Sutra Navigation: Jambudwippragnapati ( જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107652 | ||
Scripture Name( English ): | Jambudwippragnapati | Translated Scripture Name : | જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
वक्षस्कार २ काळ |
Translated Chapter : |
વક્ષસ્કાર ૨ કાળ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 52 | Category : | Upang-07 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तए णं ते मनुया भरहं वासं परूढरुक्ख गुच्छ गुम्म लय वल्लि तण पव्वय हरिय ओसहीयं उवचियतय पत्त पवालंकुर पुप्फ फलसमुइयं सुहोवभोगं जायं चावि पासिहिंति, पासित्ता बिलेहिंतो निद्धाइस्संति, निद्धाइत्ता हट्ठतुट्ठा अन्नमन्नं सद्दाविस्संति, सद्दावित्ता एवं वदिस्संति–जाते णं देवानुप्पिया! भरहे वासे परूढरुक्ख गुच्छ गुम्म लय वल्लि तण पव्वय हरिय ओसहीए उवचियतय पत्त पवालंकुर पुप्फ फलसमुइए सुहोवभोगे, तं जे णं देवानुप्पिया! अम्हं केइ अज्जप्पभिइ असुभं कुणिमं आहारं आहारिस्सइ, से णं अनेगाहिं छायाहिं वज्जणिज्जेत्तिकट्टु संठितिं ठवेस्संति, ठवेत्ता भरहे वासे सुहंसुहेणं अभिरममाणा-अभिरममाणा विहरिस्संति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૨. ત્યારે મનુષ્યો ભરતક્ષેત્રને વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, વલ્લિ, લતા, તૃણ, પર્વક, હરિત, ઔષધિથી ઉપચિત ત્વચા, પત્ર, પ્રવાલ, પલ્લવ, અંકુર, પુષ્પ, ફળ સમુદિત અને સુખોપભોગ્ય થયેલું જોશે. જોઈને બિલોમાંથી શીઘ્રતાથી નીકળશે. નીકળીને હૃષ્ટ – તુષ્ટ થઈ એકબીજાને બોલાવશે. એકબીજાને બોલાવીને તે મનુષ્યો પરસ્પર. આ પ્રમાણે કહેશે – ઓ દેવાનુપ્રિયો ! ભરતક્ષેત્ર વૃદ્ધિ પામેલ વૃક્ષ, ગુલ્મ, ગુચ્છ, લતા, વલ્લિ, તૃણ, પર્વત, હરિત યાવત્ સુખોપભોગ્ય થયું છે, તો હે દેવાનુપ્રિયો ! આપણે જે કંઈ આજ પર્યન્ત અશુભ, કુણિમ આહારને કરતા હતા, તે અનેક છાયા સુધી વર્જનીય કરીશું તેની છાયાને પણ સ્પર્શીશું નહીં., એમ કરીને સમીચીન વ્યવસ્થા કરશે. ત્યારપછી તેઓ તે ભરતક્ષેત્રમાં સુખપૂર્વક રમણ કરતા – કરતા વિચરણ કરશે. સૂત્ર– ૫૩. ભગવન્ ! તે આરામાં (ઉત્સર્પિણી કાલના બીજા આરામાં) ભરતક્ષેત્રના કેવા પ્રકારે આકાર – ભાવ – પ્રત્યાવતાર (સ્વરૂપ) થશે ? ગૌતમ! બહુસમ રમણીય ભૂમિભાગ થશે યાવત્ કૃત્રિમ અને અકૃત્રિમ મણિ તથા તૃણથી શોભિત થશે. ભગવન્ ! તે આરામાં મનુષ્યોના કેવા આકાર ભાવ આદિ (સ્વરૂપ) થશે ? ગૌતમ ! તે મનુષ્યોને છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણા રત્ની (હાથ) ઉર્ધ્વ ઉચ્ચત્વથી, જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ સાતિરેક સો વર્ષ આયુ પાળશે. પાળીને કેટલાક નરકગામી યાવત્ કેટલાક દેવગતિ ગામી થશે, પરંતુ કોઈ સિદ્ધ થશે નહીં. તે આરામાં ૨૧,૦૦૦ વર્ષનો કાળ વીત્યા પછી અનંતા વર્ણપર્યાયોથી યાવત્ વૃદ્ધિ પામતા – પામતા આ દુષમસુષમા નામે કાળ હે આયુષ્યમાન્ શ્રમણ ! પ્રાપ્ત થશે. ભગવન્ ! તે આરામાં ભરતક્ષેત્રના કેવા આકાર – ભાવ – પ્રત્યવતાર થશે ? ગૌતમ ! બહુસમ રમણીય યાવત્ અકૃત્રિમાદિ પૂર્વવત્. ભગવન્ ! તે આરામાં મનુષ્યોના કેવા આકાર – ભાવ – પ્રત્યવતાર થશે ? ગૌતમ ! તે મનુષ્યોને છ ભેદે સંઘયણ, છ ભેદે સંસ્થાન, ઘણા મનુષ્યો ઉર્ધ્વ ઉચ્ચત્વથી, જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુનુ પાલન કરશે, પાલન