Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104908 | ||
Scripture Name( English ): | Gyatadharmakatha | Translated Scripture Name : | ધર્મકથાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-१ अध्ययन-१८ सुंसमा |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૮ સુંસમા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 208 | Category : | Ang-06 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तरसमस्स नायज्झयणस्स अयमट्ठे पन्नत्ते, अट्ठारसमस्स णं भंते! नायज्झयणस्स के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! तेणं कालेणं तेणं समएणं रायगिहे नामं नयरे होत्था–वण्णओ। तत्थ णं धने नामं सत्थवाहे। भद्दा भारिया। तस्स णं धनस्स सत्थवाहस्स पुत्ता भद्दाए अत्तया पंच सत्थवाहदारगा होत्था, तं जहा–धने धणपाले धणदेवे धणगोवे धणरक्खिए। तस्स णं धनस्स सत्थवाहस्स धूया भद्दाए अत्तया पंचण्हं पुत्ताणं अनुमग्गजाइया सुंसुमा नामं दारिया होत्था–सूमालपाणिपाया। तस्स णं धनस्स सत्थवाहस्स चिलाए नामं दासचेडे होत्था–अहीनपंचिंदियसरीरे मंसोवचिए बालकीलावणकुसले यावि होत्था। तए णं से दासचेडे सुंसुमाए दारियाए बालग्गाहे जाए यावि होत्था, सुंसुमं दारियं कडीए गिण्हइ, गिण्हित्ता बहूहिं दारएहिं य दारियाहिं य डिंभरएहि य डिंभियाहि य कुमारएहि य कुमारियाहि य सद्धिं अभिरममाणे-अभिरममाणे विहरइ। तए णं से चिलाए दासचेडे तेसिं बहूणं दारयाण य दारियाण य डिंभयाण य डिंभियाण य कुमारयाण य कुमारियाण य अप्पेगइयाणं खुल्लए अवहरइ, अप्पेगइयाणं वट्टए अवहरइ, अप्पेग-इयाणं आडोलियाओ अवहरइ, अप्पेगइयाणं तिंदूसए अवहरइ, अप्पेगइयाणं पोत्तुल्लए अवहरइ, अप्पेगइयाणं साडोल्लए अवहरइ, अप्पेगइयाणं आभरणमल्लालंकारं अवहरइ, अप्पेगइए आउसइ अवहसइ निच्छोडेइ निब्भच्छेइ तज्जेइ तालेइ। तए णं ते बहवे दारगा य दारिया य डिंभया य डिंभिया य कुमारया य कुमारिया य रोयमाणा य कंदमाणा य सोयमाणा य तिप्पमाणा य विलवमाणा य साणं-साणं अम्मापिऊणं निवेदेंति। तए णं तेसिं बहूणं दारयाण य दारियाण य डिंभयाण य डिंभियाण य कुमारयाण य कुमारियाण य अम्मापियरो जेणेव धने सत्थवाहे तेणेव उवागच्छति, उवागच्छित्ता धनं सत्थवाहं बहूहिं खिज्जणियाहि य रुंटणाहि य उवलंभणाहि य खिज्जमाणा य रुंटमाणा य उवलंभमाणा य धनस्स सत्थवाहस्स एयमट्ठं निवेदेंति। तए णं से धने सत्थवाहे चिलायं दासचेडं एयमट्ठं भुज्जो-भुज्जो निवारेइ, नो चेव णं चिलाए दासचेडे उवरमइ। तए णं से चिलाए दासचेडे तेसिं बहूणं दारयाण य दारियाण य डिंभयाण य डिंभियाण य कुमारयाण य कुमारियाण य अप्पेगइयाणं खुल्लए अवहरइ अप्पेगइयाणं वट्टए अवहरइ, अप्पेग-इयाणं आडोलियाओ अवहरइ, अप्पेगइयाणं तिंदूसए अवहरइ, अप्पेगइयाणं पोत्तुल्लए अवहरइ, अप्पेगइयाणं साडोल्लए