Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106146 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
षडविध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ષડવિધ જીવ પ્રતિપત્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 346 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तत्थ णं जेते एवमाहंसु छव्विहा संसारसमावन्नगा जीवा ते एवमाहंसु, तं जहा–पुढविकाइया आउक्काइया तेउक्काइया वाउकाइया वणस्सतिकाइया तसकाइया। से किं तं पुढविकाइया? पुढविकाइया दुविहा पन्नत्ता, तं जहा–सुहुमपुढविकाइया बादरपुढविकाइया य। सुहुमपुढविकाइया दुविहा पन्नत्ता, तं जहा–पज्जत्तगा य अपज्जत्तगा य। एवं बादरपुढवि-काइयावि। एवं जाव वणस्सतिकाइया। से किं तं तसकाइया? तसकाइया दुविहा पन्नत्ता, तं जहा–पज्जत्तगा य अपज्जत्तगा य। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૪૬. તેઓમાં જેઓ એમ કહે છે સંસાર સમાપન્નક જીવો છ પ્રકારના છે. તે આ – પૃથ્વીકાયિક, અપ્કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક. ભગવન્ ! તે પૃથ્વીકાયિક કેટલા છે ? બે ભેદે કહ્યા છે – સૂક્ષ્મ પૃથ્વીકાયિક અને બાદર પૃથ્વીકાયિક. સૂક્ષ્મ પૃથ્વીકાયિક બે ભેદે કહ્યા – પર્યાપ્તા અને અપર્યાપ્તા. એ રીતે બાદર પૃથ્વીકાયિક પણ કહેવા. એ રીતે અપ્ – તેઉ – વાયુ – વનસ્પતિકાયિકના ચાર – ચાર ભેદો જાણવા. ભગવન્ ! તે ત્રસકાયિકના કેટલા ભેદ છે ? બે ભેદે છે. તે આ – પર્યાપ્તા અને અપર્યાપ્તા. સૂત્ર– ૩૪૭. ભગવન્ ! પૃથ્વીકાયિકની કેટલા કાળની સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ – ૨૨,૦૦૦ વર્ષ. આ પ્રમાણે બધાની સ્થિતિ કહેવી. ત્રસકાયિકોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ છે. બધા અપર્યાપ્તોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ છે. બધા પર્યાપ્તકોની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન કરવું. સૂત્ર– ૩૪૮. ભગવન્ ! પૃથ્વીકાય, પૃથ્વીકાયના રૂપમાં કેટલો કાળ સુધી રહે છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત્ અસંખ્યાત લોકપ્રમાણ. એ પ્રમાણે યાવત્ અપ્ – તેઉ – વાયુકાયની સંચિઠ્ઠણા અર્થાત કાયસ્થિતિ જાણવી. વનસ્પતિકાયિકની કાય – સ્થિતિ અનંતકાળ છે યાવત્ આવલિકાનો અસંખ્યાતભાગ જેટલો સમય. ભગવન્ ! ત્રસકાયિકની કાયસ્થિતિ કેટલી છે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમ છે. છએ અપર્યાપ્તોની કાયસ્થિતિ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત્ત છે. સૂત્ર– ૩૪૯. પર્યાપ્તોમાં પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સંખ્યાત હજાર વર્ષ છે. આ જ અપ્કાય, વાયુકાય, વનસ્પતિકાય પર્યાપ્તોની છે. તેઉકાય પર્યાપ્તકની કાયસ્થિતિ સંખ્યાત રાતદિવસની છે. ત્રસકાય પર્યાપ્તની સાગરોપમ શત પૃથક્ત્વ છે. સૂત્ર– ૩૫૦. ભગવન્ ! પૃથ્વીકાયનું કેટલું અંતર છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ. એ પ્રમાણે અપ્ – તેઉ – વાયુકાયિકનું અંતર વનસ્પતિકાળ છે. ત્રસકાયિકનું પણ વનસ્પતિકાળ. વનસ્પતિકાયનું પૃથ્વીકાયિક કાળપ્રમાણ અંતર છે. આ પ્રમાણે અપર્યાપ્તકોનો અંતરકાળ વનસ્પતિકાળ છે. વનસ્પતિકાયનું અંતર પૃથ્વીકાળ છે. પર્યાપ્તકોનું પણ એમ જ જાણવું. સૂત્ર સંદર્ભ– ૩૪૬–૩૫૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] tattha nam jete