Sutra Navigation: Rajprashniya ( રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105731 | ||
Scripture Name( English ): | Rajprashniya | Translated Scripture Name : | રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
सूर्याभदेव प्रकरण |
Translated Chapter : |
સૂર્યાભદેવ પ્રકરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 31 | Category : | Upang-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेसि णं वनसंडाणं अंतो बहुसमरमणिज्जा भूमिभागा पन्नत्ता–से जहानामए आलिंगपुक्खरेति वा जाव नानाविह पंचवण्णेहिं मणीहिं य तणेहिं य उवसोभिया। तेसि णं गंधो फासो णायव्वो जहक्कमं। तेसि णं भंते! तणाण य मणीण य पुव्वावरदाहिणुत्तरागतेहिं वातेहिं मंदायं-मंदायं एइयाणं वेइयाणं कंपियाणं फंदियाणं घट्टियाणं खोभियाण उदीरियाणं केरिसए सद्दे भवइ? गोयमा! से जहानामए सीयाए वा संदमाणीए वा रहस्स वा सच्छत्तस्स सज्झयस्स सघंटस्स सपडागस्स सतोरणवरस्स सनंदिघोसस्स सखिंखिणिहेमजालपरिखित्तस्स हेमवय चित्तविचित्त तिणिस कनगणिज्जुत्तदारुयायस्स सुसंपिणद्धारकमंडलधुरागस्स कालायससुकयणेमिजंतकम्मस्स आइण्णवरतुरगसुसंपउत्तस्स कुसलणरच्छेय-सारहि-सुसंपरिग्गहियस्स सरसय बत्तीस तोण परिमंडियस्स सक्कंकडावयंसगस्स सचाव सर पहरण आवरण भरियजोहजुज्झ सज्जस्स रायंगणंसि वा रायंतेउरंसि वा, रम्मंसि वा मणिकोट्ठिमतलंसि अभिक्खणं-अभिक्खणं अभि-घट्टिज्जमाणस्स उराला मनुन्ना मणोहरा कण्णमननिव्वुइकरा सद्दा सव्वओ समंता अभिनिस्सवंति, भवेयारूवे सिया? नो इणट्ठे समट्ठे। से जहानामए वेयालियवीणाए उत्तरमंदा मुच्छियाए अंके सुपइट्ठियाए कुसलनरनारिसुसंपग्गहियाते चंदन सार निम्मिय कोण परिघट्टियाए पुव्वरत्तावरत्तकालसमयम्मि मंदायं-मंदायं एइयाए वेइयाए कंपियाए चालियाए फंदियाए घट्टियाए खोभियाए उदीरियाए ओराला मनुन्ना मनहरा कण्णमननिव्वुइकरा सद्दा सव्वओ समंता अभिनिस्सवंति, भवेयारूवे सिया? नो इणट्ठे समट्ठे। से जहानामए किन्नराण वा किंपुरिसाण वा महोरगाण वा गंधव्वाण वा भद्दसालवणगयाणं वा नंदनवनगयाणं वा सोमनसवणगयाणं वा पंडगवनगयाणं वा हिमवंत मलय मंदरगिरि गुहासमन्नागयाणं वा एगओ सहियाणं सन्निसन्नाणं समुव्विट्ठाणं पमुइय पक्कीलियाणं गीयरइ गंधव्वहरिसियमनाणं गज्जं पज्जं कत्थं गेयं पयबद्धं पायबद्धं उक्खित्तायं पायत्तायं मंदायं रोइयावसाणं सत्तसरसमन्नागयं अट्ठरससुसंपउत्तं छद्दोस-विप्पमुक्कं एक्कारसालंकारं अट्ठगुणोववेयं, गुंजावंककुहरोवगूढं रत्तं तिट्ठाणकरणसुद्धं सकुहरगुंजंतवंस तंती तल ताल लय गहसुसंपउत्तं महुरं समं सललियं मणोहरं मउरिभिय पयसंचारं सुरइं सुणतिं वरचारुरूवं दिव्वं नट्टसज्जं गेयं पगीयाणं भवेयारूवे सिया? हंता सिया। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૧. તે વનખંડોમાં બહુસમ રમણીય ભૂમિભાગ છે. જેમ કોઈ આલિંગ પુષ્કર(ઢોલકના ચામડાથી મઢેલ ભાગ)જેવું સપાટ છે. યાવત્ તે ભૂમિતલ વિવિધ પંચવર્ણી મણિ અને તૃણો વડે શોભિત છે. તેના ગંધ અને સ્પર્શ યથાક્રમે પૂર્વ સૂત્રમાં વર્ણવ્યા અનુસાર જાણવા. ભગવન્ ! તે તૃણ અને મણિઓ પૂર્વ – પશ્ચિમ – દક્ષિણ – ઉત્તરના વાયુના સ્પર્શથી મંદ – મંદ ધ્રૂજતા, વિશેષ ધ્રૂજતા, કાંપતા, ચાલતા, સ્પંદન પામતા, ઘટ્ટિત, ક્ષોભિત, પ્રેરિત થતા કેવા શબ્દો થાય છે ? ગૌતમ ! જેમ કોઈ શિબિકા, સ્યંદમાનિકા, અથવા રથ, જે છત્ર – ધ્વજા – ઘંટા – પતાકા અને ઉત્તમ તોરણોથી સુશોભિત, નંદિઘોષ સહિત, રણકાર કરતા ઘુંઘરુ અને સુવર્ણજાળથી પરિક્ષિપ્ત, હિમાલયમાં ઉગેલા તિનિશના ઉત્તમ કાષ્ઠમાંથી નિર્મિત હોય, કનકકાષ્ઠ વડે નિર્મિત હોય , સુવ્યવસ્થિત લગાડેલા ચક્રમંડલ અને ધૂરાથી સજ્જિત હોય, લોઢાના પટ્ટોથી સુરક્ષિત પટ્ટિવાળા, શુભલક્ષણ અને ગુણોથી યુક્ત કુલીન અશ્વો જેમાં જોડેલા હોય. ... તથા રથ સંચાલનમાં કુશળ, દક્ષ સારથી દ્વારા સંચાલિત હોય, સો – સો બાણવાળા બત્રીશ તૂણીરોથી પરિમંડિત હોય, કવચ આચ્છાદિત અગ્રભાગવાળા હોય, ધનુષ – બાણ – પ્રહરણ – કવચાદિ યુદ્ધોપકરણથી ભરેલ હોય, યુદ્ધ તત્પર યોદ્ધા માટે સજાવેલ હોય, એવો રથ મણિ અને રત્નોથી બનાવેલા ભૂમિવાળા રાજ આંગણ, રાજ – અંતઃપુર, રમ્ય પ્રદેશમાં આવાગમન કરે ત્યારે બધી દિશા – વિદિશામાં ચોતરફ ઉત્તમ, મનોજ્ઞ, મનોહર, કાન અને મનને આનંદકારી મધુર શબ્દ ફેલાય છે. શું તે ધ્વનિ આ રથાદિના ધ્વનિ જેવો છે ? ના, તે અર્થ સમર્થ નથી. જેમ કોઈ રાત્રિમાં વાદન કુશળ મનુષ્ય દ્વારા ખોળામાં લઈને ચંદનના સારભાગથી રચિત કોણના સ્પર્શથી ઉત્તર – મંદ મૂર્ચ્છનાવાળી વીણાને મંદ – મંદ તાડિત, કંપિત, પ્રકંપિત, ચલિત, ઘર્ષિત, ક્ષુભિત અને ઉદીરિત કરાતા બધી દિશા અને વિદિશામાં ચોતરફ ઉદાર, સુંદર, મનોજ્ઞ, મનોહર, કર્ણપ્રિય અને મનમોહક ધ્વનિ ગુંજે તેવો આ સ્વર છે ? ના, તે અર્થ સમર્થ નથી. જેમ કોઈ કિંનર, કિંપુરુષ, મહોરગ કે ગંધર્વ ભદ્રશાલ – નંદન – સોમનસ કે પાંડુક વનમાં, હિમવંત – મલય કે મેરુની ગુફામાં ગયેલ અને એક સ્થાને એકઠા થઈ, આવીને બેઠા હોય અને પોત – પોતાના સમૂહ સાથે ઉપસ્થિત, હર્ષોલ્લાસપૂર્વક ક્રીડા કરતા, સંગીત – નૃત્ય – હાસ્ય – પરિહાસ પ્રિય કિન્નરાદિના ગેય, પદ્ય, કથનીય, ગેયપદબદ્ધ, પાત્રબદ્ધ, ઉત્ક્ષિપ્ત, પાદાંત, મંદમંદ ધોલનાત્મક, રોચિતાવસાન, સપ્ત સ્વરોથી સમન્વિત, ષડ્દોષથી રહિત, અગિયાર અલંકાર અને આઠ ગુણોથી યુક્ત, ગુંજારવ વડે દૂર – દૂરના ક્ષેત્રોને વ્યાપ્ત કરનાર રાગ – રાગિણી યુક્ત ત્રણ સ્થાન – ત્રણ કરણથી શુદ્ધ ગીતોના મધુર બોલ, આવા પ્રકારનો તેનો સ્વર હોય છે ? હા, એવો મધુર સ્વર તે મણિ – તૃણથી નીકળે છે. સૂત્ર– ૩૨. તે વનખંડના તે – તે સ્થાને, તે – તે દેશમાં અનેક નાની – નાની વાવો, પુષ્કરિણીઓ, દીર્ઘિકા, ગુંજાલિકા, સર – પંક્તિ, બિલ – પંક્તિઓ સ્વચ્છ, શ્લક્ષ્ણ, રજતમય કાંઠાઓ, અતિ સમ છે. આ જળાશયો વજ્રમય પાષાણના, તપનીય તળવાળા, સુવર્ણ – શુભ – રજત વાલુકાના, વૈડૂર્ય મણિ – સ્ફટિક પટલના બનેલા છે. સુખાકારી ઉતરવા – ચડવાના સ્થાન છે, વિવિધ મણિ સુબદ્ધ ચતુષ્કોણ વાવ અનુક્રમે સુજાત, ગંભીર, શીતળ જળયુક્ત, કમલપત્ર – બીસ – મૃણાલથી ઢાંકેલ, ઘણા ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, શતપત્ર, સહસ્રપત્ર કમળોથી સુશોભિત છે. તેના ઉપર પરાગને માટે ભ્રમરસમૂહ ગુંજી રહ્યો છે. સ્વચ્છ – નિર્મળ જળ વડે ભરેલ છે. કલ્લોલ કરતા મગરમચ્છ – કાચબા આદિ તેમાં અહીં – તહીં ફરી રહ્યા છે અને તે વિવધ પક્ષીઓના ગમનાગમનથી વ્યાપ્ત છે. આ જળાશયોમાં કેટલાક આસવોદક, કેટલાક વારુણોદક, કેટલાક ઘૃતોદક, કેટલાક ક્ષીરોદક, કેટલાક ક્ષારોદક, કેટલાક ઉદકરસ વડે યુક્ત કહ્યા છે. તે પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે. તે વાવ યાવત્ કૂપપંક્તિની ચારે દિશામાં ત્રણ – ત્રણ સુંદર સોપાન બનેલ છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની નેમો વજ્ર – રત્નોની છે, તોરણ – ધ્વજ – છત્રાતિછત્ર પૂર્વવત્ જાણવા. તે નાની – નાની વાવ યાવત્ બિલપંક્તિઓમાં તે – તે દેશમાં ઘણા ઉત્પાદ પર્વતો, જગતી પર્વતો છે. કેટલાક દકમંડપ, દકનાલક, દકમંચકો છે, જે ઊંચા – નીચા અને નાના – મોટા અંદોલક, પ્રક્ષાંદોલક છે. તે બધાં રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે ઉત્પાદ પર્વત યાવત્ પ્રક્ષાંદોલકમાં ઘણા હંસાસન, ક્રૌંચાસન, ગરુડાસન, ઉન્નતાસન, પ્રણતાસન, દીર્ઘાસન, પક્ષાસન, ભદ્રાસન, વૃષભાસન, સિંહાસન, પદ્માસન, દિશાસૌવસ્તિકાદિ સર્વે રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે વનખંડોમાં ત્યાં – ત્યાં તે – તે દેશમાં ઘણા આલિગૃહ, માલિગૃહ, કદલિગૃહ, લતાગૃહ, આસનગૃહ, પ્રેક્ષણગૃહ, મંડનગૃહ, પ્રસાધનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, શાલગૃહ, જાલગૃહ, ચિત્તગૃહ, કુસુમગૃહ, ગંધગૃહ, આદર્શગૃહ. સર્વે રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે આલિગૃહ યાવત્ આદર્શગૃહમાં ઘણા હંસાસન યાવત્ દિશા સૌવસ્તિક આસન સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. તે વનખંડોમાં તે – તે દેશમાં ત્યાં – ત્યાં ઘણા જાઈ – જૂઈ – નવમાલિકા – વાસંતી – સૂરમલ્લિકા – દધિવાસુક – તંબોલી – મુદ્રિકા – નાગલતા – અતિમુક્તલતા અને આસ્ફોવક માલુકાના મંડપો છે. તે બધા સ્વચ્છ, સર્વરત્નમય યાવત્ પ્રતિરૂપ છે. તે જાઈ મંડપ યાવત્ માલૂકા મંડપમાં ઘણા પૃથ્વીમય શિલાપટ્ટક કે હંસાસનના આકારે રહેલ છે યાવત્ દિશાસૌવસ્તિકાસનના આકારે રહેલ છે. હે આયુષ્યમાન્ શ્રમણો ! ત્યાં બીજા પણ ઘણા માંસલ, ઘૃષ્ટ, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત પૃથ્વી શિલાપટ્ટકો, રહેલ છે, તેમ કહ્યું છે. તે આજિનક, રૂત, બૂર, નવનીત, તૂલ સ્પર્શવાળા, સર્વે રત્નમય, નિર્મળ યાવત્ પ્રતિરૂપ છે. ત્યાં ઘણા વૈમાનિક દેવ – દેવીઓ બેસે છે, સૂવે છે, ઊભે છે, વિશ્રામ કરે છે, પડખાં બદલે છે, હસે છે, રમે છે, લીલા – ક્રીડા – કિટ્ટ – મોહન કરે છે. એ રીતે પૂર્વે જૂના સંચિત કરેલા, સુપ્રતિક્રાંત, શુભ, કરેલા કર્મોના કલ્યાણમય, શુભ ફલપ્રદ વિપાક અનુભવે છે. સૂત્ર સંદર્ભ– ૩૧, ૩૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] tesi nam vanasamdanam amto bahusamaramanijja bhumibhaga pannatta–se jahanamae alimgapukkhareti va java nanaviha pamchavannehim manihim ya tanehim ya uvasobhiya. Tesi nam gamdho phaso nayavvo jahakkamam. Tesi nam bhamte! Tanana ya manina ya puvvavaradahinuttaragatehim vatehim mamdayam-mamdayam eiyanam veiyanam kampiyanam phamdiyanam ghattiyanam khobhiyana udiriyanam kerisae sadde bhavai? Goyama! Se jahanamae siyae va samdamanie va