अवहरइ, अप्पेगइयाणं आभरणमल्लालंकारं अवहरइ, अप्पेगइए आउसइ अवहसइ निच्छोडेइ निब्भच्छेइ तज्जेइ तालेइ। तए णं ते बहवे दारगा य दारिया य डिंभया य डिंभिया य कुमारया य कुमारिया य रोयमाणा य कंदमाणा य सोयमाणा य तिप्पमाणा य विलवमाणा य साणं-साणं अम्मापिऊणं निवेदेंति। तए णं ते आसुरुत्ता रुट्ठा कुविया चंडिक्किया मिसिमिसेमाणा जेणेव धने सत्थवाहे तेणेव उवागच्छति, उवागच्छित्ता बहूहिं खिज्जणाहि य रुंटणाहि य उवलंभणाहि य खिज्जमाणा य रुंटमाणा य उवलंभमाणा य धनस्स सत्थवाहस्स एयमट्ठं निवेदेंति। तए णं से धने सत्थवाहे बहूणं दारगाणं दारियाणं डिंभयाणं डिंभियाणं कुमारयाणं कुमारियाणं अम्मापिऊण अंतिए एयमट्ठं सोच्चा आसुरुत्ते रुट्ठे कुविए चंडिक्किए मिसिमिसेमाणे चिलायं दासचेडं उच्चावयाहिं आउसणाहिं आउसइ उद्धंसइ निब्भच्छेइ निच्छोडेइ तज्जेइ उच्चावयाहिं तालणाहिं तालेइ साओ गिहाओ निच्छुभइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૮. ભગવન્ ! જો શ્રમણ ભગવંત મહાવીર સ્વામીએ જ્ઞાતાધર્મકથાના સતરમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો ભગવંતે અઢારમાં જ્ઞાતઅધ્યયનનો અર્થ શું કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે, તે સમયે રાજગૃહ નામે નગર હતું. ત્યાં ધન્ય સાર્થવાહ હતો, ભદ્રા તેની પત્ની હતી. તે ધન્ય સાર્થવાહના પુત્રો અને ભદ્રાના આત્મજો, પાંચ સાર્થવાહ પુત્રો થયા. તે આ – ધન, ધનપાલ, ધનદેવ, ધનગોપ, ધનરક્ષિત. તે ધન્ય સાર્થવાહની પુત્રી, ભદ્રાની આત્મજા અને પાંચ પુત્રો પછી જન્મેલી, સુકુમાલ હાથ – પગવાળી સુંસુમા નામે પુત્રી હતી. તે ધન્ય સાર્થવાહને ચિલાત નામે દાસપુત્ર હતો. તે પાંચે ઇન્દ્રિયો અને શરીરથી પરિપૂર્ણ હતો, માંસોપચિત હતો. બાળકોને રમાડવામાં કુશળ હતો. તે દાસચેટક સુંસુમા બાલિકાનો બાલગ્રાહક નિયત કરાયો. તે સુંસુમાને કમરમાં લઈને અને ઘણા બાળક – બાલિકા, બચ્ચા – બચ્ચી, કુમાર – કુમારીઓની સાથે અભિરમણ કરતો – કરતો વિચરતો હતો. ત્યારે તે ચિલાત દાસચેટક, તે ઘણા બાળકો આદિમાં કેટલાક કોડીઓ હરી લેતો, એ જ રીતે લખોટી, આડોલિકા, દડા, કપડાની ઢીંગલી, ઉત્તરીય વસ્ત્ર આદિ હરી લેતો, કોઈના આભરણ – અલંકાર હરી લેતો, કોઈ પરત્વે આક્રોશ કરતો, એ પ્રમાણે હાંસી કરતો, ઠગતો, ભર્ત્સના – તર્જના કરતો, મારતો, ત્યારે ઘણા બાળકો આદિ રડતા રડતા યાવત્ માતા – પિતા પાસે ફરિયાદ કરતા. ત્યારે તે ઘણા બાળકો આદિના માતા – પિતા ધન્ય સાર્થવાહ પાસે આવી, ધન્ય સાર્થવાહને ખેદથી, રુદનથી, ઉપાલંભથી, ખેદ કરતા – રડતા – ઉપાલંભ આપતા ધન્યને આ વાત જણાવી. ત્યારે ધન્યએ ચિલાતને આ વાત માટે વારંવાર અટકાવ્યો. પરંતુ ચિલાત અટક્યો નહીં. ત્યારપછી તે ચિલાત દાસચેટક ઘણા બાળકો આદિમાંથી કેટલાકની કોડીઓ હરી લેતો યાવત્ કેટલાકને મારતો, ત્યારે ઘણા બાળકોએ રોતા – રોતા યાવત્ માતાપિતાને જણાવ્યુ. ત્યારે