Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107886 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार ७ ज्योतिष्क |
Translated Chapter : |
વક્ષસ્કાર ૭ જ્યોતિષ્ક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 286 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एगमेगस्स णं भंते! संवच्छरस्स कइ मासा पन्नत्ता? गोयमा! दुवालस मासा पन्नत्ता। तेसि णं दुविहा नामधेज्जा पन्नत्ता, तं जहा–लोइया लोउत्तरिया य। तत्थ लोइया णामा इमे, तं जहा–सावणे भद्दवए जाव आसाढे। लोउत्तरिया नामा इमे, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૮૬. ભગવન્ ! એક – એક સંવત્સરના કેટલા માસ કહેલા છે ? ગૌતમ ! બાર માસ કહેલા છે, તેના બે ભેદે નામો કહેલા છે, તે આ પ્રમાણે – લૌકીક અને લોકોત્તર. તેમાં લૌકીક નામો આ પ્રમાણે છે – શ્રાવણ, ભાદરવો, આસો યાવત્ આષાઢ. લોકોત્તરિક નામો આ પ્રમાણે છે – સૂત્ર– ૨૮૭. અભિનંદિત, પ્રતિષ્ઠિત, વિજય, પ્રીતિવર્ધન, શ્રેયાંસ, શિવ, શિશિર, હિમવાન, સૂત્ર– ૨૮૮. વસંતમાસ, કુસુમ સંભવ, નિદાધ અને બારમો વનવિરોધ. સૂત્ર– ૨૮૯. ભગવન્ ! એકએક માસના કેટલા પક્ષો કહેલા છે ? ગૌતમ ! બે પક્ષ કહેલ છે, તે આ પ્રમાણે – કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષ. ભગવન્ ! એક – એક પક્ષના કેટલા દિવસો કહેલા છે ? ગૌતમ! પંદર દિવસો કહેલા છે, તે આ પ્રમાણે – પ્રતિપદા દિવસ, દ્વિતીયા દિવસ યાવત્ પંચદશી દિવસ. ભગવન્ ! આ પંદર દિવસોના કેટલા નામો કહેલા છે ? ગૌતમ ! પંદર નામો કહેલા છે, તે આ – સૂત્ર– ૨૯૦. પૂર્વાંગ, સિદ્ધ મનોરમ, મનોરથ, યશોભદ્ર, યશોધર, સર્વકામ સમૃદ્ધ. સૂત્ર– ૨૯૧. ઇન્દ્રમૂર્ધાભિષિક્ત, સોમનસ, ધનંજ, અર્થસિદ્ધ, અભિજાત, અત્યશન, શતંજય. સૂત્ર– ૨૯૨. અગ્નિવેશ્મ અને પંદરમો ઉપશમ એ દિવસના નામો છે. ભગવન્ ! આ પંદર દિવસોમાં કેટલી તિથિ કહી છે ? ગૌતમ ! ૧૫ – તિથિ કહેલી છે, તે આ પ્રમાણે – નંદા, ભદ્રા, જયા, તુચ્છા, પૂર્ણા એ પક્ષની પાંચમી તિથિ છે, ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પૂર્ણા એ પક્ષની દશમી તિથિ છે. ફરી પણ નંદા, ભદ્રા, જયા, તુચ્છા અને પૂર્ણા એ પક્ષની પંદરમી તિથિ છે. એ પ્રમાણે ત્રણ આવૃત્તિઓમાં બધા દિવસોની તિથિઓ કહેલી છે. ભગવન્ ! એક – એક પક્ષમાં કેટલી રાત્રિઓ કહેલી છે ? ગૌતમ! પંદર રાત્રિઓ કહેલી છે, તે આ રીતે – પ્રતિપદા રાત્રિ યાવત્ પંદરમી રાત્રિ. ભગવન્ ! આ પંદર રાત્રિઓ કયા નામથી કહેલી છે? ગૌતમ ! તેના પંદર નામો કહેલા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૨૯૩. ઉત્તમા, સુનક્ષત્રા, એલાપત્યા, યશોધરા, સોમનસા, શ્રીસંભૂતા. સૂત્ર– ૨૯૪. વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા, ઇચ્છા, સમાહારા, તેજા, અતિતેજા સૂત્ર– ૨૯૫. અને દેવાનંદા કે નિરતિ પંદરમી. આ રાત્રિના નામો છે. ભગવન્ ! આ પંદર રાત્રિની કેટલી તિથિ કહેલ છે ? ગૌતમ ! પંદર તિથિ કહેલી છે, તે આ પ્રમાણે – ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સર્વ સિદ્ધા અને પાંચમી શુભનામા. ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સર્વસિદ્ધા અને દશમી શુભનામા. ફરી પણ ઉગ્રવતી, ભોગવતી, યશોમતી, સર્વસિદ્ધા અને પંદરમી – છેલ્લી શુભનામા. એ પ્રમાણે ત્રણ આવૃત્તિમાં આ તિથિઓ બધી રાત્રિમાં આવે. ભગવન્ ! એકૈક અહોરાત્રમાં કેટલા મુહૂર્ત્તો કહેલા છે ? ગૌતમ ! ૩૦ – મુહૂર્ત્તો કહેલા છે, તે આ રીતે – સૂત્ર– ૨૯૬. ૨૯૮. રૂદ્ર, શ્રેયાન, મિત્ર, વાયુ, સુબીય, અભિચંદ્ર, માહેન્દ્ર, બલવાન, બ્રહ્મ, બહુ સત્ય અને ૧૧મું ઈશાન. સૂત્ર– ૨૯૭. ત્વષ્ટ્રા, ભાવિતાત્મા, વૈશ્રમણ, વારુણ, આનંદ, વિજય, વિશ્વસેન, પ્રાજાપત્ય અને વીસમું ઉપશમ. સૂત્ર– ૨૯૮. ગંધર્વ, અગ્નિવેશ્મ, શતવૃષભ, આતપવાન, અમમ, ઋણવાન, ભૌમ, વૃષભ, સર્વાર્થ અને ત્રીશમું રાક્ષસ. સૂત્ર સંદર્ભ– ૨૮૬–૨૯૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] egamegassa nam