Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101803
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-२

अध्ययन-७ नालंदीय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૨

અધ્યયન-૭ નાલંદીય

Section : Translated Section :
Sutra Number : 803 Category : Ang-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] भगवं च णं उदाहु नियंठा खलु पुच्छियव्वा–आउसंतो! नियंठा! इह खलु संतेगइया मणुस्सा भवंति। तेसिं च णं एवं वुत्तपुव्वं भवइ–जे इमे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्ता, एएसिं णं आमरणंताए दंडे निक्खित्ते। जे इमे अगारमावसंति, एएसिं णं आमरणंताए दंडे नो निक्खित्ते। ‘केई च णं समणे’ जाव वासाइं चउपंचमाइं छद्दसमाइं अप्पयरो वा भुज्जयरो वा देसं दूइज्जित्ता ‘अगारं वएज्जा’? हंता वएज्जा। तस्स णं तमगारत्थं वहमाणस्स से पच्चक्खाणे भग्गे भवइ? णेति। एवमेव समणोवासगस्स वि तसेहिं पाणेहिं दंडे निक्खित्ते, थावरेहिं पाणेहिं दंडे नो निक्खित्ते। तस्स णं तं थावरकायं वहमाणस्स से पच्चक्खाणे नो भग्गे भवइ। सेवमायाणह नियंठा! सेवमायाणियव्वं। भगवं च णं उदाहु नियंठा खलु पुच्छियव्वा–आउसंतो! नियंठा! इह खलु गाहावइणो वा गाहावइपुत्ता वा तहप्पगारेहिं कुलेहिं आगम्म धम्मस्सवणवत्तियं उवसंकमेज्जा? हंता उवसंकमेज्जा। तेसिं च णं तहप्पगाराणं धम्मे आइक्खियव्वे? हंता आइक्खियव्वे। किं ते तहप्पगारं धम्मं सोच्चा णिसम्म एवं वएज्जा–इणमेव णिग्गंथं पावयणं सच्चं अनुत्तरंकेवलियं पडिपुण्णं ‘णेयाउयं’ संसुद्धं सल्लकत्तणं सिद्धिमग्गं मुत्तिमग्गं ‘निज्जाणमग्गं निव्वाणमग्गं’ अवितहं असंदिद्धं सव्वदुक्खप्पहीणमग्गं। एत्थ ठिया जीवा सिज्झंति बुज्झंति मुच्चंति परिणिव्वंति सव्वदुक्खाणमंतं करेंति। इमाणाए तहा गच्छामो तहा चिट्ठामो तहा णिसीयामो तहा तुयट्टामो तहा भुंजामो तहा भासामो तहा अब्भुट्ठेमो तहा उट्ठाए उट्ठेत्ता पाणाणं भूयाणं जीवाणं सत्ताणं संजमेणं संजमामो त्ति वएज्जा? हंता वएज्जा। किं ते तहप्पगारा कप्पंति पव्वावेत्तए? हंता कप्पंति। किं ते तहप्पगारा कप्पंति मुंडावेत्तए? हंता कप्पंति। किं ते तहप्पगारा कप्पंति सिक्खावेत्तए? हंता कप्पंति। किं ते तहप्पगारा कप्पंति उवट्ठावेत्तए? हंता कप्पंति। तेसिं च णं तहप्पगाराणं सव्वपाणेहिं