Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103202 | ||
Scripture Name( English ): | Samavayang | Translated Scripture Name : | સમવયાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
समवाय-३२ |
Translated Chapter : |
સમવાય-૩૨ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 102 | Category : | Ang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] बत्तीसं जोगसंगहा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૨. બત્રીશ યોગ – (મન વચન કાયાની પ્રવૃત્તિ) સંગ્રહો કહ્યા છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૧૦૩. ૧. આલોચના – પોતાના દોષનું કથન, ૨. નિરવલાપ – આચાર્યએ શિષ્યે લીધેલી આલોચના કોઈને ન કહેવી, ૩. આપત્તિમાં દૃઢધર્મતા હોવી, ૪. અનિશ્ચિતોપધાન – બીજાની સહાય વિના તપ કરવો, ૫. શિક્ષા – સૂત્ર અર્થનું જ્ઞાન , ૬. નિષ્પ્રતિકર્મતા – શરીરની સારવાર ન કરવી. સૂત્ર– ૧૦૪. ૭. અજ્ઞાનતા – પોતાનો તપ જાહેર ન કરવો, ૮. અલોભતા – લોભ ન કરવો, ૯. તિતિક્ષા – પરિષહ આદિનો જય, ૧૦. આર્જવ – સરળતા, ૧૧. શુચિ – સત્ય અને સંયમ, ૧૨. સમ્યગ્દૃષ્ટિ – સમ્યગદર્શન શુદ્ધિ, ૧૩. સમાધિ – ચિત્ત સ્વસ્થતા, ૧૪. આચારોપગત – માયારહિત આચરણ, ૧૫. વિનયોપગત – માનરહિત આચરણ. સૂત્ર– ૧૦૫. ૧૬. ધૃતિમતિ – ધૈર્યવાળી મતિ, ૧૭. સંવેગ – મોક્ષની અભિલાષા, ૧૮. પ્રણિધિ – માયાશલ્ય ન રાખે, ૧૯. સુવિધિ – સદ અનુષ્ઠાન, ૨૦. સંવર – આવતા કર્મોને રોકવા, ૨૧. આત્મદોષોપસંહાર – પોતાના દોષોને રોકવા, ૨૨. સર્વકામ વિરક્તતા – સર્વે વિષયોથી વિમુખ. સૂત્ર– ૧૦૬. ૨૩. મૂલગુણ પ્રત્યાખ્યાન – અહિંસાદિ પાંચ દોષોનો ત્યાગ , ૨૪. ઉત્તરગુણ વિષયક પ્રત્યાખ્યાન, ૨૫. વ્યુત્સર્ગ – શરીર ઉપધિ આદિનો ત્યાગ, ૨૬. અપ્રમાદ – પ્રમાદનો ત્યાગ, ૨૭. લવાલવ – પ્રતિક્ષણ સામાચારી પાલનમાં સાવધાન , ૨૮. ધ્યાનયોગ – ધ્યાન વડે સંવરની વૃદ્ધિ કરે , ૨૯. મારણાંતિક – મારણાંતિક વેદનાને સહે. સૂત્ર– ૧૦૭. ૩૦. સંગપરિજ્ઞા – પરિગ્રહને જાણીને તેને ત્યાગે, ૩૧. પ્રાયશ્ચિત્ત કરવું, ૩૨. મરણના અંતને આરાધે. સૂત્ર– ૧૦૮. બત્રીશ દેવેન્દ્રો કહ્યા છે – ચમર, બલી, ધરણ, ભૂતાનંદ, વેણુદેવ, વેણુદાલી, હરિકાંત, હરિસ્સહ, અગ્નિશિખ, અગ્નિમાનવ, પૂર્ણ, વશિષ્ટ, જલકાંત, જલપ્રભ,અમિતગતિ, અમિતવાહન, વેલંબ, પ્રભંજન, ઘોષ, મહાઘોષ, ચંદ્ર, સૂર્ય, શક્ર, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્રાર, પ્રાણત, અચ્યુત. અર્હત્ કુંથુને ૩૨૩૨ કેવલીઓ હતા. સૌધર્મકલ્પમાં ૩૨ લાખ વિમાનો છે. રેવતી નક્ષત્રના ૩૨ તારા છે. નાટ્ય ૩૨ ભેદે છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૩૨ પલ્યોપમ સ્થિતિ છે. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૩૨ – સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૩૨ – પલ્યોપમ છે. સૌધર્મ – ઈશાનકલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૩૨ – પલ્યોપમ છે. જે દેવો વિજય, વૈજયંત, જયંત, અપરાજિત વિમાને દેવપણે ઉત્પન્ન થાય, તેમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૨ – સાગરોપમ છે. તે દેવો ૩૨ – અર્ધમાસે આન – પ્રાણ, ઉચ્છ્વાસ – નિઃશ્વાસ લે છે. તેઓને ૩૨,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૩૨ ભવ ગ્રહણ કરીને સિદ્ધ – બુદ્ધ – મુક્ત – પરિનિવૃત્ત – સર્વ દુઃખાંતકર થશે. સૂત્ર સંદર્ભ– ૧૦૨–૧૦૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] battisam jogasamgaha pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 102. Batrisha yoga – (mana vachana kayani pravritti) samgraho kahya chhe. Te a pramane – Sutra– 103. 