Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123567
Scripture Name( English ): Nandisutra Translated Scripture Name : નન્દીસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

नन्दीसूत्र

Translated Chapter :

નન્દીસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 67 Category : Chulika-01
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अंगुलमावलियाणं, भागमसंखेज्ज दोसु संखेज्जा । अंगुलमावलियंतो, आवलिया अंगुल-पुहत्तं ॥
Sutra Meaning : સૂત્ર– ૬૭. જે અવધિજ્ઞાન ક્ષેત્રથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય તે કાળથી આવલિકાના અસંખ્યાતમા પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય તે કાળથી આવલિકાના સંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી અંગુલ પ્રમાણ હોય તે કાળથી આવલિકાથી કંઈક ન્યૂન હોય છે અને જે કાળથી સંપૂર્ણ આવલિકા પ્રમાણે હોય તે ક્ષેત્રથી અનેક અંગુલ પ્રમાણ હોય છે. સૂત્ર– ૬૮. જે અવધિજ્ઞાન ક્ષેત્રથી એક હાથ પ્રમાણ હોય તે કાળથી એક મુહૂર્ત્તથી કંઈક ન્યૂન હોય છે. જે ક્ષેત્રથી એક ગાઉ હોય છે, તે કાળથી કંઈક ન્યૂન એક દિવસ હોય છે. જે ક્ષેત્રથી જોજન પ્રમાણ હોય તે કાળથી અનેક દિવસ હોય છે. જે ક્ષેત્રથી પચ્ચીસ યોજન પર્યંત હોય છે તે કાળથી કિંચિત ન્યૂન પક્ષ સુધી હોય છે. સૂત્ર– ૬૯. જે અવધિજ્ઞાન ક્ષેત્રથી સંપૂર્ણ ભરતક્ષેત્ર પ્રમાણ હોય તે કાળથી અર્ધમાસ પ્રમાણ હોય છે. જે ક્ષેત્રથી જંબૂદ્વીપ પ્રમાણ હોય તે કાળથી એક માસથી કંઈક અધિક હોય છે. જે ક્ષેત્રથી મનુષ્યલોક પ્રમાણ હોય તે કાળથી એક વર્ષ પર્યન્ત હોય છે. જે ક્ષેત્રથી રૂચક ક્ષેત્ર પર્યન્ત હોય તે કાળથી અનેક વર્ષ હોય છે. સૂત્ર– ૭૦. જે અવધિજ્ઞાન કાળથી સંખ્યાત કાળનું હોય તે ક્ષેત્રથી સંખ્યાત દ્વીપ સમુદ્ર પર્યન્તનું હોય છે. જે અવધિ જ્ઞાન કાળથી અસંખ્યાત કાળ પ્રમાણ હોય તે ક્ષેત્રથી સંખ્યાત કે અસંખ્યાત દ્વીપ અને સમુદ્રની ભજનાવાળુ હોય છે. અર્થાત્‌ દ્વીપસમુદ્ર ક્યારેક સંખ્યાત પણ હોય ક્યારેક અસંખ્યાત પણ હોય છે. સૂત્ર– ૭૧. અવધિજ્ઞાનીના કાળની વૃદ્ધિ થવા પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ચારેયની અવશ્ય વૃદ્ધિ થાય છે. ક્ષેત્રની વૃદ્ધિ થવા પર કાળની ભજના હોય છે અર્થાત્‌ કાળની વૃદ્ધિ થાય અથવા ન પણ થાય. દ્રવ્ય અને પર્યાયની વૃદ્ધિ થવા પર ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ થાય કે ન પણ થાય. સૂત્ર– ૭૨. કાળ સૂક્ષ્મ છે પરંતુ ક્ષેત્ર, કાળથી સૂક્ષ્મતર છે. કેમ કે એક અંગુલ પ્રમાણ શ્રેણીરૂપ ક્ષેત્રમાં આકાશના પ્રદેશો અસંખ્યાત અવસર્પિણીના સમય જેટલા હોય છે અર્થાત્‌ અસંખ્યાત કાળચક્ર તેની ગણતરીમાં થાય છે. સૂત્ર– ૭૩. આ રીતે વર્ધમાન અવધિજ્ઞાનનું વર્ણન છે. સૂત્ર સંદર્ભ– ૬૭–૭૩
Mool Sutra Transliteration : [gatha] amgulamavaliyanam, bhagamasamkhejja dosu samkhejja. Amgulamavaliyamto, avaliya amgula-puhattam.
Sutra Meaning Transliteration : Sutra– 67. Je avadhijnyana kshetrathi amgulana asamkhyatama bhaga pramana hoya te kalathi avalikana asamkhyatama pramana hoya chhe. Je kshetrathi amgulana samkhyatama bhaga pramana hoya te kalathi avalikana samkhyatama bhaga pramana hoya chhe. Je kshetrathi amgula pramana hoya te kalathi avalikathi kamika nyuna hoya chhe ane Je kalathi sampurna avalika pramane hoya te kshetrathi aneka amgula pramana hoya chhe. Sutra– 68. Je avadhijnyana kshetrathi eka hatha pramana hoya te kalathi eka muhurttathi kamika nyuna hoya chhe. Je kshetrathi eka gau hoya chhe, te kalathi kamika nyuna eka divasa hoya chhe. Je kshetrathi jojana pramana hoya te kalathi aneka divasa hoya chhe. Je kshetrathi pachchisa yojana paryamta hoya chhe te kalathi kimchita nyuna paksha sudhi hoya chhe. Sutra– 69. Je avadhijnyana kshetrathi sampurna bharatakshetra pramana hoya te kalathi ardhamasa pramana hoya chhe. Je kshetrathi jambudvipa pramana hoya te kalathi eka masathi kamika adhika hoya chhe. Je kshetrathi manushyaloka pramana hoya te kalathi eka varsha paryanta hoya chhe. Je kshetrathi ruchaka kshetra paryanta hoya te kalathi aneka varsha hoya chhe. Sutra– 70. Je avadhijnyana kalathi samkhyata kalanum hoya te kshetrathi samkhyata dvipa samudra paryantanum hoya chhe. Je avadhi jnyana kalathi asamkhyata kala pramana hoya te kshetrathi samkhyata ke asamkhyata dvipa ane samudrani bhajanavalu hoya chhe. Arthat dvipasamudra kyareka samkhyata pana hoya kyareka asamkhyata pana hoya chhe. Sutra– 71. Avadhijnyanina kalani vriddhi thava para dravya, kshetra, kala ane bhava chareyani avashya vriddhi thaya chhe. Kshetrani vriddhi thava para kalani bhajana hoya chhe arthat kalani vriddhi thaya athava na pana thaya. Dravya ane paryayani vriddhi thava para kshetra ane kalani vriddhi thaya ke na pana thaya. Sutra– 72. Kala sukshma chhe paramtu kshetra, kalathi sukshmatara chhe. Kema ke eka amgula pramana shrenirupa kshetramam akashana pradesho asamkhyata avasarpinina samaya jetala hoya chhe arthat asamkhyata kalachakra teni ganatarimam thaya chhe. Sutra– 73. A rite vardhamana avadhijnyananum varnana chhe. Sutra samdarbha– 67–73