Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106703 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-१२ शरीर |
Translated Chapter : |
પદ-૧૨ શરીર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 403 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] असुरकुमाराणं भंते! केवतिया ओरालियसरीरा पन्नत्ता? गोयमा! जहा नेरइयाणं ओरालिया भणिया तहेव एतेसिं पि भाणियव्वा। असुरकुमाराणं भंते! केवतिया वेउव्वियसरीरा पन्नत्ता? गोयमा! दुविहा पन्नत्ता, तं जहा–बद्धेल्लगा य मुक्केल्लगा य। तत्थ णं जेते बद्धेल्लगा ते णं असंखेज्जा, असंखेज्जाहिं उस्सप्पिणि-ओसप्पिणीहिं अवहीरंति कालओ, खेत्तओ असंखेज्जाओ सेढीओ पतरस्स असंखेज्जतिभागो, तासि णं सेढीणं विक्खंभसूई अंगुलपढमवग्गमूलस्स संखेज्जतिभागो। तत्थ णं जेते मुक्केल्लया ते णं जहा ओरालियस्स मुक्केल्लगा तहा भाणियव्वा। आहारयसरीरा जहा एतेसि णं चेव ओरालिया तहेव दुविहा भाणियव्वा। तेयाकम्मसरीरा दुविहा वि जहा एतेसि णं चेव वेउव्विया। एवं जाव थणियकुमारा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૦૩. ભગવન્ ! અસુરકુમારોને કેટલા ઔદારિક શરીર છે ? ગૌતમ ! નારકોના ઔદારિક શરીરવત્ જાણવા. ભગવન્ ! અસુરકુમારોને કેટલા વૈક્રિય શરીરો છે ? ગૌતમ ! વૈક્રિય શરીરો બે ભેદે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીરો અસંખ્યાતા છે. કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગરૂપ અસંખ્યાતી શ્રેણીઓ છે, તે શ્રેણીઓની વિષ્કંભ સૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. તેમાં મુક્ત શરીરો ઔદારિકના મુક્ત શરીરો માફક કહેવા. આહારક શરીર તેમના ઔદારિક શરીરો માફક બે ભેદે કહેવા. બંને પ્રકારના પણ તૈજસ અને કાર્મણ શરીરો તેમના વૈક્રિય શરીરો માફક કહેવા. એમ સ્તનિતકુમાર સુધી કહેવું. સૂત્ર– ૪૦૪. [૧] ભગવન્ ! પૃથ્વીકાયિકને કેટલાં ઔદારિક શરીર છે ? ગૌતમ ! ઔદારિક શરીર બે પ્રકારે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ ઔદારિક શરીરો અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાત લોકપ્રમાણ છે, મુક્ત શરીરો છે તે અનંતા છે, કાલથી અનંત ઉત્સર્પિણી – અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે, ભવ્ય કરતા અનંતગુણ અને સિદ્ધોના અનંતમાં ભાગે છે. ભગવન્ ! પૃથ્વીકાયિકને કેટલા વૈક્રિય શરીર છે ? ગૌતમ ! બે પ્રકારે – બદ્ધ અને મુક્ત. બદ્ધ શરીર છે, તે તેઓને નથી. જે મુક્ત શરીરો છે, તે તેમના ઔદારિક શરીરવત્ છે. એ રીતે આહારક શરીર પણ કહેવા. તૈજસ અને કાર્મણ શરીરો તેમના ઔદારિક – શરીરવત્ કહેવા. આ પ્રમાણે અપ્કાય, તેઉકાય પણ કહેવા. ભગવન્ ! વાયુકાયિકોને કેટલાં ઔદારિક શરીરો છે ? ગૌતમ ! ઔદારિક શરીર બે પ્રકારના – બદ્ધ અને મુક્ત. તે બંને પૃથ્વીકાયિકના ઔદારિક શરીરવત્ કહેવા. વૈક્રિય શરીરની પૃચ્છા – ગૌતમ ! બે પ્રકારે – બદ્ધ અને મુક્ત. બદ્ધ શરીરો અસંખ્યાતા છે, સમયે સમયે અપહાર કરાતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ માત્ર કાળ સુધી અપહરાય છે, તો પણ અપહરાતા નથી. મુક્ત શરીર પૃથ્વીકાયિકવત્ જાણવા. આહારક, તૈજસ, કાર્મણ શરીરો પૃથ્વીકાયિકવત્ કહેવા. વનસ્પતિકાયિકો પૃથ્વીકાયિકવત્ જાણવા. પણ તેના તૈજસ, કાર્મણ શરીરો સામાન્ય તૈજસ, કાર્મણ માફક જાણવા. ભગવન્ ! બેઇન્દ્રિયોને કેટલા પ્રકારે ઔદારિક શરીર છે? ગૌતમ ! બે ભેદે – બદ્ધ અને મુક્ત. બદ્ધ શરીરો અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાત ભાગ પ્રમાણ અસંખ્યાત શ્રેણીઓ જાણવી. તે શ્રેણીની વિષ્કંભ સૂચિ અસંખ્યાતા કોડાકોડી યોજન પ્રમાણ અથવા અસંખ્યાતા શ્રેણીના