Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106645
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-६ व्युत्क्रान्ति

Translated Chapter :

પદ-૬ વ્યુત્ક્રાન્તિ

Section : Translated Section :
Sutra Number : 345 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] नेरइया णं भंते! अनंतरं उव्वट्टित्ता कहिं गच्छंति? कहिं उववज्जंति? किं नेरइएसु उववज्जंति? तिरिक्खजोणिएसु उववज्जंति? मनुस्सेसु उववज्जंति? देवेसु उववज्जंति? गोयमा! नो नेरइएसु उववज्जंति, तिरिक्खजोणिएसु उववज्जंति, मनुस्सेसु उववज्जंति, नो देवेसु उववज्जंति। जदि तिरिक्खजोणिएसु उववज्जंति किं एगिंदियतिरिक्खजोणिएसु जाव पंचेंदियतिरिक्ख-जोणिएसु उववज्जंति? गोयमा! नो एगिंदिएसु जाव नो चउरिंदिएसु उववज्जंति, पंचेंदिएसु उववज्जंति। एवं जेहिंतो उववाओ भणितो तेसु उव्वट्टणा वि भाणितव्वा, नवरं–सम्मुच्छिमेसु न उववज्जंति। एवं सव्वपुढवीसु भाणितव्वं, नवरं–अहेसत्तमाओ मनुस्सेसु न उववज्जंति।
Sutra Meaning : સૂત્ર– ૩૪૫. ભગવન્‌ ! નૈરયિકો ઉદ્વર્તના કરી(મરીને) અનંતર ક્યાં જાય છે, ક્યાં ઉપજે છે ? શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે યાવત્‌ દેવોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! નૈરયિક કે દેવમાં ન ઉપજે, તિર્યંચયોનિક કે મનુષ્યમાં ઉપજે. ભગવન્‌ ! નૈરયિકો મરીને અનંતર જો તિર્યંચમાં ઉપજે તો શું એકેન્દ્રિયમાં ઉપજે કે યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે ? ગૌતમ ! ઉપપાત માફક ઉદ્વર્તના કહેવી. વિશેષ એ કે – સંમૂર્ચ્છિમોમાં ઉત્પન્ન થતા નથી. એમ સર્વે પૃથ્વીમાં કહેવું. માત્ર સાતમી નરકમાં મૃત્યુ પામીને અનંતર ભાવે મનુષ્યમાં ન ઉપજે. સૂત્ર– ૩૪૬. ભગવન્‌ ! અસુરકુમાર, અનંતર ઉદ્વર્તીને (મૃત્યુ પામીને) ક્યાં જાય છે, ક્યાં ઉપજે છે ? નૈરયિકમાં યાવત્‌ દેવોમાં? ગૌતમ ! અસુરકુમાર, અનંતર ઉદ્વર્તીને નારક કે દેવોમાં ન ઉપજે, પણ તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે. ભગવન્‌ ! અસુરકુમાર, અનંતર મૃત્યુ પામીને જો તિર્યંચમાં ઉપજે તો શું એકેન્દ્રિય તિર્યંચમાં ઉપજે કે યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે ? તેઓ એકેન્દ્રિયોમાં ઉપજે, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય કે ચાર ઇન્દ્રિય તિર્યંચમાં ન ઉપજે. પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે. ભગવન્‌ ! અસુરકુમાર, અનંતર મૃત્યુ પામીને જો એકેન્દ્રિયમાં ઉપજે તો પૃથ્વીકાયિકમાં ઉપજે કે યાવત્‌ વનસ્પતિકાયિકમાં ઉપજે ? તેઓ પૃથ્વીકાયિક, અપ્‌કાયિક કે વનસ્પતિકાયિકમાં ઉપજે, પણ તેઉકાયિક કે વાયુકાયિકમાં ન ઉપજે. ભગવન્‌ ! અસુરકુમાર, અનંતર મૃત્યુ પામીને જો પૃથ્વીકાયિકમાં ઉપજે, તો શું સૂક્ષ્મ પૃથ્વીકાયિકમાં ઉપજે કે બાદરપૃથ્વીકાયિકમાં ? તેઓ બાદર પૃથ્વીકાયિકમાં ઉપજે, સૂક્ષ્મ પૃથ્વીકાયિકમાં નહીં, ભગવન્‌ ! અસુરકુમાર, અનંતર મૃત્યુ પામીને જો બાદર પૃથ્વીકાયિકમાં ઉપજે તો શું પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકમાં ઉપજે કે અપર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકમાં? તેઓ બાદર પર્યાપ્તા પૃથ્વીકાયિકમાં ઉપજે, બાદર અપર્યાપ્તા પૃથ્વીકાયિકમાં નહીં. એ પ્રમાણે અપ્‌કાયિક અને વનસ્પતિકાયિક કહેવા. