Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1117270 | ||
Scripture Name( English ): | Mahanishith | Translated Scripture Name : | મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३ कुशील लक्षण |
Translated Chapter : |
અધ્યયન-૩ કુશીલ લક્ષણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 570 | Category : | Chheda-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] होही खणं अप्फालिय-सूसर-गंभीर-दुंदुहि-णिग्घोसा। जय-सद्द-मुहल-मंगल-कयंजली जह य खीर-सलिलेणं॥ | ||
Sutra Meaning : | ક્ષણવાર હાથ અફળાતા, સુંદર સ્વરે ગાતા, ગંભીર દુંદુભી શબ્દ કરતા, ક્ષીરસમુદ્રના રવવત્ જય – જય મંગલ શબ્દો મૂળમાંથી નીકળતા હતા. જે રીતે અંજલી કરતા હતા. ક્ષીર સમુદ્રના જળથી, ઘણા સુગંધી પદાર્થોથી વાસિત, સુવર્ણ – મણિ – રત્નના ઊંચા કળશોથી જન્માભિષેક દેવો કરતા હતા. જિનેશ્વરે પર્વત ચલાયમાન કર્યો. આઠ વર્ષના છતાં ભગવંતે ઇન્દ્ર વ્યાકરણ બનાવ્યું. કુમારપણું – લગ્ન થયા, લોકાંતિક દેવે પ્રતિબોધ કર્યા. સર્વે દેવોએ દીક્ષા મહોત્સવ કર્યો. ભગવંતે ઘોર પરીષહો સહ્યા. ઘોર તપસ્યા અને ધ્યાનયોગના અગ્નિ વડે ચારે ઘનઘાતી કર્મોને બાળી નાંખ્યા, જે રીતે લોકને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. ફરી પણ જે રીતે દેવો અને અસુરોએ કેવલજ્ઞાનનો મહિમા કરીને ધર્મ, નીતિ, તપ, ચરિત્ર વિષયો સંશયો પૂછ્યા. દેવોએ રચિત સિંહાસને બિરાજમાન થઈને જે રીતે ભગવંતે ધર્મકથન કર્યું, ચારે દેવનીકાયે એકઠા થઈને શ્રેષ્ઠ સમવસરણ બનાવ્યું. જે રીતે દેવો તેમની ઋદ્ધિ અને જગતની ઋદ્ધિ બંનેની સરખામણી કરતા હતા. સમગ્ર ભુવનમાં એક ગુરુ, મહાયશવાળા અરિહંત ભગવંત જ્યાં જ્યાં જે રીતે વિચર્યા. જે રીતે આઠ મહાપ્રતિહાર્યોના સુંદર ચિહ્નો જે તીર્થમાં હોય છે. ભવ્ય જીવોના અનાદિ કાળના ચીકણા મિથ્યાત્વના સમગ્ર કર્મોને નિર્દલન કરે છે. જે રીતે પ્રતિબોધ કરીને માર્ગમાં સ્થાપન કરી ગણધરોને દીક્ષિત કરે છે, તેમજ મહાબુદ્ધિવાળા તેઓ સૂત્ર ગુંથે છે. જિનેન્દ્ર અનંતગમ પર્યાય – સમગ્ર અર્થ ગણધરોને કહે છે. સૂત્ર સંદર્ભ– ૫૭૦–૫૭૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] hohi khanam apphaliya-susara-gambhira-dumduhi-nigghosa. Jaya-sadda-muhala-mamgala-kayamjali jaha ya khira-salilenam. | ||
Sutra Meaning Transliteration : | Kshanavara hatha aphalata, sumdara svare gata, gambhira dumdubhi shabda karata, kshirasamudrana ravavat jaya – jaya mamgala shabdo mulamamthi nikalata hata. Je rite amjali karata hata. Kshira samudrana jalathi, ghana sugamdhi padarthothi vasita, suvarna – mani – ratnana umcha kalashothi janmabhisheka devo karata hata. Jineshvare parvata chalayamana karyo. Atha varshana chhatam bhagavamte indra vyakarana banavyum. Kumarapanum – lagna thaya, lokamtika deve pratibodha karya. Sarve devoe diksha mahotsava karyo. Bhagavamte ghora parishaho sahya. Ghora tapasya ane dhyanayogana agni vade chare ghanaghati karmone bali namkhya, je rite lokane prakashita karanara kevalajnyana uparjana karyum. Phari pana je rite devo ane asuroe kevalajnyanano mahima karine dharma, niti, tapa, charitra vishayo samshayo puchhya. Devoe rachita simhasane birajamana thaine je rite bhagavamte dharmakathana karyum, chare devanikaye ekatha thaine shreshtha samavasarana banavyum. Je rite devo temani riddhi ane jagatani riddhi bamneni sarakhamani karata hata. Samagra bhuvanamam eka guru, mahayashavala arihamta bhagavamta jyam jyam je rite vicharya. Je rite atha mahapratiharyona sumdara chihno je tirthamam hoya chhe. Bhavya jivona anadi kalana chikana mithyatvana samagra karmone nirdalana kare chhe. Je rite pratibodha karine margamam sthapana kari ganadharone dikshita kare chhe, temaja mahabuddhivala teo sutra gumthe chhe. Jinendra anamtagama paryaya – samagra artha ganadharone kahe chhe. Sutra samdarbha– 570–579 |