Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103653
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-३

Translated Chapter :

શતક-૩

Section : उद्देशक-१ चमर विकुर्वणा Translated Section : ઉદ્દેશક-૧ ચમર વિકુર્વણા
Sutra Number : 153 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जइ णं भंते! चमरस्स असुरिंदस्स असुररन्नो सामानियदेवा एमहिड्ढीया जाव एवतियं च णं पभू विकुव्वित्तए, चमरस्स णं भंते! असुरिंदस्स असुररन्नो तावत्तीसया देवा केमहिड्ढीया? तावत्तीसया जहा सामाणिया तहा नेयव्वा। लोयपाला तहेव, नवरं–संखेज्जा दीव-समुद्दा भाणियव्वा। जइ णं भंते! चमरस्स असुरिंदस्स असुररन्नो लोगपाला देवा एमहिड्ढीया जाव एवतियं च णं पभू विकुव्वित्तए, चमरस्स णं असुरिंदस्स असुररन्नो अग्गमहिसीओ देवीओ केमहिड्ढियाओ जाव केवइयं च णं पभू विकुव्वित्तए? गोयमा! चमरस्स णं असुरिंदस्स असुररन्नो अग्गमहिसीओ देवीओ महिड्ढियाओ जाव महानु-भागाओ। ताओ णं तत्थ साणं-साणं भवणाणं, साणं-साणं सामानियसाहस्सीणं, साणं-साणं महत्तरियाणं, साणं-साणं परिसाणं जाव एमहिड्ढीयाओ। अन्नं जहा लोगपालाणं अपरिसेसं। सेवं भंते! सेवं भंते! त्ति
Sutra Meaning : સૂત્ર– ૧૫૩. ભગવન્‌ ! જો અસુરેન્દ્ર અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો યાવત્‌ એવી વિકુર્વણાવાળો છે, તો ભગવન્‌ ! અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવોની કેવી મોટી ઋદ્ધિ યાવત્‌ વિકુર્વણા શક્તિ છે ? ગૌતમ ! અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવો મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ છે, તેઓ ત્યાં પોત – પોતાના ભવનો ઉપર – સામાનિકો ઉપર – પટ્ટરાણી ઉપર યાવત્‌ દિવ્ય ભોગોને ભોગવતા વિચરે છે. આવા ઋદ્ધિવાન છે યાવત્‌ તેમની વિકુર્વણા શક્તિ આટલી છે – જેમ કોઈ યુવાન પોતાના હાથે યુવતિનો હાથ પકડે, જેમ ચક્રની નાભિ આરાયુક્ત હોય તેમ હે ગૌતમ ! અસુરેન્દ્ર ચમરના એક એક સામાનિક દેવ વૈક્રિય સમુદ્‌ઘાત વડે સમવહત થઈને યાવત્‌ બીજી વખત પણ વૈક્રિય સમુદ્‌ઘાત કરીને હે ગૌતમ ! અસુરેન્દ્ર ચમરના એક એક સામાનિક ઘણા અસુરકુમાર દેવ – દેવી વડે સંપૂર્ણ જંબૂદ્વીપને આકીર્ણ યાવત્‌ અવગાઢાવગાઢ કરવાને સમર્થ છે. વળી હે ગૌતમ ! તે સામાનિક દેવ તિર્છા અસંખ્ય દ્વીપ – સમુદ્રોને ઘણા અસુરકુમાર દેવ – દેવી વડે આકીર્ણ યાવત્‌ અવગાઢાવગાઢ કરવા સમર્થ છે. હે ગૌતમ ! અસુરેન્દ્ર ચમરના એક એક સામાનિક દેવની આવા પ્રકારની શક્તિ – વિષય માત્ર કહ્યો છે, પણ સંપ્રાપ્તિથી વિકુર્વેલ નથી – વિકુર્વતા નથી – વિકુર્વશે નહીં. ભગવન્‌ ! જો અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દેવોની આવી મહાઋદ્ધિ યાવત્‌ આટલી વિકુર્વણા શક્તિ છે, તો અસુરેન્દ્ર ચમરના ત્રાયસ્ત્રિંશક દેવોની કેટલી મહાઋદ્ધિ છે ? ત્રાયસ્ત્રિંશક દેવોને સામાનિક દેવો જેવા જાણવા. લોકપાલોને વિશે પણ એમ જ કહેવું. વિશેષ એ કે – તેઓમાં સંખ્યાત દ્વીપ સમુદ્રોને ઘણા અસુરકુમાર દેવ – દેવી વડે આકીર્ણ યાવત્‌ વિકુર્વશે નહીં તેમ કહેવું. ભગવન્‌ ! જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમરના લોકપાલો એવી મોટી ઋદ્ધિવાળા યાવત્‌ આટલી વિકુર્વણા કરવા સમર્થ છે, તો અસુરેન્દ્ર ચમરની અગ્રમહિષી દેવી કેટલી ઋદ્ધિવાળા અને વિકુર્વણા કરવા સમર્થ છે ? ગૌતમ ! અસુરેન્દ્ર ચમરની અગ્રમહિષીઓ મહાઋદ્ધિ યાવત્‌ મહાનુભાગ છે તેઓ તેમના પોત – પોતાના ભવનો, ૧૦૦૦ સામાનિક દેવો, મહત્તરિકાઓ, પર્ષદાનું સ્વામીત્વ ભોગવે છે, તેમની આટલી મહાઋદ્ધિ છે, બાકી બધું લોકપાલો સમાન જાણવું