Sutra Navigation: Rajprashniya ( રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105720
Scripture Name( English ): Rajprashniya Translated Scripture Name : રાજપ્રશ્નીય ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

सूर्याभदेव प्रकरण

Translated Chapter :

સૂર્યાભદેવ પ્રકરણ

Section : Translated Section :
Sutra Number : 20 Category : Upang-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं समणे भगवं महावीरे सूरियाभस्स देवस्स तीसे य महतिमहालियाए इसिपरिसाए मुनिपरिसाए अतिपरिसाए विदुपरिसाए देवपरिसाए खत्तियपरिसाए इक्खागपरिसाए कोरव्वपरिसाए अनेगसयाए अनेगवंदाए अनेगसयवंदपरिवाराए परिसाए ओहबले अइबले महब्बले अपरिमियबल वीरिय तेय माहप्प कंतिजुत्ते सारय नवत्थणिय महुरगंभीर कोंचनिग्घोस दुंदुभिस्सरे, उरे वित्थडाए कंठे वट्टियाए सिरे समाइण्णाए अगरलाए अमम्मणाए सुव्वत्तक्खरसन्निवाइयाए पुण्णरत्ताए सव्वभासाणुगा-मिणीए सरस्सईए जोयणणीहारिणा सरेणं अद्धमागहाए भासाए भासइ– अरिहा धम्मं परिकहेइ जाव परिसा जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया।
Sutra Meaning : સૂત્ર– ૨૦. ત્યારે શ્રમણ ભગવન્‌ મહાવીરે સૂર્યાભદેવને અને તે મહા – વિશાળ પર્ષદાને ધર્મ કહ્યો યાવત્‌ પર્ષદા પાછી ફરી. સૂત્ર– ૨૧. ત્યારે તે સૂર્યાભદેવે શ્રમણ ભગવન્‌ મહાવીર પાસે ધર્મ સાંભળી – સમજીને, હર્ષિત – સંતુષ્ટ યાવત્‌ પ્રસન્ન હૃદયી થઈ ઉત્થાન વડે ઊઠે છે, ઊઠીને શ્રમણ ભગવન્‌ મહાવીરને વાંદે છે – નમે છે, વાંદી – નમીને આમ કહ્યું – હે ભગવન્‌ ! હું સૂર્યાભદેવ ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? સમ્યક્‌ દૃષ્ટિ છું કે મિથ્યાદૃષ્ટિ ?, પરિત્ત સંસારી છું કે અનંત સંસારી ? સુલભબોધિ છું કે દુર્લભબોધિ ? આરાધક છું કે વિરાધક ? ચરમ છું કે અચરમ ? શ્રમણ ભગવન્‌ મહાવીરે સૂર્યાભદેવને આમંત્રીને કહ્યું – હે સૂર્યાભ ! તું ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી યાવત્‌ ચરિમ છે – અચરિમ નથી. સૂત્ર– ૨૨. ત્યારે સૂર્યાભદેવ, શ્રમણ ભગવન્‌ મહાવીરે આમ કહેતા હર્ષિત – સંતુષ્ટ, આનંદિચિત્ત, પરમસૌમનસ્યિક થઈને શ્રમણ ભગવન્‌ મહાવીરને વાંદે છે – નમે છે, વાંદી – નમીને આમ કહ્યું – હે ભગવન્‌! આપ બધું જાણો છો, બધું જુઓ છો, સર્વ કાળને જાણો છો, સર્વ કાળને જુઓ છો, સર્વે ભાવને જાણો છો – સર્વ ભાવને જુઓ છો. તેથી હે દેવાનુપ્રિય ! પહેલાં કે પછી, મારી આ સ્વરૂપની દિવ્ય દેવર્દ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાગ કઈ રીતે લબ્ધ – પ્રાપ્ત – અભિસન્મુખ થયો, તેને જાણો છો. તો હે દેવાનુપ્રિય ! હું આપની ભક્તિપૂર્વક ગૌતમાદિ શ્રમણ નિર્ગ્રન્થોને દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ, બત્રીશ પ્રકારે નૃત્યવિધિને દેખાડવા ઇચ્છુ છું. સૂત્ર– ૨૩. ત્યારે શ્રમણ ભગવન્‌ મહાવીર, સૂર્યાભદેવે આમ કહેતા, સૂર્યાભદેવની આ વાતનો ન આદર કર્યો, ન જાણી, પણ મૌનપૂર્વક રહ્યા, ત્યારે તે સૂર્યાભદેવે શ્રમણ ભગવન્‌ મહાવીરને બીજી વખત પણ આમ કહ્યું – ભગવન્‌ ! આપ બધું જાણો છો યાવત્‌ નૃત્યવિધિ દેખાડવા ઇચ્છુ છું. એમ કરી શ્રમણ ભગવન્‌ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરી, વંદન – નમન કરી, ઇશાન દિશામાં ગયો, જઈને વૈક્રિય સમુદ્‌ઘાતથી સમવહત થયો. થઈને સંખ્યાત યોજન દંડ કાઢે છે, કાઢીને યથાબાદર પુદ્‌ગલ છોડીને, યથાસૂક્ષ્મને ગ્રહણ કરીને, બીજી વખત વૈક્રિય સમુદ્‌ઘાત કરીને યાવત્‌ બહુસમ રમણીય ભૂમિભાગને વિકુર્વે છે. તે ભૂમિભાગ આલિંગપુષ્કર યાવત્‌ મણિના સ્પર્શ જેવો હતો. તે બહુસમ રમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશભાગે પ્રેક્ષાઘર મંડપ વિકુર્વે છે. અનેક શત સ્તંભ સંનિવિષ્ટાદિ હતો. તે બહુસમ રમણીય ભૂમિભાગને વિકુર્વીને ચંદરવો, અક્ષાટક, મણિપીઠિકાને વિકુર્વે છે. તે મણિપીઠિકાની ઉપર સિંહાસન, સપરિવારને યાવત્‌ મુક્તાદામોથી શોભિત થઈ રહેલું હતું. ત્યારે તે સૂર્યાભદેવ શ્રમણ ભગવન્‌ મહાવીરને જોઈને પ્રણામ કરે છે, કરીને ‘ભગવન્‌ ! મને આજ્ઞા આપો.’ એમ કહી શ્રેષ્ઠ સિંહાસને જઈને તીર્થંરાભિમુખ સુખપૂર્વક બેઠો. ત્યારપછી તે સૂર્યાભદેવે પ્રથમ વિવિધ મણિ – કનક – રત્નનો વિમલ – મહાર્હ – નિપુણ શિલ્પીથી નિર્મિત, ચમકતા, રચિત, મહા આભરણ, કટક, ત્રુટિત, શ્રેષ્ઠ ઉજ્જવલ આભૂષણ, પીવર પ્રલંબ દક્ષિણ ભૂજાને પસારે છે. ત્યારપછી તે ફેલાવેલી જમણી ભુજામાંથી સમાન શરીરવાળા, સમાન ત્વચાવાળા, સમાન વયયુક્ત, સમાન લાવણ્ય – રૂપ – યૌવન – ગુણોથી યુક્ત, એક જેવા આભરણ – વસ્ત્ર – નાટ્યોપકરણથી સુસજ્જિત, સ્કંધ અને બંને તરફ લટકતા પલ્લુવાળા ઉત્તરીય વસ્ત્રને ધારણ કરેલ, શરીર ઉપર વિવિધ રંગી કંચૂક વસ્ત્ર પહેરેલ, હવાના ઝોકાથી વિનિર્ગત ફેણ જેવી પ્રતીત ઝાલરયુક્ત વિચિત્ર, દેદીપ્યમાન લટકતા અધોવસ્ત્રોને ધારણ કરેલ, એકાવલી આદિથી શોભતા કંઠ અને વક્ષઃસ્થળ વાળા તથા નૃત્ય કરવા તત્પર એવા ૧૦૮ દેવકુમારોને ભૂજામાંથી બહાર કાઢે છે. ત્યારપછી વિવિધ મણિ યાવત્‌ પીવર પ્રલંબ ડાબી ભૂજા પસારે છે. તે ફેલાવેલી ડાબી ભુજામાંથી સમાન શરીરવાળા, સમાન ત્વચાવાળા, સમાન વયયુક્ત, સમાન લાવણ્ય – રૂપ – યૌવન – ગુણોથી યુક્ત, એક જેવા આભરણ, વસ્ત્ર, ગૃહિત નિયોગ, લલાટ ઉપર તિલક, મસ્તક ઉપર આમેલક, ગળામાં ગ્રૈવેયક અને કંચૂકી ધારણ કરેલ, વિવિધ મણિ – રત્નોના આભૂષણોથી વિરાજિત અંગ – પ્રત્યંગો વાળી, ચંદ્ર જેવા મુખવાળી, ચંદ્રાર્દ્ધ સમાન લલાટવાળી, ચંદ્રથી અધિક સૌમ્ય દર્શનવાળી, ઉલ્કાવત ઉદ્યોતીત, શૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી, હસિત – ભણિત – ચેષ્ટિત – વિલાસ – સલલિત સંલાપ – નિપુણ યુક્તોપચાર કુશળ – ગૃહીત આયોગ નૃત્ય સજ્જ ૧૦૮ દેવકુમારિકાઓ નીકળી. ત્યારપછી તે સૂર્યાભદેવે ૧૦૮ શંખ અને ૧૦૮ શંખવાદકો વિકુર્વ્યા. ૧૦૮ શૃંગ – ૧૦૮ શૃંગવાદકો, ૧૦૮ શંખિકા – ૧૦૮ શંખિકા વાદકો, ૧૦૮ – ખરમુખી, ૧૦૮ – ખરમુખી વાદકો, ૧૦૮ પેયો, ૧૦૮ પેયવાદકો, ૧૦૮ પીરપીરિકા વિકુર્વી. એ પ્રમાણે ૪૯ પ્રકારના વાદ્યો અને ૪૯ પ્રકારના વાદકો વિકુર્વ્યા. ત્યારપછી તે ઘણા દેવકુમારો અને દેવકુમારીઓ સૂર્યાભદેવે બોલાવતા હર્ષિત, સંતુષ્ટ યાવત્‌ પ્રસન્ન હૃદયી થઇ સૂર્યાભદેવ પાસે