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો વિશે નૈરયિકોની સંમૂર્ચ્છિમ સિવાય અન્યમાં ઉદ્વર્તના કહી તેમ અસુરકુમારની કહેવી. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી ઉદ્વર્તના જાણવી. સૂત્ર– ૩૪૭. ભગવન્‌ ! પૃથ્વીકાયિક અનંતર ઉદ્વર્તીને(મરીને) ક્યાં જાય ? નૈરયિકમાં યાવત્‌ દેવમાં? ગૌતમ ! તેઓ નૈરયિક કે દેવમાં ન ઉપજે, પણ તિર્યંચ કે મનુષ્યમાં ઉપજે. પૃથ્વીકાયિકના ઉપપાત માફક ઉદ્વર્તના કહેવી. પણ દેવો ન કહેવા. એ રીતે અપ્‌કાય, વનસ્પતિકાય અને વિકલેન્દ્રિય કહેવા. તેઉકાય અને વાયુકાય પણ એમ જ કહેવા, પરંતુ તે બંને મનુષ્યમાં ઉત્પન્ન થતા નથી. સૂત્ર– ૩૪૮. ભગવન્‌ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અનંતર મરીને ક્યાં જાય, ક્યાં ઉપજે ? ગૌતમ ! તેઓ નૈરયિક યાવત્‌ દેવોમાં ઉપજે છે. ભગવન્‌ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો જો નૈરયિકમાં ઉપજે તો રત્નપ્રભામાં ઉપજે કે યાવત્‌ અધઃસપ્તમી નૈરયિકોમાં ઉપજે? ગૌતમ ! તેઓ સાતે નરકોમાં ઉપજે. ભગવન્‌ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો જો તિર્યંચમાં ઉપજે તો એકેન્દ્રિય તિર્યંચમાં ઉપજે કે યાવત્‌ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજે? ગૌતમ ! તેઓ પાંચેમાં પણ ઉપજે. એ રીતે તેમના ઉપપાતની જેમ ઉદ્વર્તના કહેવી. પરંતુ તેઓ અસંખ્યાતા વર્ષાયુષ્ક તિર્યંચોમાં પણ ઉત્પન્ન થાય. ભગવન્‌ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો જો મનુષ્યોમાં ઉપજે, તો સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં ઉપજે કે ગર્ભજ૦માં? તેઓ બંનેમાં ઉપજે. એ રીતે ઉપપાત માફક ઉદ્વર્તના કહેવી. વિશેષ એ કે – અકર્મભૂમિજ અને અંતર્દ્વીપજ અસંખ્યાતા વર્ષાયુ મનુષ્યોમાં પણ ઉપજે. જો પંચેન્દ્રિય તિર્યંચયોનિકો દેવોમાં ઉપજે તો ભવનપતિ દેવ કે યાવત્‌ વૈમાનિક દેવોમાં ઉપજે ? તેઓ બધામાં ઉપજે. સર્વે અસૂરો, વ્યંતર, જ્યોતિષ્ક અને સહસ્રાર દેવલોક સુધી ઉપજે. સૂત્ર– ૩૪૯. ભગવન્‌ ! મનુષ્યો અનંતર ઉદ્વર્તીને(મરીને) ક્યાં જાય, ક્યાં ઉપજે? નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે યાવત્‌ દેવોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! તેઓ ચારેમાં પણ ઉપજે, એ રીતે નિરંતર બધા સ્થાનોની પૃચ્છા – બધા સ્થાનોમાં મનુષ્યો ઉપજે, ક્યાંય નિષેધ નથી, યાવત્‌ સર્વાર્થસિદ્ધમાં ઉપજે. કેટલાક સિદ્ધ – બુદ્ધ – મુક્ત અને પરિનિવૃત્ત થઈને સર્વે દુઃખોનો અંત પણ કરે છે. સૂત્ર– ૩૫૦. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક સૌધર્મ અને ઈશાન દેવો અસુરકુમારવત્‌ કહેવા. માત્ર જ્યોતિષ્ક અને વૈમાનિકમાં ‘ચ્યવે છે’ તેમ કહેવું. સનત્કુમારની પૃચ્છા – અસુરકુમારવત્‌ કહેવું, પરંતુ એકેન્દ્રિયોમાં ન ઉપજે. એ પ્રમાણે સહસ્રારદેવો સુધી કહેવું. આનતથી અનુત્તરોપપાતિક દેવો એમજ છે, પરંતુ તેઓ તિર્યંચમાં ન ઉપજે અને મનુષ્યોમાં પર્યાપ્તા સંખ્યાતા વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજમાં ઉપજે. સૂત્ર સંદર્ભ– ૩૪૫–૩૫૦
