Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109264 | ||
Scripture Name( English ): | Tandulvaicharika | Translated Scripture Name : | તંદુલ વૈચારિક |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
धर्मोपदेश एवं फलं |
Translated Chapter : |
ધર્મોપદેશ એવં ફલં |
Section : | Translated Section : | ||
Sutra Number : | 64 | Category : | Painna-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] आसी य खलु आउसो! पुव्विं मनुया ववगयरोगाऽऽयंका बहुवाससयसहस्सजीविणो। तं जहा–जुयलधम्मिया अरिहंता वा चक्कवट्टी वा बलदेवा वा वासुदेवा वा चारणा विज्जाहरा। ते णं मनुया अनतिवरसोमचारुरूवा भोगुत्तमा भोगलक्खणधरा सुजायसव्वंगसुंदरंगा रत्तु-प्पल-पउमकर-चरण-कोमलंगुलितला नग नगर मगर सागर चक्कंक-धरंक-लक्खणंकियतला सुपइट्ठियकुम्मचारुचलणा अनुपुव्विसुजाय पीवरं गुलिया उन्नय तनु तंब निद्धनहा संठिय सुसिलिट्ठ गूढगोप्फा एणी कुरुविंदवित्तवट्टाणुपुव्विजंघा सामुग्गनिमग्गगूढजाणू गयससणसुजायसन्निभोरू वरवारणमत्ततुल्लविक्कम-विलासियगई सुजायवरतुरयगुज्झदेसा आइन्नहउ व्व निरुवलेवा पमुइय-वरतुरग-सीहअइरेगवट्टियकडी साह-यसोणंद-मुसलदप्पण-निगरियवरकण गच्छरुसरिस वरवइर-वलियमज्झा गंगावत्तपयाहिणावत्ततरंगभंगुररविकिरणतरुणबोहियउक्को-सायंतपउमगंभीर वियड-नाभी उज्जुय समसहिय सुजाय जच्च तणु कसिण निद्ध आएज्ज लडह सुकुमाल मउय रमणिज्जरोमराई झस विहगसुजाय पीणकुच्छी झसोयरा पम्हवियडनाभा... ... संगयपासा सन्नयपासा सुंदरपासा सुजायपासा मियमाइय पीण रइयपासा अकरंडुय-कनगरुयग निम्मल सुजाय निरुवहयदेहधारी पसत्थबत्तीसलक्खणधरा कनगसिलायलुज्जलपसत्थ समतल उवचिय वित्थिन्नपिहुलवच्छा सिरिवच्छंकियवच्छा पुरवरफलिहवट्टियभुया भुयगीसर-विउलभोगआयाणफलिह-उच्छूढदीहबाहू जुगसन्निभपीण रइय पीवरपउट्ठसंठिय उवचिय घन थिर सुबद्ध सुवट्ट सुसिलिट्ठ लट्ठपव्वसंधी रत्ततलोवचिय मउय मंसल सुजाय लक्खणपसत्थ अच्छिद्द जालपाणी पीवर वट्टिय सुजाय कोमलवरंगुलिया तंब तलिण सुइ रुइर निद्धनक्खा चंदपाणिलेहा सूरपाणिलेहा संखपाणिलेहा चक्क-पाणिलेहा सोत्थियपाणिलेहा ससि रवि संख चक्क सोत्थिय-विभत्त सुविरइयपाणिलेहा वरमहिस वराह सीह सद्दूल उसभ नागवरविउल पडिपुन्न उन्नय मउदक्खंधा चउरंगुलसुपमाण कंबुवरसरिसगीवा अवट्ठिय सुविभत्त चित्तमंसू मंसल संठिय पसत्थ सद्दूलविउल-हनुया ओयवियसिलप्पवाल-बिंबफलसन्निभाधरुट्ठा पंडुरससिसगलविमल निम्मलसंख गोखीर कुंद दगरय मुणालियाधवलदंतसेढी अखंडदंता अफुडियदंता अविरलदंता सुनिद्धदंता सुजायदंता एगदंतसेढी विव अनेगदंता हुयवहनिद्धंत धोय तत्ततवणिज्जरत्ततल तालुजीहा... ... सारसनवथणियमहुरगंभीर कुंचनिग्घोस दुंदुहिसरा गरुलायय उज्जु तुंगनासा अवदारिअ-पुंडरीयवयणा कोकासियधवलपुंडरीयपत्तलच्छा आनामियचावरुइल किण्ह चिहुरराइसुसंठिय संगय आयय सुजायभुमया अल्लीण पमाणजुत्तसवणा सुसवणापीणमंसलकवोलदेसभागा अइरुग्गय समग्ग सुनिद्धचंदद्धसंठियनिडाला उडुवइपडिपुन्नसोमवयणा छत्तागारुत्तमंगदेसा घन निचिय सुबद्ध लक्खणुन्नय कूडागार [निभ-] निरुवमपिंडियऽग्गसिरा हुयवहनिद्धंत धोय तत्ततवणिज्जकेसंत-केसभूमी सामलीबोंडघणनिचियच्छोडिय मिउ विसय सुहुम लक्खणपसत्थ सुगंधि सुंदर भुयमोयग मिंग नील कज्जल पहट्ठभमरगणनिद्ध निउरंबनिचिय कुंचिय पयाहिणावत्तमुद्धसिरया लक्खण वंजणगुणोववेया मानुम्मानपमाणपडिपुन्नसुजायसव्वंगसुंदरंगा ससिसोमागारा कंता पियदंसणा सब्भावसिंगा-रचारुरूवा पासाईया दरिसणिज्जा अभिरूवा पडिरूवा। ते णं मनुया ओहस्सरा मेहस्सरा हंसस्सरा कोंचस्सरा नंदिस्सरा नंदिघोसा सीहस्सरा सीहघोसा मंजुस्सरा मंजुघोसा सुस्सरा सुस्सरघोसा अनुलोमवाउवेगा कंकग्गहणी कवोयपरिणामा सउणिप्फोस-पिट्ठंतरोरुपरिणया पउमुप्पल गंधसरिसनीसासा सुरभिवयणा छवी निरायंका उत्तमपसत्थाऽइसेस निरुवमत जल्लमल कलंक सेय रय दोसवज्जियसरीरा निरुवलेवा छाया-उज्जोवियंगमंगा वज्जरिसहनारायसंघयणा समचउरंससंठाणसंठिया छधनुसहस्साइं उड्ढं उच्चत्तेणं पन्नत्ता। ते णं मनुया दो छप्पन्नपिट्ठकरंडगसया पन्नत्ता समणाउसो! ते णं मनुया पगइभद्दया पगइविनीया पगइउवसंता पगइपयणुकोह-मान-माया-लोभा मिउ-मद्दवसंपन्ना अल्लीणा भद्दया विनीया अप्पिच्छा असन्निहिसंचया अचंडा असि मसि किसी वाणिज्जविवज्जिया विडिमंतरनिवासिणो इच्छियकामकामिणो गेहागाररुक्खकयनिलया पुढवि पुप्फ फलाहारा, ते णं मनुयगणा पन्नत्ता। | ||
Sutra Meaning : | હે આયુષ્યમાન્ ! પૂર્વકાળમાં યુગલિક, અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, ચારણ અને વિદ્યાધર આદિ મનુષ્ય રોગરહિત હોવાથી લાખો વર્ષો સુધી જીવન જીવતા હતા. તેઓ અત્યંત સૌમ્ય, સુંદર રૂપવાળા, ઉત્તમ ભોગ ભોગવતા, ઉત્તમ લક્ષણધારી, સર્વાંગ સુંદર શરીરવાળા હતા. તેમના હાથ – પગના તળિયા લાલ કમળપત્ર જેવા, કોમળ હતા. આંગળીઓ પણ કોમળ હતી. પર્વત, નગર, મગર, સાગર, ચક્ર આદિ ઉત્તમ અને મંગલ ચિહ્નોથી યુક્ત હતા. પગ કાચબાની જેમ સુપ્રતિષ્ઠિત અને સુસ્થિત, જાંઘ હરિણી અને કુરુવિંદ નામક તૃણ સમાન વૃત્તાકાર, ગોઠણ ડબ્બા અને તેના ઢાંકણની સંધિ જેવા, સાથળ હાથીની સૂંઢ જેવી, ગતિ શ્રેષ્ઠ મદોન્મત્ત હાથી જેવી વિક્રમ અને વિલાસયુક્ત હતી, તેમના ગુહ્ય પ્રદેશ ઉત્તમ જાતિના શ્રેષ્ઠ ઘોડા જેવો, કેળ સિંહની કમરથી પણ અધિક ગોળાકાર, શરીરનો મધ્યભાગ સમેટેલી ટીપાઈ, મૂસલ, દર્પણ અને શુદ્ધ કરાયેલા ઉત્તમ સોનાના બનેલા ખડ્ગની મૂઢ અને વજ્ર જેવા વલયાકાર, નાભિ ગંગાના આવર્ત્ત અને પ્રદક્ષિણાવર્ત્ત તરંગ સમૂહ જેવી, સૂર્ય કિરણોથી વિકસિત કમળ જેવી ગંભીર અને ગૂઢ રોમરાજી રમણીય, સુંદર, સ્વાભાવિક, પાતળી, કાળી, સ્નિગ્ધ, પ્રશસ્ત, લાવણ્યયુક્ત, અતિ કોમળ, મૃદુ, કુક્ષિ મત્સ્ય અને પક્ષીની જેમ ઉન્નત, ઉદર કમળ સમાન વિસ્તીર્ણ, સ્નિગ્ધ અને ઝૂકેલા પડખાવાળું, અલ્પ રોમયુક્ત આવા પ્રકારના દેહને પૂર્વેના મનુષ્યો ધારણ કરે છે. જેના હાડકાં માંસયુક્ત હોવાથી નજરે પડતા નથી, તે સોના જેવા નિર્મળ, સુંદર રચનાવાળા, રોગાદિ ઉપસર્ગ રહિત અને પ્રશસ્ત બત્રીશ લક્ષણોથી યુક્ત હોય છે. વક્ષઃસ્થલ સોનાની શિલા જેવા ઉજ્જવલ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિશાળ અને શ્રીવત્સ ચિહ્નવાળા, ભૂજા