તેઓએ ક્રોધિત થઈને ધન્ય સાર્થવાહ પાસે આવીને ઘણા ખેદયુક્ત વચનોથી યાવત્ આ વૃત્તાંત કહ્યો. ત્યારે ધન્ય સાર્થવાહે ઘણા દારક આદિના માતા – પિતાની પાસે આ અર્થ સાંભળીને, ક્રોધિત થઈ ચિલાત દાસચેટકને ઊંચા – નીચા આક્રોશ વચનથી, આક્રોશ કરી, તિરસ્કારી, ભર્ત્સના કરી, તર્જના કરી, તાડના વડે તાડના કરી, ઘેરથી કાઢી મૂક્યો. સૂત્ર– ૨૦૯. ત્યારે તે ચિલાત દાસચેટક પોતાના ઘેરથી કાઢી મૂકાતા રાજગૃહ નગરના શૃંગાટક યાવત્ માર્ગોમાં, દેવકુલમાં, સભામાં, પરબમાં, જુગારીના અડ્ડામાં, વેશ્યાગૃહોમાં, પાનગૃહોમાં સુખે – સુખે વૃદ્ધિ પામવા લાગ્યો. ત્યારે તે ચિલાત દાસચેટકને કોઈ રોકનાર – અટકાવનાર ન રહેવાથી, સ્વચ્છંદમતિ, સ્વેચ્છાચારી, મદ્ય – ચોરી – માંસ – જુગાર – વેશ્યા અને પરસ્ત્રીમાં આસક્ત થઈ ગયો. તે રાજગૃહ નગરથી થોડે દૂર દક્ષિણ – પૂર્વ દિશામાં સિંહગુફા નામે ચોરપલ્લી હતી. વિષમગિરિ કડગ કોડંબ સંનિવિષ્ટ, વાંસની ઝાડીના પ્રાકારથી ઘેરાયેલી, છિન્ન શૈલ – વિષમ પ્રપાતરૂપી પરિખાથી ઢંકાયેલ, એક દ્વારવાળી, અનેક ખંડી, જાણકાર લોકો જ નિર્ગમ – પ્રવેશ કરી શકે તેવી, અંદર પાણીથી યુક્ત, આસપાસમાં પાણીથી દુર્લભ, ઘણી મોટી કૂપિત સેના પણ આવીને તેનું કંઈ બગાડી ન શકે તેવી તે ચોરપલ્લી હતી. તે સિંહગુફા ચોરપલ્લીમાં વિજય નામે ચોર સેનાપતિ વસતો હતો. તે અધાર્મિક યાવત્ અધર્મકેતુ હતો. ઘણા નગરોમાં તેનો યશ ફેલાયેલો હતો. તે શૂર, દૃઢપ્રહારી, સાહસિક, શબ્દવેધી હતો. તે ત્યાં સિંહગુફા ચોરપલ્લીમાં ૫૦૦ ચોરોનું આધિપત્ય આદિ કરતો રહ્યો હતો. તે ચોર સેનાપતિ વિજય તસ્કર, બીજા ઘણા ચોર, પારદારિક, ગ્રંથિભેદક, સંધિછેદક, ખાત ખોદક, રાજાના અપકારી, ઋણધારક, બાલઘાતક, વિશ્વાસઘાતક, જુગારી, ખંડરક્ષક અને બીજા પણ ઘણા છેદન – ભેદન કરનાર અન્ય લોકો માટે કુડંગ(વાંસની ઝાડી) સમાન શરણભૂત. હતો. તે ચોર સેનાપતિ, રાજગૃહના દક્ષિણ – પૂર્વી જનપદના, ઘણા ગામોનો, નગરોનો વિનાશ કરીને, ગાયોનું હરણ કરીને, લોકોને કેદ કરીને, મુસાફરોને મારીને, ખાતર પાડીને, લોકોને પુનઃપુનઃ ઉત્પીડિત કરતો, વિધ્વસ્ત કરતો, લોકોને સ્થાનહીન – ધનહીન કરતો વિચરતો હતો. ત્યારે તે ચિલાત દાસપુત્ર રાજગૃહમાં ઘણા ‘આ મારું ધન લી જશે, આ ચોર છે, આ મારી સ્ત્રી લઇ જશે તેવી શંકા રાખનારા, ધનિક અને જુગારીઓ દ્વારા પરાભવ પામેલ, રાજગૃહ નગરીથી નીકળ્યો. નીકળીને સિંહગુફા ચોરપલ્લીએ આવ્યો. આવીને વિજય ચોરસેનાપતિ નો આશ્રય કરીને રહેવા લાગ્યો. ત્યારપછી ચિલાત દાસચેટક, વિજય ચોર સેનાપતિનો પ્રધાન ખડ્ગધારી બની ગયો. જ્યારે પણ વિજય ચોર સેનાપતિ ગામ ભાંગવા યાવત્ પથિકોને મારવા જતો હતો, ત્યાં તે ચિલાત, ઘણી જ કૂવિતસેનાને હત – મથિત કરી યાવત્ ભગાડી દેતો, પછી તે ધન આદિ લઈ, પોતાનું કાર્ય કરી, સિંહગુફા ચોરપલ્લીમાં જલદી પાછો આવી જતો હતો. ત્યારે તે વિજય ચોર સેનાપતિએ ચિલાત તસ્કરને ઘણી જ ચોરવિદ્યા, ચોરમંત્ર, ચોરમાયા, ચોરનિકૃતિઓ શીખવાડી. પછી વિજય ચોરસેનાપતિ કોઈ દિવસે મૃત્યુ પામ્યો. ત્યારે તે ૫૦૦ ચોરોએ વિજય ચોર સેનાપતિનું મોટા – મોટા ઋદ્ધિ સત્કાર સમૂહથી નીહરણ કર્યુ. ઘણા લૌકીક મૃતક કૃત્યો કર્યા યાવત્ શોકરહિત થઈ ગયા. ત્યારે તે ૫૦૦ ચોરોએ એકબીજાને બોલાવીને કહ્યું – આપણા વિજય ચોર સેનાપતિ મૃત્યુ પામેલ છે. આ ચિલાત તસ્કર વિજયચોર સેનાપતિ પાસે ઘણી ચોરવિદ્યા યાવત્ શીખેલ છે, તો હે દેવાનુપ્રિયો! આપણે માટે ઉચિત છે કે ચિલાત તસ્કરને સિંહગુફા ચોરપલ્લીના ચોર સેનાપતિ પણે અભિષેક કરીએ, એમ કરીને, એકબીજાની આ વાતને સ્વીકારીને, ચિલાતને તે સિંહગુફામાં ચોર સેનાપતિરૂપે અભિષિક્ત કર્યો. ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ થઈ અધાર્મિક યાવત્ બની વિચરતો હતો. ત્યારે તે ચિલાત ચોર સેનાપતિ, ચોરનાયક યાવત્ કુડંગ થઈ ગયો. તે ત્યાં સિંહગુફા ચોરપલ્લીમાં ૫૦૦ ચોરોનો અધિપતિ ઇત્યાદિ વિજયની માફક બધું કહેવું યાવત્ રાજગૃહના દક્ષિણ – પૂર્વી જનપદ યાવત્ નિસ્થાન, નિર્ધન કરતો વિચરવા લાગ્યો. સૂત્ર– ૨૧૦. ત્યારપછી તે ચોર સેનાપતિ ચિલાતે, કોઈ દિવસે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા. ૫૦૦ ચોરોને આમંત્ર્યા, પછી સ્નાન – બલિકર્મ કરી, ભોજનમંડપમાં તે ૫૦૦ ચોર સાથે વિપુલ અશનાદિ અને સૂરા યાવત્ પ્રસન્નાને આસ્વાદાદિ કરતા રહ્યા, જમીને – ભોજન કરીને, ૫૦૦ ચોરોને વિપુલ ધૂપ – પુષ્પ – ગંધ – માળા – અલંકારથી સત્કારી, સન્માની એમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! રાજગૃહનગરમાં ઋદ્ધિમાન ધન્ય સાર્થવાહ છે, તેની પુત્રી, ભદ્રાની આત્મજા, પાંચ પુત્રો પછી જન્મેલી સુંસુમા નામે પુત્રી છે, તેણી પૂર્ણ પંચેન્દ્રિય યાવત્ સુરૂપા છે, તો ધન્ય સાર્થવાહનું ઘર લૂંટવા જઈએ. વિપુલ ધન – કનક યાવત્ શિલપ્રવાલ તમારા અને સુંસુમા મારી. ત્યારે તે ૫૦૦ ચોરોએ ચિલાતની વાત સ્વીકારી. ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ, તે ૫૦૦ ચોરો સાથે આર્દ્ર ચર્મ ઉપર બેઠો, પછી દિવસના અંતિમ કાળ – સમયે ૫૦૦ ચોરો સાથે સન્નદ્ધ થઈ યાવત્ આયુધ – પ્રહરણ લઈ, કોમળ ગોમુખિત ફલક ધારણ કર્યા, તલવાર મ્યાનથી બહાર કાઢી, ખંભા ઉપર તર્કશ ધારણ કર્યા, ધનુષ જીવાયુક્ત કર્યા. બાણ બહાર કાઢ્યા, બર્છી – ભાલા ઉછાળવા લાગ્યા, જંઘા ઉપર ઘંટિકા લટકાવી, શીઘ્ર વાદ્યો વાગવા લાગ્યા, મોટા – મોટા ઉત્કૃષ્ટ સિંહનાદ અને ચોરના કલકલ રવ યાવત્ શબ્દ રવભૂત કરતા સિંહગુફા ચોરપલ્લીથી નીકળીને રાજગૃહનગરે આવ્યા, આવીને રાજગૃહથી થોડે દૂર એક મોટા ગહન વનમાં પ્રવેશ્યા, પ્રવેશીને દિવસ સમાપ્ત થવાની રાહ જોવા લાગ્યા. ત્યારપછી તે ચિલાત ચોર સેનાપતિ અડધી રાતના સમયે, શાંતિ અને સૂમસામ થઈ ગયેલું, ત્યારે ૫૦૦ ચોરોની સાથે કોમળ ગોમુખ છાતીએ બાંધી યાવત્ જાંઘ ઉપર ઘૂંઘરુ બાંધી રાજગૃહના પૂર્વીય દ્વારે પહોંચ્યો. જળની મશક