Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104173
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-१६

Translated Chapter :

શતક-૧૬

Section : उद्देशक-५ गंगदत्त Translated Section : ઉદ્દેશક-૫ ગંગદત્ત
Sutra Number : 673 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं उल्लुयतीरे नामं नगरे होत्था–वण्णओ। एगजंबुए चेइए–वण्णओ। तेणं कालेणं तेणं समएणं सामी समोसढे जाव परिसा पज्जुवासति। तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी–एवं जहेव बितियउद्देसए तहेव दिव्वेणं जाणविमानेणं आगओ जाव जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– देवे णं भंते! महिड्ढिए जाव महेसक्खे बाहिरए पोग्गले अपरियाइत्ता पभू आगमित्तए? नो इणट्ठे समट्ठे। देवे णं भंते! महिड्ढिए जाव महेसक्खे बाहिरए पोग्गले परियाइत्ता पभू आगमित्तए? हंता पभू। देवे णं भंते! महिड्ढिए जाव महेसक्खे एवं एएणं अभिलावेणं गमित्तए वा, भासित्तए वा, विआगरित्तए वा, उम्मिसावेत्तए वा, निमिसावेत्तए वा, आउंटावेत्तए वा, ठाणं वा सेज्जं वा निसीहियं वा चेइत्तए वा, विउव्वित्तए वा, परियारेत्तए वा जाव हंता पभू –इमाइं अट्ठ उक्खित्तपसिणवागरणाइं पुच्छइ, पुच्छित्ता संभंतियवंदनएणं वंदति, वंदित्ता तमेव दिव्वं जाणविमाणं द्रुहति, द्रुहित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए।
Sutra Meaning : સૂત્ર– ૬૭૩. તે કાળે, તે સમયે ઉલ્લૂકતીર નામે નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સ્વામી પધાર્યા, પર્ષદા પાછી ગઈ. નગર અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજ્રપાણી, એ રીતે જેમ બીજા ઉદ્દેશામાં કહ્યું, તેમ દિવ્ય યાન વિમાન વડે આવ્યા. યાવત્‌ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને યાવત્‌ નમીને આમ કહ્યું – ભગવન્‌ ! મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્‌ગલોને ગ્રહણ કર્યા વિના અહીં આવવાને સમર્થ છે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્‌ગલ ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે ? હા, સમર્થ છે. ભગવન્‌ ! મહર્દ્ધિક દેવ૦ એ પ્રમાણે આ આલાવાથી ૧.આવવા, ૨.જવા, ૩.બોલવા,ઉત્તર દેવા, ૪.આંખ ખોલવા કે બંધ કરવા, ૫.સંકોચન કે પ્રસારણમાં, ૬.સ્થાન – શય્યા – નિષદ્યા કરવામાં, ૭.વિકુર્વણા કરવામાં, ૮.પરિચારણા કરવામાં સમર્થ છે ? યાવત્‌ હા, સમર્થ છે. આ આઠ ઉત્ક્ષિપ્ત પ્રશ્નોના ઉત્તરો પૂછ્યા, પૂછીને સંભ્રમપૂર્વક વંદન કર્યા, કરીને તે જ દિવ્ય યાન વિમાનમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. સૂત્ર– ૬૭૪. ભગવન્‌ ! એમ સંબોધીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમન કરીને આમ પૂછ્યું – અન્ય કોઈ દિવસોમાં હે ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર આપ દેવાનુપ્રિયને વંદન, નમન, સત્કાર, યાવત્‌ પર્યુપાસના કરે છે, પણ હે ભગવન્‌ ! આજે શક્રેન્દ્ર આપને આઠ પ્રશ્નોના ઉત્તર પૂછીને સંભ્રાંતતાથી વંદન, નમન યાવત્‌ કરીને જલદી ચાલ્યો ગયો, તેનું શું કારણ ? ગૌતમાદિને આમંત્રીને ભગવંતે કહ્યું – હે ગૌતમ ! તે કાળે, તે સમયે મહાશુક્ર કલ્પના મહાસામાન્ય નામના વિમાનમાં મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય બે દેવો એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદૃષ્ટિ, બીજો અમાયી સમ્યગ્‌દૃષ્ટિ હતો. ત્યારે તે માયીમિથ્યાદૃષ્ટિ ઉપપન્નક