सव्वभूएहिं सव्वजीवेहिं सव्वसत्तेहिं दंडे निक्खित्ते? हंता निक्खित्ते। ते णं एयारूवेणं विहारेणं विहरमाणा जाव वासाइं चउपंचमाइं छद्दसमाइं वा अप्पयरो वा भुज्जयरो वा देसं दूइज्जित्ता अगारं वएज्जा? हंता वएज्जा। तस्स णं सव्वपाणेहिं सव्वभूएहिं सव्वजीवेहिं सव्वसत्तेहिं दंडे निक्खित्ते? णेति। से जे से जीवी जस्स परेणं सव्वपाणेहिं सव्वभूएहिं सव्वजीवेहिं सव्वसत्तेहिं दंडे नो निक्खित्ते। से जे से जीवे जस्स आरेणं सव्वपाणेहिं सव्वभूएहिं सव्वजीवेहिं सव्व सत्तेहिं दंडे निक्खित्ते। से जे से जीवे जस्स इयाणिं सव्वपाणेहिं सव्वभूएहिं सव्वजीवेहिं सव्व सत्तेहिं दंडे नो निक्खित्ते भवइ। परेणं अस्संजए, आरेणं संजए, इयाणिं अस्संजए। अस्संजयस्स णं सव्वपाणेहिं सव्वभूएहिं सव्वजीवेहिं सव्व सत्तेहिं दंडे नो निक्खित्ते भवइ। सेवमायाणह नियंठा! सेवमायाणियव्वं।
Sutra Meaning : ભગવાન ગૌતમ કહે છે કે મારે નિર્ગ્રન્થોને પૂછવું છે કે – હે આયુષ્યમાન્‌ નિર્ગ્રન્થો ! આ જગતમાં એવા કેટલાક મનુષ્યો છે, જેઓ આવી પ્રતિજ્ઞા કરે છે કે – જેઓ આ મુંડ થઈને, ઘર છોડી અનગારિક પ્રવ્રજ્યા લે છે, તેમને આમરણ દંડ દેવાનો હું ત્યાગ કરું છું. જે આ ગૃહવાસે રહ્યા છે, તેમને આમરણ દંડ દેવાનો હું ત્યાગ કરતો નથી. હું પૂછું છું કે – આ શ્રમણોમાંથી કોઈ ચાર – પાંચ – છ કે દશ વર્ષો (દાયકા) સુધી થોડા કે વધુ દેશોમાં વિચરીને ફરી ગૃહવાસમાં જાય ખરાં? નિર્ગ્રન્થોએ કહ્યું કે – હા, જાય. ગૌતમ! તેમને તે ગૃહસ્થની હત્યાથી તે પચ્ચક્ખાણ ભાંગે? નિર્ગ્રન્થ – ના, આ વાત બરાબર નથી. ગૌતમ! આ જ રીતે શ્રાવકે ત્રસ પ્રાણીની હત્યાનો ત્યાગ કર્યો છે, સ્થાવર પ્રાણીની હત્યાનો નહીં. તે રીતે તે સ્થાવરકાયના વધથી તેના પ્રત્યાખ્યાનનો ભંગ થતો નથી. હે નિર્ગ્રન્થો ! આ રીતે જ સમજો. ભગવાન ગૌતમે ફરી નિર્ગ્રન્થોને પૂછ્યું કે – હે આયુષ્યમાન્‌ નિર્ગ્રન્થો ! આ રીતે ગૃહપતિ કે ગૃહપતિ પુત્ર તેવા પ્રકારના ઉત્તમ કુળોમાં જન્મીને ધર્મશ્રવણ માટે સાધુ પાસે આવી શકે ? નિર્ગ્રન્થોએ કહ્યું – હા, આવી શકે. શું તેઓને તેવા પ્રકારનો ધર્મ કહેવો ? નિર્ગ્રન્થોએ કહ્યું – હા, કહેવો. શું તે તેવા ધર્મને સાંભળી – સમજીને એવું કહી શકે કે – આ નિર્ગ્રન્થ પ્રવચન સત્ય, અનુત્તર, કૈવલિક, પ્રતિપૂર્ણ, સંશુદ્ધ, નૈયાયિક, શલ્યકર્તક, સિદ્ધિ – મુક્તિ – નિર્યાણ કે નિર્વાણનો માર્ગ, અવિતથ, સંદેહરહિત કે સર્વ દુઃખના ક્ષયનો માર્ગ છે. તેમાં સ્થિત જીવો સિદ્ધ – બુદ્ધ કે મુક્ત થઈને પરિનિર્વાણ પામી બધા દુઃખોનો અંત કરે છે. અમે હવે ધર્મની આજ્ઞા મુજબ ચાલશું, રહીશું, બેસીશું, સૂઈશું, ખાઈશું અને ઊઠીશું તથા ઊઠીને પ્રાણ – ભૂત – જીવ – સત્ત્વોની રક્ષા માટે સંયમ ધારણ કરીશું ? નિર્ગ્રન્થોએ કહ્યું – હા, તેઓ એમ કરી શકે છે. શું તેમને પ્રવ્રજિત કરવા કલ્પે છે ? – હા, કલ્પે છે. શું તેમને મુંડિત કરવા કલ્પે ? હા, કલ્પે. શું તેમને શિક્ષા દેવી કલ્પે ? હા, કલ્પે. શું તેમને ઉપસ્થાપિત કરવા કલ્પે ? હા કલ્પે. તેઓએ તે પ્રકારે સર્વપ્રાણો યાવત્‌ સર્વ – સત્ત્વોનો દંડ છોડ્યો છે ? છોડ્યો છે. તે આવા ઉત્તમ સંયમને પાળતા સાધુ યાવત્‌ ચાર, પાંચ, છ, દશ વર્ષ સુધી થોડો કે ઘણો કાળ વીત્યા પછી તેમાંથી કોઈ ફરી ગૃહસ્થ થાય ખરો ? હા, થાય પણ ખરા. ગૃહસ્થ થયા પછી પૂર્વની માફક તે સર્વે પ્રાણો યાવત્‌ સર્વે સત્ત્વોની હિંસા છોડે ખરા ? ના, તે વાત બરાબર નથી. તે જ તે જીવ છે કે જેણે પૂર્વે સર્વે પ્રાણી યાવત્‌ સર્વે સત્ત્વોની હિંસા છોડી નહોતી ત્યારે તે અસંયત હતો, પછી તેણે સર્વે હિંસા છોડી ત્યારે તે સંયત હતો વળી તેણે હાલ હિંસા ન છોડી (આરંભી) કેમ કે હાલ ફરી તે અસંયત છે – આ રીતે જેમ અસંયતને સર્વ પ્રાણી યાવત્‌ સર્વે સત્ત્વોની હિંસા ન છૂટે, તેમ અહીં પણ જાણો કે ત્રસની હિંસા છોડનારને સ્થાવરને હણતા વ્રતભંગ ન થાય ? – હે નિર્ગ્રન્થો! આ પ્રમાણે જ જાણો અને એમ જ જાણવુ જોઈએ. વળી ગૌતમસ્વામી નિર્ગ્રન્થોને ફરી પૂછે છે કે – હે આયુષ્યમાન્‌ નિર્ગ્રન્થો ! અહીં કોઈ પરિવ્રાજક કે પરિવ્રાજિકાઓ, અથવા તેમાંથી કોઈ બીજા મતવાળામાંથી આવીને ધર્મ શ્રવણ માટે ઉપસ્થિત થાય ખરો ? હા, ઉપસ્થિત થાય. શું તેમને આવા પ્રકારનો ધર્મ કહેવો? હા, કહેવો. શું તેઓને ઉપસ્થિત કરવા યાવત્‌ કલ્પે ? હા, કલ્પે. શું તેઓ આવો ઉત્તમ સંયમ પાળવા છતાં યાવત્‌ ફરી ઘેર જાય ખરા ? હા, ફરી ગૃહસ્થ થાય પણ ખરા. તેવા સાથે પછી ગૌચરી કરવી કલ્પે ? ના, તે વાત બરાબર નથી. આ રીતે નક્કી થયું કે – સાધુ થયા પહેલાં તેમની સાથે ગૌચરી ન થાય, સાધુ થયા પછી કલ્પે અને સાધુપણુ મૂક્યા પછી સાથે ગૌચરી ન કલ્પે. એ પ્રમાણે ત્રસજીવો સ્થાવર થાય પછી તેને વ્રતભંગ ન થાય. હે નિર્ગ્રન્થો ! આ પ્રમાણે જ જાણો.