rahassa va sachchhattassa sajjhayassa saghamtassa sapadagassa satoranavarassa sanamdighosassa sakhimkhinihemajalaparikhittassa hemavaya chittavichitta tinisa kanaganijjuttadaruyayassa susampinaddharakamamdaladhuragassa kalayasasukayanemijamtakammassa ainnavaraturagasusampauttassa kusalanarachchheya-sarahi-susampariggahiyassa sarasaya battisa tona parimamdiyassa sakkamkadavayamsagassa sachava sara paharana avarana bhariyajohajujjha sajjassa rayamganamsi va rayamteuramsi va, rammamsi va manikotthimatalamsi abhikkhanam-abhikkhanam abhi-ghattijjamanassa urala manunna manohara kannamananivvuikara sadda savvao samamta abhinissavamti, bhaveyaruve siya? No inatthe samatthe. Se jahanamae veyaliyavinae uttaramamda muchchhiyae amke supaitthiyae kusalanaranarisusampaggahiyate chamdana sara nimmiya kona parighattiyae puvvarattavarattakalasamayammi mamdayam-mamdayam eiyae veiyae kampiyae chaliyae phamdiyae ghattiyae khobhiyae udiriyae orala manunna manahara kannamananivvuikara sadda savvao samamta abhinissavamti, bhaveyaruve siya? No inatthe samatthe. Se jahanamae kinnarana va kimpurisana va mahoragana va gamdhavvana va bhaddasalavanagayanam va namdanavanagayanam va somanasavanagayanam va pamdagavanagayanam va himavamta malaya mamdaragiri guhasamannagayanam va egao sahiyanam sannisannanam samuvvitthanam pamuiya pakkiliyanam giyarai gamdhavvaharisiyamananam gajjam pajjam kattham geyam payabaddham payabaddham ukkhittayam payattayam mamdayam roiyavasanam sattasarasamannagayam attharasasusampauttam chhaddosa-vippamukkam ekkarasalamkaram atthagunovaveyam, gumjavamkakuharovagudham rattam titthanakaranasuddham sakuharagumjamtavamsa tamti tala tala laya gahasusampauttam mahuram samam salaliyam manoharam mauribhiya payasamcharam suraim sunatim varacharuruvam divvam nattasajjam geyam pagiyanam bhaveyaruve siya? Hamta siya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 31. Te vanakhamdomam bahusama ramaniya bhumibhaga chhe. Jema koi alimga pushkara(dholakana chamadathi madhela bhaga)jevum sapata chhe. Yavat te bhumitala vividha pamchavarni mani ane trino vade shobhita chhe. Tena gamdha ane sparsha yathakrame purva sutramam varnavya anusara janava. Bhagavan ! Te trina ane manio purva – pashchima – dakshina – uttarana vayuna sparshathi mamda – mamda dhrujata, vishesha dhrujata, kampata, chalata, spamdana pamata, ghattita, kshobhita, prerita thata keva shabdo thaya chhe\? Gautama ! Jema koi shibika, syamdamanika, athava ratha, je chhatra – dhvaja – ghamta – pataka ane uttama toranothi sushobhita, namdighosha sahita, ranakara karata ghumgharu ane suvarnajalathi parikshipta, himalayamam ugela tinishana uttama kashthamamthi nirmita hoya, kanakakashtha vade nirmita hoya, suvyavasthita lagadela chakramamdala ane dhurathi sajjita hoya, lodhana pattothi surakshita pattivala, shubhalakshana ane gunothi yukta kulina ashvo jemam jodela hoya.