Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117556
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-६ गीतार्थ विहार

Translated Chapter :

અધ્યયન-૬ ગીતાર્થ વિહાર

Section : Translated Section :
Sutra Number : 856 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] ता गोयम नंदिसेणेणं गिरि-पडणं जाव पत्थुयं। ताव आयासे इमा वाणी पडिओ वि नो मरिज्ज तं॥
Sutra Meaning : ગૌતમ ! નંદિષેણે જ્યારે પર્વત ઉપરથી પડવાનું આરંભ્યુ ત્યાં આકાશમાં એવી વાણી સાંભળવા આવી કે પર્વત ઉપરથી પડ્યા છતા તારું મૃત્યુ થવાનુ નથી. જેટલામાં દિશામુખો તરફ નજર કરી તો એક ચારણ મુનિને જોયો. તેમણે કહ્યું તારું અકાલે મૃત્યુ નથી. પછી વિષમ ઝેર ખાવા ગયો ત્યારે પણ વિષયોની પીડાને ન સહી શકતો જ્યારે ખૂબ પીડા પામવા લાગ્યો, ત્યારે તેને ચિંતા થઈ કે હવે મારે જીવવાનું શું પ્રયોજન છે ? મોગરાના પુષ્પો અને ચંદ્ર સરખા નિર્મળ ઉજ્જવળ વર્ણવાળા આ પ્રભુના શાસનને ખરેખર પાપમતિવાળો હું ઉડ્ડાહણા કરાવીશ તો અનાર્ય એવો હું ક્યાં જઈશ ? અથવા તો ચંદ્ર લાંછન વાળો છે, મોગરાના પુષ્પની પ્રભા અલ્પ – કાળમાં કરમાવાની છે. જ્યારે જિનશાસન તો કલિકાલની કલુષતાના મળ અને કલંકથી સર્વથા રહિત લાંબા કાળ સુધી જેની પ્રભા ટકનારી છે માટે સમગ્ર દારિદ્ર, દુઃખ અને કલેશોનો ક્ષય કરનાર એવા પ્રકારના આ જૈન પ્રવચનની અપભ્રાજના કરાવીશ તો ક્યાં જઈને મારા આત્માની શુદ્ધિ કરીશ ? દુઃખે ગમન કરી શકાય, મોટી ઊંચી શિલાઓ હોય, જેની મોટી ખીણો હોય તેવા પર્વતે ચઢીને જેટલામાં વિષયાધીન બનીને હું કંઈક પણ શાસનની ઉડ્ડાહણા ન કરું તે પહેલાં પડતું મૂકીને મારા શરીરના ટૂકડેટૂકડા કરી નાંખું. એ પ્રમાણે ફરી પણ છેદાયેલા શિખરોવાળા મહાપર્વતના શિખરે ચઢીને આગાર રાખ્યા વિના પ્રત્યાખ્યાન કરવા લાગ્યા. ત્યારે ફરી પણ આકાશમાં આ પ્રમાણે શબ્દો સાંભળ્યા ‘‘અકાલે તારું મૃત્યુ થવાનું નથી. આ તારો છેલ્લો ભવ અને છેલ્લું શરીર છે. માટે બદ્ધ – સ્પૃષ્ટ ભોગફળ ભોગવી સંયમ સ્વીકાર.’’ સૂત્ર સંદર્ભ– ૮૫૬–૮૬૪
Mool Sutra Transliteration : [gatha] ta goyama namdisenenam giri-padanam java patthuyam. Tava ayase ima vani padio vi no marijja tam.
Sutra Meaning Transliteration : Gautama ! Namdishene jyare parvata uparathi padavanum arambhyu tyam akashamam evi vani sambhalava avi ke parvata uparathi padya chhata tarum mrityu thavanu nathi. Jetalamam dishamukho tarapha najara kari to eka charana munine joyo. Temane kahyum tarum akale mrityu nathi. Pachhi vishama jhera khava gayo tyare pana vishayoni pidane na sahi shakato jyare khuba pida pamava lagyo, tyare tene chimta thai ke have mare jivavanum shum prayojana chhe\? Mogarana pushpo ane chamdra sarakha nirmala ujjavala varnavala a prabhuna shasanane kharekhara papamativalo hum uddahana karavisha to anarya evo hum kyam jaisha\? Athava to chamdra lamchhana valo chhe, mogarana pushpani prabha alpa – kalamam karamavani chhe. Jyare jinashasana to kalikalani kalushatana mala ane kalamkathi sarvatha rahita lamba kala sudhi jeni prabha takanari chhe mate samagra daridra, duhkha ane kaleshono kshaya karanara eva prakarana a jaina pravachanani apabhrajana karavisha to kyam jaine mara atmani shuddhi karisha\? Duhkhe gamana kari shakaya, moti umchi shilao hoya, jeni moti khino hoya teva parvate chadhine jetalamam vishayadhina banine hum kamika pana shasanani uddahana na karum te pahelam padatum mukine mara sharirana tukadetukada kari namkhum. E pramane phari pana chhedayela shikharovala mahaparvatana shikhare chadhine agara rakhya vina pratyakhyana karava lagya. Tyare phari pana akashamam a pramane shabdo sambhalya ‘‘akale tarum mrityu thavanum nathi. A taro chhello bhava ane chhellum sharira chhe. Mate baddha – sprishta bhogaphala bhogavi samyama svikara.’’ Sutra samdarbha– 856–864