Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123622
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 122 Category : Chulika-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] उग्गह ईहावाओ, य धारणा एव हुंति चत्तारि । आभिनिबोहियनाणस्स भेयवत्थू समासेणं ॥
Sutra Meaning : સૂત્ર– ૧૨૨. આભિનિબોધિક મતિજ્ઞાનના સંક્ષેપમાં અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા એ ચાર ભેદ ક્રમથી બતાવ્યા છે. સૂત્ર– ૧૨૩. ઇન્દ્રિય વિષયોને ગ્રહણ કરવામાં અવગ્રહ મતિજ્ઞાન થાય છે. તે ગ્રહણ કરેલ વિષયમાં સમીક્ષા કરવાથી ઇહા મતિજ્ઞાન થાય છે. તે વિષયમાં નિર્ણય થવો તે અવાય મતિજ્ઞાન છે અને તે નિર્ણયરૂપ અવાય મતિજ્ઞાનને સ્મૃતિના રૂપમાં ધારણ કરવું, તે ધારણા કહેવાય છે. સૂત્ર– ૧૨૪. અવગ્રહ જ્ઞાનનું કાળ પરિમાણ એક સમયનું છે. ઇહા અને અવાય જ્ઞાનનું કાળપરિમાણ અંતર્મુહૂર્ત્ત છે તથા ધારણાનું કાળ પરિમાણ સંખ્યાત કાળ અથવા અસંખ્યાત કાળ પર્યંત છે એમ જાણવુ અર્થાત્‌ ધારણાનો ઉત્કૃષ્ટ કાળ અસંખ્ય વર્ષોનો છે. સૂત્ર– ૧૨૫. શ્રોત્રેન્દ્રિયની સાથે સ્પૃષ્ટ થવા પર જ શબ્દ સાંભળી શકાય છે પરંતુ નેત્ર રૂપને સ્પૃષ્ટ કર્યા વગર જ દેખે છે. કારણ કે ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે. ઘ્રાણ, રસન અને સ્પર્શન ઇન્દ્રિયો દ્વારા બદ્ધ અને સ્પૃષ્ટ થયેલા ગંધ, રસ અને સ્પર્શના પુદ્‌ગલો જ જાણવામાં આવે છે. એમ કહેવું જોઈએ. સૂત્ર– ૧૨૬. વક્તા દ્વારા તજાયેલ ભાષા રૂપ પુદ્‌ગલ – સમૂહની સમશ્રેણિમાં સ્થિત શ્રોતા જે શબ્દ સાંભળે છે તે નિયમથી અન્ય શબ્દદ્રવ્યોથી મિશ્રિત જ સાંભળે છે. વિશ્રેણિમાં સ્થિત શ્રોતા નિયમથી પરાઘાત થયેલ શબ્દને જ સાંભળે છે. સૂત્ર– ૧૨૭. ૧. ઇહા – સદર્થ પર્યાલોચનરૂપ ૨. અપોહ – નિશ્ચયાત્મક જ્ઞાનસમીક્ષા ૩. વિમર્શ – વિચારણા ૪. માર્ગણા – અન્વયધર્મ વિધાનરૂપ વિચારણા ૫. ગવેષણા – વ્યતિરેક ધર્મનિરાકરણરૂપ વિચારણા ૬. સંજ્ઞા ૭. સ્મૃતિ ૮. મતિ ૯. પ્રજ્ઞા એ દરેક આભિનિબોધિક મતિજ્ઞાનના પર્યાયવાચી નામ છે. સૂત્ર– ૧૨૮. આ આભિનિબોધિક જ્ઞાનરૂપ પરોક્ષ જ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. આ રીતે મતિજ્ઞાનનું વર્ણન સંપૂર્ણ થયું. શ્રુતજ્ઞાન સૂત્ર સંદર્ભ– ૧૨૨–૧૨૮
Mool Sutra Transliteration : [gatha] uggaha ihavao, ya dharana eva humti chattari. Abhinibohiyananassa bheyavatthu samasenam.
Sutra Meaning Transliteration : Sutra– 122. Abhinibodhika matijnyanana samkshepamam avagraha, iha, avaya ane dharana e chara bheda kramathi batavya chhe. Sutra– 123. Indriya vishayone grahana karavamam avagraha matijnyana thaya chhe. Te grahana karela vishayamam samiksha karavathi iha matijnyana thaya chhe. Te vishayamam nirnaya thavo te avaya matijnyana chhe ane Te nirnayarupa avaya matijnyanane smritina rupamam dharana karavum, te dharana kahevaya chhe. Sutra– 124. Avagraha jnyananum kala parimana eka samayanum chhe. Iha ane avaya jnyananum kalaparimana amtarmuhurtta chhe tatha Dharananum kala parimana samkhyata kala athava asamkhyata kala paryamta chhe ema janavu arthat dharanano utkrishta kala asamkhya varshono chhe. Sutra– 125. Shrotrendriyani sathe sprishta thava para ja shabda sambhali shakaya chhe paramtu netra rupane sprishta karya vagara ja dekhe chhe. Karana ke chakshurindriya aprapyakari chhe. Ghrana, rasana ane sparshana indriyo dvara baddha ane sprishta thayela gamdha, rasa ane sparshana pudgalo ja janavamam ave chhe. Ema kahevum joie. Sutra– 126. Vakta dvara tajayela bhasha rupa pudgala – samuhani samashrenimam sthita shrota je shabda sambhale chhe te niyamathi anya shabdadravyothi mishrita ja sambhale chhe. Vishrenimam sthita shrota niyamathi paraghata thayela shabdane ja sambhale chhe. Sutra– 127. 1. Iha – sadartha paryalochanarupa 2. Apoha – nishchayatmaka jnyanasamiksha 3. Vimarsha – vicharana 4. Margana – anvayadharma vidhanarupa vicharana 5. Gaveshana – vyatireka dharmanirakaranarupa vicharana 6. Samjnya 7. Smriti 8. Mati 9. Prajnya E dareka abhinibodhika matijnyanana paryayavachi nama chhe. Sutra– 128. A abhinibodhika jnyanarupa paroksha jnyananum varnana purna thayum. A rite matijnyananum varnana sampurna thayum. Shrutajnyana Sutra samdarbha– 122–128