Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102333
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-४

Translated Chapter :

સ્થાન-૪

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 333 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] चत्तारि राईओ पन्नत्ताओ, तं जहा–पव्वयराई, पुढविराई, वालुयराई, उदगराई। एवामेव चउव्विहे कोहे पन्नत्ते, तं० पव्वयराइसमाने, पुढविराइसमाने, वालुयराइसमाने, उदगराइसमाने १. पव्वयराइसमाणं कोहमनुपविट्ठे जीवे कालं करेइ, नेरइएसु उववज्जति। २. पुढविराइसमाणं कोहमनुपविट्ठे जीवे कालं करेइ, तिरिक्खजोणिएसु उववज्जति। ३. वालुयराइसमाणं कोहमनुपविट्ठे जीवे कालं करेइ, मनुस्सेसु उववज्जति। ४. उदगराइसमाणं कोहमनुपविट्ठे जीवे कालं करेइ, देवेसु उववज्जति। चत्तारि उदगा पन्नत्ता, तं जहा–कद्दमोदए, खंजणोदए, वालुओदए, सेलोदए। एवामेव चउव्विहे भावे पन्नत्ते, तं जहा–कद्दमोदगसमाने, खंजणोदगसमाने, वालुओदगसमाने, सेलोदगसमाने। १. कद्दमोदगसमाणं भावमनुपविट्ठे जीवे कालं करेइ, नेरइएसु उववज्जति। २. खंजणोदगसमाणं भावमनुपविट्ठे जीवे कालं करेइ, तिरिक्खजोणिएसु उववज्जति। ३. वालुओदगसमाणं भावमनुपविट्ठे जीवे कालं करेइ, मनुस्सेसु उववज्जति। ४. सेलोदगसमाणं भावमनुपविट्ठे जीवे कालं करेइ, देवेसु उववज्जति।
Sutra Meaning : સૂત્ર– ૩૩૩. રેખાઓ ચાર ભેદે કહી છે – પર્વતરેખા, પૃથ્વીરેખા, વાલુકારેખા, ઉદકરેખા. એ રીતે ક્રોધ ચાર ભેદે છે – પર્વતરેખા સમાન – (અનંતાનુબંધી ક્રોધ), પૃથ્વીરેખા સમાન – (અપ્રત્યાખ્યાની ક્રોધ), વાલુકારેખા સમાન – (પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ), ઉદકરેખા સમાન – (સંજ્વલન ક્રોધ). પર્વતરેખા સમાન ક્રોધવાળો જીવ મરીને નૈરયિકમાં ઉપજે છે. પૃથ્વીરેખા સમાન ક્રોધવાળો તિર્યંચયોનિકોમાં ઉપજે છે. વાલુકારેખા સમાન ક્રોધવાળો મનુષ્યમાં ઉપજે છે. ઉદકરેખા સમાન ક્રોધવાળો દેવોમાં ઉપજે છે. ઉદક (પાણી) ચાર ભેદે કહેલ છે – કર્દમોદક – (કીચડવાળું પાણી), ખંજનોદક – (ખંજનવાળું પાણી), વાલુકોદક – (રેતીવાળું પાણી), શૈલોદક – (કાકારાવાળું પાણી). એ રીતે ભાવ ચાર ભેદે કહ્યા છે – કર્દમોદક સમાન, ખંજનોદક સમાન, વાલુકોદક સમાન, શૈલોદક સમાન. કર્દમોદક સમાન ભાવવાળો જીવ મરીને નૈરયિકમાં યાવત્‌ શૈલોદક સમાન ભાવવાળો દેવમાં ઉપજે છે. સૂત્ર– ૩૩૪. પક્ષી ચાર કહ્યા – કોઈ સ્વરસંપન્ન પણ રૂપસંપન્ન નહીં, કોઈ રૂપસંપન્ન પણ સ્વરસંપન્ન નહીં, કોઈ રૂપસંપન્ન અને સ્વરસંપન્ન, કોઈ સ્વરસંપન્ન નહીં અને રૂપસંપન્ન નહીં. એ પ્રમાણે પુરુષો ચાર ભેદે છે – કોઈ સ્વરસંપન્ન પણ રૂપસંપન્ન નહીં એ પ્રમાણે ચાર ભેદો સમજવા. પુરુષો ચાર ભેદે કહ્યા છે – કોઈ પુરુષ પોતા પ્રત્યે પ્રીતિ રાખે છે અન્ય તરફ પ્રીતિ રાખતો નથી.કોઈ પુરુષ અન્ય પ્રત્યે પ્રીતિ રાખે છે પણ પોતા પ્રત્યે પ્રીતિ રાખતો નથી. કોઈ પુરુષ પોતા અને બીજા બંને તરફ પ્રીતિ રાખે છે. અને કોઈ પુરુષ બંને તરફ પ્રીતિ રાખે છે. પુરુષો ચાર ભેદે છે – કોઈ પુરુષ પોતે ભોજનાદિથી તૃપ્ત થાય પણ બીજાને તૃપ્ત કરતો નથી, કોઈ બીજાને ભોજનાદિથી તૃપ્ત કરે પણ પોતાને નહીં. કોઈ પુરુષ પોતાને અને અન્યને બંનેને ભોજનાદિથી તૃપ્ત કરે છે. કોઈ પોતાને કે અન્યને બંનેને તૃપ્ત કરતા નથી. પુરુષો ચાર ભેદે છે – કોઈ વિચારે કે હું બીજાને વિશ્વાસ ઉપજાવું અને વિશ્વાસ ઉપજાવે છે, કોઈ વિચારે કે બીજાને વિશ્વાસ ઉપજાવું પણ વિશ્વાસ ઉપજાવી શકતો નથી. કોઈ વિચારે કે હું અમુકમાં વિશ્વાસ ઉત્પન્ન કરી શકીશ નહી પણ વિશ્વાસ ઉત્પન્ન કરવામાં સફળ રહે છે. કોઈ વિશ્વાસ ઉત્પન્ન કરવા વિચારતા નથી, કરી શકતા પણ નથી. પુરુષો ચાર ભેદે – કોઈ પોતામાં વિશ્વાસ ઉપજાવે બીજામાં નહીં. કોઈ બીજામાં વિશ્વાસ ઉપજાવે પણ પોતામાં નહી. કોઈ પોતામાં અને પરમાં બંનેમાં વિશ્વાસ ઉપજાવે છે. કોઈ પોતા કે પર બંનેમાં વિશ્વાસ ન ઉપજાવે. સૂત્ર સંદર્ભ– ૩૩૩, ૩૩૪