જોઈએ. સૂત્ર– ૧૫૪. હે ભગવન્‌ ! તે એ પ્રમાણે જ છે, એ પ્રમાણે જ છે, એમ કહી દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ અણગાર શ્રમણ ભગવન્‌ મહાવીરને વાંદી, નમી, જ્યાં ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગાર છે, ત્યાં આવે છે અને વાયુભૂતિને આ પ્રમાણે કહે છે – હે ગૌતમ ! નિશ્ચિત છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલી મોટી ઋદ્ધિવાળો છે. ઇત્યાદિ બધું અગ્રમહિષી સુધીનું અણપૂછ્યે વૃત્તાંત રૂપે અહીં કહેવું. ત્યારે તે વાયુભૂતિ અણગારને, અગ્નિભૂતિ અણગારે આ પ્રમાણે કહેલ – ભાખેલ – જણાવેલ – પ્રરૂપેલ વાતમાં શ્રદ્ધા – પ્રતીતિ – રૂચિ થતી નથી. આ વાતની શ્રદ્ધા – પ્રતીતિ – રૂચિ ન કરતા આસનેથી ઊઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે. યાવત્‌ પર્યુપાસના કરતા આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! અગ્નિભૂતિ અણગારે મને આ પ્રમાણે કહ્યું યાવત્‌ પ્રરૂપ્યું કે હે ગૌતમ ! અસુરેન્દ્ર ચમર આટલી મોટી ઋદ્ધિવાળો યાવત્‌ મહાનુભાવ છે, ત્યાં ૩૪ લાખ ભવનાવાસ ઉપર આધિપત્ય ભોગવે છે, ઇત્યાદિ બધું અગ્રમહિષીઓ પર્યન્તનું કહેવું. ભગવન્‌ ! તો એ તે પ્રમાણે કેવી રીતે છે ? હે ગૌતમ ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીર વાયુભૂતિ અણગારને આમ કહે છે – ગૌતમ ! જેમ તને અગ્નિભૂતિ અણગારે આ કહ્યું યાવત્‌ પ્રરૂપ્યું, તો નિશ્ચે હે ગૌતમ ! ચમરની મહાઋદ્ધિ યાવત્‌ અગ્રમહિષી પર્યન્તની વક્તવ્યતા સંમત્ત છે. એ સત્ય છે. હે ગૌતમ ! હું પણ આમ જ કહું છું યાવત્‌ પ્રરૂપું છું કે હે ગૌતમ ! ચમરની યાવત્‌ આટલી મહાઋદ્ધિ છે આદિ આખો આલાવો કહેવો યાવત્‌ અગ્રમહિષી. આ અર્થ સત્ય છે. હે ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે. વાયુભૂતિ અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વંદી – નમી અગ્નિભૂતિ અણગાર પાસે આવી, તેમને વંદન – નમસ્કાર કરી, ઉક્ત અર્થને માની, વિનયપૂર્વક તેમને વારંવાર ખમાવે છે. સૂત્ર– ૧૫૫. પછી તે ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગાર, બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગાર સાથે શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા યાવત્‌ પર્યુપાસતા આમ કહ્યું – ભગવન્‌ ! જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આવી મહાઋદ્ધિ યાવત્‌ આટલી વિકુર્વણા શક્તિ છે, તો વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલિ કેવી મોટી ઋદ્ધિવાળો યાવત્‌ કેટલી વિકુર્વણા શક્તિવાળો છે ? ગૌતમ ! વૈરોચનેન્દ્ર બલિ મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ છે. તે ૩૦ લાખ ભવનો, ૬૦ હજાર સામાનિકોનો અધિપતિ છે બાકી બધું ચમર માફક બલિનું જાણવું. વિશેષ આ – સાતિરેક જંબૂદ્વીપક્ષેત્રને પરિપૂર્ણ કરી શકે છે તેમ કહેવું. બાકીનું સંપૂર્ણ ચમરવત જાણવું. ભવનો, સામાનિકોમાં ભેદ છે, હે ભગવન્‌ ! તે એમ જ છે – એમ જ છે યાવત્‌ વાયુભૂતિ વિચરે છે. ભગવન્‌ ! એમ કહી બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વંદી – નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્‌ ! જો વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલિની આવી મહાઋદ્ધિ યાવત્‌ આટલું વિકુર્વણા સામર્થ્ય છે, તો નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણની કેવી મહાઋદ્ધિ યાવત્‌ વિકુર્વણા સામર્થ્ય છે ? ગૌતમ ! નાગેન્દ્ર ધરણની આવી મહાઋદ્ધિ યાવત્‌ તે ૪૪ – લાખ ભવનાવાસો, ૬૦૦૦ સામાનિક દેવો, ૩૩ – ત્રાયસ્ત્રિંશક દેવો, ૪ – લોકપાલો, સપરિવાર છ અગ્રમહિષીઓ, ૩ – પર્ષદા, ૭ – સૈન્યો, ૭ – સૈન્યાધિપતિઓ, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજાનું આધિપત્ય કરતો યાવત્‌ વિચરે છે. તેની વિકુર્વણા શક્તિ આટલી છે – જેમ કોઈ યુવાન યુવતિને યાવત્‌ સંપૂર્ણ જંબૂદ્વીપને યાવત્‌ તિર્છા સંખ્યાત દ્વીપસમુદ્રોને ઘણા નાગકુમારો વડે યાવત્‌ તે વિકુર્વશે નહીં. સામાનિક, ત્રાયસ્ત્રિંશક, લોકપાલ, અગ્રમહિષીઓ વિશે ચમરવત કહેવું. ચમરની જેમ ધરણની આવી મહાઋદ્ધિ છે. વિશેષ એ કે – સંખ્યાત દ્વીપસમુદ્રો કહેવા. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્કોને પણ જાણવા. વિશેષ આ – દક્ષિણના ઇન્દ્રો વિશે બધું અગ્નિભૂતિ પૂછે છે, ઉત્તરના ઇન્દ્રો વિશે બધું વાયુભૂતિ પૂછે છે. ભગવન્‌ ! એમ કહી બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગાર ભગવંત મહાવીરને વાંદી – નમીને આમ પૂછ્યું – ભગવન્‌ ! જો જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ્કરાજની આવી મહાઋદ્ધિ છે યાવત્‌ આવી વિકુર્વણા શક્તિ છે, તો દેવેન્દ્ર દેવરાજ શક્રની કેવી મહા – ઋદ્ધિ યાવત્‌ વિકુર્વણા સામર્થ્ય છે ? ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ છે, તે ૩૨ – લાખ વિમાન, ૮૪,૦૦૦ સામાનિક યાવત્‌ ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવ અને બીજાનું આધિપત્ય કરતો વિચરે છે આવી મહાઋદ્ધિ યાવત્‌ આવું વિકુર્વણા સામર્થ્ય છે. એ ચમર માફક કહેવું. વિશેષ એ કે – બે સંપૂર્ણ જંબૂદ્વીપ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરવા સમર્થ છે, બાકીનું પૂર્વવત્‌ જાણવું. ગૌતમ ! આ દેવેન્દ્ર શક્રનો શક્તિ – વિષયમાત્ર છે. સંપ્રાપ્તિથી કદી તેણે તેમ વિકુર્વેલ નથી, વિકુર્વતો નથી, વિકુર્વશે નહીં. સૂત્ર સંદર્ભ– ૧૫૩–૧૫૫
Mool Sutra Transliteration : [sutra] jai nam bhamte! Chamarassa asurimdassa asuraranno samaniyadeva emahiddhiya java evatiyam cha nam pabhu vikuvvittae, chamarassa nam bhamte! Asurimdassa asuraranno tavattisaya deva kemahiddhiya? Tavattisaya jaha samaniya taha neyavva. Loyapala taheva, navaram–samkhejja diva-samudda bhaniyavva. Jai nam bhamte! Chamarassa asurimdassa asuraranno logapala deva emahiddhiya java evatiyam cha nam pabhu vikuvvittae, chamarassa nam asurimdassa asuraranno aggamahisio devio kemahiddhiyao java kevaiyam cha nam pabhu vikuvvittae? Goyama! Chamarassa nam asurimdassa asuraranno aggamahisio devio mahiddhiyao java mahanu-bhagao. Tao nam tattha sanam-sanam bhavananam, sanam-sanam samaniyasahassinam, sanam-sanam mahattariyanam, sanam-sanam parisanam java emahiddhiyao. Annam jaha logapalanam aparisesam. Sevam bhamte! Sevam bhamte! Tti
Sutra Meaning Transliteration : Sutra– 153. Bhagavan ! Jo asurendra asuraraja chamara evi moti riddhivalo yavat evi vikurvanavalo chhe, to bhagavan ! Asurendra chamarana samanika devoni kevi moti riddhi yavat vikurvana shakti chhe\? Gautama ! Asurendra chamarana samanika devo maharddhika yavat mahanubhaga chhe, teo tyam pota – potana bhavano upara – samaniko upara – pattarani upara yavat divya bhogone bhogavata vichare chhe. Ava riddhivana chhe yavat temani vikurvana shakti atali chhe – jema koi yuvana potana hathe yuvatino hatha pakade, jema chakrani nabhi arayukta hoya tema he gautama ! Asurendra chamarana eka eka