લઈ આચમન કર્યુ, તાલોદ્ઘાટની વિદ્યાનું આહ્વાન કરી રાજગૃહના દ્વારના કમાડે પાણી છાંટ્યુ. કમાડ ઉઘાડ્યા. ઉઘાડીને રાજગૃહીમાં પ્રવેશ્યો. પછી મોટા – મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહ્યું – હે દેવાનુપ્રિયો ! હું ચિલાત નામે ચોર સેનાપતિ ૫૦૦ ચોરો સાથે સિંહગુફા – ચોરપલ્લીથી અહીં ધન્ય સાર્થવાહનું ઘર ભાંગવા શીઘ્ર આવેલ છું. તે જે નવી માતાનું દૂધ પીવા ઇચ્છતો હોય તે મારી સામે આવે. આ પ્રમાણે કહીને ધન્ય સાર્થવાહના ઘરમાં આવ્યો. ઘર ઉઘાડ્યુ. ત્યારે તે ધન્યએ ૫૦૦ ચોરો સાથે ચિલાત ચોર સેનાપતિને ઘરને ભાંગવા આવતો જોયો. જોઈને ભયભીત – ત્રસિતાદિ થઈને પાંચે પુત્રો સાથે એકાંતમાં ચાલ્યો ગયો. ત્યારે ચિલાતે ધન્ય સાર્થવાહનું ઘર ભાંગ્યુ, ઘણું ધન – સુવર્ણ યાવત્ સારભૂત દ્રવ્ય અને સુંસુમા કન્યાને લઈને, રાજગૃહથી નીકળી, પલ્લી તરફ ચાલ્યો. સૂત્ર સંદર્ભ– ૨૦૮–૨૧૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam sattarasamassa nayajjhayanassa ayamatthe pannatte, attharasamassa nam bhamte! Nayajjhayanassa ke atthe pannatte? Evam khalu jambu! Tenam kalenam tenam samaenam rayagihe namam nayare hottha–vannao. Tattha nam dhane namam satthavahe. Bhadda bhariya. Tassa nam dhanassa satthavahassa putta bhaddae attaya pamcha satthavahadaraga hottha, tam jaha–dhane dhanapale dhanadeve dhanagove dhanarakkhie. Tassa nam dhanassa satthavahassa dhuya bhaddae attaya pamchanham puttanam anumaggajaiya sumsuma namam dariya hottha–sumalapanipaya. Tassa nam dhanassa satthavahassa chilae namam dasachede hottha–ahinapamchimdiyasarire mamsovachie balakilavanakusale yavi hottha. Tae nam se dasachede sumsumae dariyae balaggahe jae yavi hottha, sumsumam dariyam kadie ginhai, ginhitta bahuhim daraehim ya dariyahim ya dimbharaehi ya dimbhiyahi ya kumaraehi ya kumariyahi ya saddhim abhiramamane-abhiramamane viharai. Tae nam se chilae dasachede tesim bahunam darayana ya dariyana ya dimbhayana ya dimbhiyana ya kumarayana ya kumariyana ya appegaiyanam khullae avaharai, appegaiyanam vattae avaharai, appega-iyanam adoliyao avaharai, appegaiyanam timdusae avaharai, appegaiyanam pottullae avaharai, appegaiyanam sadollae avaharai, appegaiyanam abharanamallalamkaram avaharai, appegaie ausai avahasai nichchhodei nibbhachchhei tajjei talei. Tae nam te bahave daraga ya dariya ya dimbhaya ya dimbhiya ya kumaraya ya kumariya ya royamana ya kamdamana ya soyamana ya tippamana ya vilavamana ya sanam-sanam ammapiunam nivedemti. Tae nam tesim bahunam darayana