Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118108
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-७ प्रायश्चित् सूत्रं

चूलिका-१ एकांत निर्जरा

Translated Chapter :

અધ્યયન-૭ પ્રાયશ્ચિત્ સૂત્રં

ચૂલિકા-૧ એકાંત નિર્જરા

Section : Translated Section :
Sutra Number : 1408 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] मरिऊणं नरय-तिरिएसुं कुंभीपाएसु कत्थई। कत्थइ करवत्त-जंतेहिं कत्थइ भिन्नो हु सूलिए॥
Sutra Meaning : પ્રાયશ્ચિત્ત કર્યા વિનાનો આત્મા ભવાંતરમાં મૃત્યુ પામીને નરક, તિર્યંચ ગતિમાં ક્યાંક કુંભિપાકમાં, ક્યાંક કરવતોથી બંને બાજુ રહેંસાય છે, ક્યાંક શૂળીમાં વીંધાય છે, ક્યાંક પગે દોરી બાંધીને જમીન ઉપર કાંટા – કાંકરામાં ઘસડી જવાય છે. ક્યાંક ગબડાવાય છે. ક્યાંક શરીરનું છેદન – ભેદન કરવામાં આવે છે. વળી દોરડા, સાંકળ, બેડીથી બંધાવું પડે છે, ક્યાંક નિર્જન જંગલ ઉલ્લંઘવુ પડે છે. ક્યાંક બળદ – ઘોડા – ગધેડાદીના દમન સહન કરવું પડે છે. ક્યાંક લાલચોળ તપેલા લોઢાના સળિયાના ડામ ખમવા પડે છે. ક્યાંક ઊંટ, બળદના ભાવમાં નાક વિંધાવી નાથવું પડે છે. વળી ક્યાંક ભારે વજનોના ભાર ઉપાડવા પડે છે. ક્યાંક વધ અને તાડનના દુઃખો પરાધીનતાથી ભોગવવા પડે છે, ક્યાંક શક્તિ ઉપરાંતનો બોજો ખેંચવો પડે છે. ક્યાંક અણિયાળી આરથી વીંધાવુ પડે છે. વળી છાતી, પીઠ, હાડકાં, કેડનો ભાગ તૂટી જાય છે. પરવશતાથી ભૂખ – તરસ સહેવા પડે છે. સંતાપ, ઉદ્વેગ, દારિદ્રાદિ દુઃખો અહીં ફરી સહન કરવા પડશે. સૂત્ર સંદર્ભ– ૧૪૦૮–૧૪૧૧
Mool Sutra Transliteration : [gatha] mariunam naraya-tiriesum kumbhipaesu katthai. Katthai karavatta-jamtehim katthai bhinno hu sulie.
Sutra Meaning Transliteration : Prayashchitta karya vinano atma bhavamtaramam mrityu pamine naraka, tiryamcha gatimam kyamka kumbhipakamam, kyamka karavatothi bamne baju rahemsaya chhe, kyamka shulimam vimdhaya chhe, kyamka page dori bamdhine jamina upara kamta – kamkaramam ghasadi javaya chhe. Kyamka gabadavaya chhe. Kyamka shariranum chhedana – bhedana karavamam ave chhe. Vali dorada, samkala, bedithi bamdhavum pade chhe, kyamka nirjana jamgala ullamghavu pade chhe. Kyamka balada – ghoda – gadhedadina damana sahana karavum pade chhe. Kyamka lalachola tapela lodhana saliyana dama khamava pade chhe. Kyamka umta, baladana bhavamam naka vimdhavi nathavum pade chhe. Vali kyamka bhare vajanona bhara upadava pade chhe. Kyamka vadha ane tadanana duhkho paradhinatathi bhogavava pade chhe, kyamka shakti uparamtano bojo khemchavo pade chhe. Kyamka aniyali arathi vimdhavu pade chhe. Vali chhati, pitha, hadakam, kedano bhaga tuti jaya chhe. Paravashatathi bhukha – tarasa saheva pade chhe. Samtapa, udvega, daridradi duhkho ahim phari sahana karava padashe. Sutra samdarbha– 1408–1411