આવ્યા, આવીને સૂર્યાભદેવને બે હાથ જોડીને યાવત્‌ વધાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! અમારે જે કરવા યોગ્ય છે, તેની આજ્ઞા કરો. ત્યારે સૂર્યાભદેવે તે ઘણા દેવકુમારો અને દેવકુમારીઓને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે જાઓ. શ્રમણ ભગવન્‌ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ – પ્રદક્ષિણા કરો, કરીને વંદન – નમસ્કાર કરો, વાંદી – નમીને ગૌતમાદિ શ્રમણ નિર્ગ્રન્થોને તે દિવ્ય દેવઋદ્ધિ – દિવ્ય દેવદ્યુતિ, દિવ્ય દેવાનુભાવ, દિવ્ય બત્રીશ બદ્ધ નૃત્યવિધિ દેખાડો. દેખાડીને જલદીથી મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે ઘણા દેવકુમારો અને દેવકુમારીઓ સૂર્યાભદેવે આ પ્રમાણે કહેતા હર્ષિત સંતુષ્ટ યાવત્‌ પ્રસન્ન હૃદયી થઇ યાવત્‌ બે હાથ જોડી યાવત્‌ આજ્ઞાનો સ્વીકાર કરે છે. સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને શ્રમણ ભગવન્‌ મહાવીરને યાવત્‌ નમીને ગૌતમાદિ શ્રમણ નિર્ગ્રન્થો પાસે આવે છે. ત્યારપછી તે ઘણા દેવકુમારો અને દેવકુમારીઓ પંક્તિબદ્ધ થઈને એકસાથે એકઠા થયા, થઈને એકસાથે પંક્તિબદ્ધ થયા, પંક્તિબદ્ધ થઈને એકસાથે નમ્યા, નમીને એકસાથે પોતાના મસ્તક ઉપર કરી સીધા ઊભા રહ્યા. આ ક્રમે જ ફરી બધા એકસાથે મળીને નીચે નમે અને ફરી મસ્તક ઊંચા કરી સીધા ઊભા રહ્યા. પછી કંઈક નીચા નમ્યા અને ફરી ઊભા થયા. પછી અલગ – અલગ ફેલાઈ ગયા અને પછી યથાયોગ્ય નૃત્ય – ગીત આદિના ઉપકરણો લઈને એક સાથે વગાડવા લાગ્યા, ગાવા અને નૃત્ય કરવા લાગ્યા. તેમનું સંગીત આવા પ્રકારનું હતું. ઉરથી મંદ, શિરથી તાર, કંઠથી વિતાર, ત્રણ પ્રકારે ત્રિસમય રેચકથી રચિત હતું. સંગીતના ગુંજારવથી સમસ્ત પ્રેક્ષાગૃહ ગુંજવા લાગ્યુ. ગેય રાગ – રાગણીને અનુરૂપ હતું. ત્રિસ્થાન – ત્રિકરણથી શુદ્ધ હતું. ગુંજતી એવી બંસરી અને વીણાના સ્વરોથી એકરૂપે મળેલ હતું. એક – બીજાની વાગતી હથેળીના સ્વરનું અનુસરણ કરતી હતી. મુરજ અને કંશિકાદિ વાદ્યોની ઝંકાર તથા નર્તકોના પાદક્ષેપ સાથે મેળ ખાતો હતો. વીણા આદિ વાદ્ય – ધૂનોનું અનુકરણ કરનારા હતા. કોયલની કુહૂક જેવો મધુર તથા સર્વ પ્રકારે સમ, સલલિત, મનોહર, મૃદુ, રિભિત, પદસંચાર યુક્ત, શ્રોતાઓને રતિકર, શ્રેષ્ઠ ચારુ રૂપ, દિવ્ય નૃત્યસજ્જ, ગેય પ્રગીત હતું. દેવકુમારોના તે વાજિંત્રો કેવા હતા ? ઉદ્ધમંત શંખ, શૃંગ, શંખિકા, ખરમુખી, પેયા, પરપિરિકા હતી. પ્રણવ અને પટહ(ઢોલ અને નગારા)ની આહત કરતા હતા. ભંભા અને હોરંભ ઉપર આસ્ફાલન કરતા હતા, વીણા અને વિપંચી વગાડતા હતા, ભેરી, ઝલ્લરી અને દુંદુભીને તાડિત કરતા હતા, મુરજ – મૃદંગ – નંદી અને મૃદંગનો આલાપ કરતા હતા, આલિંગ – કુસ્તુંબ – ગોમુખી – અને માદલને ઉત્તાડન કરતા હતા, વીણા – વિપ્રંચી અને વલ્લકીને મૂર્ચ્છિત કરતા હતા, મહતી વીણા – કચ્છપી અનેચિત્ર વીણાને કૂટતા, બદ્ધીસ, સુઘોષા અને નંદીઘોષાનું સારણ કરતા હત...