નગરના દ્વારના આગળીયા સમાન ગોળ, બાહુ ભુજંગેશ્વરના વિપુલ શરીર અને પોતાના સ્થાનથી નીકળતા આગળીયા જેવી લટકતી, સાંધા યુગ – જોડાણ જેવા, માંસલ – ગૂઢ – હૃષ્ટપુષ્ટ – સંસ્થિત – સુગઠિત – સુબદ્ધ નસોથી કસાયેલ, સ્થિર, વર્તુળાકાર, સુશ્લિષ્ટ, સુંદર અને દૃઢ, હાથ લાલ હથેળીવાળા, પુષ્ટ, કોમળ, સુંદર બનાવટ વાળા, પ્રશસ્ત લક્ષણોવાળા, આંગળી પુષ્ટ – છિત્ર રહિત – કોમળ અને શ્રેષ્ઠ, નખો તાંબા જેવા રંગના પાતળા સ્વચ્છ કાંતિ વાળા સુંદર અને સ્નિગ્ધ છે. હાથની રેખાઓ ચંદ્ર – સૂર્ય – શંખ – ચક્ર અને સ્વસ્તિક આદિ શબ લક્ષણવાળી અને સુવિરચિત, ખભા શ્રેષ્ઠ ભેંસો, સુવર, સિંહ, વાઘ, સાંઢ, હાથીના ખભા જેવા વિપુલ – પરિપૂર્ણ – ઉન્નત અને મૃદુ, ગરદન ચાર આંગળ સુપરિમિત અને શંખ જેવી શ્રેષ્ઠ, દાઢી – મૂંછ અવસ્થિત અને સુસ્પષ્ટ, ડોઢી પુષ્ટ, માંસલ, સુંદર અને વાઘ જેવી વિસ્તીર્ણ, હોઠ સંશુદ્ધ, મુગા અને બિંબના ફળ જેવા લાલ રંગના, દંતપંક્તિ ચંદ્રમા જેવી નિર્મળ, શંખ, ગાયના દૂધના ફીણ, કુંદ પુષ્પ, જલકણ અને મૃણાલ નાલની જેમ શ્વેત, દાંત અખંડ, સુડોળ, અવિરલ, અત્યંત સ્નિગ્ધ અને સુંદર છે. તાળવું અને જિભનું તળ અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવું, સ્વર સારસપક્ષી જેવા મધુર – નવીન મેઘની ગર્જના જેવો ગંભીર તથા ક્રૌંચ પક્ષીના અવાજ જેવો – દુંદુભી યુક્ત, નાક ગરુડની ચાંચ જેવું લાંબુ સીધું અને ઉન્નત, મુખ વિકસિત કમળ જેવું, આંખ પક્ષ કમળ જેવી વિકસિત – ધવલ – કમળપત્ર જેવી સ્વચ્છ, ભંવર થોડી નીચે ઝૂકેલી ધનુષ જેવી – સુંદર પંક્તિયુક્ત – કાળા મેઘ જેવી ઉચિત માત્રામાં લાંબી અને સુંદર – કાન કંઈક અંશે શરીરને ચોંટેલ પ્રમાણ યુક્ત ગોળ અને આસપાસનો ભાગ માંસલયુક્ત અને પુષ્ટ, કપાળ અર્ધ ચંદ્રમા જેવું સંસ્થિત, મુખ પરિપૂર્ણ ચંદ્રમા જેવું, સૌમ્ય, મસ્તક છત્રાકાર જેવું ઉભરતું, માથાનો અગ્રભાગ મુદ્ગર જેવો છે. સુદૃઢ નસોથી બદ્ધ – ઉન્નત લક્ષણથી યુક્ત અને ઉન્નત શિખરયુક્ત, માથાની ચામડી અગ્નિમાં તપાવેલ સ્વચ્છ સોના જેવી લાલ, માથાના વાળ શાલ્મલી વૃક્ષના ફળ જેવા ઘન, પ્રમાણોપેત, બારીક, કોમળ, સુંદર, નિર્મળ, સ્નિગ્ધ, પ્રશસ્ત લક્ષણવાળા, સુગંધિત, ભુજ – ભોજક રત્ન, નીલમણી અને કાજળ જેવા કાળા, હર્ષિત ભ્રમરના ઝુંડના સમૂહ સમાન, ઘુંઘરાલા અને દક્ષિણાવર્ત્ત હોય છે, તેઓ ઉત્તમ – લક્ષણ, વ્યંજન, ગણથી પરિપૂર્ણ, પ્રમાણોપેત માન – ઉન્માન, સર્વાંગ સુંદર, ચંદ્રમા સમાન સૌમ્ય આકૃતિવાળા, પ્રિયદર્શી, સ્વાભાવિક શૃંગારને લીધે સુંદરતાયુક્ત, જોવાલાયક, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હોય છે. આ મનુષ્યોનો સ્વર અક્ષરિત, મેઘ સમાન, હંસ સમાન, ક્રૌંચપક્ષી, નદી – નંદીઘોષ, સીહ – સીહઘોષ, દિશાકુમાર દેવોનો ઘંટ, ઉદધિકુમાર દેવોનો ઘંટ એ સર્વે સમાન સ્વર હોય છે, શરીરમાં વાયુના અનુકૂળ વેગવાળા, કબૂતર જેવા સ્વભાવવાળા, શકુનિ પક્ષી જેવા નિર્લેપ મળદ્વાર વાળા, પીઠ અને પેટની નીચે સુગઠિત બંને પડખા અને ઉચિત પરિમાણ જાંઘવાળા, પદ્મકમળ કે નીલકમળ જેવા સુગંધિત મુખવાળા, તેજયુક્ત, નિરોગી, ઉત્તમ, પ્રશસ્ત, અત્યંત શ્વેત, અનુપમ જળ – મળ – ડાઘ – પસીના અને રજ સહિત શરીરવાળા અત્યંત સ્વચ્છ અને ઉદ્યોતિત શરીરવાળા, વજ્રઋષભ – નારાચ સંઘયણવાળા, સમચતુરસ્ર સંસ્થાનથી સંસ્થિત અને ૬૦૦૦ ધનુષ ઊંચાઈવાળા કહ્યા છે. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો ૨૫૬ પૃષ્ઠ હાડકાવાળા કહ્યા છે. આ મનુષ્યો સ્વભાવે સરળ, પ્રકૃતિથી વિનીત, વિકાર રહિત, પ્રકૃતિથી અલ્પ ક્રોધ – માન – માયા – લોભવાળા, મૃદુ અને માર્દવયુક્ત, તલ્લીન, સરળ, વિનીત, અલ્પ ઇચ્છાવાળા, અલ્પ સંગ્રહી, શાંત સ્વભાવી, અસિ – મસિ – કૃષિ વ્યાપાર રહિત, ગૃહાકાર વૃક્ષની શાખા ઉપર નિવાસ, ઇચ્છિત વિષયાભિલાસી, કલ્પવૃક્ષના પૃથ્વીફળ અને પુષ્પનો આહાર કરે છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] asi ya khalu auso! Puvvim manuya vavagayarogayamka bahuvasasayasahassajivino. Tam jaha–juyaladhammiya arihamta va chakkavatti va baladeva va vasudeva va charana vijjahara. Te nam manuya anativarasomacharuruva bhoguttama bhogalakkhanadhara sujayasavvamgasumdaramga rattu-ppala-paumakara-charana-komalamgulitala naga nagara magara sagara chakkamka-dharamka-lakkhanamkiyatala supaitthiyakummacharuchalana anupuvvisujaya pivaram guliya unnaya tanu tamba niddhanaha samthiya susilittha gudhagoppha eni kuruvimdavittavattanupuvvijamgha samugganimaggagudhajanu gayasasanasujayasannibhoru varavaranamattatullavikkama-vilasiyagai sujayavaraturayagujjhadesa ainnahau vva niruvaleva pamuiya-varaturaga-sihaairegavattiyakadi saha-yasonamda-musaladappana-nigariyavarakana gachchharusarisa varavaira-valiyamajjha gamgavattapayahinavattataramgabhamguraravikiranatarunabohiyaukko-sayamtapaumagambhira viyada-nabhi ujjuya samasahiya sujaya jachcha tanu kasina niddha aejja ladaha sukumala mauya ramanijjaromarai jhasa vihagasujaya pinakuchchhi jhasoyara pamhaviyadanabha.. .. Samgayapasa sannayapasa sumdarapasa sujayapasa miyamaiya pina raiyapasa akaramduya-kanagaruyaga nimmala sujaya niruvahayadehadhari pasatthabattisalakkhanadhara kanagasilayalujjalapasattha samatala uvachiya vitthinnapihulavachchha sirivachchhamkiyavachchha puravaraphalihavattiyabhuya bhuyagisara-viulabhogaayanaphaliha-uchchhudhadihabahu jugasannibhapina raiya pivarapautthasamthiya uvachiya ghana thira subaddha suvatta susilittha latthapavvasamdhi rattatalovachiya mauya mamsala sujaya lakkhanapasattha achchhidda jalapani pivara vattiya sujaya komalavaramguliya tamba talina sui ruira niddhanakkha chamdapanileha surapanileha samkhapanileha chakka-panileha sotthiyapanileha sasi ravi samkha chakka sotthiya-vibhatta suviraiyapanileha varamahisa varaha siha saddula usabha nagavaraviula padipunna unnaya maudakkhamdha chauramgulasupamana