Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101797
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-२

अध्ययन-७ नालंदीय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૨

અધ્યયન-૭ નાલંદીય

Section : Translated Section :
Sutra Number : 797 Category : Ang-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : आउसंतो! गोयमा! अत्थि खलु कम्मारपुत्तिया नाम समणा निग्गंथा तुम्हागं पवयणं पवयमाणा गाहावइं समणोवासगं उवसंपण्ण एवं पच्चक्खावेंति– ‘ननत्थ अभिजोगेणं, गाहावइ-चोर-ग्गहण-विमोक्खणाए तसेहिं पाणेहिं णिहाय दंडं।’ एवं ण्हं पच्चक्खंताणं दुप्पच्चक्खायं भवइ। एवं ण्हं पच्चक्खावेमानाणं दुपच्चक्खावियं भवइ। एवं ते परं पच्चक्खावेमाणा अइयरंति सयं पइण्णं। कस्स णं तं हेउं। संसारिया खलु पाणा–थावरा वि पाणा तसत्ताए पच्चायंति। तसा वि पाणा थावरत्ताए पच्चायंति। थावरकायाओ विप्पमुच्चमाणा तसकायंसि उववज्जंति। तसकायाओ विप्पमुच्चमाणा थावरकायंसि उववज्जंति। तेसिं च णं थावरकायंसि उववण्णाणं ठाणमेयं धत्तं।
Sutra Meaning : સૂત્ર– ૭૯૭. હે આયુષ્યમાન્‌ ગૌતમ! કુમારપુત્ર નામે શ્રમણ નિર્ગ્રન્થ છે, જે પ્રવચનની પ્રરૂપણા કરે છે. તેઓ કોઈ ગૃહસ્થ શ્રમણોપાસક આવે તો આ પ્રમાણે પચ્ચક્ખાણ કરાવે છે – અભિયોગ સિવાય ગાથાપતિ ચોર – ગ્રહણ વિમોક્ષણ ન્યાયે ત્રસ પ્રાણીની હિંસાનો ત્યાગ છે. આ રીતે પચ્ચક્ખાણ દુષ્પ્રત્યાખ્યાન થાય છે. આવું પચ્ચક્ખાણ કરાવવું તે દુષ્પ્રત્યાખ્યાન કરાવ્યું કહેવાય, આ રીતે પચ્ચક્ખાણ કરાવતા પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેનું શું કારણ છે ? બધા પ્રાણી સંસરણશીલ છે. સ્થાવર પ્રાણી ત્રસ રૂપે ઉત્પન્ન થાય છે, ત્રસ પણ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે. જ્યારે સ્થાવરકાયિક ચ્યવીને ત્રસકાય રૂપે ઉત્પન્ન થાય અને ત્રસકાયિક મરીને સ્થાવરકાયમાર ઉત્પન્ન થાય છે. તેઓ સ્થાવરકાયને હણતા (ત્રસકાયમાં ઉત્પન્ન થનાર હોવાથી) તેમને હણે છે. સૂત્ર– ૭૯૮. જે આ પ્રમાણે પ્રત્યાખ્યાન કરે તે સુપ્રત્યાખ્યાન થાય છે. આ રીતે પચ્ચક્ખાણ કરાવે તે સુપ્રત્યાખ્યાન કરાવે છે. આ રીતે તે બીજાને પચ્ચક્ખાણ કરાવતા સ્વ – પ્રતિજ્ઞા ઉલ્લંઘતા નથી. તે આ પ્રમાણે – કોઈ અભિયોગ વિના ગૃહપતિ ચોર ગ્રહણ – વિમોક્ષણ ન્યાયે – ત્રસભૂત પ્રાણીઓની હિંસા કરવાનો ત્યાગ કરે. આવા ભાષા પરાક્રમની વિદ્યમાનતા થકી જેઓ ક્રોધ કે લોભવશ બીજાને પચ્ચક્ખાણ કરાવે, ત્રસ આગળ ભૂત શબ્દ ન જોડે, તેઓ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ કરે છે અને ન્યાયયુક્ત પણ નથી. હે ગૌતમ ! તમને પણ આ રુચે છે ? સૂત્ર– ૭૯૯. ભગવંત ગૌતમે સ – વાદ ઉદય પેઢાલપુત્રને આ પ્રમાણે કહ્યું – હે આયુષ્યમાન્‌ ઉદક ! મને આ વાત ન રુચિ. જે શ્રમણ કે માહણ આમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે, તે શ્રમણ નિર્ગ્રન્થ યથાર્થ બોલતા નથી, તેઓ અનુતાપિની ભાષા બોલે છે, તેઓ શ્રમણો અને શ્રમણોપાસકો પર મિથ્યા દોષારોપણ કરે છે. જે લોકો અન્ય જીવ, પ્રાણ, ભૂત, સત્ત્વોના વિષયમાં સંયમ કરે – કરાવે છે, તેના પર પણ તેઓ વ્યર્થ દોષારોપણ કરે છે. તેનું શું કારણ ? સમસ્ત પ્રાણી પરિવર્તનશીલ છે. ત્રસ પ્રાણી સ્થાવર રૂપે ઉપજે છે, સ્થાવરો પણ ત્રસરૂપે ઉપજે છે. ત્રસકાયિક મરીને સ્થાવરકાયમાં ઉપજે છે, સ્થાવરકાયિક ચ્યવીને ત્રસકાયમાં ઉપજે છે. તેઓ ત્રસકાયમાં ઉપજે ત્યારે પ્રત્યાખ્યાનકર્તા માટે હનન યોગ્ય નથી. સૂત્ર સંદર્ભ– ૭૯૭–૭૯૯