\... Tatha ratha samchalanamam kushala, daksha sarathi dvara samchalita hoya, so – so banavala batrisha tunirothi parimamdita hoya, kavacha achchhadita agrabhagavala hoya, dhanusha – bana – praharana – kavachadi yuddhopakaranathi bharela hoya, yuddha tatpara yoddha mate sajavela hoya, Evo ratha mani ane ratnothi banavela bhumivala raja amgana, raja – amtahpura, ramya pradeshamam avagamana kare tyare badhi disha – vidishamam chotarapha uttama, manojnya, manohara, kana ane manane anamdakari madhura shabda phelaya chhe. Shum te dhvani a rathadina dhvani jevo chhe\? Na, te artha samartha nathi. Jema koi ratrimam vadana kushala manushya dvara kholamam laine chamdanana sarabhagathi rachita konana sparshathi uttara – mamda murchchhanavali vinane mamda – mamda tadita, kampita, prakampita, chalita, gharshita, kshubhita ane udirita karata badhi disha ane vidishamam chotarapha udara, sumdara, manojnya, manohara, karnapriya ane manamohaka dhvani gumje tevo a svara chhe\? Na, te artha samartha nathi. Jema koi kimnara, kimpurusha, mahoraga ke gamdharva bhadrashala – namdana – somanasa ke pamduka vanamam, himavamta – malaya ke meruni guphamam gayela ane eka sthane ekatha thai, avine betha hoya ane pota – potana samuha sathe upasthita, harshollasapurvaka krida karata, samgita – nritya – hasya – parihasa priya kinnaradina geya, padya, kathaniya, geyapadabaddha, patrabaddha, utkshipta, padamta, mamdamamda dholanatmaka, rochitavasana, sapta svarothi samanvita, shaddoshathi rahita, agiyara alamkara ane atha gunothi yukta, gumjarava vade dura – durana kshetrone vyapta karanara raga – ragini yukta trana sthana – trana karanathi shuddha gitona madhura bola, ava prakarano teno svara hoya chhe\? Ha, evo madhura svara te mani – trinathi nikale chhe. Sutra– 32. Te vanakhamdana te – te sthane, te – te deshamam aneka nani – nani vavo, pushkarinio, dirghika, gumjalika, sara – pamkti, bila – pamktio svachchha, shlakshna, rajatamaya kamthao, ati sama chhe. A jalashayo vajramaya pashanana, tapaniya talavala, suvarna – shubha – rajata valukana, vaidurya mani – sphatika patalana banela chhe. Sukhakari utarava – chadavana sthana chhe, Vividha mani subaddha chatushkona vava anukrame sujata, gambhira, shitala jalayukta, kamalapatra – bisa – mrinalathi dhamkela, ghana utpala, kumuda, nalina, subhaga, saugamdhika, pumdarika, shatapatra, sahasrapatra