Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118175
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Translated Chapter :

અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં

ચૂલિકા-૧ એકાંત નિર્જરા

Section : Translated Section :
Sutra Number : 1475 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] आलोइय-निंदिय-गरहिओ वि कय-पायच्छित्त नीसल्लो। छाइक्कमे न रक्खे जो कत्थ सुद्धिं लभेज्ज सो॥
Sutra Meaning : આલોચના, નિંદના, ગર્હણા કરીને, પ્રાયશ્ચિત્ત કરીને, નિઃશલ્ય થયેલો ભિક્ષુ, જો આરંભની છ પ્રતિજ્ઞાઓનું રક્ષણ ન કરે, તો પછી તેનામાં ભયંકર પરિણામવાળા જે અપ્રશસ્ત ભાવ સહિત અતિક્રમ કર્યો હોય તથા. – મૃષાવાદ વિરમણ નામક બીજા મહાવ્રતમાં તીવ્ર રાગ કે દ્વેષથી નિષ્ઠુર, કઠોર, આકરા, કર્કશ વચનો બોલીને મહાવ્રત ઉલ્લંઘેલ હોય. ત્રીજા અદત્તાદાન વિરમણ મહાવ્રતમાં રહેવાની જગ્યા માંગ્યા વગર, માલિકની સંમતિ મેળવ્યા વગર વાપરી હોય અથવા અણગમતું સ્થાન મળેલ હોય, તેમાં રાગ – દ્વેષાદિ રૂપ અપ્રશસ્ત ભાવ થાય, તે ત્રીજા મહાવ્રતનું અતિક્રમણ છે. ચોથા મૈથુન વિરમણ નામના મહાવ્રતમાં શબ્દ, રસ, મધ, સ્પર્શ અને પ્રવિચારના વિષયમાં જે અતિક્રમણ થયેલું હોય – પાંચમાં પરિગ્રહ વિરમણ નામના મહાવ્રતના વિષયમાં મેળવવાની અભિલાષા, પ્રાર્થના, મૂર્ચ્છા, શુદ્ધિ, કાંક્ષા, ગુમાવેલી વસ્તુનો શોક તે રૂપ લોભ તે રૌદ્રધ્યાનના કારણરૂપ છે. આ સર્વે પાંચમાં મહાવ્રતમાં દોષો ગણેલા છે. રાત્રે ભૂખ લાગશે, એમ ધારીને દિવસે અધિક આહાર લીધો. સૂર્યોદય કે સૂર્યાસ્તની શંકા હોવા છતાં આહાર ગ્રહણ કર્યો હોય તે રાત્રિભોજન વિરમણ વ્રતમાં અતિક્રમ દોષ કહેલો છે. આલોચના, નિંદના, ગર્હણા, પ્રાયશ્ચિત્ત કરીને શલ્ય રહિત બનેલો હોય પરંતુ જયણાને ન જાણતો હોય તો – સુસઢની જેમ ભવ સંસારમાં ભ્રમણ કરનારો થાય. સૂત્ર સંદર્ભ– ૧૪૭૫–૧૪૮૨
Mool Sutra Transliteration : [gatha] aloiya-nimdiya-garahio vi kaya-payachchhitta nisallo. Chhaikkame na rakkhe jo kattha suddhim labhejja so.
Sutra Meaning Transliteration : Alochana, nimdana, garhana karine, prayashchitta karine, nihshalya thayelo bhikshu, jo arambhani chha pratijnyaonum rakshana na kare, to pachhi tenamam bhayamkara parinamavala je aprashasta bhava sahita atikrama karyo hoya tatha. – Mrishavada viramana namaka bija mahavratamam tivra raga ke dveshathi nishthura, kathora, akara, karkasha vachano boline mahavrata ullamghela hoya. Trija adattadana viramana mahavratamam rahevani jagya mamgya vagara, malikani sammati melavya vagara vapari hoya athava anagamatum sthana malela hoya, temam raga – dveshadi rupa aprashasta bhava thaya, te trija mahavratanum atikramana chhe. Chotha maithuna viramana namana mahavratamam shabda, rasa, madha, sparsha ane pravicharana vishayamam je atikramana thayelum hoya – Pamchamam parigraha viramana namana mahavratana vishayamam melavavani abhilasha, prarthana, murchchha, shuddhi, kamksha, gumaveli vastuno shoka te rupa lobha te raudradhyanana karanarupa chhe. A sarve pamchamam mahavratamam dosho ganela chhe. Ratre bhukha lagashe, ema dharine divase adhika ahara lidho. Suryodaya ke suryastani shamka hova chhatam ahara grahana karyo hoya te ratribhojana viramana vratamam atikrama dosha kahelo chhe. Alochana, nimdana, garhana, prayashchitta karine shalya rahita banelo hoya paramtu jayanane na janato hoya to – susadhani jema bhava samsaramam bhramana karanaro thaya. Sutra samdarbha– 1475–1482