Mool Sutra Transliteration : [sutra] bhagavam cha nam udahu niyamtha khalu puchchhiyavva–ausamto! Niyamtha! Iha khalu samtegaiya manussa bhavamti. Tesim cha nam evam vuttapuvvam bhavai–je ime mumde bhavitta agarao anagariyam pavvaitta, eesim nam amaranamtae damde nikkhitte. Je ime agaramavasamti, eesim nam amaranamtae damde no nikkhitte. ‘kei cha nam samane’ java vasaim chaupamchamaim chhaddasamaim appayaro va bhujjayaro va desam duijjitta ‘agaram vaejja’? Hamta vaejja. Tassa nam tamagarattham vahamanassa se pachchakkhane bhagge bhavai? Neti. Evameva samanovasagassa vi tasehim panehim damde nikkhitte, thavarehim panehim damde no nikkhitte. Tassa nam tam thavarakayam vahamanassa se pachchakkhane no bhagge bhavai. Sevamayanaha niyamtha! Sevamayaniyavvam. Bhagavam cha nam udahu niyamtha khalu puchchhiyavva–ausamto! Niyamtha! Iha khalu gahavaino va gahavaiputta va tahappagarehim kulehim agamma dhammassavanavattiyam uvasamkamejja? Hamta uvasamkamejja. Tesim cha nam tahappagaranam dhamme aikkhiyavve? Hamta aikkhiyavve. Kim te tahappagaram dhammam sochcha nisamma evam vaejja–inameva niggamtham pavayanam sachcham anuttaramkevaliyam padipunnam ‘neyauyam’ samsuddham sallakattanam siddhimaggam muttimaggam ‘nijjanamaggam nivvanamaggam’ avitaham asamdiddham savvadukkhappahinamaggam. Ettha thiya jiva sijjhamti bujjhamti muchchamti parinivvamti savvadukkhanamamtam karemti. Imanae taha gachchhamo taha chitthamo taha nisiyamo taha tuyattamo taha bhumjamo taha bhasamo taha abbhutthemo taha utthae utthetta pananam bhuyanam jivanam sattanam samjamenam samjamamo tti vaejja? Hamta vaejja. Kim te tahappagara kappamti pavvavettae? Hamta kappamti. Kim te tahappagara kappamti mumdavettae? Hamta kappamti. Kim te tahappagara kappamti sikkhavettae? Hamta kappamti. Kim te tahappagara kappamti uvatthavettae? Hamta kappamti. Tesim cha nam tahappagaranam savvapanehim savvabhuehim savvajivehim savvasattehim damde nikkhitte? Hamta nikkhitte. Te nam eyaruvenam viharenam viharamana java vasaim chaupamchamaim chhaddasamaim va appayaro va bhujjayaro va desam duijjitta agaram vaejja? Hamta vaejja. Tassa nam savvapanehim savvabhuehim savvajivehim savvasattehim damde nikkhitte? Neti. Se je se jivi jassa parenam savvapanehim savvabhuehim savvajivehim savvasattehim damde no nikkhitte. Se je se jive jassa arenam savvapanehim savvabhuehim savvajivehim savva sattehim damde nikkhitte. Se je se jive jassa iyanim savvapanehim savvabhuehim savvajivehim savva sattehim damde no nikkhitte bhavai. Parenam assamjae, arenam samjae, iyanim assamjae. Assamjayassa nam savvapanehim savvabhuehim savvajivehim savva sattehim damde no nikkhitte bhavai. Sevamayanaha niyamtha! Sevamayaniyavvam.
