Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123562 | ||
Scripture Name( English ): | Nandisutra | Translated Scripture Name : | નન્દીસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
नन्दीसूत्र |
Translated Chapter : |
નન્દીસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 62 | Category : | Chulika-01 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं आनुगामियं ओहिनाणं? आनुगामियं ओहिनाणं दुविहं पन्नत्तं, तं जहा–अंतगयं च मज्झगयं च। से किं तं अंतगयं? अंतगयं तिविहं पन्नत्तं, तं जहा–पुरओ अंतगयं, मग्गओ अंतगयं, पासओ अंतगयं। से किं तं पुरओ अंतगयं? पुरओ अंतगयं–से जहानामए केइ पुरिसे उक्कं वा चुडलियं वा अलायं वा मणिं वा जोइं वा पईवं वा पुरओ काउं पणोल्लेमाणे-पणोल्लेमाणे गच्छेज्जा। से त्तं पुरओ अंतगयं। से किं तं मग्गओ अंतगयं? मग्गओ अंतगयं–से जहानामए केइ पुरिसे उक्कं वा चुडलियं वा अलायं वा मणिं वा जोइं वा पईवं वा मग्गओ काउं अणुकड्ढेमाणे-अणुकड्ढेमाणे गच्छेज्जा। से त्तं मग्गओ अंतगयं। से किं तं पासओ अंतगयं? पासओ अंतगयं–से जहानामए केइ पुरिसे उक्कं वा चुडलियं वा अलायं वा मणिं वा जोइं वा पईवं वा पासओ काउं परिकड्ढेमाणे-परिकड्ढेमाणे गच्छेज्जा। से त्तं पासओ अंतगयं। से त्तं अंतगयं। से किं तं मज्झगयं? मज्झगयं–से जहानामए केइ पुरिसे उक्कं वा चुडलियं वा अलायं वा मणिं वा जोइं वा पईवं वा मत्थए काउं गच्छेज्जा। से त्तं मज्झगयं। अंतगयस्स मज्झगयस्स य को पइविसेसो? पुरओ अंतगएणं ओहिनाणेणं पुरओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाइं जाणइ पासइ। मग्गओ अंतगएणं ओहिनाणेणं मग्गओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाइं जाणइ पासइ। पासओ अंतगएणं ओहिनाणेणं पासओ चेव संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाइं जाणइ पासइ। मज्झगएणं ओहिनाणेणं सव्वओ समंता संखेज्जाणि वा असंखेज्जाणि वा जोयणाइं जाणइ पासइ। से त्तं आनुगामियं ओहिनाणं। | ||
Sutra Meaning : | (૧) અનુગામિક અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે ? અનુગામિક અવધિજ્ઞાનના બે પ્રકાર છે – ૧. અંતગત, ૨. મધ્યગત. અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય ? અર્થાત્ તે કેટલા પ્રકારનું છે ? અંતગત અવધિજ્ઞાનના ત્રણ પ્રકારે છે – ૧. પુરતઃ અંતગત – આગળથી અંતગત. ૨. માર્ગતઃ અંતગત – પાછળથી અંતગત. ૩. પાર્શ્વતઃ અંતગત – બન્ને પડખેથી અંતગત. આગળથી અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય ? કેટલા પ્રકારનું છે ? આગળથી અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ વ્યક્તિ દીવડી, ઘાસનો પૂળો અથવા બળતુ લાકડું, મણિ, પ્રદીપ અથવા કોઈ વાસણમાં પ્રજ્વલિત અગ્નિ રાખીને હાથ વડે અથવા દંડ વડે તેને સંભાળીને આગળ રાખતા ચાલે છે ત્યારે ઉક્ત પદાર્થોના પ્રકાશ વડે માર્ગમાં રહેલ આગળની વસ્તુઓ દેખાતી જાય છે, એ જ રીતે જે અવધિજ્ઞાન પણ આગળના પ્રદેશમાં પ્રકાશ કરતા કરતા સાથે ચાલે છે તેને પુરતઃ અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય ? માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ માણસ દીવડી, ઘાસનો પૂળો, બળતું કાષ્ટ, મણિ, પ્રદીપ અથવા કોઈ વાસણમાં સળગતી અગ્નિને રાખીને હાથ વડે અથવા દંડ વડે કે દંડ જડે ઉક્ત પદાર્થોને પાછળના ભાગમાં સંભાળીને ચાલે તો તેના પ્રકાશમાં પાછળ રહેલ પદાર્થોને જોતા જોતા ચાલ્યો જાય છે, એ જ રીતે જે જ્ઞાન પાછળના પદાર્થોને પ્રકાશિત કરે છે તેને માર્ગતઃ અંતગત અવધિજ્ઞાન કહેવાય છે. પાર્શ્વથી અંતગત અવધિજ્ઞાન કોને કહેવાય છે ? પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે – જેમ કોઈ પુરુષ દીપિકા, ઘાસનો પૂળો, બળતું કાષ્ટ, મણિ, પ્રદીપ અથવા કોઈ પણ વાસણમાં પ્રજ્વલિત અગ્નિને રાખીને હાથ વડે કે દંડ વડે ઉક્ત