[सूत्र] जे भिक्खू आगंतारेसु वा आरामागारेसु वा गाहावतिकुलेसु वा परियावसहेसु वा अन्नउत्थियं वा गारत्थियं वा असनं वा पानं वा खाइमं वा साइमं वा ओभासति, ओभासंतं वा सातिज्जति।
Sutra Meaning :
વર્ણન સંદર્ભ:
નિશીથસૂત્રના આ ઉદ્દેશા – ૩માં સૂત્રો ૧૧૮ થી ૧૯૬ એ પ્રમાણે કુલ – ૭૯ સૂત્રો છે. તેમાં દર્શાવેલ દોષનું ત્રિવિધે સેવન કરનારને ‘ઉદ્ઘાતિક’ નામક પ્રાયશ્ચિત્ત આવે. જેને લઘુમાસિક પ્રાયશ્ચિત્તના નામે પણ ઓળખાવાય છે.
ઉદ્દેશા – ૧ માફક અહીં પ્રત્યેક સૂત્રને અંતે ‘પ્રાયશ્ચિત્ત’ શબ્દ આવે. અમે આ ઉદ્દેશામાં ક્યાંક પ્રાયશ્ચિત્ત એમ લખેલ છે અને ક્યાંક નથી પણ લખેલ, પણ પ્રત્યેક દોષમાં લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે તે સૂત્ર કથન સ્પષ્ટ જાણવું.
અનુવાદ:
જે સાધુ – સાધ્વી ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થ ઘરોમાં કે આશ્રમોમાં એક અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ માંગી – માંગીને યાચના કરે કે માંગી – માંગીને યાચના કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. આ સૂત્ર એકવચનમાં છે. હવે પછી આ જ સૂત્ર બહુવચનમાં છે.
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu agamtaresu va aramagaresu va gahavatikulesu va pariyavasahesu va annautthiyam va garatthiyam va asanam va panam va khaimam va saimam va obhasati, obhasamtam va satijjati.
Sutra Meaning Transliteration :
Varnana samdarbha:
Nishithasutrana a uddesha – 3mam sutro 118 thi 196 e pramane kula – 79 sutro chhe. Temam darshavela doshanum trividhe sevana karanarane ‘udghatika’ namaka prayashchitta ave. Jene laghumasika prayashchittana name pana olakhavaya chhe.
Uddesha – 1 maphaka ahim pratyeka sutrane amte ‘prayashchitta’ shabda ave. Ame a uddeshamam kyamka prayashchitta ema lakhela chhe ane kyamka nathi pana lakhela, pana pratyeka doshamam laghumasika prayashchitta ave te sutra kathana spashta janavum.
Anuvada:
Je sadhu – sadhvi dharmashalamam, udyanagrihamam, grihastha gharomam ke ashramomam eka anyatirthika ke grihastha pase ashana, pana, khadima, svadima mamgi – mamgine yachana kare ke mamgi – mamgine yachana karanarane anumode to prayashchitta. A sutra ekavachanamam chhe. Have pachhi a ja sutra bahuvachanamam chhe.