. Tena dvara kamala ane suvarnana tarathi sutrita mani – motini lambi latakati malathi sushobhita hata. Tyam sugamdhi ane shreshtha pushpothi komala ane rumvati vali shayya hati. Te mana – hridayane anamdita karanari, kapura – lavimga – malaya chamdana, kalo agaru, uttama kumdurukka, turushka adi dhupana balavathi utpanna madhamadhati gamdhathi ramaniya hati. Te sugamdhavaragamdhita, gamdhavarti bhuta hati. Manina kiranathi amdhakarano nasha karato hato. Bijum ketalum kahie\? Te dyutigunathi uttama devavimanane pana parajita karati hati. Te teva prakarani uttama shayyamam sharirapramana upadhana(gadalum) bichhavela hatum. Bamne baju oshika hata, te bamne tarapha unnata ane madhyamam gambhira hati. Gamga kinare retimam paga rakhata paga dhasi jaya, tema temam pana dhasi jata hata. Te shayya vividha ramgana ru ane alasimathi banavela sumdara ochhadathi achchhadita hati. Te shayya astaraka, malaka, navataka, kushakta, limba ane simhakeshara galichathi dhamkayela hati. Tena para sumdara rajastrana padela hatum. Tena upara ramaniya ‘machchharadani’ hati. Teno sparsha ajinaka, ru, bura, makhana samana narama hato. Avi shayyamam madhyaratri samaye dharini rani supta – jagrita varamvara nidra leti hati. Tyare eka mahana, sata sata hatha umcho, rajatakuta sadrisha, shveta – saumya – saumyakriti, lila karato, amgadai leto hathi, akashatalathi utari potana mukhamam pravesha karato joyo, joine jagi. Tyare te dharinidevi a ava prakarana udara – kalyana – shiva – dhanya – mamgala – sashrika – mahasvapnane joine jagi tyare hrishta – tushta – anamdita chitta – pritimana – parama saumanasyika, harshana vashathi vikasita hridayavali, meghani dharathi simchita kadamba pushpa samana romamchita thai. Te svapnane vichari, shayya thaki uthi, uthine padapithathi niche utari, utarine atvarita, achapala, asambhramta, avilambita, rajahamsa sadrisha gatithi jyam te shrenika raja hato, tyam ave chhe, avine shrenika rajane tevi ishta, kamta, priya, manojnya, manama, udara, kalyana, shiva, dhanya, mamgala, sashrika, hridayane – gamaniya, ahladaka, mita – madhura – ribhita – gambhira – sashrika vani vade varamvara bolavi jagade chhe. Jagadine shrenika rajani anujnya pamine vividha mani – kanaka – ratna – vade chitrita bhadrasana upara bese chhe. Besine ashvasta, vishvasta thai uttama – sukhada – shreshtha asane besi, bamne hatha vade parigrihita, mastake avartta kari, mastake amjali kari shrenika rajane ama kahyum – He devanupriya ! Aje, hum teva prakarani purvokta. Shayyamam suti hati tyare yavat potana mukhamam praveshata hathina svapnane joine jagi. To he devanupriya ! A udara svapnanum mane shum kalyanakari phala prapta thashe\? Sutra samdarbha– 11, 12