1. Alochana – potana doshanum kathana, 2. Niravalapa – acharyae shishye lidheli alochana koine na kahevi, 3. Apattimam dridhadharmata hovi, 4. Anishchitopadhana – bijani sahaya vina tapa karavo, 5. Shiksha – sutra arthanum jnyana, 6. Nishpratikarmata – sharirani saravara na karavi. Sutra– 104. 7. Ajnyanata – potano tapa jahera na karavo, 8. Alobhata – lobha na karavo, 9. Titiksha – parishaha adino jaya, 10. Arjava – saralata, 11. Shuchi – satya ane samyama, 12. Samyagdrishti – samyagadarshana shuddhi, 13. Samadhi – chitta svasthata, 14. Acharopagata – mayarahita acharana, 15. Vinayopagata – manarahita acharana. Sutra– 105. 16. Dhritimati – dhairyavali mati, 17. Samvega – mokshani abhilasha, 18. Pranidhi – mayashalya na rakhe, 19. Suvidhi – sada anushthana, 20. Samvara – avata karmone rokava, 21. Atmadoshopasamhara – potana doshone rokava, 22. Sarvakama viraktata – sarve vishayothi vimukha. Sutra– 106. 23. Mulaguna pratyakhyana – ahimsadi pamcha doshono tyaga, 24. Uttaraguna vishayaka pratyakhyana, 25. Vyutsarga – sharira upadhi adino tyaga, 26. Apramada – pramadano tyaga, 27. Lavalava – pratikshana samachari palanamam savadhana, 28. Dhyanayoga – dhyana vade samvarani vriddhi kare, 29. Maranamtika – maranamtika vedanane sahe. Sutra– 107. 30. Samgaparijnya – parigrahane janine tene tyage, 31. Prayashchitta karavum, 32. Maranana amtane aradhe. Sutra– 108. Batrisha devendro kahya chhe – chamara, bali, dharana, bhutanamda, venudeva, venudali, harikamta, harissaha, agnishikha, agnimanava, purna, vashishta, jalakamta, jalaprabha,amitagati, amitavahana, velamba, prabhamjana, ghosha, mahaghosha, chamdra, surya, shakra, ishana, sanatkumara, mahendra, brahma, lamtaka, shukra, sahasrara, pranata, achyuta. Arhat kumthune 3232 kevalio hata. Saudharmakalpamam 32 lakha vimano chhe. Revati nakshatrana 32 tara chhe. Natya 32 bhede chhe. A ratnaprabha prithvimam ketalaka narakoni 32 palyopama sthiti chhe. Adhahsaptami prithvimam ketalaka narakoni sthiti 32 – sagaropama chhe. Ketalaka asurakumaroni sthiti 32 – palyopama chhe. Saudharma – ishanakalpe ketalaka devoni sthiti 32 – palyopama chhe. Je devo vijaya, vaijayamta, jayamta, aparajita vimane devapane utpanna thaya, temam devoni utkrishta sthiti 32 – sagaropama chhe. Te devo 32 – ardhamase ana – prana, uchchhvasa – nihshvasa le chhe. Teone 32,000 varshe aharechchha thaya chhe. Ketalaka bhavasiddhika jivo 32 bhava grahana karine siddha – buddha – mukta – parinivritta – sarva duhkhamtakara thashe. Sutra samdarbha– 102–108 |