કરીને કેટલાક મનુષ્યો નરકગામી થશે યાવત્ કેટલાક જીવો સર્વે દુઃખોનો અંત કરશે. તે ત્રીજા આરામાં ત્રણ વંશ ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે – તીર્થંકર વંશ, ચક્રવર્તી વંશ, દશાર્હ વંશ. તે આરામાં ૨૩ – તીર્થંકરો, ૧૧ – ચક્રવર્તીઓ, ૯ – બલદેવો અને ૯ – વાસુદેવો સમુત્પન્ન થશે. તે આરામાં આયુષ્યમાન્ શ્રમણ ! ૪૨,૦૦૦ વર્ષ ન્યૂન એક કોડાકોડી સાગરોપમ કાળ વ્યતીત થયા પછી અનંત વર્ણપર્યાયોથી યાવત્ અનંતગુણ પરિવૃદ્ધિથી વધતા – વધતા આ સુષમદુષમા નામે આરો (સમય – કાળ) પ્રાપ્ત થશે. ઉક્ત સમય ત્રણ ભેદે વિભાજિત થશે. પહેલાં ત્રિભાગ, મધ્યમ ત્રિભાગ, પાછલા ત્રિભાગ. ભગવન્ ! તે આરામાં પહેલાં ત્રિભાગમાં ભરતક્ષેત્રનો કેવા પ્રકારે આકાર – ભાવ – પ્રત્યવતાર થશે ? ગૌતમ ! બહુસમ રમણીય ભૂમિભાગ યાવત્ થશે. મનુષ્યોની જે પ્રકાર અવસર્પિણીના પાછલા ત્રિભાગની વક્તવ્યતા છે, તે કહેવી. માત્ર તેમાં કુલકર અને ઋષભસ્વામી ન કહેવા. બીજા કહે છે કે – તે આરામાં પહેલા ત્રિભાગમાં આ પંદક કુલકરો ઉત્પન્ન થશે. તે આ પ્રમાણે – સુમતિ યાવત્ ઋષભ, બાકી બધુ પૂર્વવત્ જાણવુ. દંડનીતિઓ ઊલટા ક્રમે જાણવી. તે આરાના પહેલા ત્રિભાગમાં રાજધર્મ યાવત્ ધર્મ – ચારિત્ર વિચ્છેદ પામશે. તે આરાના મધ્યમ અને પાછલા ત્રિભાગમાં યાવત્ પહેલી અને મધ્યમ ત્રિભાગની વક્તવ્યતા, જે અવસર્પિણીમાં કહી, તે કહેવી. સુષમા આરો પૂર્વવત્, સુષમસુષમા પણ પૂર્વવત્ કહેવો. યાવત્ છ ભેદે મનુષ્યો યાવત્ શનૈશ્ચારી ઇત્યાદિ પૂર્વવત્ બધું કહેવું. સૂત્ર સંદર્ભ– ૫૨, ૫૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] tae nam te manuya bharaham vasam parudharukkha guchchha gumma laya valli tana pavvaya hariya osahiyam uvachiyataya patta pavalamkura puppha phalasamuiyam suhovabhogam jayam chavi pasihimti, pasitta bilehimto niddhaissamti, niddhaitta hatthatuttha annamannam saddavissamti, saddavitta evam vadissamti–jate nam devanuppiya! Bharahe vase parudharukkha guchchha gumma laya valli tana pavvaya hariya osahie uvachiyataya patta pavalamkura puppha phalasamuie suhovabhoge, tam je nam devanuppiya! Amham kei ajjappabhii asubham kunimam aharam aharissai, se nam anegahim chhayahim vajjanijjettikattu samthitim thavessamti, thavetta bharahe vase suhamsuhenam abhiramamana-abhiramamana viharissamti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 52. Tyare manushyo bharatakshetrane vriddhi pamela vriksha, guchchha, gulma, valli, lata, trina, parvaka, harita, aushadhithi upachita tvacha, patra, pravala, pallava, amkura, pushpa, phala samudita ane sukhopabhogya thayelum joshe. Joine bilomamthi shighratathi nikalashe. Nikaline hrishta – tushta thai ekabijane bolavashe. Ekabijane bolavine te manushyo paraspara. A pramane kaheshe – O devanupriyo ! Bharatakshetra vriddhi pamela vriksha, gulma, guchchha, lata, valli, trina, parvata, harita yavat sukhopabhogya thayum chhe, to he devanupriyo ! Apane je kami aja paryanta ashubha, kunima aharane karata hata, te aneka chhaya sudhi varjaniya karishum teni chhayane pana sparshishum nahim., ema