Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103143
Scripture Name( English ): Samavayang Translated Scripture Name : સમવયાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

समवाय-१८

Translated Chapter :

સમવાય-૧૮

Section : Translated Section :
Sutra Number : 43 Category : Ang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अट्ठारसविहे बंभे पन्नत्ते, तं जहा–ओरालिए कामभोगे नेव सयं मणेणं सेवइ, नोवि अन्नं मणेणं सेवावेइ, मणेणं सेवंतं पि अन्नं न समणुजाणाइ। ओरालिए कामभोगे नेव सयं वायाए सेवइ, नोवि अन्नं वायाए सेवावेइ, वायाए सेवंतं पि अन्नं न समणुजाणाइ। ओरालिए कामभोगे नेव सयं कायेणं सेवइ, नोवि अन्नं काएणं सेवावेइ, काएणं सेवंतं पि अन्नं न समणुजाणाइ। दिव्वे कामभोगे नेव सयं मणेणं सेवइ, नोवि अन्नं मणेणं सेवावेइ, मणेणं सेवंतं पि अन्नं न समणुजाणाइ। दिव्वे कामभोगे नेव सयं वायाए सेवइ, नोवि अन्नं वायाए सेवावेइ, वायाए सेवंतं पि अन्नं न समणुजाणाइ। दिव्वे कामभोगे नेव सयं काएणं सेवइ, नोवि अन्नं काएणं सेवावेइ, काएणं सेवंतं पि अन्नं न समणुजाणाइ। अरहतो णं अरिट्ठनेमिस्स अट्ठारस समणसाहस्सीओ उक्कोसिया समणसंपया होत्था। समणेणं भगवया महावीरेणं समणाणं निग्गंथाणं सखुड्डयविअत्ताणं अट्ठारस ठाणा पन्नत्ता, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૪૩. બ્રહ્મચર્ય ૧૮ ભેદે છે. તે આ – ઔદારિક શરીરી મનુષ્ય, તિર્યંચોના કામભોગને પોતે મનથી સેવે નહીં, બીજાને મન વડે સેવડાવે નહીં, મન વડે સેવતા અન્યને અનુમોદે નહીં, ઔદારિક કામભોગ વચન વડે પોતે ન સેવે, બીજા પાસે ન સેવડાવે, વચનથી સેવતા અન્યને ન અનુમોદે. ઔદારિક કામભોગ કાયાથી સ્વયં ન સેવે, બીજાને કાયા વડે ન સેવડાવે, કાયા વડે સેવનારને ન અનુમોદે. દિવ્ય કામભોગ પોતે મનથી ન સેવે, બીજાને કાયા વડે ન સેવડાવે, સેવતા એવા બીજાને ન અમુનોદે. દિવ્ય કામભોગ વચન વડે પોતે ન સેવે, બીજાને વચન વડે ન સેવડાવે, વચનથી સેવતા એવા બીજાને ન અમુનોદે, દિવ્ય કામભોગને કાયા વડે પોતે ન સેવે, કાયા વડે બીજાને ન સેવડાવે, કાયાથી સેવતા એવા બીજાને ન અનુમોદે. આ અઢાર ભેદ છે.. અરહંત અરિષ્ઠનેમિને ૧૮,૦૦૦ સાધુઓની ઉત્કૃષ્ટ શ્રમણસંપદા હતી. શ્રમણ ભગવંત મહાવીરે બાલ, સ્થવિરાદિ શ્રમણ નિર્ગ્રન્થોને ૧૮ સ્થાનો કહ્યા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૪૪. છ વ્રતનું પાલન, છ કાય જીવોની રક્ષા. અકલ્પ્ય વસ્ત્ર – પાત્ર, ગૃહીભાજન, પલ્યંક, નિષદ્યા, સ્નાન, શોભા એ છનું વર્જન. એ રીતે છ+છ+છ= ૧૮ આચાર સ્થાનો કહ્યા છે.. સૂત્ર– ૪૫. ચૂલિકા સહિત ‘આચાર’ સૂત્રના ૧૮,૦૦૦ પદો કહ્યા છે. બ્રાહ્મી લિપિના લેખવિધાનના ૧૮ ભેદ કહ્યા – બ્રાહ્મી, યાવનીલિપિ, દોષઉપરિકા, ખરોષ્ટ્રિકા, ખરસાવિકા, પહારાતિકા, ઉચ્ચતરિકા, અક્ષરપૃષ્ટિકા, ભોગવતિકા, વૈણક્રિયા, નિન્હવિકા, અંકલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ ભૂતલિપિ., આદર્શલિપિ, માહેશ્વરી લિપિ, દામિ લિપિ, બોલિંદિ લિપિ. અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વમાં ૧૮ વસ્તુઓ છે. ધૂમપ્રભા પૃથ્વી ૧,૧૮,૦૦૦ યોજન વિસ્તારથી છે. પોષ અને અષાઢ માસમાં એક વખત ઉત્કૃષ્ટપણે ૧૮ મુહૂર્ત્તનો દિવસ અને એક વખત ઉત્કૃષ્ટ ૧૮ – મુહૂર્ત્તની રાત્રિ થાય. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૧૮ – પલ્યોપમ છે. છઠ્ઠી પૃથ્વીમાં કેટલાક નારકીઓની સ્થિતિ ૧૮ સાગરોપમની છે. કેટલાક અસુરકુમારોની સ્થિતિ ૧૮ પલ્યોપમ છે. સૌધર્મ – ઈશાનકલ્પે કેટલાક દેવોની સ્થિતિ ૧૮ પલ્યોપમ છે. સહસ્રાર કલ્પે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ સાગરોપમ છે. પ્રાણતકલ્પે દેવોની જઘન્ય સ્થિતિ ૧૮ સાગરોપમ છે. જે દેવો કાળ, સુકાળ, મહાકાળ, અંજન, રિષ્ટ, શાલ, સમાન, દ્રુમ, મહાદ્રુમ, વિશાલ, સુશાલ, પદ્મ, પદ્મગુલ્મ, કુમુદ, કુમુદગુલ્મ, નલિન, નલિનગુલ્મ, પૌંડરીક, પૌંડરીકગુલ્મ, સહસ્રારાવતંસક વિમાનમાં ઉત્પન્ન થયેલા છે, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૧૮ – સાગરોપમની કહી છે. તે દેવો અઢાર અર્ધમાસે આન – પ્રાણ, ઉચ્છ્‌વાસ – નિઃશ્વાસ લે છે. તેમને ૧૮,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૧૮ ભવ ગ્રહણ કરીને સિદ્ધ – બુદ્ધ – મુક્ત – પરિનિવૃત્ત – સર્વદુઃખાંતકર થશે. સૂત્ર સંદર્ભ– ૪૩–૪૫
Mool Sutra Transliteration : [sutra] attharasavihe bambhe pannatte, tam jaha–oralie kamabhoge neva sayam manenam sevai, novi annam manenam sevavei, manenam sevamtam pi annam na samanujanai. Oralie kamabhoge neva sayam vayae sevai, novi annam vayae sevavei, vayae sevamtam pi annam na samanujanai. Oralie kamabhoge neva sayam kayenam sevai, novi annam kaenam sevavei, kaenam sevamtam pi annam na samanujanai. Divve kamabhoge neva sayam manenam sevai, novi annam manenam sevavei, manenam sevamtam pi annam na samanujanai. Divve kamabhoge neva sayam vayae sevai, novi annam vayae sevavei, vayae sevamtam pi annam na samanujanai. Divve kamabhoge neva sayam kaenam sevai, novi annam kaenam sevavei, kaenam sevamtam pi annam na samanujanai. Arahato nam aritthanemissa attharasa samanasahassio ukkosiya samanasampaya hottha. Samanenam bhagavaya mahavirenam samananam niggamthanam sakhuddayaviattanam attharasa thana pannatta, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 43. Brahmacharya 18 bhede chhe. Te a – Audarika shariri manushya, tiryamchona kamabhogane pote manathi seve nahim, bijane mana vade sevadave nahim, mana vade sevata anyane anumode nahim, audarika kamabhoga vachana vade pote na seve, bija pase na sevadave, vachanathi sevata anyane na anumode. Audarika kamabhoga kayathi svayam na seve, bijane kaya vade na sevadave, kaya vade sevanarane na anumode. Divya kamabhoga pote manathi na seve, bijane kaya vade na sevadave, sevata eva bijane na amunode. Divya kamabhoga vachana vade pote na seve, bijane vachana vade na sevadave, vachanathi sevata eva bijane na amunode, divya kamabhogane kaya vade pote na seve, kaya vade bijane na sevadave, kayathi sevata eva bijane na anumode. A adhara bheda chhe.. Arahamta arishthanemine 18,000 sadhuoni utkrishta shramanasampada hati. Shramana bhagavamta mahavire bala, sthaviradi shramana nirgranthone 18 sthano kahya chhe, te a pramane – Sutra– 44. Chha vratanum palana, chha kaya jivoni raksha. Akalpya vastra – patra, grihibhajana, palyamka, nishadya, snana, shobha e chhanum varjana. E rite chha+chha+chha= 18 achara sthano kahya chhe.. Sutra– 45. Chulika sahita ‘achara’ sutrana 18,000 pado kahya chhe. Brahmi lipina lekhavidhanana 18 bheda kahya – brahmi, yavanilipi, doshauparika, kharoshtrika, kharasavika, paharatika, uchchatarika, aksharaprishtika, bhogavatika, vainakriya, ninhavika, amkalipi, ganitalipi, gamdharvalipi bhutalipi., adarshalipi, maheshvari lipi, dami lipi, bolimdi lipi. Astinastipravada purvamam 18 vastuo chhe. Dhumaprabha prithvi 1,18,000 yojana vistarathi chhe. Posha ane ashadha masamam eka vakhata utkrishtapane 18 muhurttano divasa ane eka vakhata utkrishta 18 – muhurttani ratri thaya. A ratnaprabha prithvimam ketalaka narakioni sthiti 18 – palyopama chhe. Chhaththi prithvimam ketalaka narakioni sthiti 18 sagaropamani chhe. Ketalaka asurakumaroni sthiti 18 palyopama chhe. Saudharma – ishanakalpe ketalaka devoni sthiti 18 palyopama chhe. Sahasrara kalpe devoni utkrishta sthiti 18 sagaropama chhe. Pranatakalpe devoni jaghanya sthiti 18 sagaropama chhe. Je devo kala, sukala, mahakala, amjana, rishta, shala, samana, druma, mahadruma, vishala, sushala, padma, padmagulma, kumuda, kumudagulma, nalina, nalinagulma, paumdarika, paumdarikagulma, sahasraravatamsaka vimanamam utpanna thayela chhe, teni utkrishta sthiti 18 – sagaropamani kahi chhe. Te devo adhara ardhamase ana – prana, uchchhvasa – nihshvasa le chhe. Temane 18,000 varshe aharechchha thaya chhe. Ketalaka bhavasiddhika jivo 18 bhava grahana karine siddha – buddha – mukta – parinivritta – sarvaduhkhamtakara thashe. Sutra samdarbha– 43–45