bhamte! Samvachchharassa kai masa pannatta? Goyama! Duvalasa masa pannatta. Tesi nam duviha namadhejja pannatta, tam jaha–loiya louttariya ya. Tattha loiya nama ime, tam jaha–savane bhaddavae java asadhe. Louttariya nama ime, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 286. Bhagavan ! Eka – eka samvatsarana ketala masa kahela chhe\? Gautama ! Bara masa kahela chhe, tena be bhede namo kahela chhe, te a pramane – laukika ane lokottara. Temam laukika namo a pramane chhe – shravana, bhadaravo, aso yavat ashadha. Lokottarika namo a pramane chhe – Sutra– 287. Abhinamdita, pratishthita, vijaya, pritivardhana, shreyamsa, shiva, shishira, himavana, Sutra– 288. Vasamtamasa, kusuma sambhava, nidadha ane baramo vanavirodha. Sutra– 289. Bhagavan ! Ekaeka masana ketala paksho kahela chhe\? Gautama ! Be paksha kahela chhe, te a pramane – krishnapaksha ane shuklapaksha. Bhagavan ! Eka – eka pakshana ketala divaso kahela chhe\? Gautama! Pamdara divaso kahela chhe, te a pramane – pratipada divasa, dvitiya divasa yavat pamchadashi divasa. Bhagavan ! A pamdara divasona ketala namo kahela chhe\? Gautama ! Pamdara namo kahela chhe, te a – Sutra– 290. Purvamga, siddha manorama, manoratha, yashobhadra, yashodhara, sarvakama samriddha. Sutra– 291. Indramurdhabhishikta, somanasa, dhanamja, arthasiddha, abhijata, atyashana, shatamjaya. Sutra– 292. Agniveshma ane pamdaramo upashama e divasana namo chhe. Bhagavan ! A pamdara divasomam ketali tithi kahi chhe\? Gautama ! 15 – tithi kaheli chhe, te a pramane – Namda, bhadra, jaya, tuchchha, purna e pakshani pamchami tithi chhe, phari pana namda, bhadra, jaya, tuchchha ane purna e pakshani dashami tithi chhe. Phari pana namda, bhadra, jaya, tuchchha ane purna e pakshani pamdarami tithi chhe. E pramane trana avrittiomam badha divasoni tithio kaheli chhe. Bhagavan ! Eka – eka pakshamam ketali ratrio kaheli chhe\? Gautama! Pamdara ratrio kaheli chhe, te a rite – pratipada ratri yavat pamdarami ratri. Bhagavan ! A pamdara ratrio kaya namathi kaheli chhe? Gautama ! Tena pamdara namo kahela chhe, te a pramane – Sutra– 293. Uttama, sunakshatra, elapatya, yashodhara, somanasa, shrisambhuta. Sutra– 294. Vijaya, vaijayamti, jayamti, aparajita, ichchha, samahara, teja, atiteja Sutra– 295. Ane devanamda ke nirati pamdarami. A ratrina namo chhe. Bhagavan ! A pamdara ratrini ketali tithi kahela chhe\? Gautama ! Pamdara tithi kaheli chhe, te a pramane – Ugravati, bhogavati, yashomati, sarva siddha ane pamchami shubhanama. Phari pana ugravati, bhogavati, yashomati, sarvasiddha ane dashami shubhanama. Phari pana ugravati, bhogavati, yashomati, sarvasiddha ane pamdarami – chhelli shubhanama. E pramane trana avrittimam a tithio badhi ratrimam ave. Bhagavan ! Ekaika ahoratramam ketala muhurtto kahela chhe\? Gautama ! 30 – muhurtto kahela chhe, te a rite – Sutra– 296. 298. Rudra, shreyana, mitra, vayu, subiya, abhichamdra, mahendra, balavana, brahma, bahu satya ane 11mum ishana. Sutra– 297. Tvashtra, bhavitatma, vaishramana, varuna, anamda, vijaya, vishvasena, prajapatya ane visamum upashama. Sutra– 298. Gamdharva, agniveshma, shatavrishabha, atapavana, amama, rinavana, bhauma, vrishabha, sarvartha ane trishamum rakshasa. Sutra samdarbha– 286–298 |