Sutra Navigation: Chandrapragnapati ( ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107500 | ||
Scripture Name( English ): | Chandrapragnapati | Translated Scripture Name : | ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
प्राभृत-१ |
Translated Chapter : |
પ્રાભૃત-૧ |
Section : | प्राभृत-प्राभृत-१ | Translated Section : | પ્રાભૃત-પ્રાભૃત-૧ |
Sutra Number : | 200 | Category : | Upang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] ता कहं ते चंदे ससी-चंदे ससी आहितेति वदेज्जा? ता चंदस्स णं जोतिसिंदस्स जोतिसरण्णो मियंके विमाने कंता देवा कंताओ देवीओ कंताइं आसन-सयन-खंभ-भंडमत्तोवगरणाइं, अप्पणावि य णं चंदे देवे जोतिसिंदे जोतिसराया सोमे कंते सुभगे पियदंसणे सुरूवे ता एवं खलु चंदे ससी-चंदे ससी आहितेति वदेज्जा। ता कहं ते सूरे आदिच्चे-सूरे आदिच्चे आहितेति वदेज्जा? ता सूरादिया णं समयाति वा आवलियाति वा आनापानुति वा थोवेति वा जाव ओसप्पिणि-उस्सप्पिणीति वा, एवं खलु सूरे आदिच्चे-सूरे आदिच्चे आहितेति वदेज्जा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૦. કઈ રીતે ચંદ્ર ‘શશી’ કહેવાય છે ? જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર મૃગાંક વિમાનમાં કાંત દેવ, કાંત દેવી, કાંત આસન, શયન, સ્તંભ, ભાંડ – માત્ર – ઉપકરણો હોય છે. જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર પોતે પણ સૌમ્ય, કાંત, શુભ, પ્રિયદર્શન અને સુરૂપ છે. એ પ્રમાણે નિશ્ચે ચંદ્ર ‘શશી’, ચંદ્ર – ‘શશી’ કહેવાય છે. કઈ રીતે તે સૂર્ય ‘આદિત્ય’, સૂર્ય ‘આદિત્ય’ કહેવાય છે ? તે સૂર્ય સમય, આવલિકા, આનાપ્રાણ, સ્તોક યાવત્ ઉત્સર્પિણી – અવસર્પિણીની આદિ કરે છે, એ પ્રમાણે સૂર્ય ‘આદિત્ય’, સૂર્ય – ‘આદિત્ય’ કહેવાય છે. સૂત્ર– ૨૦૧. તે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ચંદ્રને ચાર અગ્રમહિષી છે – ચંદ્રપ્રભા, જ્યોત્સનાભા, અર્ચિમાલી, પ્રભંકરા. તે પૂર્વે કહ્યા મુજબ યાવત્ મૈથુન સેવન કરી શકતો નથી. એમ સૂર્યનું પણ જાણવું. તે ચંદ્ર – સૂર્ય જે જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ છે તે કેવા કામભોગોનો અનુભવતા વિચરે છે ? જેમ કોઈ પુરુષ પ્રથમ યૌવન – ઉત્થાન – બળ – સામર્થ્યમાં પ્રથમ યૌવન – ઉત્થાન – બળ – સામર્થ્યવાળી પત્ની સાથે તુરંત વિવાહિત હોય તે ધનાર્થી થઈ અર્થની ગવેષણાથી સોળ વર્ષે જઈને પછી લબ્ધાર્થ, કૃતકાર્ય, અનઘસમગ્ર ફરી પણ પોતાને ઘેર શીઘ્ર આવે. પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક – મંગલ – પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ પ્રાવેશ્ય મંગલ પ્રવર વસ્ત્રો ધારણ કરીને અલ્પ પણ મહાર્ધ આભરણથી અલંકૃત શરીરી થઈ, મનોજ્ઞ થાળી પાક શુદ્ધ અઢાર પ્રકારે વ્યંજનયુક્ત ભોજન કરીને, તે તેવા પ્રકારના વાસગૃહમાં અંદર સચિત્તકર્મ, બહાર દૂમિત ધૃષ્ટ મૃષ્ટ, વિચિત્ર ઉલ્લોક ચિલ્લિત તલ, બહુસમ સુવિભક્ત ભૂમિભાગે, મણિરત્ન વડે નાશિત અંધકારમાં કાલો અગરુ – પ્રવર કુંદુરુષ્ક – તુરુષ્ક ધૂપથી મઘમઘતા, ગંધોદ્ધૃત અભિરામ સુગંધવરગંધી, ગંધવર્તીભૂત તેવી તેવા પ્રકારની શય્યા કે જે બે બાજુ ઉન્નત, મધ્યમાં નતગંભીર, આલિંગણવર્તિત, પ્રનતગંડવિબ્બોયણ, સુરમ્ય, ગંગા પુલિણવાલુકા ઉદ્દાલસાલિશય, સુવિરચિત રજસ્ત્રાણ, ઢાંકેલ ક્ષૌમવસ્ત્ર, ક્ષોમ દુકુલ પટ્ટથી પ્રતિછાદન, રક્ત સંવૃત્ત, સુરમ્ય, આજિનક – રૂત – બૂર – નવનીત તુલ્ય સ્પર્શવાળી, સુગંધવર કુસુમ ચૂર્ણશત ઉપચારયુક્ત તેવી તેવા પ્રકારની ભાર્યા સાથે શૃંગારાકાર ચારૂવેશવાળી, સંગત હસિત – ભણિત – ચેષ્ટિત – સંલાપ – વિલાસ – નિપુણ યુક્તોપચાર કુશલ, અનુરક્ત – અવિરક્ત, મનોનુકૂળ, અન્યત્ર ક્યાંય મનને ન કરતા, ઇષ્ટ શબ્દ – સ્પર્શ – રસ – રૂપ – ગંધયુક્ત પંચવિધ માનુષી કામભોગને ભોગવતો વિહરે. ત્યારે તે પુરુષ વિઓસમણ કાળસમયમાં કેવા સાતા – સૌખ્યને અનુભવતો વિચરે છે? હે આયુષ્યમાન્ શ્રમણ ! ઉદાર, તે પુરુષના કામભોગથી અનંતગુણ વિશિષ્ટતર વ્યંતર દેવોના કામભોગો છે. વ્યંતર દેવોના કામભોગો કરતાં અનંતગુણ વિશિષ્ટતરક અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના કામભોગો છે. અસુરેન્દ્ર સિવાયના દેવોના કામભોગો કરતાં અસુરકુમાર દેવોના કામભોગ અનંતગુણ વિશિષ્ટતર છે. અસુરકુમાર દેવોના કામભોગો કરતાં ગ્રહ – નક્ષત્ર – તારા દેવોના કામભોગો અને ગ્રહ – નક્ષત્ર – તારાના કામભોગો કરતાં અનંતગુણ વિશિષ્ટતર ચંદ્ર – સૂર્ય દેવોના કામભોગો છે. આવા પ્રકારના કામભોગ જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર – સૂર્ય અનુભવતો વિચરે છે. સૂત્ર સંદર્ભ– ૨૦૦, ૨૦૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] ta kaham te chamde sasi-chamde sasi ahiteti vadejja? Ta chamdassa nam jotisimdassa jotisaranno miyamke vimane kamta deva kamtao devio kamtaim asana-sayana-khambha-bhamdamattovagaranaim, appanavi ya nam chamde deve jotisimde jotisaraya some kamte subhage piyadamsane suruve ta evam khalu chamde sasi-chamde sasi ahiteti vadejja. Ta kaham te sure adichche-sure adichche ahiteti vadejja? Ta suradiya nam samayati va avaliyati va anapanuti va thoveti va java osappini-ussappiniti va, evam khalu sure adichche-sure adichche ahiteti vadejja. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 200. Kai rite chamdra ‘shashi’ kahevaya chhe\? Jyotishendra jyotisharaja chamdra mrigamka vimanamam kamta deva, kamta devi, kamta asana, shayana, stambha, bhamda – matra – upakarano hoya chhe. Jyotishendra jyotisharaja chamdra pote pana saumya, kamta, shubha, priyadarshana ane surupa chhe. E pramane nishche chamdra ‘shashi’, chamdra – ‘shashi’ kahevaya chhe. Kai rite te surya ‘aditya’, surya ‘aditya’ kahevaya chhe\? Te surya samaya, avalika, anaprana, stoka yavat utsarpini – avasarpinini adi kare chhe, e pramane surya ‘aditya’, surya – ‘aditya’ kahevaya chhe. Sutra– 201. Te jyotishendra jyotisharaja chamdrani ketali agramahishio kahi chhe\? Chamdrane