તથા. ... ભ્રામરી, ષડ્‌ભ્રામરી અને પરિવાદની વીણાનું સ્ફોટન કરતા હતા, તૂણ અને તુંબવીણાનો સ્પર્શ કરતા હતા, આમોટ, ઝાંઝકુંભ અને નકુલને ખણ ખણાવતા હતા, મૃદંગ, હુડુક્ક અને વિચિક્કી ધીમેથી સ્પર્શતા હતા, કરડ, ડિંડિમ, કિણિત અને કડંબને વગાડતા હતા. દર્દરક, દર્દરિકા, કુસ્તુંબુરુ, કલશિકા અને મડ્ડને જોરજોરથી તાડિત કરતા હતા. તલ, તાલ અને કાંસ્યતાલને ધીમેથી તાડિત કરતા હતા, રિંગિરિસિકા, લત્તિકા, મકરિકા અને શિશુ – મારિકાનું ઘટ્ટન કરતા હતા, વંશી, વેણુ, વાલી, પરિલ્લી અને બદ્ધકોને ફૂંકતા હતા. એ રીતે બધા પોત – પોતાના વાદ્ય વગાડતા હતા. ત્યારપછી તે દિવ્ય ગીત, દિવ્ય નૃત્ય, દિવ્ય વાજિંત્ર તથા અદ્‌ભુત શૃંગાર, ઉદાર, મનોજ્ઞ, મનહર ગીત, મનહર નૃત્ય, મનહર વાદ્ય, એ બધું ચિત્તને આક્ષેપક, કહકહરૂપ, દિવ્ય દેવરમણમાં પ્રવૃત્ત હતા. ત્યારપછી ઘણા દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર સમક્ષ સ્વસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત્ત, વર્દ્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, દર્પણ. આ આઠ મંગલ દ્રવ્યોના આકાર નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી. સૂત્ર સંદર્ભ– ૨૦–૨૩
Mool Sutra Transliteration : [sutra] tae nam samane bhagavam mahavire suriyabhassa devassa tise ya mahatimahaliyae isiparisae muniparisae atiparisae viduparisae devaparisae khattiyaparisae ikkhagaparisae koravvaparisae anegasayae anegavamdae anegasayavamdaparivarae parisae ohabale aibale mahabbale aparimiyabala viriya teya mahappa kamtijutte saraya navatthaniya mahuragambhira komchanigghosa dumdubhissare, ure vitthadae kamthe vattiyae sire samainnae agaralae amammanae suvvattakkharasannivaiyae punnarattae savvabhasanuga-minie sarassaie joyananiharina sarenam addhamagahae bhasae bhasai– ariha dhammam parikahei java parisa jameva disim paubbhuya tameva disim padigaya.
Sutra Meaning Transliteration : Sutra– 20. Tyare shramana bhagavan mahavire suryabhadevane ane te maha – vishala parshadane dharma kahyo yavat parshada pachhi phari. Sutra– 21. Tyare te suryabhadeve shramana bhagavan mahavira pase dharma sambhali – samajine, harshita – samtushta yavat prasanna hridayi thai utthana vade uthe chhe, uthine shramana bhagavan mahavirane vamde chhe – name chhe, vamdi – namine ama kahyum – He bhagavan ! Hum suryabhadeva bhavasiddhika chhum ke abhavasiddhika\? Samyak drishti chhum ke mithyadrishti\?, paritta samsari chhum ke anamta samsari\? Sulabhabodhi chhum ke durlabhabodhi\? Aradhaka chhum ke viradhaka\? Charama chhum ke acharama\? Shramana bhagavan mahavire suryabhadevane amamtrine kahyum – he suryabha ! Tum bhavasiddhika chhe, abhavasiddhika nathi yavat charima chhe – acharima nathi. Sutra– 22. Tyare suryabhadeva, shramana bhagavan mahavire ama kaheta harshita – samtushta, anamdichitta, paramasaumanasyika thaine shramana bhagavan mahavirane vamde chhe – name