Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101793
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-२

अध्ययन-७ नालंदीय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૨

અધ્યયન-૭ નાલંદીય

Section : Translated Section :
Sutra Number : 793 Category : Ang-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं णयरे होत्था–रिद्धत्थिमियसमिद्धे जाव पडिरूवे। तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरत्थिमे दिसीभाए, एत्थ णं नालंदा नामं बाहिरिया होत्था–अणेगभवण-सयसण्णिविट्ठा पासादीया दरिसनिया अभिरूवा पडिरूवा।
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: (અપૂર્ણ) તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તે ઋદ્ધ – સ્તિમિત – સમૃદ્ધ – યાવત્‌ – પ્રતિરૂપ હતું. તે રાજગૃહ નગરની બહાર ઈશાન ખૂણામાં નાલંદા નામની બાહિરિકા – ઉપનગરી હતી. તે અનેકશત ભવનોથી રચાયેલી યાવત્‌ પ્રતિરૂપ હતી. તે નાલંદા બાહિરિકામાં લેપ નામે ગાથાપતિ હતો. તે ધનીક, દિપ્ત, પ્રસિદ્ધ હતો. વિસ્તીર્ણ વિપુલ ભવન – શયન – આસન – યાન – વાહનથી પરિપૂર્ણ હતો. તેની પાસે ઘણા ધન – સોનુ – ચાંદી હતા. તે ધનના અર્જનના ઉપાયોનો જ્ઞાતા અને અનેક પ્રયોગોમાં કુશળ હતો. તેને ત્યાં લોકોને ઘણા અન્ન – પાણી અપાતા હતા. તે ઘણા દાસ – દાસી – ગાય – ભેંસ – ઘેટાનો સ્વામી હતો. ઘણા લોકોથી પરાભવ પામતો ન હતો. અનુવાદ: સૂત્ર– ૭૯૩. MISSING_TEXT_IN_ORIGINAL સૂત્ર– ૭૯૪. (શેષભાગ) તે લેપ નામક ગાથાપતિ શ્રમણોપાસક પણ હતો. તે જીવ – અજીવાદિનો જ્ઞાતા થઈ યાવત્‌ વિચરતો હતો. તે નિર્ગ્રન્થ પ્રવચનમાં નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સ, લબ્ધાર્થ, ગૃહીતાર્થ, પુચ્છિતાર્થ, વિનિશ્ચિત – અર્થ, અભિગૃહીતાર્થ, અસ્થિ – મજ્જાવત્‌ ધર્માનુરાગરત હતો. (કોઈ પૂછે તો કહેતો) હે આયુષ્યમાન્‌ ! આ નિર્ગ્રન્થ પ્રવચન જ સત્ય છે, પરમાર્થ છે, બાકી બધું અનર્થ છે. સ્ફટિકમય યશવાળું છે તેના દ્વાર સદા ખુલ્લા રહેતા, અંતઃપુર પ્રવેશ તેને માટે ખુલ્લો હતો. તે ચૌદશ – આઠમ – પૂનમ – અમાસમાં પ્રતિપૂર્ણ પૌષધનું સમ્યક્‌ અનુપાલન કતો હતો. શ્રમણ – નિર્ગ્રન્થને તથાવિધ એષણીય અશન – પાન – ખાદિમ – સ્વાદિમ વડે પ્રતિલાભિત કરતો, ઘણા શીલ – વ્રત – ગુણ – વિરમણ – પ્રત્યાખ્યાન – પૌષધોપવાસ વડે પોતાના આત્માને ભાવિત કરતો વિચરતો હતો. સૂત્ર સંદર્ભ– ૭૯૩, ૭૯૪
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam rayagihe namam nayare hottha–riddhatthimiyasamiddhe java padiruve. Tassa nam rayagihassa nayarassa bahiya uttarapuratthime disibhae, ettha nam nalamda namam bahiriya hottha–anegabhavana-sayasannivittha pasadiya darisaniya abhiruva padiruva.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: (apurna) Te kale te samaye rajagriha name nagara hatum. Te riddha – stimita – samriddha – yavat – pratirupa hatum. Te rajagriha nagarani bahara ishana khunamam nalamda namani bahirika – upanagari hati. Te anekashata bhavanothi rachayeli yavat pratirupa hati. Te nalamda bahirikamam lepa name gathapati hato. Te dhanika, dipta, prasiddha hato. Vistirna vipula bhavana – shayana – asana – yana – vahanathi paripurna hato. Teni pase ghana dhana – sonu – chamdi hata. Te dhanana arjanana upayono jnyata ane aneka prayogomam kushala hato. Tene tyam lokone ghana anna – pani apata hata. Te ghana dasa – dasi – gaya – bhemsa – ghetano svami hato. Ghana lokothi parabhava pamato na hato. Anuvada: Sutra– 793. MISSINGTEXTINORIGINAL Sutra– 794. (sheshabhaga) Te lepa namaka gathapati shramanopasaka pana hato. Te jiva – ajivadino jnyata thai yavat vicharato hato. Te nirgrantha pravachanamam nihshamkita, nishkamkshita, nirvichikitsa, labdhartha, grihitartha, puchchhitartha, vinishchita – artha, abhigrihitartha, asthi – majjavat dharmanuragarata hato. (koi puchhe to kaheto) He ayushyaman ! A nirgrantha pravachana ja satya chhe, paramartha chhe, baki badhum anartha chhe. Sphatikamaya yashavalum chhe tena dvara sada khulla raheta, amtahpura pravesha tene mate khullo hato. Te chaudasha – athama – punama – amasamam pratipurna paushadhanum samyak anupalana kato hato. Shramana – nirgranthane tathavidha eshaniya ashana – pana – khadima – svadima vade pratilabhita karato, ghana shila – vrata – guna – viramana – pratyakhyana – paushadhopavasa vade potana atmane bhavita karato vicharato hato. Sutra samdarbha– 793, 794