Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102266
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-४

Translated Chapter :

સ્થાન-૪

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 266 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] चत्तारि अत्थिकाया अजीवकाया पन्नत्ता, तं जहा–धम्मत्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, पोग्गलत्थिकाए चत्तारि अत्थिकाया अरूविकाया पन्नत्ता, तं जहा–धम्मित्थिकाए, अधम्मत्थिकाए, आगासत्थिकाए, जीवत्थिकाए
Sutra Meaning : સૂત્ર– ૨૬૬. ચાર અસ્તિકાયને અજીવકાય કહ્યા છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્‌ગલા – સ્તિકાય. ચાર અસ્તિકાય અરૂપીકાય કહ્યા છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય. સૂત્ર– ૨૬૭. ચાર ફળો કહ્યા – કાચું છતાં કંઈક મીઠું, કાચું છતાં અધિક મીઠું, પાકુ છતાં કંઈક મીઠું, પાકુ છતાં અધિક મીઠું. આ પ્રમાણે ચાર પ્રકારે પુરુષ કહ્યા છે – શ્રુત અને વયથી અલ્પ હોવા છતાં પણ થોડા મીઠા ફળની સમાન અલ્પ ઉપશમ આદિ ગુણવાળા થાય છે. આ પ્રમાણે ચારે ભંગ સમજવા. સૂત્ર– ૨૬૮. ચાર ભેદે સત્ય છે – કાયસરળતારૂપ સત્ય , ભાષાસરળતારૂપ સત્ય, ભાવસરળતા રૂપ સત્ય, અવિસંવાદનાયોગ રૂપ સત્ય. ચાર ભેદે મૃષા છે – કાય વક્રતારૂપ અસત્ય, ભાષા વક્રતારૂપ અસત્ય, ભાવ વક્રતારૂપ અસત્ય વિસંવાદના યોગરૂપ અસત્ય. ચાર ભેદે પ્રણિધાન કહ્યું છે – મનપ્રણિધાન, વચન પ્રણિધાન, કાયપ્રણિધાન, ઉપકરણપ્રણિધાન; એ રીતે નૈરયિક યાવત્‌ વૈમાનિક સુધી સમસ્ત પંચેન્દ્રિય દંડકમાં આ ચારે પ્રણિધાન હોય છે. ચાર સુપ્રણિધાન કહ્યા. મન સુપ્રણિધાન યાવત્‌ ઉપકરણ સુપ્રણિધાન; એ પ્રમાણે સંયત મનુષ્યોને આ ચારે સુપ્રણિધાન હોય છે. ચાર ભેદે દુષ્પ્રણિધાન કહ્યા – મન દુષ્પ્રણિધાન યાવત્‌ ઉપકરણ દુષ્પ્રણિધાન; એ રીતે નૈરયિક યાવત્‌ વૈમાનિક સુધી સમસ્ત પંચેન્દ્રિય દંડકમાં આ ચારે દુષ્પ્રણિધાન હોય છે. સૂત્ર સંદર્ભ– ૨૬૬–૨૬૮
Mool Sutra Transliteration : [sutra] chattari atthikaya ajivakaya pannatta, tam jaha–dhammatthikae, adhammatthikae, agasatthikae, poggalatthikae Chattari atthikaya aruvikaya pannatta, tam jaha–dhammitthikae, adhammatthikae, agasatthikae, jivatthikae
Sutra Meaning Transliteration : Sutra– 266. Chara astikayane ajivakaya kahya chhe – dharmastikaya, adharmastikaya, akashastikaya, pudgala – stikaya. Chara astikaya arupikaya kahya chhe. Dharmastikaya, adharmastikaya, akashastikaya, jivastikaya. Sutra– 267. Chara phalo kahya – kachum chhatam kamika mithum, kachum chhatam adhika mithum, paku chhatam kamika mithum, paku chhatam adhika mithum. A pramane chara prakare purusha kahya chhe – shruta ane vayathi alpa hova chhatam pana thoda mitha phalani samana alpa upashama adi gunavala thaya chhe. A pramane chare bhamga samajava. Sutra– 268. Chara bhede satya chhe – kayasaralatarupa satya, bhashasaralatarupa satya, bhavasaralata rupa satya, avisamvadanayoga rupa satya. Chara bhede mrisha chhe – kaya vakratarupa asatya, bhasha vakratarupa asatya, bhava vakratarupa asatya visamvadana yogarupa asatya. Chara bhede pranidhana kahyum chhe – manapranidhana, vachana pranidhana, kayapranidhana, upakaranapranidhana; e rite nairayika yavat vaimanika sudhi samasta pamchendriya damdakamam a chare pranidhana hoya chhe. Chara supranidhana kahya. Mana supranidhana yavat upakarana supranidhana; e pramane samyata manushyone a chare supranidhana hoya chhe. Chara bhede dushpranidhana kahya – mana dushpranidhana yavat upakarana dushpranidhana; e rite nairayika yavat vaimanika sudhi samasta pamchendriya damdakamam a chare dushpranidhana hoya chhe. Sutra samdarbha– 266–268