Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123658
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 158 Category : Chulika-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अक्खर सण्णी सम्मं, साइयं खलु सपज्जवसियं च । गमियं अंगपविट्ठं, सत्तवि एए सपडिवक्खा ॥
Sutra Meaning : સૂત્ર– ૧૫૮. ૧. અક્ષર અને અનક્ષર ૨. સંજ્ઞી અને અસંજ્ઞી ૩. સમ્યક્‌ અને અસમ્યક્‌ ૪. સાદિ અને અનાદિ, ૫. સપર્યવસિત અને અપર્યવસિત, ૬. ગમિક અને અગમિક, ૭. અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ. પ્રતિપક્ષ સાથે આ સાતેયના કુલ ચૌદ ભેદ છે. સૂત્ર– ૧૫૯. બુદ્ધિના આઠ ગુણો વડે જેણે આગમ શાસ્ત્રનું અધ્યયન તેમજ શ્રુતજ્ઞાનનો લાભ સારી રીતે મેળવ્યો હોય તેને ધીર – ગંભીર તેમજ શાસ્ત્રવિશાદ કહેવાય છે. સૂત્ર– ૧૬૦. તે આઠ ગુણ આ પ્રમાણે છે – ૧. વિનયયુક્ત શિષ્ય ગુરુના સાન્નિધ્યમાં રહી શ્રુતજ્ઞાનનું અધ્યયન કરે. ૨. જ્યારે શંકા ઉત્પન્ન થાય ત્યારે વિનમ્ર બનીને ગુરુને પૂછે. ૩. ગુરુ દ્વારા કહેવામાં આવતા સમાધાનને સમ્યક્‌ પ્રકારે સાંભળે. ૪. સાંભળ્યા બાદ તેના જ અભિપ્રાયને ગ્રહણ કરે. ૫. ગ્રહણ કર્યા પછી પૂર્વાપર અવિરોધી પર્યાલોચન કરે છે. ૬. ત્યારબાદ આ એમ જ છે જેમ ગુરુજી કહે છે, એમ સ્વીકાર કરે. ૭. ત્યારબાદ નિશ્ચિત અર્થને હૃદયમાં સમ્યક્‌રૂપે ધારણ કરે. ૮. પછી ગુરુના કહેવા મુજબ પ્રતિપાદન કરે અને તેના અનુસાર આચરણ કરે. આ બુદ્ધિની વૃદ્ધિના આઠ ગુણો છે. હવે શ્રવણવિધિના પ્રકારો જણાવે છે – સૂત્ર– ૧૬૧. ૧. શિષ્ય મૌન રહીને સાંભળે. ૨. પછી હુંકાર ‘જી હા’ એમ. કહે. ૩. ત્યારબાદ ‘આ એમ જ છે જેમ ગુરુદેવે કહ્યું છે.’ એ વાતને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે. ૪. ત્યારબાદ કદાચ શંકા હોય તો ગુરુદેવને પૂછે કે – ‘આનો અર્થ શું છે ?’ ૫. પછી મીમાંસા કરે અર્થાત્‌ વિચાર કરે. ૬. ત્યારે ઉત્તરોત્તર ગુણ પ્રસંગ વડે શિષ્ય પારગામી બની જાય છે. ૭. ત્યારબાદ તે ચિંતન – મનન વડે ગુરુ જેમ કહે તેમ ભાષણ અને શાસ્ત્રની પ્રરૂપણા કરે. આ શાસ્ત્ર સાંભળવાની ઉત્તમ વિધિ છે. સૂત્ર– ૧૬૨. આચાર્યાદિ વડે પ્રથમ વાચનામાં શિષ્યને સૂત્ર અને અર્થ કહેવાય છે, બીજી વારમાં સૂત્રસ્પર્શિક નિર્યુક્તિનું કથન કરાય છે, ત્રીજી વારની વાચનામાં – સમાધાન સાથે વિસ્તારથી સંપૂર્ણ વ્યાખ્યા સમજાવવામાં આવે છે. આ પ્રમાણે અનુયોગની એટલે કે શિષ્યને શાસ્ત્રાર્થ ભણાવવાની વિધિ હોય છે. તાત્પર્ય એ છે કે આ પ્રકારે યોગ્ય શિષ્યોને ત્રણ વારમાં દરેક સૂત્રની સંપૂર્ણ અર્થ પરમાર્થ સહિત વાચના કરાવવાની ફરજ તેના ગુરુ, વડીલ કે આચાર્ય – ઉપાધ્યાયની હોય છે. સૂત્ર– ૧૬૩. આ પ્રમાણે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનું વર્ણન પૂરું થયું. તેની સાથે આ શ્રુતજ્ઞાનનો વિષય પણ પૂર્ણ થયો. તેના પૂર્ણ થતા આ પરોક્ષ જ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. આ પ્રમાણે શ્રી નંદીસૂત્ર પણ પરિપૂર્ણ થયું. સૂત્ર સંદર્ભ– ૧૫૮–૧૬૩
Mool Sutra Transliteration : [gatha] akkhara sanni sammam, saiyam khalu sapajjavasiyam cha. Gamiyam amgapavittham, sattavi ee sapadivakkha.