chara agramahishi chhe – chamdraprabha, jyotsanabha, archimali, prabhamkara. Te purve kahya mujaba yavat maithuna sevana kari shakato nathi. Ema suryanum pana janavum. Te chamdra – surya je jyotishendra jyotisharaja chhe te keva kamabhogono anubhavata vichare chhe\? Jema koi purusha prathama yauvana – utthana – bala – samarthyamam prathama yauvana – utthana – bala – samarthyavali patni sathe turamta vivahita hoya te dhanarthi thai arthani gaveshanathi sola varshe jaine pachhi labdhartha, kritakarya, anaghasamagra phari pana potane ghera shighra ave. Pachhi snana kari, balikarma kari, kautuka – mamgala – prayashchitta kari shuddha praveshya mamgala pravara vastro dharana karine alpa pana mahardha abharanathi alamkrita shariri thai, manojnya thali paka shuddha adhara prakare vyamjanayukta bhojana karine, te teva prakarana vasagrihamam amdara sachittakarma, bahara dumita dhrishta mrishta, vichitra ulloka chillita tala, bahusama suvibhakta bhumibhage, maniratna vade nashita amdhakaramam kalo agaru – pravara kumdurushka – turushka dhupathi maghamaghata, gamdhoddhrita abhirama sugamdhavaragamdhi, gamdhavartibhuta tevi teva prakarani shayya ke je be baju unnata, madhyamam natagambhira, alimganavartita, pranatagamdavibboyana, suramya, gamga pulinavaluka uddalasalishaya, suvirachita rajastrana, dhamkela kshaumavastra, kshoma dukula pattathi pratichhadana, rakta samvritta, suramya, ajinaka – ruta – bura – navanita tulya sparshavali, sugamdhavara kusuma churnashata upacharayukta tevi teva prakarani bharya sathe shrimgarakara charuveshavali, samgata hasita – bhanita – cheshtita – samlapa – vilasa – nipuna yuktopachara kushala, anurakta – avirakta, manonukula, anyatra kyamya manane na karata, ishta shabda – sparsha – rasa – rupa – gamdhayukta pamchavidha manushi kamabhogane bhogavato vihare. Tyare te purusha viosamana kalasamayamam keva sata – saukhyane anubhavato vichare chhe? He ayushyaman shramana ! Udara, te purushana kamabhogathi anamtaguna vishishtatara vyamtara devona kamabhogo chhe. Vyamtara devona kamabhogo karatam anamtaguna vishishtataraka asurendra sivayana bhavanavasi devona kamabhogo chhe. Asurendra sivayana devona kamabhogo karatam asurakumara devona kamabhoga anamtaguna vishishtatara chhe. Asurakumara devona kamabhogo karatam graha – nakshatra – tara devona kamabhogo ane graha – nakshatra – tarana kamabhogo karatam anamtaguna vishishtatara chamdra – surya devona kamabhogo chhe. Ava prakarana kamabhoga jyotishendra jyotisharaja chamdra – surya anubhavato vichare chhe. Sutra samdarbha– 200, 201 |