વર્ગમૂળ પ્રમાણ જાણવી. [૨] બેઇન્દ્રિયોના બદ્ધ ઔદારિક શરીરોથી ક્ષેત્રને આશ્રીને અંગુલપ્રમાણ પ્રતરખંડ વડે અને કાળની આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ખંડ વડે અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણી કાળે સમગ્ર પ્રતર અપહરાય છે. તેમાં જે મુક્ત શરીરો છે, તે ઔઘિક ઔદારિક મુક્ત શરીરો માફક જાણવા. વૈક્રિય અને આહારક બદ્ધ શરીરો નથી, મુક્ત શરીરો સામાન્ય ઔદારિક મુક્ત શરીર માફક જાણવા. તૈજસ અને કાર્મણ તેમના જ ઔદારિક શરીરવત્ જાણવા. આ પ્રમાણે ચઉરિન્દ્રિયો સુધી જાણવા. પંચેન્દ્રિય તિર્યંચો એમ જ સમજવા. પણ વૈક્રિય શરીરોમાં આ વિશેષતા – ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચોને કેટલા વૈક્રિય શરીરો છે ? ગૌતમ ! બે ભેદે – બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ શરીરો છે, તેઓ અસંખ્યાતા છે ઇત્યાદિ અસુરકુમારવત્ જાણવું, પણ તે શ્રેણીની વિષ્કંભસૂચિ અંગુલના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવી. મુક્ત શરીરો તેમજ જાણવા. ભગવન્ ! મનુષ્યોને કેટલા પ્રકારના ઔદારિક શરીરો છે ? ગૌતમ ! બે ભેદે – બદ્ધ અને મુક્ત. બદ્ધ શરીરો કદાચ સંખ્યાતા હોય અને કદાચ અસંખ્યાતા હોય. જઘન્ય પદે સંખ્યાતા હોય છે કે સંખ્યાતા કોટાકોટી પ્રમાણ હોય છે અથવા ત્રણ યમલપદના ઉપર અને ચાર યમલપદની નીચે છે અથવા પાંચમાં વર્ગ વડે છઠ્ઠા વર્ગને ગુણતા જેટલી સંખ્યા આવે તેટલા છે અથવા છન્નુ વાર છેદ આપી શકાય એટલા રાશિ પ્રમાણ છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા છે. તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી – અવસર્પિણીથી અપહરાય છે. ક્ષેત્રથી એક સંખ્યાનો પ્રક્ષેપ કરવાથી મનુષ્યો વડે સમગ્ર શ્રેણી અપહરાય છે. તે શ્રેણીના આકાશપ્રદેશોનો અપહરા વિચારતા તેઓ અસંખ્યાતા થાય છે. કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી અંગુલના પ્રથમ વર્ગમૂલને ત્રીજા વર્ગમૂળથી ગુણતા જે સંખ્યા આવે તેટલા જાણવું. જે મુક્ત શરીરો છે તે ઔદારિક સામાન્ય મુક્ત શરીર પેઠે જાણવા. ભગવન્ ! વૈક્રિય શરીર સંબંધે પૃચ્છા – બે ભેદે, તે આ – બદ્ધ અને મુક્ત. બદ્ધ શરીર સંખ્યાતા છે. સમયે સમયે અપહાર કરતા સંખ્યાતા કાળે અપહરાય પણ અપહરાતા નથી. મુક્ત શરીરો છે તે સામાન્ય ઔદારિકની જેમ જાણવા. તૈજસ અને કાર્મણ તેમના ઔદારિક શરીરો માફક કહેવા. વ્યંતરો નૈરયિકની માફક ઔદારિક અને આહારક શરીરો કહેવા, વૈક્રિય શરીરો નૈરયિકવત્ કહેવા. પણ તે શ્રેણીઓની વિષ્કંભસૂચિ જાણવી. સંખ્યાતા સેંકડો યોજનના વર્ગ પ્રમાણ ખંડ પ્રતરને પૂરવા કે અપહરવામાં જાણવો. મુક્ત શરીર ઔદારિકની માફક જાણવા. આહારક શરીરો અસુરકુમારવત્ કહેવા. તૈજસ – કાર્મણ શરીરો તેમના વૈક્રિય શરીર વત્ કહેવા. જ્યોતિષ્કો એમ જ જાણવા. પણ તે શ્રેણીની વિષ્કંભસૂચિ પણ જાણવી. ૨૫૬ અંગુલના વર્ગપ્રમાણ ખંડપ્રતરને પૂરવામાં કે અપહાર જાણવો. વૈમાનિક સંબંધે એમ જ જાણવું. પરંતુ તે શ્રેણીની વિષ્કંભસૂચિ અંગુલના બીજા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ વડે ગુણતા જેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશ પ્રમાણ જાણવી. અથવા અંગુલના ત્રીજા વર્ગમૂલના ઘનપ્રમાણ જાણવી. સૂત્ર સંદર્ભ– ૪૦૩, ૪૦૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] asurakumaranam bhamte! Kevatiya oraliyasarira pannatta? Goyama! Jaha neraiyanam oraliya bhaniya taheva etesim pi bhaniyavva. Asurakumaranam bhamte! Kevatiya veuvviyasarira pannatta? Goyama! Duviha pannatta, tam jaha–baddhellaga ya mukkellaga ya. Tattha nam jete baddhellaga te nam asamkhejja, asamkhejjahim ussappini-osappinihim avahiramti kalao, khettao asamkhejjao sedhio patarassa asamkhejjatibhago, tasi nam sedhinam vikkhambhasui amgulapadhamavaggamulassa samkhejjatibhago. Tattha nam jete mukkellaya te nam jaha oraliyassa mukkellaga taha bhaniyavva. Aharayasarira jaha etesi nam cheva oraliya taheva duviha bhaniyavva. Teyakammasarira duviha vi jaha etesi nam cheva veuvviya. Evam java thaniyakumara. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 403. Bhagavan ! Asurakumarone ketala audarika sharira chhe\? Gautama ! Narakona audarika shariravat janava. Bhagavan ! Asurakumarone ketala vaikriya shariro chhe\? Gautama ! Vaikriya shariro be bhede – baddha ane mukta. Temam baddha vaikriya shariro asamkhyata chhe. Kalathi asamkhyati utsarpini – avasarpini vade apaharaya chhe. Kshetrathi pratarana asamkhyatamam bhagarupa asamkhyati shrenio chhe, te shrenioni vishkambha suchi amgulana prathama vargamulana samkhyatamam bhaga pramana chhe. Temam mukta shariro audarikana mukta shariro maphaka kaheva. Aharaka sharira temana audarika shariro maphaka be bhede kaheva. Bamne prakarana pana taijasa ane karmana shariro temana vaikriya shariro maphaka kaheva. Ema stanitakumara sudhi kahevum. Sutra– 404. [1] bhagavan ! Prithvikayikane ketalam audarika sharira chhe\? Gautama ! Audarika sharira be prakare – baddha ane mukta. Temam baddha audarika shariro asamkhyata chhe, kalathi asamkhyati utsarpini – avasarpini vade apaharaya chhe. Kshetrathi asamkhyata lokapramana chhe, mukta shariro chhe te anamta chhe, kalathi anamta utsarpini – avasarpini vade apaharaya chhe. Kshetrathi anamta loka pramana chhe, bhavya karata anamtaguna ane siddhona anamtamam bhage chhe. Bhagavan ! Prithvikayikane ketala vaikriya sharira chhe\? Gautama ! Be prakare – baddha ane mukta. Baddha sharira chhe, te teone nathi. Je mukta shariro chhe, te temana audarika shariravat chhe. E rite aharaka sharira pana kaheva. Taijasa ane karmana shariro temana audarika – shariravat kaheva. A pramane apkaya, teukaya pana kaheva. Bhagavan ! Vayukayikone ketalam audarika shariro chhe\? Gautama ! Audarika sharira be prakarana – baddha ane mukta. Te bamne prithvikayikana audarika shariravat kaheva. Vaikriya sharirani prichchha – gautama ! Be prakare – baddha ane mukta. Baddha shariro asamkhyata chhe, samaye samaye apahara karata palyopamana asamkhyatama bhaga matra kala sudhi apaharaya chhe, to pana apaharata nathi. Mukta sharira prithvikayikavat janava. Aharaka, taijasa, karmana shariro prithvikayikavat kaheva. Vanaspatikayiko prithvikayikavat janava. Pana tena taijasa, karmana shariro samanya taijasa, karmana maphaka janava. Bhagavan ! Beindriyone ketala prakare audarika sharira chhe? Gautama ! Be bhede – baddha ane mukta. Baddha shariro asamkhyata chhe ane kalathi asamkhyati utsarpini – avasarpini vade apaharaya chhe. Kshetrathi pratarana asamkhyata bhaga pramana asamkhyata shrenio janavi. Te shrenini vishkambha suchi asamkhyata kodakodi yojana pramana