Sutra Meaning Transliteration : Sutra– 158. 1. Akshara ane anakshara 2. Samjnyi ane asamjnyi 3. Samyak ane asamyak 4. Sadi ane anadi, 5. Saparyavasita ane aparyavasita, 6. Gamika ane agamika, 7. Amgapravishta ane anamgapravishta. Pratipaksha sathe a sateyana kula chauda bheda chhe. Sutra– 159. Buddhina atha guno vade jene agama shastranum adhyayana temaja shrutajnyanano labha sari rite melavyo hoya tene dhira – gambhira temaja shastravishada kahevaya chhe. Sutra– 160. Te atha guna a pramane chhe – 1. Vinayayukta shishya guruna sannidhyamam rahi shrutajnyananum adhyayana kare. 2. Jyare shamka utpanna thaya tyare vinamra banine gurune puchhe. 3. Guru dvara kahevamam avata samadhanane samyak prakare sambhale. 4. Sambhalya bada tena ja abhiprayane grahana kare. 5. Grahana karya pachhi purvapara avirodhi paryalochana kare chhe. 6. Tyarabada a ema ja chhe jema guruji kahe chhe, ema svikara kare. 7. Tyarabada nishchita arthane hridayamam samyakrupe dharana kare. 8. Pachhi guruna kaheva mujaba pratipadana kare ane tena anusara acharana kare. A buddhini vriddhina atha guno chhe. Have shravanavidhina prakaro janave chhe – Sutra– 161. 1. Shishya mauna rahine sambhale. 2. Pachhi humkara ‘ji ha’ ema. Kahe. 3. Tyarabada ‘a ema ja chhe jema gurudeve kahyum chhe.’ e vatane shraddhapurvaka svikare. 4. Tyarabada kadacha shamka hoya to gurudevane puchhe ke – ‘ano artha shum chhe\?’ 5. Pachhi mimamsa kare arthat vichara kare. 6. Tyare uttarottara guna prasamga vade shishya paragami bani jaya chhe. 7. Tyarabada te chimtana – manana vade guru jema kahe tema bhashana ane shastrani prarupana kare. A shastra sambhalavani uttama vidhi chhe. Sutra– 162. Acharyadi vade prathama vachanamam shishyane sutra ane artha kahevaya chhe, Biji varamam sutrasparshika niryuktinum kathana karaya chhe, Triji varani vachanamam – samadhana sathe vistarathi sampurna vyakhya samajavavamam ave chhe. A pramane anuyogani etale ke shishyane shastrartha bhanavavani vidhi hoya chhe. Tatparya e chhe ke a prakare yogya shishyone trana varamam dareka sutrani sampurna artha paramartha sahita vachana karavavani pharaja tena guru, vadila ke acharya – upadhyayani hoya chhe. Sutra– 163. A pramane amgapravishta ane amgabahya shrutanum varnana purum thayum. Teni sathe a shrutajnyanano vishaya pana purna thayo. Tena purna thata a paroksha jnyananum varnana purna thayum. A pramane shri namdisutra pana paripurna thayum. Sutra samdarbha– 158–163