Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105875 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | नैरयिक उद्देशक-१ | Translated Section : | નૈરયિક ઉદ્દેશક-૧ |
Sutra Number : | 75 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं नेरइया? नेरइया सत्तविधा पन्नत्ता, तं जहा– पढमापुढविनेरइया दोच्चापुढविनेरइया तच्चापुढविनेरइया चउत्थापुढविनेरइया पंचमापुढविनेरइया छट्ठापुढविनेरइया सत्तमापुढविनेरइया। | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૫. તે નૈરયિકોના કેટલા ભેદ છે ? ગૌતમ ! તે નૈરયિકો સાત ભેદે છે – પહેલી પૃથ્વી નૈરયિક, બીજી પૃથ્વી નૈરયિક, ત્રીજી પૃથ્વી નૈરયિક, ચોથી પૃથ્વી નૈરયિક, પાંચમી પૃથ્વી નૈરયિક, છઠ્ઠી પૃથ્વી નૈરયિક અને સાતમી પૃથ્વી નૈરયિક. સૂત્ર– ૭૬. ભગવન્ ! પહેલી પૃથ્વીનું શું નામ અને શું ગોત્ર છે ? ગૌતમ ! પહેલી પૃથ્વીનું નામ ‘ધમ્મા’ છે અને ગોત્ર રત્નપ્રભા છે. ભગવન્ ! બીજી પૃથ્વીનું શું નામ અને શું ગોત્ર છે ? ગૌતમ ! બીજી પૃથ્વીનું નામ ‘વંસા’ અને ગોત્ર શર્કરાપ્રભા છે, એ રીતે આ આલાવાથી બધાની પૃચ્છા કરવી. નામો આ પ્રમાણે – ત્રીજી સેલા, ચોથી અંજના, પાંચમી રિષ્ઠા, છઠ્ઠી મઘા, સાતમી માઘવતી. સૂત્ર– ૭૭. સાત પૃથ્વીના ક્રમશઃ નામ છે – ધર્મા, વંશા, શૈલા, અંજના, રિષ્ટા, મઘા, માઘવતી. સૂત્ર– ૭૮. સાત પૃથ્વીના ગોત્ર ક્રમશઃ છે – રત્ના, શર્કરા, વાલુકા, પંકા, ધૂમા, તમા, તમસ્તમા. સૂત્ર– ૭૯. ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી કેટલી મોટી છે ? ગૌતમ ! તે ૧,૮૦,૦૦૦ યોજન બાહલ્યથી છે. આ આલાવા મુજબ આમ જાણવું – સૂત્ર– ૮૦. ક્રમશઃ સાતેનું બાહલ્ય એક લાખ ઉપરાંત એંશી હજાર, બત્રીશ હજાર, અઠ્ઠાવીશ હજાર, વીશ હજાર, અઢાર હજાર, સોળ હજાર અને આઠ હજાર યોજન છે. સૂત્ર સંદર્ભ– ૭૫–૮૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam neraiya? Neraiya sattavidha pannatta, tam jaha– padhamapudhavineraiya dochchapudhavineraiya tachchapudhavineraiya chautthapudhavineraiya pamchamapudhavineraiya chhatthapudhavineraiya sattamapudhavineraiya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 75. Te nairayikona ketala bheda chhe\? Gautama ! Te nairayiko sata bhede chhe – paheli prithvi nairayika, biji prithvi nairayika, triji prithvi nairayika, chothi prithvi nairayika, pamchami prithvi nairayika, chhaththi prithvi nairayika ane satami prithvi nairayika. Sutra– 76. Bhagavan ! Paheli prithvinum shum nama ane shum gotra chhe\? Gautama ! Paheli prithvinum nama ‘dhamma’ chhe ane gotra ratnaprabha chhe. Bhagavan ! Biji prithvinum shum nama ane shum gotra chhe\? Gautama ! Biji prithvinum nama ‘vamsa’ ane gotra sharkaraprabha chhe, e rite a alavathi badhani prichchha karavi. Namo a pramane – triji sela, chothi amjana, pamchami rishtha, chhaththi magha, satami maghavati. Sutra– 77. Sata prithvina kramashah nama chhe – dharma, vamsha, shaila, amjana, rishta, magha, maghavati. Sutra– 78. Sata prithvina gotra kramashah chhe – ratna, sharkara, valuka, pamka, dhuma, tama, tamastama. Sutra– 79. Bhagavan ! A ratnaprabha prithvi ketali moti chhe\? Gautama ! Te 1,80,000 yojana bahalyathi chhe. A alava mujaba ama janavum – Sutra– 80. Kramashah satenum bahalya eka lakha uparamta emshi hajara, batrisha hajara, aththavisha hajara, visha hajara, adhara hajara, sola hajara ane atha hajara yojana chhe. Sutra samdarbha– 75–80 |