samanika deva vaikriya samudghata vade samavahata thaine yavat biji vakhata pana vaikriya samudghata karine he gautama ! Asurendra chamarana eka eka samanika ghana asurakumara deva – devi vade sampurna jambudvipane akirna yavat avagadhavagadha karavane samartha chhe. Vali he gautama ! Te samanika deva tirchha asamkhya dvipa – samudrone ghana asurakumara deva – devi vade akirna yavat avagadhavagadha karava samartha chhe. He gautama ! Asurendra chamarana eka eka samanika devani ava prakarani shakti – vishaya matra kahyo chhe, pana sampraptithi vikurvela nathi – vikurvata nathi – vikurvashe nahim. Bhagavan ! Jo asurendra asuraraja chamarana samanika devoni avi mahariddhi yavat atali vikurvana shakti chhe, to asurendra chamarana trayastrimshaka devoni ketali mahariddhi chhe\? Trayastrimshaka devone samanika devo jeva janava. Lokapalone vishe pana ema ja kahevum. Vishesha e ke – teomam samkhyata dvipa samudrone ghana asurakumara deva – devi vade akirna yavat vikurvashe nahim tema kahevum. Bhagavan ! Jyare asurendra asuraraja chamarana lokapalo evi moti riddhivala yavat atali vikurvana karava samartha chhe, to asurendra chamarani agramahishi devi ketali riddhivala ane vikurvana karava samartha chhe\? Gautama ! Asurendra chamarani agramahishio mahariddhi yavat mahanubhaga chhe teo temana pota – potana bhavano, 1000 samanika devo, mahattarikao, parshadanum svamitva bhogave chhe, temani atali mahariddhi chhe, baki badhum lokapalo samana janavum joie. Sutra– 154. He bhagavan ! Te e pramane ja chhe, e pramane ja chhe, ema kahi dvitiya gautama agnibhuti anagara shramana bhagavan mahavirane vamdi, nami, jyam trija gautama vayubhuti anagara chhe, tyam ave chhe ane vayubhutine a pramane kahe chhe – he gautama ! Nishchita chhe ke asurendra asuraraja chamara atali moti riddhivalo chhe. Ityadi badhum agramahishi sudhinum anapuchhye vrittamta rupe ahim kahevum. Tyare te vayubhuti anagarane, agnibhuti anagare a pramane kahela – bhakhela – janavela – prarupela vatamam shraddha – pratiti – ruchi thati nathi. A vatani shraddha – pratiti – ruchi na karata asanethi uthine shramana bhagavamta mahavira pase ave chhe. Yavat paryupasana karata a pramane kahyum – bhagavan ! Agnibhuti anagare mane a pramane kahyum yavat prarupyum ke he gautama ! Asurendra chamara atali moti riddhivalo yavat mahanubhava chhe, tyam 34 lakha bhavanavasa upara adhipatya bhogave chhe, ityadi badhum agramahishio paryantanum kahevum. Bhagavan ! To e te pramane kevi rite chhe\? He gautama ! Ema kahi shramana bhagavamta mahavira vayubhuti anagarane ama kahe chhe – gautama ! Jema tane agnibhuti anagare a kahyum yavat prarupyum, to nishche he gautama ! Chamarani mahariddhi yavat agramahishi paryantani vaktavyata sammatta chhe. E satya chhe. He gautama ! Hum pana ama ja kahum chhum yavat prarupum chhum ke he gautama ! Chamarani yavat atali mahariddhi chhe adi akho alavo kahevo yavat agramahishi. A artha satya chhe. He bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Vayubhuti anagara shramana bhagavamta mahavirane vamdi – nami agnibhuti anagara pase avi, temane vamdana – namaskara kari, ukta arthane mani, vinayapurvaka temane varamvara khamave chhe. Sutra– 155. Pachhi te trija gautama vayubhuti anagara, bija gautama agnibhuti anagara sathe shramana bhagavamta mahavira pase avya yavat paryupasata ama kahyum – bhagavan ! Jyare asurendra asuraraja chamarani avi mahariddhi yavat atali vikurvana shakti chhe, to vairochanendra, vairochanaraja bali kevi moti riddhivalo yavat ketali vikurvana shaktivalo chhe\? Gautama ! Vairochanendra bali maharddhika yavat mahanubhaga chhe. Te 30 lakha bhavano, 60 hajara samanikono adhipati chhe baki badhum chamara maphaka balinum janavum. Vishesha a – satireka jambudvipakshetrane paripurna kari shake chhe tema kahevum. Bakinum sampurna chamaravata janavum. Bhavano, samanikomam bheda chhe, He bhagavan ! Te ema ja chhe – ema ja chhe yavat vayubhuti vichare chhe. Bhagavan ! Ema kahi bija gautama agnibhuti anagare shramana bhagavamta mahavirane vamdi – namine a pramane kahyum – bhagavan ! Jo vairochanendra, vairochanaraja balini avi mahariddhi yavat atalum vikurvana samarthya chhe, to nagakumarendra, nagakumararaja dharanani kevi mahariddhi yavat vikurvana samarthya chhe\? Gautama ! Nagendra dharanani avi mahariddhi yavat te 44 – lakha bhavanavaso, 6000 samanika devo, 33 – trayastrimshaka devo, 4 – lokapalo, saparivara chha agramahishio, 3 – parshada, 7 – sainyo, 7 – sainyadhipatio, 24,000 atmarakshaka devo, bijanum adhipatya karato yavat vichare chhe. Teni vikurvana shakti atali chhe – jema koi yuvana yuvatine yavat sampurna jambudvipane yavat tirchha samkhyata dvipasamudrone ghana nagakumaro vade yavat te vikurvashe nahim. Samanika, trayastrimshaka, lokapala, agramahishio vishe chamaravata kahevum. Chamarani jema dharanani avi mahariddhi chhe. Vishesha e ke – samkhyata dvipasamudro kaheva. E pramane yavat stanitakumara, vyamtara, jyotishkone pana janava. Vishesha a – dakshinana indro vishe badhum agnibhuti puchhe chhe, uttarana indro vishe badhum vayubhuti puchhe chhe. Bhagavan ! Ema kahi bija gautama agnibhuti anagara bhagavamta mahavirane vamdi – namine ama puchhyum – bhagavan ! Jo jyotishendra, jyotishkarajani avi mahariddhi chhe yavat avi vikurvana shakti chhe, to devendra devaraja shakrani kevi maha – riddhi yavat vikurvana samarthya chhe\? Gautama ! Devendra devaraja shakra maharddhika yavat mahanubhaga chhe, te 32 – lakha vimana, 84,000 samanika yavat 3,36,000 atmarakshaka deva ane bijanum adhipatya karato vichare chhe avi mahariddhi yavat avum vikurvana samarthya chhe. E chamara maphaka kahevum. Vishesha e ke – be sampurna jambudvipa jetala kshetrane vyapta karava samartha chhe, bakinum purvavat janavum. Gautama ! A devendra shakrano shakti – vishayamatra chhe. Sampraptithi kadi tene tema vikurvela nathi, vikurvato nathi, vikurvashe nahim. Sutra samdarbha– 153–155