Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103146 | ||
Scripture Name( English ): | Samavayang | Translated Scripture Name : | સમવયાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
समवाय-१९ |
Translated Chapter : |
સમવાય-૧૯ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 46 | Category : | Ang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एकूनवीसं नायज्झयणा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૬. જ્ઞાતાધર્મકથા સૂત્રના પહેલા શ્રુતસ્કંધના ૧૯ – અધ્યયનો કહ્યા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૪૭. ઉત્ક્ષિપ્તજ્ઞાન, સંઘાટક, અંડ, કૂર્મ, શેલક, તુંબ, રોહિણી, મલ્લી, માકંદી અને ચંદ્રિકા. સૂત્ર– ૪૮. દાવદવ, ઉદકજ્ઞાત, મંડુક્ક, તેતલી, નંદીફલ, અપરકંકા, આકીર્ણ, સુંસમા, ઓગણીસમું પુંડરીકજ્ઞાત. સૂત્ર– ૪૯. જંબૂદ્વીપ દ્વીપમાં બે સૂર્ય છે. તે ઉત્કૃષ્ટથી ૧૯૦૦ યોજન ઊંચે – નીચે તપે છે. શુક્ર મહાગ્રહ પશ્ચિમમાં ઉદય પામી ૧૯ નક્ષત્ર સાથે ચાર ચરીને પશ્ચિમે અસ્ત પામે છે. જંબૂદ્વીપ દ્વીપના ગણિતમાં ૧૬ કળા આવે છે. ૧૯ તીર્થંકર ગૃહવાસ મધ્યે વસીને મુંડ થઈને ગૃહવાસથી નીકળી અણગારીક પ્રવ્રજ્યા લીધી રાજ્ય ભોગવીને દીક્ષા લીધી.. આ રત્નપ્રભામાં કેટલાક નારકોની ૧૯ પલ્યોપમ સ્થિતિ છે. છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકોની સ્થિતિ ૧૯ સાગરોપમ છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૧૯ પલ્યોપમ છે. સૌધર્મ – ઈશાનકલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૧૯ – પલ્યોપમ છે. આનતકલ્પે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ – સાગરોપમ છે. પ્રાણતકલ્પે દેવોની જઘન્ય સ્થિતિ ૧૯ – સાગરોપમ છે. જે દેવો આનત, પ્રાણત, નત, વિનત, ઘન, સુષિર, ઇન્દ્ર, ઇન્દ્રકાંત, ઇન્દ્રોત્તરાવતંસક વિમાને થયેલ દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૯ – સાગરોપમ છે. તે દેવો ૧૯ અર્ધમાસે આન – પ્રાણ, ઉચ્છ્વાસ – નિઃશ્વાસ લે છે. તે દેવોને ૧૯,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૯ ભવ ગ્રહણ કરી સિદ્ધ – બુદ્ધ – મુક્ત – પરિનિવૃત્ત – સર્વદુઃખાંતકર થશે. સૂત્ર સંદર્ભ– ૪૬–૪૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] ekunavisam nayajjhayana pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 46. Jnyatadharmakatha sutrana pahela shrutaskamdhana 19 – adhyayano kahya chhe, te a pramane – Sutra– 47. Utkshiptajnyana, samghataka, amda, kurma, shelaka, tumba, rohini, malli, makamdi ane chamdrika. Sutra– 48. Davadava, udakajnyata, mamdukka, tetali, namdiphala, aparakamka, akirna, sumsama, oganisamum pumdarikajnyata. Sutra– 49. Jambudvipa dvipamam be surya chhe. Te utkrishtathi 1900 yojana umche – niche tape chhe. Shukra mahagraha pashchimamam udaya pami 19 nakshatra sathe chara charine pashchime asta pame chhe. Jambudvipa dvipana ganitamam 16 kala ave chhe. 19 tirthamkara grihavasa madhye vasine mumda thaine grihavasathi nikali anagarika pravrajya lidhi rajya bhogavine diksha lidhi.. A ratnaprabhamam ketalaka narakoni 19 palyopama sthiti chhe. Chhaththi prithvimam ketalaka narakoni sthiti 19 sagaropama chhe. Ketalaka asurakumaroni sthiti 19 palyopama chhe. Saudharma – ishanakalpe ketalaka devoni sthiti 19 – palyopama chhe. Anatakalpe devoni utkrishta sthiti 19 – sagaropama chhe. Pranatakalpe devoni jaghanya sthiti 19 – sagaropama chhe. Je devo anata, pranata, nata, vinata, ghana, sushira, indra, indrakamta, indrottaravatamsaka vimane thayela devoni utkrishta sthiti 19 – sagaropama chhe. Te devo 19 ardhamase ana – prana, uchchhvasa – nihshvasa le chhe. Te devone 19,000 varshe aharechchha thaya chhe. Ketalaka bhavasiddhika jivo 19 bhava grahana kari siddha – buddha – mukta – parinivritta – sarvaduhkhamtakara thashe. Sutra samdarbha– 46–49 |