Mool Sutra Transliteration : [sutra] chattari raio pannattao, tam jaha–pavvayarai, pudhavirai, valuyarai, udagarai. Evameva chauvvihe kohe pannatte, tam0 pavvayaraisamane, pudhaviraisamane, valuyaraisamane, udagaraisamane 1. Pavvayaraisamanam kohamanupavitthe jive kalam karei, neraiesu uvavajjati. 2. Pudhaviraisamanam kohamanupavitthe jive kalam karei, tirikkhajoniesu uvavajjati. 3. Valuyaraisamanam kohamanupavitthe jive kalam karei, manussesu uvavajjati. 4. Udagaraisamanam kohamanupavitthe jive kalam karei, devesu uvavajjati. Chattari udaga pannatta, tam jaha–kaddamodae, khamjanodae, valuodae, selodae. Evameva chauvvihe bhave pannatte, tam jaha–kaddamodagasamane, khamjanodagasamane, valuodagasamane, selodagasamane. 1. Kaddamodagasamanam bhavamanupavitthe jive kalam karei, neraiesu uvavajjati. 2. Khamjanodagasamanam bhavamanupavitthe jive kalam karei, tirikkhajoniesu uvavajjati. 3. Valuodagasamanam bhavamanupavitthe jive kalam karei, manussesu uvavajjati. 4. Selodagasamanam bhavamanupavitthe jive kalam karei, devesu uvavajjati.
Sutra Meaning Transliteration : Sutra– 333. Rekhao chara bhede kahi chhe – parvatarekha, prithvirekha, valukarekha, udakarekha. E rite krodha chara bhede chhe – parvatarekha samana – (anamtanubamdhi krodha), prithvirekha samana – (apratyakhyani krodha), valukarekha samana – (pratyakhyanavarana krodha), udakarekha samana – (samjvalana krodha). Parvatarekha samana krodhavalo jiva marine nairayikamam upaje chhe. Prithvirekha samana krodhavalo tiryamchayonikomam upaje chhe. Valukarekha samana krodhavalo manushyamam upaje chhe. Udakarekha samana krodhavalo devomam upaje chhe. Udaka (pani) chara bhede kahela chhe – kardamodaka – (kichadavalum pani), khamjanodaka – (khamjanavalum pani), valukodaka – (retivalum pani), shailodaka – (kakaravalum pani). E rite bhava chara bhede kahya chhe – kardamodaka samana, khamjanodaka samana, valukodaka samana, shailodaka samana. Kardamodaka samana bhavavalo jiva marine nairayikamam yavat shailodaka samana bhavavalo devamam upaje chhe. Sutra– 334. Pakshi chara kahya – koi svarasampanna pana rupasampanna nahim, koi rupasampanna pana svarasampanna nahim, koi rupasampanna ane svarasampanna, koi svarasampanna nahim ane rupasampanna nahim. E pramane purusho chara bhede chhe – koi svarasampanna pana rupasampanna nahim e pramane chara bhedo samajava. Purusho chara bhede kahya chhe – koi purusha pota pratye priti rakhe chhe anya tarapha priti rakhato nathI.Koi purusha anya pratye priti rakhe chhe pana pota pratye priti rakhato nathi. Koi purusha pota ane bija bamne tarapha priti rakhe chhe. Ane koi purusha bamne tarapha priti rakhe chhe. Purusho chara bhede chhe – koi purusha pote bhojanadithi tripta thaya pana bijane tripta karato nathi, koi bijane bhojanadithi tripta kare pana potane nahim. Koi purusha potane ane anyane bamnene bhojanadithi tripta kare chhe. Koi potane ke anyane bamnene tripta karata nathi. Purusho chara bhede chhe – koi vichare ke hum bijane vishvasa upajavum ane vishvasa upajave chhe, koi vichare ke bijane vishvasa upajavum pana vishvasa upajavi shakato nathi. Koi vichare ke hum amukamam vishvasa utpanna kari shakisha nahi pana vishvasa utpanna karavamam saphala rahe chhe. Koi vishvasa utpanna karava vicharata nathi, kari shakata pana nathi. Purusho chara bhede – koi potamam vishvasa upajave bijamam nahim. Koi bijamam vishvasa upajave pana potamam nahi. Koi potamam ane paramam bamnemam vishvasa upajave chhe. Koi pota ke para bamnemam vishvasa na upajave. Sutra samdarbha– 333, 334