Mool Sutra Transliteration : [sutra] neraiya nam bhamte! Anamtaram uvvattitta kahim gachchhamti? Kahim uvavajjamti? Kim neraiesu uvavajjamti? Tirikkhajoniesu uvavajjamti? Manussesu uvavajjamti? Devesu uvavajjamti? Goyama! No neraiesu uvavajjamti, tirikkhajoniesu uvavajjamti, manussesu uvavajjamti, no devesu uvavajjamti. Jadi tirikkhajoniesu uvavajjamti kim egimdiyatirikkhajoniesu java pamchemdiyatirikkha-joniesu uvavajjamti? Goyama! No egimdiesu java no chaurimdiesu uvavajjamti, pamchemdiesu uvavajjamti. Evam jehimto uvavao bhanito tesu uvvattana vi bhanitavva, navaram–sammuchchhimesu na uvavajjamti. Evam savvapudhavisu bhanitavvam, navaram–ahesattamao manussesu na uvavajjamti.
Sutra Meaning Transliteration : Sutra– 345. Bhagavan ! Nairayiko udvartana kari(marine) anamtara kyam jaya chhe, kyam upaje chhe\? Shum nairayikomam utpanna thaya ke yavat devomam utpanna thaya\? Gautama ! Nairayika ke devamam na upaje, tiryamchayonika ke manushyamam upaje. Bhagavan ! Nairayiko marine anamtara jo tiryamchamam upaje to shum ekendriyamam upaje ke yavat pamchendriya tiryamchamam upaje\? Gautama ! Upapata maphaka udvartana kahevi. Vishesha e ke – sammurchchhimomam utpanna thata nathi. Ema sarve prithvimam kahevum. Matra satami narakamam mrityu pamine anamtara bhave manushyamam na upaje. Sutra– 346. Bhagavan ! Asurakumara, anamtara udvartine (mrityu pamine) kyam jaya chhe, kyam upaje chhe\? Nairayikamam yavat devomam? Gautama ! Asurakumara, anamtara udvartine naraka ke devomam na upaje, pana tiryamcha ke manushyamam upaje. Bhagavan ! Asurakumara, anamtara mrityu pamine jo tiryamchamam upaje to shum ekendriya tiryamchamam upaje ke yavat pamchendriya tiryamchamam upaje\? Teo ekendriyomam upaje, beindriya, tranaindriya ke chara indriya tiryamchamam na upaje. Pamchendriya tiryamchamam upaje. Bhagavan ! Asurakumara, anamtara mrityu pamine jo ekendriyamam upaje to prithvikayikamam upaje ke yavat vanaspatikayikamam upaje\? Teo prithvikayika, apkayika ke vanaspatikayikamam upaje, pana teukayika ke vayukayikamam na upaje. Bhagavan ! Asurakumara, anamtara mrityu pamine jo prithvikayikamam upaje, to shum sukshma prithvikayikamam upaje ke badaraprithvikayikamam\? Teo badara prithvikayikamam upaje, sukshma prithvikayikamam nahim, Bhagavan ! Asurakumara, anamtara mrityu pamine jo badara prithvikayikamam upaje to shum paryapta badara prithvikayikamam upaje ke aparyapta badara prithvikayikamam? Teo badara paryapta prithvikayikamam upaje, badara aparyapta