Sutra Navigation: Mahanishith ( મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1117077
Scripture Name( English ): Mahanishith Translated Scripture Name : મહાનિશીય શ્રુતસ્કંધ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२ कर्मविपाक प्रतिपादन

Translated Chapter :

અધ્યયન-૨ કર્મવિપાક પ્રતિપાદન

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 377 Category : Chheda-06
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] ठियासणत्था सइया परंमुही, सुयलंकरिया वा अनलंकरिया वा। निक्खमाणा पमया हि दुब्बलं, मनुस्समालेह-गया वि करिस्सई॥
Sutra Meaning : જુદા આસને બેઠેલી, શયનમાં સૂતેલી, ઊલટુ મુખ કરી રહેલી, અલંકારો પહેરેલ કે ન પહેરેલ, પ્રત્યક્ષ નહીં પણ ચિત્રમાં ચિત્રિત હોય, તેવીને પણ પ્રમાદથી જુએ તો દુર્બળ મનુષ્યને આકર્ષે છે – જોતા રાગ થાય છે. ચિત્રામણ વાળી ભીંત કે અલંકૃત સ્ત્રીને જોઈને દૃષ્ટિ ખેંચી લેવી. કહ્યું છે કે – હાથ, પગ કપાયેલી નાક – હોઠ છેદાયેલી, કોઢથી સડી ગયેલી તેવી સ્ત્રીને પણ દૂરથી તજવી. વૃદ્ધા કે પંચાંગથી શૃંગાર ઝરતી યૌવના, મોટી વયની કુમારી કન્યા, પરદેશ ગયેલ પતિવાળી, બાલ વિધવા, અંતઃપુરની સ્ત્રી, સ્વમત – પરમત પાખંડ ધર્મકથી, દીક્ષિત, કૂતરી, ભેંસ, ગાય, ગધેડી, ખચરી, બોકડી, ઘેટી, પથ્થરની સ્ત્રી – મૂર્તિ, વ્યભિચારિણી, જન્મરોગીણી, આવી કોઈ પરીચિત કે અજાણી સ્ત્રી હોય, રાત્રે જ્યાં આવ – જા કરતી હોય, દિવસે પણ એકાંત સ્થાન હોય તેવા નિવાસ, ઉપાશ્રય, વસતિને સર્વે ઉપાયથી અત્યંત, અતિ દૂરથી બ્રહ્મચારી તજે. સૂત્ર સંદર્ભ– ૩૭૭–૩૮૪
Mool Sutra Transliteration : [gatha] thiyasanattha saiya parammuhi, suyalamkariya va analamkariya va. Nikkhamana pamaya hi dubbalam, manussamaleha-gaya vi karissai.
Sutra Meaning Transliteration : Juda asane betheli, shayanamam suteli, ulatu mukha kari raheli, alamkaro paherela ke na paherela, pratyaksha nahim pana chitramam chitrita hoya, tevine pana pramadathi jue to durbala manushyane akarshe chhe – jota raga thaya chhe. Chitramana vali bhimta ke alamkrita strine joine drishti khemchi levi. Kahyum chhe ke – hatha, paga kapayeli naka – hotha chhedayeli, kodhathi sadi gayeli tevi strine pana durathi tajavi. Vriddha ke pamchamgathi shrimgara jharati yauvana, moti vayani kumari kanya, paradesha gayela pativali, bala vidhava, amtahpurani stri, svamata – paramata pakhamda dharmakathi, dikshita, kutari, bhemsa, gaya, gadhedi, khachari, bokadi, gheti, paththarani stri – murti, vyabhicharini, janmarogini, avi koi parichita ke ajani stri hoya, ratre jyam ava – ja karati hoya, divase pana ekamta sthana hoya teva nivasa, upashraya, vasatine sarve upayathi atyamta, ati durathi brahmachari taje. Sutra samdarbha– 377–384