chhe, vamdi – namine ama kahyum – He bhagavan! Apa badhum jano chho, badhum juo chho, sarva kalane jano chho, sarva kalane juo chho, sarve bhavane jano chho – sarva bhavane juo chho. Tethi he devanupriya ! Pahelam ke pachhi, mari a svarupani divya devarddhi, divya devadyuti, divya devanubhaga kai rite labdha – prapta – abhisanmukha thayo, tene jano chho. To he devanupriya ! Hum apani bhaktipurvaka gautamadi shramana nirgranthone divya devariddhi, divya devadyuti, divya devanubhava, batrisha prakare nrityavidhine dekhadava ichchhu chhum. Sutra– 23. Tyare shramana bhagavan mahavira, suryabhadeve ama kaheta, suryabhadevani a vatano na adara karyo, na jani, pana maunapurvaka rahya, Tyare te suryabhadeve shramana bhagavan mahavirane biji vakhata pana ama kahyum – bhagavan ! Apa badhum jano chho yavat nrityavidhi dekhadava ichchhu chhum. Ema kari shramana bhagavan mahavirane trana vakhata adakshina – pradakshina kari, vamdana – namana kari, ishana dishamam gayo, jaine vaikriya samudghatathi samavahata thayo. Thaine samkhyata yojana damda kadhe chhe, kadhine yathabadara pudgala chhodine, yathasukshmane grahana karine, biji vakhata vaikriya samudghata karine yavat bahusama ramaniya bhumibhagane vikurve chhe. Te bhumibhaga alimgapushkara yavat manina sparsha jevo hato. Te bahusama ramaniya bhumibhagana bahumadhya deshabhage prekshaghara mamdapa vikurve chhe. Aneka shata stambha samnivishtadi hato. Te bahusama ramaniya bhumibhagane vikurvine chamdaravo, akshataka, manipithikane vikurve chhe. Te manipithikani upara simhasana, saparivarane yavat muktadamothi shobhita thai rahelum hatum. Tyare te suryabhadeva shramana bhagavan mahavirane joine pranama kare chhe, karine ‘bhagavan ! Mane ajnya apo.’ ema kahi shreshtha simhasane jaine tirthamrabhimukha sukhapurvaka betho. Tyarapachhi te suryabhadeve prathama vividha mani – kanaka – ratnano vimala – maharha – nipuna shilpithi nirmita, chamakata, rachita, maha abharana, kataka, trutita, shreshtha ujjavala abhushana, pivara pralamba dakshina bhujane pasare chhe. Tyarapachhi te phelaveli jamani bhujamamthi samana shariravala, samana tvachavala, samana vayayukta, samana lavanya – rupa – yauvana – gunothi yukta, eka jeva abharana – vastra – natyopakaranathi susajjita, skamdha ane bamne tarapha latakata palluvala uttariya vastrane dharana karela, sharira upara vividha ramgi kamchuka vastra paherela, havana jhokathi vinirgata phena jevi pratita jhalarayukta vichitra, dedipyamana latakata adhovastrone dharana karela, ekavali adithi shobhata