Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104709
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१ उत्क्षिप्तज्ञान

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧ ઉત્ક્ષિપ્તજ્ઞાન

Section : Translated Section :
Sutra Number : 9 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं नायाणं एगूणवीसं अज्झयणा पन्नत्ता, तं जहा–उक्खित्तणाए जाव पुंडरीए त्ति य। पढमस्स णं भंते! अज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे दाहिणड्ढभरहे रायगिहे नामं नयरे होत्था –वण्णओ। गुणसिलए चेतिए–वण्णओ। तत्थ णं रायगिहे नयरे सेणिए नामं राया होत्था–महताहिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे वण्णओ।
Sutra Meaning : સૂત્ર– ૯. ભગવન્‌ ! જો શ્રમણ યાવત્‌ સિધ્ધિસ્થાનને સંપ્રાપ્તે જ્ઞાત કથાના ૧૯ – અધ્યયનો કહ્યા છે – ઉત્ક્ષિપ્ત યાવત્‌ પુંડરીક. તો. ભગવન્ ! પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ! તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્દ્ધ ભરતમાં રાજગૃહ નામે નગર હતું. ગુણશીલ ચૈત્ય હતું. તે રાજગૃહ નગરમાં શ્રેણિક નામે રાજા હતો, તે મહાહિમવંત પર્વત સમાન હતો ઈત્યાદિ. નગર, ચૈત્ય અને રાજાનું વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર કરવું. તે શ્રેણિક રાજાને સુકુમાલ હાથપગ યુક્તનંદા નામે રાણી હતી,. સૂત્ર– ૧૦. તે શ્રેણિકનો પુત્ર અને નંદા દેવીનો આત્મજ અભય નામે કુમાર હતો. જે પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિય યુક્ત શરીરવાળો યાવત સ્વરૂપવાન હતો. તે શામ, દંડ, ભેદ અને ઉપપ્રદાન એ ચાર પ્રકારની નીતિ, પ્રયોગ અને નય વિધિમાં નિષ્ણાત હતો. તે ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણા, અર્થશાસ્ત્રમાં વિશારદ હતો, તે ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિક, પારિણામિકી એ ચાર ભેદે બુદ્ધિયુક્ત હતો. શ્રેણિક રાજાને ઘણા કાર્યોમાં, કુટુંબમાં, મંત્રોમાં, ગુહ્ય કાર્યમાં, રહસ્યમાં, નિશ્ચયમાં, આપૃચ્છા – પ્રતિપૃચ્છામાં મેઢી સમાન, આધારરૂપ, આલંબનરૂપ, ચક્ષુભૂત, સર્વ કાર્યોમાં – સર્વ ભૂમિકામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત, વિસ્તીર્ણ વિચાર, રાજ્યધુરા ચિંતક હતો. શ્રેણિક રાજાના રાજ્ય, રાષ્ટ્ર, કોશ, કોષ્ઠાગાર, બલ, વાહન, પૂર, અંતઃપૂરની દેખભાળ કરતો હતો. સૂત્ર સંદર્ભ– ૯, ૧૦
Mool Sutra Transliteration : [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam nayanam egunavisam ajjhayana pannatta, tam jaha–ukkhittanae java pumdarie tti ya. Padhamassa nam bhamte! Ajjhayanassa ke atthe pannatte? Evam khalu jambu! Tenam kalenam tenam samaenam iheva jambuddive dive bharahe vase dahinaddhabharahe rayagihe namam nayare hottha –vannao. Gunasilae chetie–vannao. Tattha nam rayagihe nayare senie namam raya hottha–mahatahimavamta-mahamta-malaya-mamdara-mahimdasare vannao.
Sutra Meaning Transliteration : Sutra– 9. Bhagavan ! Jo shramana yavat sidhdhisthanane samprapte jnyata kathana 19 – adhyayano kahya chhe – utkshipta yavat pumdarika. To. Bhagavan ! Pahela adhyayanano sho artha kahyo chhe\? He jambu! Te kale, te samaye a jambudvipa dvipana bharatakshetrana dakshinarddha bharatamam rajagriha name nagara hatum. Gunashila chaitya hatum. Te rajagriha nagaramam shrenika name raja hato, te mahahimavamta parvata samana hato ityadi. Nagara, chaitya ane rajanum varnana uvavai sutranusara karavum. Te shrenika rajane sukumala hathapaga yuktanamda name rani hati,. Sutra– 10. Te shrenikano putra ane namda devino atmaja abhaya name kumara hato. Je paripurna pamcha indriya yukta shariravalo yavata svarupavana hato. Te shama, damda, bheda ane upapradana e chara prakarani niti, prayoga ane naya vidhimam nishnata hato. Te iha, apoha, margana, gaveshana, arthashastramam visharada hato, te autpatiki, vainayiki, karmika, parinamiki e chara bhede buddhiyukta hato. Shrenika rajane ghana karyomam, kutumbamam, mamtromam, guhya karyamam, rahasyamam, nishchayamam, aprichchha – pratiprichchhamam medhi samana, adhararupa, alambanarupa, chakshubhuta, sarva karyomam – sarva bhumikamam pratishtha prapta, vistirna vichara, rajyadhura chimtaka hato. Shrenika rajana rajya, rashtra, kosha, koshthagara, bala, vahana, pura, amtahpurani dekhabhala karato hato. Sutra samdarbha– 9, 10