athava asamkhyata shrenina vargamula pramana janavi. [2] beindriyona baddha audarika sharirothi kshetrane ashrine amgulapramana pratarakhamda vade ane kalani avalikana asamkhyatamam bhaga pramana khamda vade asamkhyati utsarpini – avasarpini kale samagra pratara apaharaya chhe. Temam je mukta shariro chhe, te aughika audarika mukta shariro maphaka janava. Vaikriya ane aharaka baddha shariro nathi, mukta shariro samanya audarika mukta sharira maphaka janava. Taijasa ane karmana temana ja audarika shariravat janava. A pramane chaurindriyo sudhi janava. Pamchendriya tiryamcho ema ja samajava. Pana vaikriya shariromam a visheshata – bhagavan! Pamchendriya tiryamchone ketala vaikriya shariro chhe\? Gautama ! Be bhede – baddha ane mukta. Temam baddha shariro chhe, teo asamkhyata chhe ityadi asurakumaravat janavum, pana te shrenini vishkambhasuchi amgulana prathama vargamulana asamkhyatama bhaga pramana janavi. Mukta shariro temaja janava. Bhagavan ! Manushyone ketala prakarana audarika shariro chhe\? Gautama ! Be bhede – baddha ane mukta. Baddha shariro kadacha samkhyata hoya ane kadacha asamkhyata hoya. Jaghanya pade samkhyata hoya chhe ke samkhyata kotakoti pramana hoya chhe athava trana yamalapadana upara ane chara yamalapadani niche chhe athava pamchamam varga vade chhaththa vargane gunata jetali samkhya ave tetala chhe athava chhannu vara chheda api shakaya etala rashi pramana chhe. Utkrishtathi asamkhyata chhe. Te kalathi asamkhyati utsarpini – avasarpinithi apaharaya chhe. Kshetrathi eka samkhyano prakshepa karavathi manushyo vade samagra shreni apaharaya chhe. Te shrenina akashapradeshono apahara vicharata teo asamkhyata thaya chhe. Kalathi asamkhyata utsarpini – avasarpini vade apaharaya chhe. Kshetrathi amgulana prathama vargamulane trija vargamulathi gunata je samkhya ave tetala janavum. Je mukta shariro chhe te audarika samanya mukta sharira pethe janava. Bhagavan ! Vaikriya sharira sambamdhe prichchha – be bhede, te a – baddha ane mukta. Baddha sharira samkhyata chhe. Samaye samaye apahara karata samkhyata kale apaharaya pana apaharata nathi. Mukta shariro chhe te samanya audarikani jema janava. Taijasa ane karmana temana audarika shariro maphaka kaheva. Vyamtaro nairayikani maphaka audarika ane aharaka shariro kaheva, vaikriya shariro nairayikavat kaheva. Pana te shrenioni vishkambhasuchi janavi. Samkhyata semkado yojanana varga pramana khamda pratarane purava ke apaharavamam janavo. Mukta sharira audarikani maphaka janava. Aharaka shariro asurakumaravat kaheva. Taijasa – karmana shariro temana vaikriya sharira vat kaheva. Jyotishko ema ja janava. Pana te shrenini vishkambhasuchi pana janavi. 256 amgulana vargapramana khamdapratarane puravamam ke apahara janavo. Vaimanika sambamdhe ema ja janavum. Paramtu te shrenini vishkambhasuchi amgulana bija vargamulane trija vargamula vade gunata jetala pradesho ave tetala pradesha pramana janavi. Athava amgulana trija vargamulana ghanapramana janavi. Sutra samdarbha– 403, 404 |