kamtha ane vakshahsthala vala tatha nritya karava tatpara eva 108 devakumarone bhujamamthi bahara kadhe chhe. Tyarapachhi vividha mani yavat pivara pralamba dabi bhuja pasare chhe. Te phelaveli dabi bhujamamthi samana shariravala, samana tvachavala, samana vayayukta, samana lavanya – rupa – yauvana – gunothi yukta, eka jeva abharana, vastra, grihita niyoga, lalata upara tilaka, mastaka upara amelaka, galamam graiveyaka ane kamchuki dharana karela, vividha mani – ratnona abhushanothi virajita amga – pratyamgo vali, chamdra jeva mukhavali, chamdrarddha samana lalatavali, chamdrathi adhika saumya darshanavali, ulkavata udyotita, shrimgarana griha jevi, sumdara veshavali, hasita – bhanita – cheshtita – vilasa – salalita samlapa – nipuna yuktopachara kushala – grihita ayoga nritya sajja 108 devakumarikao nikali. Tyarapachhi te suryabhadeve 108 shamkha ane 108 shamkhavadako vikurvya. 108 shrimga – 108 shrimgavadako, 108 shamkhika – 108 shamkhika vadako, 108 – kharamukhi, 108 – kharamukhi vadako, 108 peyo, 108 peyavadako, 108 pirapirika vikurvi. E pramane 49 prakarana vadyo ane 49 prakarana vadako vikurvya. Tyarapachhi te ghana devakumaro ane devakumario suryabhadeve bolavata harshita, samtushta yavat prasanna hridayi thai suryabhadeva pase avya, avine suryabhadevane be hatha jodine yavat vadhavine ama kahyum – He devanupriya ! Amare je karava yogya chhe, teni ajnya karo. Tyare suryabhadeve te ghana devakumaro ane devakumarione ama kahyum – He devanupriyo ! Tame jao. Shramana bhagavan mahavirane trana vakhata adakshina – pradakshina karo, karine vamdana – namaskara karo, vamdi – namine gautamadi shramana nirgranthone te divya devariddhi – divya devadyuti, divya devanubhava, divya batrisha baddha nrityavidhi dekhado. Dekhadine jaladithi mari a ajnya pachhi sompo. Tyare te ghana devakumaro ane devakumario suryabhadeve a pramane kaheta harshita samtushta yavat prasanna hridayi thai yavat be hatha jodi yavat ajnyano svikara kare chhe. Svikarine shramana bhagavamta mahavira pase ave chhe, avine shramana bhagavan mahavirane yavat namine gautamadi shramana nirgrantho pase ave chhe. Tyarapachhi te ghana devakumaro ane devakumario pamktibaddha thaine ekasathe ekatha thaya, thaine ekasathe pamktibaddha thaya, pamktibaddha thaine ekasathe namya, namine ekasathe potana mastaka upara kari sidha ubha rahya. A krame ja phari badha ekasathe maline niche name ane phari mastaka umcha kari sidha ubha rahya. Pachhi kamika nicha namya ane phari ubha thaya. Pachhi alaga – alaga phelai gaya ane pachhi