પદાર્થોને બાજુમાં રાખતા ચાલે ત્યારે ઉક્ત પદાર્થોના પ્રકાશ વડે બાજુમાં રહેલ વસ્તુઓ દેખાતી જાય છે તેમ જે અવધિજ્ઞાન પાર્શ્વવર્તી પદાર્થોનું જ્ઞાન કરાવતા કરાવતા આત્માની સાથે ચાલે છે તેને પાર્શ્વત – અવધિજ્ઞાન કહેવાય છે. કોઈ કોઈ અવધિજ્ઞાન ક્ષયોપશમની વિચિત્રતાથી એક બાજુમાં જ પદાર્થોને પ્રકાશિત કરે છે તો કોઈ કોઈ બન્ને બાજુના પદાર્થોને પ્રકાશિત કરે છે. મધ્યગત અવધિજ્ઞાન કોને કહેવાય ? મધ્યગત અવધિજ્ઞાન આ પ્રમાણે છે. જેમ કોઈ પુરુષ ઉલ્કા, મશાલ, ઘાસનો પૂળો, અગ્રભાગથી બળતુ લાકડુ, મણિ, પ્રદીપ અથવા કૂંડા આદિમાં રાખેલ અગ્નિને મસ્તક પર રાખીને ચાલે છે ત્યારે તેને ઉપર્યુક્ત પ્રકાશ દ્વારા માર્ગમાં સર્વ દિશાઓમાં રહેલા પદાર્થો દેખાઈ જાય છે તેમ સર્વ દિશાઓમાં રહેલા પદાર્થોનું જ્ઞાન કરાવતા કરાવતા જે જ્ઞાન જ્ઞાતાની સાથે ચાલે છે તેને મધ્યગત અવધિજ્ઞાન કહેવાય છે. (૨) અંતગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં શું અંતર છે ? પુરતઃ અંતગત અવધિજ્ઞાની આગળ સંખ્યાત અથવા અસંખ્યાત યોજનમાં રહેલા દ્રવ્યોને જાણે છે અને દેખે છે અથવા સામાન્ય રૂપે જુએ છે અને વિશેષ રૂપમાં જાણે છે. પાછળના અંતગત અવધિજ્ઞાન દ્વારા પાછળ રહેલા સંખ્યાત અથવા અસંખ્યાત યોજનમાં સ્થિત દ્રવ્યોને વિશેષ રૂપે જાણે છે અને સામાન્ય રૂપે દેખે છે. પાર્શ્વતઃ અંતગત અવધિજ્ઞાનથી એક યા બંને બાજુમાં રહેલ દ્રવ્યોને સંખ્યાત અથવા અસંખ્યાત જોજન સુધી વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. આ રીતે આનુગામિક અવધિજ્ઞાનનું વર્ણન છે. મધ્યગત અવધિજ્ઞાની પોતાની ચારે બાજુ સર્વ દિશાઓમાં અને વિદિશાઓમાં સંખ્યાત અથવા અસંખ્યાત જોજન સુધી સ્થિત દ્રવ્યોને વિશેષરૂપે જાણે છે અને સામાન્યરૂપે દેખે છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam anugamiyam ohinanam? Anugamiyam ohinanam duviham pannattam, tam jaha–amtagayam cha majjhagayam cha. Se kim tam amtagayam? Amtagayam tiviham pannattam, tam jaha–purao amtagayam, maggao amtagayam, pasao amtagayam. Se kim tam purao amtagayam? Purao amtagayam–se jahanamae kei purise ukkam va chudaliyam va alayam va manim va joim va paivam va purao kaum panollemane-panollemane gachchhejja. Se ttam purao amtagayam. Se kim tam maggao amtagayam? Maggao amtagayam–se jahanamae kei purise ukkam va chudaliyam va alayam va manim va joim va paivam va maggao kaum anukaddhemane-anukaddhemane gachchhejja. Se ttam maggao amtagayam. Se kim tam pasao amtagayam? Pasao amtagayam–se jahanamae kei purise ukkam va chudaliyam va alayam va manim va joim va paivam va pasao kaum parikaddhemane-parikaddhemane gachchhejja. Se ttam pasao amtagayam. Se ttam amtagayam. Se kim tam majjhagayam? Majjhagayam–se jahanamae kei purise ukkam va chudaliyam va alayam va manim va joim va paivam va matthae kaum gachchhejja. Se ttam majjhagayam. Amtagayassa majjhagayassa ya ko paiviseso? Purao amtagaenam ohinanenam purao cheva samkhejjani va asamkhejjani va joyanaim janai pasai. Maggao amtagaenam ohinanenam maggao cheva samkhejjani va asamkhejjani va joyanaim janai pasai. Pasao amtagaenam ohinanenam pasao cheva samkhejjani va asamkhejjani va joyanaim janai pasai. Majjhagaenam ohinanenam savvao samamta samkhejjani va asamkhejjani va joyanaim janai pasai. Se ttam anugamiyam ohinanam. | ||