kamalothi sushobhita chhe. Tena upara paragane mate bhramarasamuha gumji rahyo chhe. Svachchha – nirmala jala vade bharela chhe. Kallola karata magaramachchha – kachaba adi temam ahim – tahim phari rahya chhe ane te vivadha pakshiona gamanagamanathi vyapta chhe. A jalashayomam ketalaka asavodaka, ketalaka varunodaka, ketalaka ghritodaka, ketalaka kshirodaka, ketalaka ksharodaka, ketalaka udakarasa vade yukta kahya chhe. Te prasadiya, darshaniya, abhirupa, pratirupa chhe. Te vava yavat kupapamktini chare dishamam trana – trana sumdara sopana banela chhe. Te trisopana pratirupakoni nemo vajra – ratnoni chhe, torana – dhvaja – chhatratichhatra purvavat janava. Te nani – nani vava yavat bilapamktiomam te – te deshamam ghana utpada parvato, jagati parvato chhe. Ketalaka dakamamdapa, dakanalaka, dakamamchako chhe, je umcha – nicha ane nana – mota amdolaka, prakshamdolaka chhe. Te badham ratnamaya, svachchha yavat pratirupa chhe. Te utpada parvata yavat prakshamdolakamam ghana hamsasana, kraumchasana, garudasana, unnatasana, pranatasana, dirghasana, pakshasana, bhadrasana, vrishabhasana, simhasana, padmasana, dishasauvastikadi sarve ratnamaya, svachchha yavat pratirupa chhe. Te vanakhamdomam tyam – tyam te – te deshamam ghana aligriha, maligriha, kadaligriha, latagriha, asanagriha, prekshanagriha, mamdanagriha, prasadhanagriha, garbhagriha, mohanagriha, shalagriha, jalagriha, chittagriha, kusumagriha, gamdhagriha, adarshagriha. Sarve ratnamaya, svachchha yavat pratirupa chhe. Te aligriha yavat adarshagrihamam ghana hamsasana yavat disha sauvastika asana sarve ratnamaya yavat pratirupa chhe. Te vanakhamdomam te – te deshamam tyam – tyam ghana jai – jui – navamalika – vasamti – suramallika – dadhivasuka – tamboli – mudrika – nagalata – atimuktalata ane asphovaka malukana mamdapo chhe. Te badha svachchha, sarvaratnamaya yavat pratirupa chhe. Te jai mamdapa yavat maluka mamdapamam ghana prithvimaya shilapattaka ke hamsasanana akare rahela chhe yavat dishasauvastikasanana akare rahela chhe. He ayushyaman shramano ! Tyam bija pana ghana mamsala, ghrishta, vishishta samsthana samsthita prithvi shilapattako, rahela chhe, tema kahyum chhe. Te ajinaka, ruta, bura, navanita, tula sparshavala, sarve ratnamaya, nirmala yavat pratirupa chhe. Tyam ghana vaimanika deva – devio bese chhe, suve chhe, ubhe chhe, vishrama kare chhe, padakham badale chhe, hase chhe, rame chhe, lila – krida – kitta – mohana kare chhe. E rite purve juna samchita karela, supratikramta, shubha, karela karmona kalyanamaya, shubha phalaprada vipaka anubhave chhe. Sutra samdarbha– 31, 32 |