evamahamsu chhavviha samsarasamavannaga jiva te evamahamsu, tam jaha–pudhavikaiya aukkaiya teukkaiya vaukaiya vanassatikaiya tasakaiya. Se kim tam pudhavikaiya? Pudhavikaiya duviha pannatta, tam jaha–suhumapudhavikaiya badarapudhavikaiya ya. Suhumapudhavikaiya duviha pannatta, tam jaha–pajjattaga ya apajjattaga ya. Evam badarapudhavi-kaiyavi. Evam java vanassatikaiya. Se kim tam tasakaiya? Tasakaiya duviha pannatta, tam jaha–pajjattaga ya apajjattaga ya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 346. Teomam jeo ema kahe chhe samsara samapannaka jivo chha prakarana chhe. Te a – prithvikayika, apkayika, teukayika, vayukayika, vanaspatikayika, trasakayika. Bhagavan ! Te prithvikayika ketala chhe\? Be bhede kahya chhe – sukshma prithvikayika ane badara prithvikayika. Sukshma prithvikayika be bhede kahya – paryapta ane aparyapta. E rite badara prithvikayika pana kaheva. E rite ap – teu – vayu – vanaspatikayikana chara – chara bhedo janava. Bhagavan ! Te trasakayikana ketala bheda chhe\? Be bhede chhe. Te a – paryapta ane aparyapta. Sutra– 347. Bhagavan ! Prithvikayikani ketala kalani sthiti kahi chhe\? Gautama ! Jaghanya amtarmuhurtta, utkrishta – 22,000 varsha. A pramane badhani sthiti kahevi. Trasakayikoni jaghanya sthiti amtarmuhurtta ane utkrishta tetrisha sagaropama chhe. Badha aparyaptoni jaghanya ane utkrishta sthiti amtarmuhurtta pramana chhe. Badha paryaptakoni utkrishta sthitimamthi amtarmuhurtta nyuna karavum. Sutra– 348. Bhagavan ! Prithvikaya, prithvikayana rupamam ketalo kala sudhi rahe chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta ane utkrishta asamkhyatakala yavat asamkhyata lokapramana. E pramane yavat ap – teu – vayukayani samchiththana arthata kayasthiti janavi. Vanaspatikayikani kaya – sthiti anamtakala chhe yavat avalikano asamkhyatabhaga jetalo samaya. Bhagavan ! Trasakayikani kayasthiti ketali chhe? Gautama ! Jaghanya amtarmuhurtta utkrishta samkhyata varsha adhika be hajara sagaropama chhe. Chhae aparyaptoni kayasthiti jaghanyathi pana amtarmuhurtta ane utkrishtathi pana amtarmuhurtta chhe. Sutra– 349. Paryaptomam prithvikayani utkrishta kayasthiti samkhyata hajara varsha chhe. A ja apkaya, vayukaya, vanaspatikaya paryaptoni chhe. Teukaya paryaptakani kayasthiti samkhyata ratadivasani chhe. Trasakaya paryaptani sagaropama shata prithaktva chhe. Sutra– 350. Bhagavan ! Prithvikayanum ketalum amtara chhe\? Gautama ! Jaghanya amtarmuhurtta, utkrishtathi vanaspatikala. E pramane ap – teu – vayukayikanum amtara vanaspatikala chhe. Trasakayikanum pana vanaspatikala. Vanaspatikayanum prithvikayika kalapramana amtara chhe. A pramane aparyaptakono amtarakala vanaspatikala chhe. Vanaspatikayanum amtara prithvikala chhe. Paryaptakonum pana ema ja janavum. Sutra samdarbha– 346–350 |