દેવે, તે અમાયી સમ્યગ્‌દૃષ્ટિ ઉપપન્નક દેવને આમ કહ્યું – પરિણમતા પુદ્‌ગલ પરિણત ન કહેવાય, અપરિણત કહેવાય. કેમ કે તે પરિણત થઈ રહ્યા છે. તેથી આવા પુદ્‌ગલો પરિણત નથી, અપરિણત છે. ત્યારે અમાયી સમ્યગ્‌દૃષ્ટિ દેવે માયી મિથ્યાદૃષ્ટિ દેવને કહ્યું કે – પરિણમતા પુદ્‌ગલ પરિણત કહેવાય, અપરિણત નહીં, કેમ કે તે પુદ્‌ગલો પરિણમી રહ્યા છે, માટે પરિણત છે, અપરિણત નથી. આમ કહીને અમાયી સમ્યગ્‌ – દૃષ્ટિ દેવે, તેને પરાજિત કર્યો. ત્યારે અમાયી સમ્યગ્‌દૃષ્ટિ દેવે અવધિજ્ઞાન પ્રયોજીને મને જોયો, જોઈને તેને એવો વિચાર યાવત્‌ ઉત્પન્ન થયો કે – શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલ્લૂકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઇ યાવત્‌ વિચરે છે. તો મારે માટે શ્રેયસ્કર છે કે હું ભગવંતને વાંદી યાવત્‌ પર્યુપાસીને આ પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવું. એ પ્રમાણે વિચાર કર્યો, કરીને ૪૦૦૦ સામાનિક દેવોના પરિવાર સાથે સૂર્યાભદેવની માફક યાવત્‌ નિર્ઘોષનાદિત શબ્દો સહ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ઉલ્લૂકાતીર નગરમાં એકજંબૂક ચૈત્યમાં મારી પાસે આવવા નીકળ્યો. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર તે દેવની દિવ્ય દેવઋદ્ધિ, દેવદ્યુતિ, દેવાનુભાગ, તેજોલેશ્યાને સહન ન કરવાથી મને આઠ ઉક્ષિપ્ત પ્રશ્ન – વ્યાકરણ પૂછી સંભ્રાતપણે યાવત્‌ ગયો. સૂત્ર– ૬૭૫. જ્યારે શ્રમણ ભગવંત મહાવીર ગૌતમસ્વામીને ઉક્ત વાત કહી રહ્યા હતા, તેટલામાં તે દેવ જલદીથી ત્યાં આવી ગયો. ત્યારે તે દેવે શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત વંદન, નમસ્કાર કરીને આમ કહ્યું – ભગવન્‌ ! મહાશુક્ર કલ્પના મહાસામાન્ય વિમાનમાં ઉત્પન્ન એક માયી મિથ્યાદૃષ્ટિ દેવે મને આમ કહ્યું – પરિણમતા પુદ્‌ગલો પરિણત નથી. અપરિણત જ પરિણમે છે. કેમ કે તે પુદ્‌ગલો પરિણમી રહ્યા છે તેથી તે પરિણત નથી, પણ અપરિણત છે. ત્યારે મેં તે માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક દેવને એમ કહ્યું કે – પરિણમતા પુદ્‌ગલ પરિણત છે, અપરિણત નથી. કેમ કે તે પુદ્‌ગલો પરિણત થઈ રહ્યા છે, માટે પરિણત કહેવાય, અપરિણત નહીં. આ કથન કેવું છે ? ગંગદત્તને આમંત્રીને ભગવંતે ગંગદત્તને આમ કહ્યું – હે ગંગદત્ત! હું પણ એ પ્રમાણે જ કહું છું આદિ. પરિણમતા પુદ્‌ગલો યાવત્‌ અપરિણત નથી. આ અર્થ સત્ય છે. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત મહાવીર પાસે આ અર્થ સાંભળી, અવધારી, હર્ષિત – તુષ્ટિત થઈ ભગવંતને વંદન – નમસ્કાર કર્યા. કરીને બહુ દૂર નહીં તે રીતે યાવત્‌ પર્યુપાસના કરવા લાગ્યો. ત્યારે ભગવંતે ગંગદત્ત દેવને અને પર્ષદાને યાવત્‌ ધર્મ કહ્યો યાવત્‌ આરાધક થયો. ત્યારે તે ગંગદત્ત દેવ ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત – તુષ્ટિત થઈ, ઉત્થાનથી ઉઠીને ભગવંતને વંદન – નમન કર્યું, કરીને આમ કહ્યું – હે ભગવન્‌ ! હું ગંગદત્ત દેવ શું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? એ પ્રમાણે સૂર્યાભદેવવત્‌ કહેવું યાવત્‌ બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડી, પછી યાવત્‌ તે જ દિશામાં પાછો ગયો. સૂત્ર સંદર્ભ– ૬૭૩–૬૭૫