kambuvarasarisagiva avatthiya suvibhatta chittamamsu mamsala samthiya pasattha saddulaviula-hanuya oyaviyasilappavala-bimbaphalasannibhadharuttha pamdurasasisagalavimala nimmalasamkha gokhira kumda dagaraya munaliyadhavaladamtasedhi akhamdadamta aphudiyadamta aviraladamta suniddhadamta sujayadamta egadamtasedhi viva anegadamta huyavahaniddhamta dhoya tattatavanijjarattatala talujiha.. .. Sarasanavathaniyamahuragambhira kumchanigghosa dumduhisara garulayaya ujju tumganasa avadaria-pumdariyavayana kokasiyadhavalapumdariyapattalachchha anamiyachavaruila kinha chihuraraisusamthiya samgaya ayaya sujayabhumaya allina pamanajuttasavana susavanapinamamsalakavoladesabhaga airuggaya samagga suniddhachamdaddhasamthiyanidala uduvaipadipunnasomavayana chhattagaruttamamgadesa ghana nichiya subaddha lakkhanunnaya kudagara [nibha-] niruvamapimdiyaggasira huyavahaniddhamta dhoya tattatavanijjakesamta-kesabhumi samalibomdaghananichiyachchhodiya miu visaya suhuma lakkhanapasattha sugamdhi sumdara bhuyamoyaga mimga nila kajjala pahatthabhamaragananiddha niurambanichiya kumchiya payahinavattamuddhasiraya lakkhana vamjanagunovaveya manummanapamanapadipunnasujayasavvamgasumdaramga sasisomagara kamta piyadamsana sabbhavasimga-racharuruva pasaiya darisanijja abhiruva padiruva. Te nam manuya ohassara mehassara hamsassara komchassara namdissara namdighosa sihassara sihaghosa mamjussara mamjughosa sussara sussaraghosa anulomavauvega kamkaggahani kavoyaparinama saunipphosa-pitthamtaroruparinaya paumuppala gamdhasarisanisasa surabhivayana chhavi nirayamka uttamapasatthaisesa niruvamata jallamala kalamka seya raya dosavajjiyasarira niruvaleva chhaya-ujjoviyamgamamga vajjarisahanarayasamghayana samachauramsasamthanasamthiya chhadhanusahassaim uddham uchchattenam pannatta. Te nam manuya do chhappannapitthakaramdagasaya pannatta samanauso! Te nam manuya pagaibhaddaya pagaiviniya pagaiuvasamta pagaipayanukoha-mana-maya-lobha miu-maddavasampanna allina bhaddaya viniya appichchha asannihisamchaya achamda asi masi kisi vanijjavivajjiya vidimamtaranivasino ichchhiyakamakamino gehagararukkhakayanilaya pudhavi puppha phalahara, te nam manuyagana pannatta. | ||
Sutra Meaning Transliteration : | He ayushyaman ! Purvakalamam yugalika, arihamta, chakravarti, baladeva, vasudeva, charana ane vidyadhara adi manushya rogarahita hovathi lakho varsho sudhi jivana jivata hata. Teo atyamta saumya, sumdara rupavala, uttama bhoga bhogavata, uttama lakshanadhari, sarvamga sumdara shariravala hata. Temana hatha – pagana taliya lala kamalapatra jeva, komala hata. Amgalio pana komala hati. Parvata, nagara, magara, sagara, chakra adi uttama ane mamgala chihnothi yukta hata. Paga kachabani jema supratishthita ane susthita, jamgha harini ane kuruvimda namaka trina samana vrittakara, gothana dabba ane tena dhamkanani samdhi jeva, sathala hathini sumdha jevi, gati shreshtha madonmatta hathi jevi vikrama ane vilasayukta hati, Temana guhya pradesha uttama jatina shreshtha ghoda jevo, kela simhani kamarathi pana adhika golakara, sharirano madhyabhaga sameteli tipai, musala, darpana ane shuddha karayela uttama sonana banela khadgani mudha ane vajra jeva valayakara, nabhi gamgana avartta ane pradakshinavartta taramga samuha jevi, surya kiranothi vikasita kamala jevi gambhira ane gudha romaraji ramaniya, sumdara, svabhavika, patali, kali, snigdha, prashasta, lavanyayukta, ati komala, mridu, kukshi matsya ane pakshini jema unnata, udara kamala samana vistirna, snigdha ane jhukela padakhavalum, alpa romayukta ava prakarana dehane purvena manushyo dharana kare chhe. Jena hadakam mamsayukta hovathi najare padata nathi, te sona jeva nirmala, sumdara rachanavala, rogadi upasarga rahita ane prashasta batrisha lakshanothi yukta hoya chhe. Vakshahsthala sonani shila jeva ujjavala, prashasta, samatala, pushta, vishala ane shrivatsa chihnavala, bhuja nagarana dvarana agaliya samana gola, bahu bhujamgeshvarana vipula sharira ane potana sthanathi nikalata agaliya jevi latakati, samdha yuga – jodana jeva, mamsala – gudha – hrishtapushta – samsthita – sugathita – subaddha nasothi kasayela, sthira, vartulakara, sushlishta, sumdara ane dridha, hatha lala hathelivala, pushta, komala, sumdara banavata vala, prashasta lakshanovala, amgali pushta – chhitra rahita – komala ane shreshtha, nakho tamba jeva ramgana patala svachchha kamti vala sumdara ane snigdha chhe. Hathani rekhao chamdra – surya – shamkha – chakra ane svastika adi shaba lakshanavali ane suvirachita, khabha shreshtha bhemso, suvara, simha, vagha, samdha, hathina khabha jeva vipula – paripurna – unnata ane mridu, garadana chara amgala suparimita ane shamkha jevi shreshtha, dadhi – mumchha avasthita ane suspashta, dodhi pushta, mamsala, sumdara ane vagha jevi vistirna, hotha samshuddha, muga ane bimbana phala jeva lala ramgana, damtapamkti chamdrama jevi nirmala, shamkha, gayana dudhana phina, kumda pushpa, jalakana ane mrinala nalani jema shveta, damta akhamda, sudola, avirala, atyamta snigdha ane sumdara chhe. Talavum ane jibhanum tala agnimam tapavela