Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102144
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-३

Translated Chapter :

સ્થાન-૩

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 144 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तिहिं ठाणेहिं संपन्ने अनगारे अनादीयं अनवदग्गं दीहमद्धं चाउरंतं संसारकंतारं वीईवएज्जा, तं जहा–अनिदानयाए, दिट्ठिसंपन्नयाए, जोगवाहियाए।
Sutra Meaning : સૂત્ર– ૧૪૪. ત્રણ સ્થાન વડે સંપન્ન અણગાર અનાદિ, અનંત, દીર્ઘમાર્ગવાળા, ચતુરંત સંસાર – કાંતારનું ઉલ્લંઘન કરે છે – નિયાણુ ન કરીને, સમ્યગ્‌ દૃષ્ટિપણાએ, ઉપધાનપૂર્વક શ્રુતનું વહન કરવા વડે. સૂત્ર– ૧૪૫. ત્રણ ભેદે અવસર્પિણી કહી છે – ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. એ રીતે ત્રણ ભેદથી છ આરા પણ કહેવા યાવત્‌ દૂષમ દૂષમ પર્યંત. ત્રણ પ્રકારે ઉત્સર્પિણી કહી છે – ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય. એવી રીતે ત્રણ ભેદથી છ આરા પણ કહેવા, યાવત્‌ સુષમસુષમ પર્યન્ત. સૂત્ર– ૧૪૬. ત્રણ કારણે અચ્છિન્ન પુદ્‌ગલો ચલિત થાય છે – આહારપણે જીવ વડે પુદ્‌ગલો ગ્રહણ કરવાથી, વિકુર્વણા કરવા વડે પુદ્‌ગલો ચલિત થાય, એક સ્થાનથી બીજે સ્થાને મૂકવાથી પુદ્‌ગલ ચલિત થાય. ઉપધિ ત્રણ પ્રકારે છે – કર્મ ઉપધિ, શરીર ઉપધિ, બાહ્ય ભાંડ માત્ર ઉપધિ. એ પ્રમાણે અસુરકુમારોને કહેવું. એવી રીતે એકેન્દ્રિય અને નૈરયિકને વર્જીને યાવત્‌ વૈમાનિક પર્યન્ત કહેવું – અથવા – ઉપધિ ત્રણ પ્રકારે છે – સચિત્ત, અચિત્ત, મિશ્ર. આ પ્રમાણે નૈરયિક યાવત્‌ વૈમાનિકોને ત્રણ ઉપધિ કહેવી. પરિગ્રહ ત્રણ પ્રકારે છે – કર્મ પરિગ્રહ, શરીર પરિગ્રહ, બાહ્ય ભાંડ માત્ર પરિગ્રહ. આ ત્રણે અસુરકુમારોને હોય છે, એ પ્રમાણે એકેન્દ્રિય અને નૈરયિકને વર્જીને યાવત્‌ વૈમાનિક પર્યન્ત કહેવું – અથવા પરિગ્રહ ત્રણ પ્રકારે છે – સચિત્ત, અચિત્ત, મિશ્ર. આ ત્રણ પરિગ્રહ નૈરયિકથી વૈમાનિક પર્યન્ત છે. સૂત્ર સંદર્ભ– ૧૪૪–૧૪૬
Mool Sutra Transliteration : [sutra] tihim thanehim sampanne anagare anadiyam anavadaggam dihamaddham chauramtam samsarakamtaram viivaejja, tam jaha–anidanayae, ditthisampannayae, jogavahiyae.
Sutra Meaning Transliteration : Sutra– 144. Trana sthana vade sampanna anagara anadi, anamta, dirghamargavala, chaturamta samsara – kamtaranum ullamghana kare chhe – niyanu na karine, samyag drishtipanae, upadhanapurvaka shrutanum vahana karava vade. Sutra– 145. Trana bhede avasarpini kahi chhe – utkrishta, madhyama, jaghanya. E rite trana bhedathi chha ara pana kaheva yavat dushama dushama paryamta. Trana prakare utsarpini kahi chhe – utkrishta, madhyama, jaghanya. Evi rite trana bhedathi chha ara pana kaheva, yavat sushamasushama paryanta. Sutra– 146. Trana karane achchhinna pudgalo chalita thaya chhe – aharapane jiva vade pudgalo grahana karavathi, vikurvana karava vade pudgalo chalita thaya, eka sthanathi bije sthane mukavathi pudgala chalita thaya. Upadhi trana prakare chhe – karma upadhi, sharira upadhi, bahya bhamda matra upadhi. E pramane asurakumarone kahevum. Evi rite ekendriya ane nairayikane varjine yavat vaimanika paryanta kahevum – athava – Upadhi trana prakare chhe – sachitta, achitta, mishra. A pramane nairayika yavat vaimanikone trana upadhi kahevi. Parigraha trana prakare chhe – karma parigraha, sharira parigraha, bahya bhamda matra parigraha. A trane asurakumarone hoya chhe, e pramane ekendriya ane nairayikane varjine yavat vaimanika paryanta kahevum – athava Parigraha trana prakare chhe – sachitta, achitta, mishra. A trana parigraha nairayikathi vaimanika paryanta chhe. Sutra samdarbha– 144–146