yathayogya nritya – gita adina upakarano laine eka sathe vagadava lagya, gava ane nritya karava lagya. Temanum samgita ava prakaranum hatum. Urathi mamda, shirathi tara, kamthathi vitara, trana prakare trisamaya rechakathi rachita hatum. Samgitana gumjaravathi samasta prekshagriha gumjava lagyu. Geya raga – raganine anurupa hatum. Tristhana – trikaranathi shuddha hatum. Gumjati evi bamsari ane vinana svarothi ekarupe malela hatum. Eka – bijani vagati hathelina svaranum anusarana karati hati. Muraja ane kamshikadi vadyoni jhamkara tatha nartakona padakshepa sathe mela khato hato. Vina adi vadya – dhunonum anukarana karanara hata. Koyalani kuhuka jevo madhura tatha sarva prakare sama, salalita, manohara, mridu, ribhita, padasamchara yukta, shrotaone ratikara, shreshtha charu rupa, divya nrityasajja, geya pragita hatum. Devakumarona te vajimtro keva hata\? Uddhamamta shamkha, shrimga, shamkhika, kharamukhi, peya, parapirika hati. Pranava ane pataha(dhola ane nagara)ni ahata karata hata. Bhambha ane horambha upara asphalana karata hata, vina ane vipamchi vagadata hata, bheri, jhallari ane dumdubhine tadita karata hata, muraja – mridamga – namdi ane mridamgano alapa karata hata, alimga – kustumba – gomukhi – ane madalane uttadana karata hata, vina – vipramchi ane vallakine murchchhita karata hata, mahati vina – kachchhapi anechitra vinane kutata, baddhisa, sughosha ane namdighoshanum sarana karata hata...Tatha.\... Bhramari, shadbhramari ane parivadani vinanum sphotana karata hata, tuna ane tumbavinano sparsha karata hata, amota, jhamjhakumbha ane nakulane khana khanavata hata, mridamga, hudukka ane vichikki dhimethi sparshata hata, karada, dimdima, kinita ane kadambane vagadata hata. Dardaraka, dardarika, kustumburu, kalashika ane maddane jorajorathi tadita karata hata. Tala, tala ane kamsyatalane dhimethi tadita karata hata, rimgirisika, lattika, makarika ane shishu – marikanum ghattana karata hata, vamshi, venu, vali, parilli ane baddhakone phumkata hata. E rite badha pota – potana vadya vagadata hata. Tyarapachhi te divya gita, divya nritya, divya vajimtra tatha adbhuta shrimgara, udara, manojnya, manahara gita, manahara nritya, manahara vadya, e badhum chittane akshepaka, kahakaharupa, divya devaramanamam pravritta hata. Tyarapachhi ghana devakumaro ane devakumarioe shramana bhagavamta mahavira samaksha svastika, shrivatsa, namdyavartta, varddhamanaka, bhadrasana, kalasha, matsya, darpana. A atha mamgala dravyona akara namaka divya nrityavidhi dekhadi. Sutra samdarbha– 20–23