ya dariyana ya dimbhayana ya dimbhiyana ya kumarayana ya kumariyana ya ammapiyaro jeneva dhane satthavahe teneva uvagachchhati, uvagachchhitta dhanam satthavaham bahuhim khijjaniyahi ya rumtanahi ya uvalambhanahi ya khijjamana ya rumtamana ya uvalambhamana ya dhanassa satthavahassa eyamattham nivedemti. Tae nam se dhane satthavahe chilayam dasachedam eyamattham bhujjo-bhujjo nivarei, no cheva nam chilae dasachede uvaramai. Tae nam se chilae dasachede tesim bahunam darayana ya dariyana ya dimbhayana ya dimbhiyana ya kumarayana ya kumariyana ya appegaiyanam khullae avaharai appegaiyanam vattae avaharai, appega-iyanam adoliyao avaharai, appegaiyanam timdusae avaharai, appegaiyanam pottullae avaharai, appegaiyanam sadollae avaharai, appegaiyanam abharanamallalamkaram avaharai, appegaie ausai avahasai nichchhodei nibbhachchhei tajjei talei. Tae nam te bahave daraga ya dariya ya dimbhaya ya dimbhiya ya kumaraya ya kumariya ya royamana ya kamdamana ya soyamana ya tippamana ya vilavamana ya sanam-sanam ammapiunam nivedemti. Tae nam te asurutta ruttha kuviya chamdikkiya misimisemana jeneva dhane satthavahe teneva uvagachchhati, uvagachchhitta bahuhim khijjanahi ya rumtanahi ya uvalambhanahi ya khijjamana ya rumtamana ya uvalambhamana ya dhanassa satthavahassa eyamattham nivedemti. Tae nam se dhane satthavahe bahunam daraganam dariyanam dimbhayanam dimbhiyanam kumarayanam kumariyanam ammapiuna amtie eyamattham sochcha asurutte rutthe kuvie chamdikkie misimisemane chilayam dasachedam uchchavayahim ausanahim ausai uddhamsai nibbhachchhei nichchhodei tajjei uchchavayahim talanahim talei sao gihao nichchhubhai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 208. Bhagavan ! Jo shramana bhagavamta mahavira svamie jnyatadharmakathana sataramam adhyayanano a artha kahyo chhe, to bhagavamte adharamam jnyataadhyayanano artha shum kahyo chhe\? He jambu ! Te kale, te samaye rajagriha name nagara hatum. Tyam dhanya sarthavaha hato, bhadra teni patni hati. Te dhanya sarthavahana putro ane bhadrana atmajo, pamcha sarthavaha putro thaya. Te a – dhana, dhanapala, dhanadeva, dhanagopa, dhanarakshita. Te dhanya sarthavahani putri, bhadrani atmaja ane pamcha putro pachhi janmeli, sukumala hatha – pagavali sumsuma name putri hati. Te dhanya sarthavahane chilata name dasaputra hato. Te pamche indriyo ane