Sutra Navigation: Jitakalpa ( જીતકલ્પ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1114569 | ||
Scripture Name( English ): | Jitakalpa | Translated Scripture Name : | જીતકલ્પ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
तप प्रायश्चित्तं |
Translated Chapter : |
તપ પ્રાયશ્ચિત્તં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 69 | Category : | Chheda-05A |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुरिसा गीयाऽगीया सहाऽसहा तह सढाऽसढा केई । परिणामाऽपरिणामा अइपरिणामा य वत्थूणं ॥ | ||
Sutra Meaning : | એ ચાર સૂત્રોથી સંયુક્ત અર્થ આ પ્રમાણે પુરુષોમાં કોઈ ગીતાર્થ હોય, કોઈ અગીતાર્થ હોય. કોઈ સહનશીલ હોય, કોઈ અસહનશીલ પણ હોય. કોઈ ઋજુ હોય અને કોઈ માયાવી પણ હોય. કેટલાક શ્રદ્ધા પરિણામી હોય, કેટલાક અપરિણામી હોય તો કેટલાક અપવાદને જ આચરનારા એવા અતિ પરિણામી હોય. કેટલાક ધૃતિસંઘયણ અને ઉભયથી સંપન્ન હોય તો કેટલાક તેનાથી હીન પણ હોય. કેટલાક તપ શક્તિવાળા હોય, કેટલાક વૈયાવચ્ચી હોય તો કેટલાક બંને શક્તિવાળા હોય. કેટલાક વળી એક પણ શક્તિ વગરના હોય તો કેટલાક અન્ય પ્રકારના જ હોય. આચેલકાદિ કલ્પસ્થિત, પરિણત, કૃતજોગી, કુશળ અથવા અકલ્પસ્થિત, અકૃતજોગી, અપરિણત, અકુશળ એ પ્રમાણે બંને પ્રકારના પુરુષો હોય છે. એ જ પ્રમાણે કલ્પસ્થિત પણ ગચ્છવાસી અથવા જિનકલ્પી બંનેમાંથી કોઈ હોઈ શકે. આ સર્વે પુરુષોમાં જેની જેટલી શક્તિ અને ગુણ વધારે હોય તેને અધિક પ્રાયશ્ચિત્ત દેવું. અને હીન સત્ત્વવાળાને હીનતર પ્રાયશ્ચિત્ત દેવું. સર્વથા હીનને પ્રાયશ્ચિત્ત ન દેવું તે જીત વ્યવહાર છે. સૂત્ર સંદર્ભ– ૬૯–૭૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] purisa giyagiya sahasaha taha sadhasadha kei. Parinamaparinama aiparinama ya vatthunam. | ||
Sutra Meaning Transliteration : | E chara sutrothi samyukta artha a pramane Purushomam koi gitartha hoya, koi agitartha hoya. Koi sahanashila hoya, koi asahanashila pana hoya. Koi riju hoya ane koi mayavi pana hoya. Ketalaka shraddha parinami hoya, ketalaka aparinami hoya to ketalaka apavadane ja acharanara eva ati parinami hoya. Ketalaka dhritisamghayana ane ubhayathi sampanna hoya to ketalaka tenathi hina pana hoya. Ketalaka tapa shaktivala hoya, ketalaka vaiyavachchi hoya to ketalaka bamne shaktivala hoya. Ketalaka vali eka pana shakti vagarana hoya to ketalaka anya prakarana ja hoya. Achelakadi kalpasthita, parinata, kritajogi, kushala athava akalpasthita, akritajogi, aparinata, akushala e pramane bamne prakarana purusho hoya chhe. E ja pramane kalpasthita pana gachchhavasi athava jinakalpi bamnemamthi koi hoi shake. A sarve purushomam jeni jetali shakti ane guna vadhare hoya tene adhika prayashchitta devum. Ane hina sattvavalane hinatara prayashchitta devum. Sarvatha hinane prayashchitta na devum te jita vyavahara chhe. Sutra samdarbha– 69–72 |