Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104483 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२६ जीव, लंश्या, पक्खियं, दृष्टि, अज्ञान |
Translated Chapter : |
શતક-૨૬ જીવ, લંશ્યા, પક્ખિયં, દૃષ્ટિ, અજ્ઞાન |
Section : | उद्देशक-२ थी ११ | Translated Section : | ઉદ્દેશક-૨ થી ૧૧ |
Sutra Number : | 983 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अनंतरोगाढए णं भंते! नेरइए पावं कम्मं किं बंधी–पुच्छा। गोयमा! अत्थेगतिए एवं जहेव अनंतरोववन्नएहिं नवदंडगसंगहिओ उद्देसो भणिओ तहेव अनंतरो-गाढएहिं वि अहीणमतिरित्तो भाणियव्वो नेरइयादीए जाव वेमाणिए। सेवं भंते! सेवं भंते! त्ति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૮૩. ભગવન્ ! અનંતરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે બાંધ્યું૦ એ પ્રમાણે જેમ અનંતરોત્પન્નકના નવ દંડક સહિતનો ઉદ્દેશો કહેલો, તેમ અનંતરાવગાઢ પણ અન્યૂનાધિક નૈરયિક યાવત્ વૈમાનિક સુધી કહેવો. ભગવન્ ! તે એમ જ છે. ૪. સૂત્ર– ૯૮૪. ભગવન્ ! પરંપરાવગાઢ નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન ? પરંપરોત્પન્ન ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવું. ભગવન્ ! તેમજ છે. ૫. સૂત્ર– ૯૮૫. ભગવન્ ! અનંતરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન ? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. ૬. સૂત્ર– ૯૮૬. ભગવન્ ! પરંપરાહારક નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન ? ગૌતમ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. ૭. સૂત્ર– ૯૮૭. ભગવન્ ! અનંતર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન? ગૌતમ! અનંતરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. ૮. સૂત્ર– ૯૮૮. ભગવન્ ! પરંપર પર્યાપ્તક નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન ? ગૌતમ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. ૯. સૂત્ર– ૯૮૯. ભગવન્ ! ચરમ નૈરયિકે પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન ? ગૌતમ! પરંપરોત્પન્ન ઉદ્દેશા મુજબ અહીં સંપૂર્ણ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. ૧૦. સૂત્ર– ૯૯૦. ભગવન્ ! અચરમ નૈરયિકે શું પાપકર્મ બાંધેલુ૦ આદિ પ્રશ્ન ? ગૌતમ! કેટલાકે૦ એ પ્રમાણે જેમ પહેલો ઉદ્દેશો તેમ પહેલો – બીજો ભંગ સર્વત્ર પંચેન્દ્રિય તિર્યંચયોનિક સુધી કહેવું. ભગવન્ ! અચરમ મનુષ્યે શું પાપકર્મ બાંધેલુ૦ પ્રશ્ન. ગૌતમ ! કેટલાકે બાંધેલુ, બાંધે છે, બાંધશે. કેટલાકે બાંધેલુ, બાંધે છે, બાંધશે નહીં. કેટલાકે બાંધેલુ, બાંધતા નથી, બાંધશે. ત્રણ ભંગ. ભગવન્ ! સલેશ્યી અચરમ મનુષ્યે શું પાપકર્મ બાંધેલુ ? પૂર્વવત્ છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ ઉદ્દેશા – ૧ – સમાન કહેવા. વિશેષ એ કે – જે વીસ પદોમાં ચાર ભંગ છે, તેમાં અહીં છેલ્લા ભંગને છોડીને પહેલાના ત્રણ ભંગો કહેવા. અલેશ્યી, કેવળજ્ઞાની, અયોગી આ ત્રણેમાં પ્રશ્ન ન કરવો. બાકી પૂર્વવત્. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક વિશે નૈરયિક સમાન કહેવુ. ભગવન્ ! અચરમ નૈરયિકે શું જ્ઞાનાવરણીય કર્મ બાંધેલુ૦ ? ગૌતમ ! પાપકર્મ સમાન અહીં કહેવું. વિશેષ એ કે – મનુષ્યોમાં સકષાયી અને લોભકષાયીમાં પહેલો, બીજો ભંગ કહેવો અને બાકીના અઢાર પદોમાં છેલ્લા ભંગને છોડીને ત્રણ ભંગ શેષ સર્વત્ર વૈમાનિક પર્યન્ત પૂર્વવત્. દર્શનાવરણીય કર્મમાં એ પ્રમાણે જ બધું કહેવું. વેદનીયમાં સર્વત્ર પણ પહેલો, બીજો ભંગ વૈમાનિક સુધી કહેવો. માત્ર મનુષ્યોમાં અલેશ્યી, કેવળી, અયોગી હોતા નથી. ભગવન્ ! અચરમ નૈરયિકે મોહનીયકર્મ બાંધેલુ૦ ? ગૌતમ! પાપકર્મ માફક બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. ભગવન્ ! અચરમ નૈરયિકે આયુકર્મ બાંધેલુ ? પ્રશ્ન. ગૌતમ! પહેલો, બીજો ભંગ કહેવો. આ પ્રમાણે નૈરયિકોના બહુવચના સર્વે પદોમાં પહેલો, ત્રીજો ભંગ કહેવો. માત્ર સમ્યક્મિથ્યાત્વમાં ત્રીજો ભંગ કહેવો. આ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું. પૃથ્વી, અપ્, વનસ્પતિકાયિકમાં તેજોલેશ્યામાં ત્રીજો ભંગ બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ કહેવો. તેઉ, વાયુમાં સર્વત્ર પહેલા ત્રણ ભંગો, બે – ત્રણ – ચાર ઇન્દ્રિયોમાં એ પ્રમાણે જ કહેવું. માત્ર સમ્યક્ત્વ, અવધિજ્ઞાન, આભિનિબો – ધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન એ ચાર સ્થાનોમાં ત્રીજો ભંગ કહેવો. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં સમ્યક્ મિથ્યાત્વમાં ત્રીજો ભંગ. બાકીના પદોમાં સર્વત્ર પહેલો, ત્રીજો ભંગ. મનુષ્યોમાં સમ્યક્મિથ્યાત્વ, અવેદક, અકષાયમાં ત્રીજો ભંગ. અલેશ્યી, કેવળજ્ઞાન, અયોગીમાં ન પૂછવું. બાકી પદોમાં સર્વત્ર પહેલો – ત્રીજો ભંગ. વ્યંતર – જ્યોતિષ્ક – વૈમાનિકોને નૈરયિકવત્ જાણવા. નામ, ગોત્ર અને અંતરાયકર્મમાં સંપૂર્ણ જ્ઞાનાવરણીય માફક જ કહેવું. ભગવન્ ! તે એમ જ છે એમ જ છે કહી યાવત્ વિચરે છે. સૂત્ર સંદર્ભ– ૯૮૩–૯૯૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] anamtarogadhae nam bhamte! Neraie pavam kammam kim bamdhi–puchchha. Goyama! Atthegatie evam jaheva anamtarovavannaehim navadamdagasamgahio uddeso bhanio taheva anamtaro-gadhaehim vi ahinamatiritto bhaniyavvo neraiyadie java vemanie. Sevam bhamte! Sevam bhamte! Tti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 983. Bhagavan ! Anamtaravagadha nairayike papakarma bamdhelu0 prashna\? Gautama! Ketalake bamdhyum0 e pramane jema anamtarotpannakana nava damdaka sahitano uddesho kahelo, tema anamtaravagadha pana anyunadhika nairayika yavat vaimanika sudhi kahevo. Bhagavan ! Te ema ja chhe. 4. Sutra– 984. Bhagavan ! Paramparavagadha nairayike papakarma bamdhelu0 prashna\? Paramparotpanna uddesha samana sampurna kahevum. Bhagavan ! Temaja chhe. 5. Sutra– 985. Bhagavan ! Anamtaraharaka nairayike papakarma bamdhelu0 prashna\? Gautama! Anamtarotpanna uddesha mujaba sampurna kahevum. 6. Sutra– 986. Bhagavan ! Paramparaharaka nairayike papakarma bamdhelu0 prashna\? Gautama! Paramparotpanna uddesha mujaba sampurna kahevum. 7. Sutra– 987. Bhagavan ! Anamtara paryaptaka nairayike papakarma bamdhelu0 prashna? Gautama! Anamtarotpanna uddesha mujaba sampurna kahevum. 8. Sutra– 988. Bhagavan ! Parampara paryaptaka nairayike papakarma bamdhelu0 prashna\? Gautama! Paramparotpanna uddesha mujaba sampurna kahevum. 