Sutra Meaning Transliteration : Bhagavana gautama kahe chhe ke mare nirgranthone puchhavum chhe ke – he ayushyaman nirgrantho ! A jagatamam eva ketalaka manushyo chhe, jeo avi pratijnya kare chhe ke – jeo a mumda thaine, ghara chhodi anagarika pravrajya le chhe, temane amarana damda devano hum tyaga karum chhum. Je a grihavase rahya chhe, temane amarana damda devano hum tyaga karato nathi. Hum puchhum chhum ke – a shramanomamthi koi chara – pamcha – chha ke dasha varsho (dayaka) sudhi thoda ke vadhu deshomam vicharine phari grihavasamam jaya kharam? Nirgranthoe kahyum ke – ha, jaya. Gautama! Temane te grihasthani hatyathi te pachchakkhana bhamge? Nirgrantha – na, a vata barabara nathi. Gautama! A ja rite shravake trasa pranini hatyano tyaga karyo chhe, sthavara pranini hatyano nahim. Te rite te sthavarakayana vadhathi tena pratyakhyanano bhamga thato nathi. He nirgrantho ! A rite ja samajo. Bhagavana gautame phari nirgranthone puchhyum ke – he ayushyaman nirgrantho ! A rite grihapati ke grihapati putra teva prakarana uttama kulomam janmine dharmashravana mate sadhu pase avi shake\? Nirgranthoe kahyum – ha, avi shake. Shum teone teva prakarano dharma kahevo\? Nirgranthoe kahyum – ha, kahevo. Shum te teva dharmane sambhali – samajine evum kahi shake ke – a nirgrantha pravachana satya, anuttara, kaivalika, pratipurna, samshuddha, naiyayika, shalyakartaka, siddhi – mukti – niryana ke nirvanano marga, avitatha, samdeharahita ke sarva duhkhana kshayano marga chhe. Temam sthita jivo siddha – buddha ke mukta thaine parinirvana pami badha duhkhono amta kare chhe. Ame have dharmani ajnya mujaba chalashum, rahishum, besishum, suishum, khaishum ane uthishum tatha uthine prana – bhuta – jiva – sattvoni raksha mate samyama dharana karishum\? Nirgranthoe kahyum – ha, teo ema kari shake chhe. Shum temane pravrajita karava kalpe chhe\? – ha, kalpe chhe. Shum temane mumdita karava kalpe\? Ha, kalpe. Shum temane shiksha devi kalpe\? Ha, kalpe. Shum temane upasthapita karava kalpe\? Ha kalpe. Teoe te prakare sarvaprano yavat sarva – sattvono damda chhodyo chhe\? Chhodyo chhe. Te ava uttama samyamane palata sadhu yavat chara, pamcha, chha, dasha varsha sudhi thodo ke ghano kala vitya pachhi temamthi koi phari grihastha thaya kharo\? Ha, thaya pana khara. Grihastha thaya pachhi purvani maphaka te sarve prano yavat sarve sattvoni himsa chhode khara\? Na, te vata barabara nathi. Te ja te jiva chhe ke jene purve sarve prani yavat sarve sattvoni himsa chhodi nahoti tyare te asamyata hato, pachhi tene sarve himsa chhodi tyare te samyata hato vali tene hala himsa na chhodi (arambhi) kema ke hala phari te asamyata chhe – a rite jema asamyatane sarva prani yavat sarve sattvoni himsa na chhute, tema ahim pana jano ke trasani himsa chhodanarane sthavarane hanata vratabhamga na thaya\? – he nirgrantho! A pramane ja jano ane ema ja janavu joie. Vali gautamasvami nirgranthone phari puchhe chhe ke – he ayushyaman nirgrantho ! Ahim koi parivrajaka ke parivrajikao, athava temamthi koi bija matavalamamthi avine dharma shravana mate upasthita thaya kharo\? Ha, upasthita thaya. Shum temane ava prakarano dharma kahevo? Ha, kahevo. Shum teone upasthita karava yavat kalpe\? Ha, kalpe. Shum teo avo uttama samyama palava chhatam yavat phari ghera jaya khara\? Ha, phari grihastha thaya pana khara. Teva sathe pachhi gauchari karavi kalpe\? Na, te vata barabara nathi. A rite nakki thayum ke – sadhu thaya pahelam temani sathe gauchari na thaya, sadhu thaya pachhi kalpe ane sadhupanu mukya pachhi sathe gauchari na kalpe. E pramane trasajivo sthavara thaya pachhi tene vratabhamga na thaya. He nirgrantho ! A pramane ja jano.