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam ulluyatire namam nagare hottha–vannao. Egajambue cheie–vannao. Tenam kalenam tenam samaenam sami samosadhe java parisa pajjuvasati. Tenam kalenam tenam samaenam sakke devimde devaraya vajjapani–evam jaheva bitiyauddesae taheva divvenam janavimanenam agao java jeneva samane bhagavam mahavire teneva uvagachchhai, uvagachchhitta samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta evam vayasi– Deve nam bhamte! Mahiddhie java mahesakkhe bahirae poggale apariyaitta pabhu agamittae? No inatthe samatthe. Deve nam bhamte! Mahiddhie java mahesakkhe bahirae poggale pariyaitta pabhu agamittae? Hamta pabhu. Deve nam bhamte! Mahiddhie java mahesakkhe evam eenam abhilavenam gamittae va, bhasittae va, viagarittae va, ummisavettae va, nimisavettae va, aumtavettae va, thanam va sejjam va nisihiyam va cheittae va, viuvvittae va, pariyarettae va java hamta pabhu –imaim attha ukkhittapasinavagaranaim puchchhai, puchchhitta sambhamtiyavamdanaenam vamdati, vamditta tameva divvam janavimanam druhati, druhitta jameva disam paubbhue tameva disam padigae.
Sutra Meaning Transliteration : Sutra– 673. Te kale, te samaye ullukatira name nagara hatum. Ekajambuka chaitya hatum. Te kale, te samaye bhagavamta mahavira svami padharya, parshada pachhi gai. Nagara ane chaityanum varnana uvavai sutranusara janavum. Te kale, te samaye devendra devaraja shakra, vajrapani, e rite jema bija uddeshamam kahyum, tema divya yana vimana vade avya. Yavat jyam shramana bhagavamta mahavira hata, tyam avine yavat namine ama kahyum – bhagavan ! Maharddhika yavat mahasaukhya deva bahya pudgalone grahana karya vina ahim avavane samartha chhe\? Na, te artha samartha nathi. Bhagavan ! Maharddhika yavat mahasaukhya deva bahya pudgala grahana karine ahim avava samartha chhe\? Ha, samartha chhe. Bhagavan ! Maharddhika deva0 e pramane a alavathi 1.Avava, 2.Java, 3.Bolava,uttara deva, 4.Amkha kholava ke bamdha karava, 5.Samkochana ke prasaranamam, 6.Sthana – shayya – nishadya karavamam, 7.Vikurvana karavamam, 8.Paricharana karavamam samartha chhe\? Yavat ha, samartha chhe. A atha utkshipta prashnona uttaro puchhya, puchhine sambhramapurvaka vamdana karya, karine te ja divya yana vimanamam arudha thaine, je dishathi avelo, te ja dishamam pachho gayo. Sutra– 674. Bhagavan ! Ema sambodhine gautamasvamie shramana bhagavamta mahavirane vamdana, namana karine ama puchhyum – anya koi divasomam he bhagavan ! Devendra devaraja shakra apa devanupriyane vamdana, namana, satkara, yavat paryupasana kare chhe, pana he bhagavan ! Aje shakrendra apane atha prashnona uttara puchhine sambhramtatathi vamdana, namana yavat karine jaladi chalyo gayo, tenum shum karana\? Gautamadine amamtrine bhagavamte kahyum – He gautama ! Te kale, te samaye mahashukra kalpana mahasamanya namana vimanamam maharddhika yavat mahasaukhya be devo eka ja vimanamam devapane utpanna thaya. Temam eka mayi mithyadrishti, bijo amayi samyagdrishti hato. Tyare te mayimithyadrishti upapannaka deve, te