9. Sutra– 989. Bhagavan ! Charama nairayike papakarma bamdhelu0 prashna\? Gautama! Paramparotpanna uddesha mujaba ahim sampurna kahevum. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe yavat vichare chhe. 10. Sutra– 990. Bhagavan ! Acharama nairayike shum papakarma bamdhelu0 adi prashna\? Gautama! Ketalake0 e pramane jema pahelo uddesho tema pahelo – bijo bhamga sarvatra pamchendriya tiryamchayonika sudhi kahevum. Bhagavan ! Acharama manushye shum papakarma bamdhelu0 prashna. Gautama ! Ketalake bamdhelu, bamdhe chhe, bamdhashe. Ketalake bamdhelu, bamdhe chhe, bamdhashe nahim. Ketalake bamdhelu, bamdhata nathi, bamdhashe. Trana bhamga. Bhagavan ! Saleshyi acharama manushye shum papakarma bamdhelu\? Purvavat chhella bhamgane chhodine trana bhamga uddesha – 1 – samana kaheva. Vishesha e ke – je visa padomam chara bhamga chhe, temam ahim chhella bhamgane chhodine pahelana trana bhamgo kaheva. Aleshyi, kevalajnyani, ayogi a tranemam prashna na karavo. Baki purvavat. Vyamtara, jyotishka, vaimanika vishe nairayika samana kahevu. Bhagavan ! Acharama nairayike shum jnyanavaraniya karma bamdhelu0\? Gautama ! Papakarma samana ahim kahevum. Vishesha e ke – manushyomam sakashayi ane lobhakashayimam pahelo, bijo bhamga kahevo ane bakina adhara padomam chhella bhamgane chhodine trana bhamga shesha sarvatra vaimanika paryanta purvavat. Darshanavaraniya karmamam e pramane ja badhum kahevum. Vedaniyamam sarvatra pana pahelo, bijo bhamga vaimanika sudhi kahevo. Matra manushyomam aleshyi, kevali, ayogi hota nathi. Bhagavan ! Acharama nairayike mohaniyakarma bamdhelu0\? Gautama! Papakarma maphaka badhum ja vaimanika paryanta kahevum. Bhagavan ! Acharama nairayike ayukarma bamdhelu\? Prashna. Gautama! Pahelo, bijo bhamga kahevo. A pramane nairayikona bahuvachana sarve padomam pahelo, trijo bhamga kahevo. Matra samyakmithyatvamam trijo bhamga kahevo. A pramane stanitakumara sudhi kahevum. Prithvi, ap, vanaspatikayikamam tejoleshyamam trijo bhamga bakina padomam sarvatra pahelo, trijo bhamga kahevo. Teu, vayumam sarvatra pahela trana bhamgo, be – trana – chara indriyomam e pramane ja kahevum. Matra samyaktva, avadhijnyana, abhinibo – dhikajnyana, shrutajnyana e chara sthanomam trijo bhamga kahevo. Pamchendriya tiryamchayonikomam samyak mithyatvamam trijo bhamga. Bakina padomam sarvatra pahelo, trijo bhamga. Manushyomam samyakmithyatva, avedaka, akashayamam trijo bhamga. Aleshyi, kevalajnyana, ayogimam na puchhavum. Baki padomam sarvatra pahelo – trijo bhamga. Vyamtara – jyotishka – vaimanikone nairayikavat janava. Nama, gotra ane amtarayakarmamam sampurna jnyanavaraniya maphaka ja kahevum. Bhagavan ! Te ema ja chhe ema ja chhe kahi yavat vichare chhe. Sutra samdarbha– 983–990 |