Mool Sutra Transliteration : Ausamto! Goyama! Atthi khalu kammaraputtiya nama samana niggamtha tumhagam pavayanam pavayamana gahavaim samanovasagam uvasampanna evam pachchakkhavemti– ‘nanattha abhijogenam, gahavai-chora-ggahana-vimokkhanae tasehim panehim nihaya damdam.’ Evam nham pachchakkhamtanam duppachchakkhayam bhavai. Evam nham pachchakkhavemananam dupachchakkhaviyam bhavai. Evam te param pachchakkhavemana aiyaramti sayam painnam. Kassa nam tam heum. Samsariya khalu pana–thavara vi pana tasattae pachchayamti. Tasa vi pana thavarattae pachchayamti. Thavarakayao vippamuchchamana tasakayamsi uvavajjamti. Tasakayao vippamuchchamana thavarakayamsi uvavajjamti. Tesim cha nam thavarakayamsi uvavannanam thanameyam dhattam.
Sutra Meaning Transliteration : Sutra– 797. He ayushyaman gautama! Kumaraputra name shramana nirgrantha chhe, je pravachanani prarupana kare chhe. Teo koi grihastha shramanopasaka ave to a pramane pachchakkhana karave chhe – abhiyoga sivaya gathapati chora – grahana vimokshana nyaye trasa pranini himsano tyaga chhe. A rite pachchakkhana dushpratyakhyana thaya chhe. Avum pachchakkhana karavavum te dushpratyakhyana karavyum kahevaya, a rite pachchakkhana karavata pratijnyanum ullamghana kare chhe. Tenum shum karana chhe\? Badha prani samsaranashila chhe. Sthavara prani trasa rupe utpanna thaya chhe, trasa pana sthavara rupe utpanna thaya chhe. Jyare sthavarakayika chyavine trasakaya rupe utpanna thaya ane trasakayika marine sthavarakayamara utpanna thaya chhe. Teo sthavarakayane hanata (trasakayamam utpanna thanara hovathi) temane hane chhe. Sutra– 798. Je a pramane pratyakhyana kare te supratyakhyana thaya chhe. A rite pachchakkhana karave te supratyakhyana karave chhe. A rite te bijane pachchakkhana karavata sva – pratijnya ullamghata nathi. Te a pramane – Koi abhiyoga vina grihapati chora grahana – vimokshana nyaye – trasabhuta pranioni himsa karavano tyaga kare. Ava bhasha parakramani vidyamanata thaki jeo krodha ke lobhavasha bijane pachchakkhana karave, trasa agala bhuta shabda na jode, teo potani pratijnyano bhamga kare chhe ane nyayayukta pana nathi. He gautama ! Tamane pana a ruche chhe\? Sutra– 799. Bhagavamta gautame sa – vada udaya pedhalaputrane a pramane kahyum – he ayushyaman udaka ! Mane a vata na ruchi. Je shramana ke mahana ama kahe chhe yavat prarupe chhe, te shramana nirgrantha yathartha bolata nathi, teo anutapini bhasha bole chhe, teo shramano ane shramanopasako para mithya dosharopana kare chhe. Je loko anya jiva, prana, bhuta, sattvona vishayamam samyama kare – karave chhe, tena para pana teo vyartha dosharopana kare chhe. Tenum shum karana\? Samasta prani parivartanashila chhe. Trasa prani sthavara rupe upaje chhe, sthavaro pana trasarupe upaje chhe. Trasakayika marine sthavarakayamam upaje chhe, sthavarakayika chyavine trasakayamam upaje chhe. Teo trasakayamam upaje tyare pratyakhyanakarta mate hanana yogya nathi. Sutra samdarbha– 797–799