Sutra Meaning Transliteration : | (1) anugamika avadhijnyanana ketala prakara chhe\? Anugamika avadhijnyanana be prakara chhe – 1. Amtagata, 2. Madhyagata. Amtagata avadhijnyana kone kahevaya\? Arthat te ketala prakaranum chhe\? Amtagata avadhijnyanana trana prakare chhe – 1. Puratah amtagata – agalathi amtagata. 2. Margatah amtagata – pachhalathi amtagata. 3. Parshvatah amtagata – banne padakhethi amtagata. Agalathi amtagata avadhijnyana kone kahevaya\? Ketala prakaranum chhe\? Agalathi amtagata avadhijnyana a pramane chhe. Jema koi vyakti divadi, ghasano pulo athava balatu lakadum, mani, pradipa athava koi vasanamam prajvalita agni rakhine hatha vade athava damda vade tene sambhaline agala rakhata chale chhe tyare ukta padarthona prakasha vade margamam rahela agalani vastuo dekhati jaya chhe, e ja rite je avadhijnyana pana agalana pradeshamam prakasha karata karata sathe chale chhe tene puratah amtagata avadhijnyana kahevaya chhe. Margatah amtagata avadhijnyana kone kahevaya\? Margatah amtagata avadhijnyana a pramane chhe. Jema koi manasa divadi, ghasano pulo, balatum kashta, mani, pradipa athava koi vasanamam salagati agnine rakhine hatha vade athava damda vade ke damda jade ukta padarthone pachhalana bhagamam sambhaline chale to tena prakashamam pachhala rahela padarthone jota jota chalyo jaya chhe, E ja rite je jnyana pachhalana padarthone prakashita kare chhe tene margatah amtagata avadhijnyana kahevaya chhe. Parshvathi amtagata avadhijnyana kone kahevaya chhe\? Parshvatah amtagata avadhijnyana a pramane chhe – jema koi purusha dipika, ghasano pulo, balatum kashta, mani, pradipa athava koi pana vasanamam prajvalita agnine rakhine hatha vade ke damda vade ukta padarthone bajumam rakhata chale tyare ukta padarthona prakasha vade bajumam rahela vastuo dekhati jaya chhe tema je avadhijnyana parshvavarti padarthonum jnyana karavata karavata atmani sathe chale chhe tene parshvata – avadhijnyana kahevaya chhe. Koi koi avadhijnyana kshayopashamani vichitratathi eka bajumam ja padarthone prakashita kare chhe to koi koi banne bajuna padarthone prakashita kare chhe. Madhyagata avadhijnyana kone kahevaya\? Madhyagata avadhijnyana a pramane chhe. Jema koi purusha ulka, mashala, ghasano pulo, agrabhagathi balatu lakadu, mani, pradipa athava kumda adimam rakhela agnine mastaka para rakhine chale chhe tyare tene uparyukta prakasha dvara margamam sarva dishaomam rahela padartho dekhai jaya chhe tema sarva dishaomam rahela padarthonum jnyana karavata karavata je jnyana jnyatani sathe chale chhe tene madhyagata avadhijnyana kahevaya chhe. (2) amtagata ane madhyagata avadhijnyanamam shum amtara chhe\? Puratah amtagata avadhijnyani agala samkhyata athava asamkhyata yojanamam rahela dravyone jane chhe ane dekhe chhe athava samanya rupe jue chhe ane vishesha rupamam jane chhe. Pachhalana amtagata avadhijnyana dvara pachhala rahela samkhyata athava asamkhyata yojanamam sthita dravyone vishesha rupe jane chhe ane samanya rupe dekhe chhe. Parshvatah amtagata avadhijnyanathi eka ya bamne bajumam rahela dravyone samkhyata athava asamkhyata jojana sudhi vishesharupe jane chhe ane samanyarupe dekhe chhe. A rite anugamika avadhijnyananum varnana chhe. Madhyagata avadhijnyani potani chare baju sarva dishaomam ane vidishaomam samkhyata athava asamkhyata jojana sudhi sthita dravyone vishesharupe jane chhe ane samanyarupe dekhe chhe. |