amayi samyagdrishti upapannaka devane ama kahyum – parinamata pudgala parinata na kahevaya, aparinata kahevaya. Kema ke te parinata thai rahya chhe. Tethi ava pudgalo parinata nathi, aparinata chhe. Tyare amayi samyagdrishti deve mayi mithyadrishti devane kahyum ke – parinamata pudgala parinata kahevaya, aparinata nahim, kema ke te pudgalo parinami rahya chhe, mate parinata chhe, aparinata nathi. Ama kahine amayi samyag – drishti deve, tene parajita karyo. Tyare amayi samyagdrishti deve avadhijnyana prayojine mane joyo, joine tene evo vichara yavat utpanna thayo ke – shramana bhagavamta mahavira jambudvipana bharatakshetramam ullukatira nagaramam ekajambuka chaityamam yathapratirupa avagraha lai yavat vichare chhe. To mare mate shreyaskara chhe ke hum bhagavamtane vamdi yavat paryupasine a prashna puchhine uttara melavum. E pramane vichara karyo, karine 4000 samanika devona parivara sathe suryabhadevani maphaka yavat nirghoshanadita shabdo saha jambudvipana bharatakshetramam ullukatira nagaramam ekajambuka chaityamam mari pase avava nikalyo. Tyare te devendra devaraja shakra te devani divya devariddhi, devadyuti, devanubhaga, tejoleshyane sahana na karavathi mane atha ukshipta prashna – vyakarana puchhi sambhratapane yavat gayo. Sutra– 675. Jyare shramana bhagavamta mahavira gautamasvamine ukta vata kahi rahya hata, tetalamam te deva jaladithi tyam avi gayo. Tyare te deve shramana bhagavamta mahavirane trana vakhata vamdana, namaskara karine ama kahyum – bhagavan ! Mahashukra kalpana mahasamanya vimanamam utpanna eka mayi mithyadrishti deve mane ama kahyum – parinamata pudgalo parinata nathi. Aparinata ja pariname chhe. Kema ke te pudgalo parinami rahya chhe tethi te parinata nathi, pana aparinata chhe. Tyare mem te mayi mithyadrishti upapannaka devane ema kahyum ke – parinamata pudgala parinata chhe, aparinata nathi. Kema ke te pudgalo parinata thai rahya chhe, mate parinata kahevaya, aparinata nahim. A kathana kevum chhe\? Gamgadattane amamtrine bhagavamte gamgadattane ama kahyum – he gamgadatta! Hum pana e pramane ja kahum chhum adi. Parinamata pudgalo yavat aparinata nathi. A artha satya chhe. Tyare te gamgadatta deva bhagavamta mahavira pase a artha sambhali, avadhari, harshita – tushtita thai bhagavamtane vamdana – namaskara karya. Karine bahu dura nahim te rite yavat paryupasana karava lagyo. Tyare bhagavamte gamgadatta devane ane parshadane yavat dharma kahyo yavat aradhaka thayo. Tyare te gamgadatta deva bhagavamta pase dharma sambhali, avadhari, harshita – tushtita thai, utthanathi uthine bhagavamtane vamdana – namana karyum, karine ama kahyum – he bhagavan ! Hum gamgadatta deva shum bhavasiddhika chhum ke abhavasiddhika\? E pramane suryabhadevavat kahevum yavat batrishavidha nrityavidhi dekhadi, pachhi yavat te ja dishamam pachho gayo. Sutra samdarbha– 673–675