Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117370
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-४ कुशील संसर्ग

Translated Chapter :

અધ્યયન-૪ કુશીલ સંસર્ગ

Section : Translated Section :
Sutra Number : 670 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] कज्जेण विना अकंडे एस पकुविओ हु ताव संचिट्ठे। संपइ अणुणिज्जंतो न याणिमो किं च बहु मन्ने॥
Sutra Meaning : કારણ વિના, પ્રસંગ વિના ક્રોધાયમાન થયેલો ભલે હાલ એમ જ રહે, અત્યારે કદાચ કહીશ તો પણ માનશે નહીં. તો હાલ તેને સમજાવવો કે કાલક્ષેપ કરવો ? કાળ પસાર થતા તેના કષાય શાંત થશે પછી મારી વાત સ્વીકારશે. અથવા તો હાલ તેના સંશયને દૂર કરું. વિશેષ સમજ વિના આ ભદ્રિકને કંઈ સમજાશે નહીં. એમ વિચારીને નાગીલે સુમતિને કહ્યું – હે બંધુ ! હું તને દોષ આપતો નથી. હું આ વિષયમાં મારો જ દોષ માનુ છું. હિતબુદ્ધિથી સગા ભાઈને કહીએ તો પણ કોપાયમાન થાય છે. આઠ કર્મની જાળમાં સપડાયેલા જીવોનો અહીં જ દોષ છે કે ચારે ગતિથી બહાર કાઢનાર હિતોપદેશ તેને અસર ન કરે. સજ્જડ રાગ, દ્વેષ, કદાગ્રહ, અજ્ઞાન, મિથ્યાત્વ દોષથી ખવાઈ ગયેલા મન વાળાઓને હિતોપદેશરૂપ અમૃત પણ કાલકૂટ વિષ લાગે છે. સૂત્ર સંદર્ભ– ૬૭૦–૬૭૬
Mool Sutra Transliteration : [gatha] kajjena vina akamde esa pakuvio hu tava samchitthe. Sampai anunijjamto na yanimo kim cha bahu manne.
Sutra Meaning Transliteration : Karana vina, prasamga vina krodhayamana thayelo bhale hala ema ja rahe, atyare kadacha kahisha to pana manashe nahim. To hala tene samajavavo ke kalakshepa karavo\? Kala pasara thata tena kashaya shamta thashe pachhi mari vata svikarashe. Athava to hala tena samshayane dura karum. Vishesha samaja vina a bhadrikane kami samajashe nahim. Ema vicharine nagile sumatine kahyum – he bamdhu ! Hum tane dosha apato nathi. Hum a vishayamam maro ja dosha manu chhum. Hitabuddhithi saga bhaine kahie to pana kopayamana thaya chhe. Atha karmani jalamam sapadayela jivono ahim ja dosha chhe ke chare gatithi bahara kadhanara hitopadesha tene asara na kare. Sajjada raga, dvesha, kadagraha, ajnyana, mithyatva doshathi khavai gayela mana valaone hitopadesharupa amrita pana kalakuta visha lage chhe. Sutra samdarbha– 670–676