karine samichina vyavastha karashe. Tyarapachhi teo te bharatakshetramam sukhapurvaka ramana karata – karata vicharana karashe. Sutra– 53. Bhagavan ! Te aramam (utsarpini kalana bija aramam) bharatakshetrana keva prakare akara – bhava – pratyavatara (svarupa) thashe\? Gautama! Bahusama ramaniya bhumibhaga thashe yavat kritrima ane akritrima mani tatha trinathi shobhita thashe. Bhagavan ! Te aramam manushyona keva akara bhava adi (svarupa) thashe\? Gautama ! Te manushyone chha bhede samghayana, chha bhede samsthana, ghana ratni (hatha) urdhva uchchatvathi, jaghanya amtarmuhurtta, utkrishta satireka so varsha ayu palashe. Paline ketalaka narakagami yavat ketalaka devagati gami thashe, paramtu koi siddha thashe nahim. Te aramam 21,000 varshano kala vitya pachhi anamta varnaparyayothi yavat vriddhi pamata – pamata a dushamasushama name kala he ayushyaman shramana ! Prapta thashe. Bhagavan ! Te aramam bharatakshetrana keva akara – bhava – pratyavatara thashe\? Gautama ! Bahusama ramaniya yavat akritrimadi purvavat. Bhagavan ! Te aramam manushyona keva akara – bhava – pratyavatara thashe\? Gautama ! Te manushyone chha bhede samghayana, chha bhede samsthana, ghana manushyo urdhva uchchatvathi, jaghanya amtarmuhurtta ane utkrishta purvakodi ayunu palana karashe, palana karine ketalaka manushyo narakagami thashe yavat ketalaka jivo sarve duhkhono amta karashe. Te trija aramam trana vamsha utpanna thashe. Te a pramane – tirthamkara vamsha, chakravarti vamsha, dasharha vamsha. Te aramam 23 – tirthamkaro, 11 – chakravartio, 9 – baladevo ane 9 – vasudevo samutpanna thashe. Te aramam ayushyaman shramana ! 42,000 varsha nyuna eka kodakodi sagaropama kala vyatita thaya pachhi anamta varnaparyayothi yavat anamtaguna parivriddhithi vadhata – vadhata a sushamadushama name aro (samaya – kala) prapta thashe. Ukta samaya trana bhede vibhajita thashe. Pahelam tribhaga, madhyama tribhaga, pachhala tribhaga. Bhagavan ! Te aramam pahelam tribhagamam bharatakshetrano keva prakare akara – bhava – pratyavatara thashe\? Gautama ! Bahusama ramaniya bhumibhaga yavat thashe. Manushyoni je prakara avasarpinina pachhala tribhagani vaktavyata chhe, te kahevi. Matra temam kulakara ane rishabhasvami na kaheva. Bija kahe chhe ke – te aramam pahela tribhagamam a pamdaka kulakaro utpanna thashe. Te a pramane – sumati yavat rishabha, baki badhu purvavat janavu. Damdanitio ulata krame janavi. Te arana pahela tribhagamam rajadharma yavat dharma – charitra vichchheda pamashe. Te arana madhyama ane pachhala tribhagamam yavat paheli ane madhyama tribhagani vaktavyata, je avasarpinimam kahi, te kahevi. Sushama aro purvavat, sushamasushama pana purvavat kahevo. Yavat chha bhede manushyo yavat shanaishchari ityadi purvavat badhum kahevum. Sutra samdarbha– 52, 53 |