Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118204
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-८

चूलिका-२ सुषाढ अनगारकथा

Translated Chapter :

અધ્યયન-૮

ચૂલિકા-૨ સુષાઢ અનગારકથા

Section : Translated Section :
Sutra Number : 1504 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] देवस्स देंती दोसे पवंचिया अत्तणो स-कम्मेहिं। न गुणेसु ठविंतऽप्पं मुहाइं मुद्धाए जोएंति॥
Sutra Meaning : સૂત્ર– ૧૫૦૪ થી ૧૫૦૭. જગતના અજ્ઞાની આત્માઓ પોતાના કર્મથી કષાયી કે દુઃખી થયા હોય તો, દૈવ – ભાગ્ય કે દેવતાને દોષ આપે છે. પણ પોતાના આત્માને ગુણોમાં સ્થાપન કરતો નથી. દુઃખ સમયે સમતામાં રમણ કરતો નથી. સુખો ફોગટના મફતીયા મળી જાય તેવી યોજના કરે છે. આ દૈવ – ભાગ્ય મધ્યસ્થ ભાવમાં રહેનાર, પ્રત્યેક જીવને સમપણાથી જોનાર હોય છે, તથા સર્વ લોક તેમનામાં વિશ્વાસ રાખનાર હોય છે. જે જે કંઈ પણ કર્માનુસારે પ્રાપ્ત થાય છે, તેનો નિક્ષેપ અથવા ત્યાગ દૈવ કરાવતો નથી. તો હવે તમે સર્વજનો બોધ પામો. સર્વોત્તમ શીલ – ગુણથી મહર્દ્ધિક એવા આ કુમાર શ્રેષ્ઠના ચરણ – કમળમાં તામસ ભાવ રહિત બનીને પ્રણામ કરો. એ પ્રમાણે બોલીને દેવતા અદૃશ્ય થયો. સૂત્ર– ૧૫૦૭. આ પ્રસંગ જોઈને તે ચતુર રાજપુરુષો જલદી રાજા પાસે પહોંચ્યા અને જોયેલો વૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળીને ઘણા વિકલ્પો રૂપ તરંગમાલા વડે પૂરાતા એવા હૃદયસાગર વાળો હર્ષ અને વિષાદ પામેલો હોવાથી ભય સહિત ઊભો થયો. ત્રાસ અને વિસ્મય યુક્ત હૃદયવાળો રાજા ધીમે – ધીમે ગુપ્ત સુરંગના નાના દ્વારથી કંપતા સર્વગાત્રવાળો અને – મહાકૌતુકથી કુમારદર્શનની અત્યંત ઉત્કંઠાવાળો થયો. કુમાર હતા તે પ્રદેશમાં આવ્યો. સુગૃહિત નામવાળા, મહાયશસ્વી, મહાસત્ત્વવાળા, મહાનુભાવ કુમારના રાજાએ દર્શન કર્યા. અપ્રતિપાતી મહા અવધિજ્ઞાનથી પ્રત્યયથી સંખ્યાતીત ભવોના અનુભવેલા એવા સુખ અને દુઃખો તથા. સમ્યક્‌ત્વાદિની પ્રાપ્તિ, સંસાર, સ્વભાવ, કર્મબંધ, તેની સ્થિતિ તે કર્મોથી મુક્તિ કઈ રીતે થાય? એ પ્રમાણે વૈર બંધવાળા રાજા આદિને અહિંસા લક્ષણ પ્રમાણ ધર્મનો કુમાર મુનિ. ઉપદેશ આપે છે. સુખપૂર્વક બેઠેલા સૌધર્માધિપતિ ઇન્દ્ર મહારાજાએ મસ્તક ઉપર ધરી રાખેલા છત્રવાળા કુમારને જોઈને – પૂર્વે કોઈ વખત ન જોયેલું એવું આશ્ચર્ય દેખીને – પરિવાર સહિત તે રાજા પ્રતિબોધ પામ્યો. ત્યાં જ તેમણે દીક્ષા અંગીકાર કરી. શત્રુ અને ચક્રાધિપતિ રાજા પણ પ્રતિબોધ પામ્યો અને તેણે પણ ત્યાં જ દીક્ષા – પ્રવ્રજ્યા અંગીકાર કરી. આ સમયે ચારે નિકાયના દેવોએ સુંદર સ્વરવાળી ગંભીર દુંદુભિનો મોટો શબ્દ કર્યો. ત્યારપછી મોટી ઉદ્‌ઘોષણા કરી કે – સૂત્ર સંદર્ભ– ૧૫૦૪–૧૫૦૭
Mool Sutra Transliteration : [gatha] devassa demti dose pavamchiya attano sa-kammehim. Na gunesu thavimtappam muhaim muddhae joemti.
Sutra Meaning Transliteration : Sutra– 1504 thi 1507. Jagatana ajnyani atmao potana karmathi kashayi ke duhkhi thaya hoya to, Daiva – bhagya ke devatane dosha ape chhe. Pana potana atmane gunomam sthapana karato nathi. Duhkha samaye samatamam ramana karato nathi. Sukho phogatana maphatiya mali jaya tevi yojana kare chhe. A daiva – bhagya madhyastha bhavamam rahenara, pratyeka jivane samapanathi jonara hoya chhe, tatha Sarva loka temanamam vishvasa rakhanara hoya chhe. Je je kami pana karmanusare prapta thaya chhe, teno nikshepa athava tyaga daiva karavato nathi. To have tame sarvajano bodha pamo. Sarvottama shila – gunathi maharddhika eva a kumara shreshthana charana – kamalamam tamasa bhava rahita banine pranama karo. E pramane boline devata adrishya thayo. Sutra– 1507. A prasamga joine te chatura rajapurusho jaladi raja pase pahomchya ane joyelo vrittamta nivedana karyo. Te sambhaline ghana vikalpo rupa taramgamala vade purata eva hridayasagara valo harsha ane vishada pamelo hovathi bhaya sahita ubho thayo. Trasa ane vismaya yukta hridayavalo raja dhime – dhime gupta suramgana nana dvarathi kampata sarvagatravalo ane – Mahakautukathi kumaradarshanani atyamta utkamthavalo thayo. Kumara hata te pradeshamam avyo. Sugrihita namavala, mahayashasvi, mahasattvavala, mahanubhava kumarana rajae darshana karya. Apratipati maha avadhijnyanathi pratyayathi samkhyatita bhavona anubhavela eva sukha ane duhkho tatha. Samyaktvadini prapti, samsara, svabhava, karmabamdha, teni sthiti te karmothi mukti kai rite thaya? E pramane vaira bamdhavala raja adine ahimsa lakshana pramana dharmano kumara muni. Upadesha ape chhe. Sukhapurvaka bethela saudharmadhipati indra maharajae mastaka upara dhari rakhela chhatravala kumarane joine – Purve koi vakhata na joyelum evum ashcharya dekhine – Parivara sahita te raja pratibodha pamyo. Tyam ja temane diksha amgikara kari. Shatru ane chakradhipati raja pana pratibodha pamyo ane tene pana tyam ja diksha – pravrajya amgikara kari. A samaye chare nikayana devoe sumdara svaravali gambhira dumdubhino moto shabda karyo. Tyarapachhi moti udghoshana kari ke – Sutra samdarbha– 1504–1507