Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117933 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-६ गीतार्थ विहार |
Translated Chapter : |
અધ્યયન-૬ ગીતાર્થ વિહાર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1233 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] एवं सो लक्खणज्जाए जीवो गोयमा चिरं। घन-घोर-दुक्ख-संतत्तो, चउगइ-संसार-सागरे॥ | ||
Sutra Meaning : | એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ, ગૌતમ ! લાંબો કાળ આકરું દુઃખ ભોગવતો ચારગતિ રૂપ સંસારમાં નારકી, તિર્યંચ અને કુમનુષ્યપણામાં ભમીને ફરી અહીં શ્રેણિક રાજાનો જીવ આવતી ચોવીસીમાં પદ્મનાભ નામે પહેલાં તીર્થંકર થશે. તેમના તીર્થમાં કુબ્જિકાપણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સમાન, ગામમાં કે પોતાની માતાને પણ જોવાથી આનંદ ન આપનારી, સર્વ લોકોને ઉદ્વેગ કરાવનારી લાગતા, મેશ ગેરુના લેપનું શરીરે વિલેપન કરી ગધેડા ઉપર સવારી કરાવીને ભ્રમણ કરાવશે. તેના શરીરે બંને પડખે પક્ષીના પીંછા લગાડશે. ખોખરા અવાજવાળુ ડિંડિમ આગળ વગાડશે. એમ ગામમાં ફેરવીને બીજા સ્થળે જવા કાઢી મૂકશે. ફરી ગામમાં પ્રવેશ પામી શકશે નહીં. ત્યારે અરણ્યમાં વાસ કરતી તે કંદ – ફળનો આહાર કરતી રહેશે. નાભિના મધ્યભાગે ઝેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલી, સર્વ શરીરે ગુમડા, દરાજ, ખરજવું આદિ ચર્મરોગો ઉત્પન્ન થશે, તેને ખણતી ઘોર દુઃસહ દુઃખ અનુભવશે. સૂત્ર સંદર્ભ– ૧૨૩૩–૧૨૩૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] evam so lakkhanajjae jivo goyama chiram. Ghana-ghora-dukkha-samtatto, chaugai-samsara-sagare. | ||
Sutra Meaning Transliteration : | E pramane lakshmana sadhvino jiva, gautama ! Lambo kala akarum duhkha bhogavato charagati rupa samsaramam naraki, tiryamcha ane kumanushyapanamam bhamine phari ahim shrenika rajano jiva avati chovisimam padmanabha name pahelam tirthamkara thashe. Temana tirthamam kubjikapane utpanna thashe. Durbhagyani khana samana, gamamam ke potani matane pana jovathi anamda na apanari, sarva lokone udvega karavanari lagata, mesha geruna lepanum sharire vilepana kari gadheda upara savari karavine bhramana karavashe. Tena sharire bamne padakhe pakshina pimchha lagadashe. Khokhara avajavalu dimdima agala vagadashe. Ema gamamam pheravine bija sthale java kadhi mukashe. Phari gamamam pravesha pami shakashe nahim. Tyare aranyamam vasa karati te kamda – phalano ahara karati raheshe. Nabhina madhyabhage jheri chhachhumdarana damkhathi ghani vedanathi pareshana thayeli, sarva sharire gumada, daraja, kharajavum adi charmarogo utpanna thashe, tene khanati ghora duhsaha duhkha anubhavashe. Sutra samdarbha– 1233–1239 |