prithvikayikamam nahim. E pramane apkayika ane vanaspatikayika kaheva. Pamchendriya tiryamcha ane manushyo vishe nairayikoni sammurchchhima sivaya anyamam udvartana kahi tema asurakumarani kahevi. E pramane stanitakumara sudhi udvartana janavi. Sutra– 347. Bhagavan ! Prithvikayika anamtara udvartine(marine) kyam jaya\? Nairayikamam yavat devamam? Gautama ! Teo nairayika ke devamam na upaje, pana tiryamcha ke manushyamam upaje. Prithvikayikana upapata maphaka udvartana kahevi. Pana devo na kaheva. E rite apkaya, vanaspatikaya ane vikalendriya kaheva. Teukaya ane vayukaya pana ema ja kaheva, paramtu te bamne manushyamam utpanna thata nathi. Sutra– 348. Bhagavan ! Pamchendriya tiryamchayoniko anamtara marine kyam jaya, kyam upaje\? Gautama ! Teo nairayika yavat devomam upaje chhe. Bhagavan ! Pamchendriya tiryamchayoniko jo nairayikamam upaje to ratnaprabhamam upaje ke yavat adhahsaptami nairayikomam upaje? Gautama ! Teo sate narakomam upaje. Bhagavan ! Pamchendriya tiryamchayoniko jo tiryamchamam upaje to ekendriya tiryamchamam upaje ke yavat pamchendriya tiryamchamam upaje? Gautama ! Teo pamchemam pana upaje. E rite temana upapatani jema udvartana kahevi. Paramtu teo asamkhyata varshayushka tiryamchomam pana utpanna thaya. Bhagavan ! Pamchendriya tiryamchayoniko jo manushyomam upaje, to sammurchchhima manushyomam upaje ke garbhaja0mam? Teo bamnemam upaje. E rite upapata maphaka udvartana kahevi. Vishesha e ke – akarmabhumija ane amtardvipaja asamkhyata varshayu manushyomam pana upaje. Jo pamchendriya tiryamchayoniko devomam upaje to bhavanapati deva ke yavat vaimanika devomam upaje\? Teo badhamam upaje. Sarve asuro, vyamtara, jyotishka ane sahasrara devaloka sudhi upaje. Sutra– 349. Bhagavan ! Manushyo anamtara udvartine(marine) kyam jaya, kyam upaje? Nairayikomam utpanna thaya ke yavat devomam utpanna thaya\? Gautama ! Teo charemam pana upaje, e rite niramtara badha sthanoni prichchha – badha sthanomam manushyo upaje, kyamya nishedha nathi, yavat sarvarthasiddhamam upaje. Ketalaka siddha – buddha – mukta ane parinivritta thaine sarve duhkhono amta pana kare chhe. Sutra– 350. Vyamtara, jyotishka, vaimanika saudharma ane ishana devo asurakumaravat kaheva. Matra jyotishka ane vaimanikamam ‘chyave chhe’ tema kahevum. Sanatkumarani prichchha – asurakumaravat kahevum, paramtu ekendriyomam na upaje. E pramane sahasraradevo sudhi kahevum. Anatathi anuttaropapatika devo emaja chhe, paramtu teo tiryamchamam na upaje ane manushyomam paryapta samkhyata varshayushka karmabhumija garbhajamam upaje. Sutra samdarbha– 345–350