svachchha sona jevum, svara sarasapakshi jeva madhura – navina meghani garjana jevo gambhira tatha kraumcha pakshina avaja jevo – dumdubhi yukta, naka garudani chamcha jevum lambu sidhum ane unnata, mukha vikasita kamala jevum, amkha paksha kamala jevi vikasita – dhavala – kamalapatra jevi svachchha, bhamvara thodi niche jhukeli dhanusha jevi – sumdara pamktiyukta – kala megha jevi uchita matramam lambi ane sumdara – kana kamika amshe sharirane chomtela pramana yukta gola ane asapasano bhaga mamsalayukta ane pushta, kapala ardha chamdrama jevum samsthita, mukha paripurna chamdrama jevum, saumya, mastaka chhatrakara jevum ubharatum, mathano agrabhaga mudgara jevo chhe. Sudridha nasothi baddha – unnata lakshanathi yukta ane unnata shikharayukta, mathani chamadi agnimam tapavela svachchha sona jevi lala, mathana vala shalmali vrikshana phala jeva ghana, pramanopeta, barika, komala, sumdara, nirmala, snigdha, prashasta lakshanavala, sugamdhita, bhuja – bhojaka ratna, nilamani ane kajala jeva kala, harshita bhramarana jhumdana samuha samana, ghumgharala ane dakshinavartta hoya chhe, teo uttama – lakshana, vyamjana, ganathi paripurna, pramanopeta mana – unmana, sarvamga sumdara, chamdrama samana saumya akritivala, priyadarshi, svabhavika shrimgarane lidhe sumdaratayukta, jovalayaka, darshaniya, abhirupa tatha pratirupa hoya chhe. A manushyono svara aksharita, megha samana, hamsa samana, kraumchapakshi, nadi – namdighosha, siha – sihaghosha, dishakumara devono ghamta, udadhikumara devono ghamta e sarve samana svara hoya chhe, shariramam vayuna anukula vegavala, kabutara jeva svabhavavala, shakuni pakshi jeva nirlepa maladvara vala, pitha ane petani niche sugathita bamne padakha ane uchita parimana jamghavala, padmakamala ke nilakamala jeva sugamdhita mukhavala, tejayukta, nirogi, uttama, prashasta, atyamta shveta, anupama jala – mala – dagha – pasina ane raja sahita shariravala atyamta svachchha ane udyotita shariravala, vajrarishabha – naracha samghayanavala, samachaturasra samsthanathi samsthita ane 6000 dhanusha umchaivala kahya chhe. He ayushyaman shramana ! Te manushyo 256 prishtha hadakavala kahya chhe. A manushyo svabhave sarala, prakritithi vinita, vikara rahita, prakritithi alpa krodha – mana – maya – lobhavala, mridu ane mardavayukta, tallina, sarala, vinita, alpa ichchhavala, alpa samgrahi, shamta svabhavi, asi – masi – krishi vyapara rahita, grihakara vrikshani shakha upara nivasa, ichchhita vishayabhilasi, kalpavrikshana prithviphala ane pushpano ahara kare chhe. |