sharirathi paripurna hato, mamsopachita hato. Balakone ramadavamam kushala hato. Te dasachetaka sumsuma balikano balagrahaka niyata karayo. Te sumsumane kamaramam laine ane ghana balaka – balika, bachcha – bachchi, kumara – kumarioni sathe abhiramana karato – karato vicharato hato. Tyare te chilata dasachetaka, te ghana balako adimam ketalaka kodio hari leto, e ja rite lakhoti, adolika, dada, kapadani dhimgali, uttariya vastra adi hari leto, koina abharana – alamkara hari leto, koi paratve akrosha karato, e pramane hamsi karato, thagato, bhartsana – tarjana karato, marato, tyare ghana balako adi radata radata yavat mata – pita pase phariyada karata. Tyare te ghana balako adina mata – pita dhanya sarthavaha pase avi, dhanya sarthavahane khedathi, rudanathi, upalambhathi, kheda karata – radata – upalambha apata dhanyane a vata janavi. Tyare dhanyae chilatane a vata mate varamvara atakavyo. Paramtu chilata atakyo nahim. Tyarapachhi te chilata dasachetaka ghana balako adimamthi ketalakani kodio hari leto yavat ketalakane marato, tyare ghana balakoe rota – rota yavat matapitane janavyu. Tyare teoe krodhita thaine dhanya sarthavaha pase avine ghana khedayukta vachanothi yavat a vrittamta kahyo. Tyare dhanya sarthavahe ghana daraka adina mata – pitani pase a artha sambhaline, krodhita thai chilata dasachetakane umcha – nicha akrosha vachanathi, akrosha kari, tiraskari, bhartsana kari, tarjana kari, tadana vade tadana kari, gherathi kadhi mukyo. Sutra– 209. Tyare te chilata dasachetaka potana gherathi kadhi mukata rajagriha nagarana shrimgataka yavat margomam, devakulamam, sabhamam, parabamam, jugarina addamam, veshyagrihomam, panagrihomam sukhe – sukhe vriddhi pamava lagyo. Tyare te chilata dasachetakane koi rokanara – atakavanara na rahevathi, svachchhamdamati, svechchhachari, madya – chori – mamsa – jugara – veshya ane parastrimam asakta thai gayo. Te rajagriha nagarathi thode dura dakshina – purva dishamam simhagupha name chorapalli hati. Vishamagiri kadaga kodamba samnivishta, vamsani jhadina prakarathi gherayeli, chhinna shaila – vishama prapatarupi parikhathi dhamkayela, eka dvaravali, aneka khamdi, janakara loko ja nirgama – pravesha kari shake tevi, amdara panithi yukta, asapasamam panithi durlabha, ghani moti kupita sena pana avine tenum kami bagadi na shake tevi te chorapalli hati. Te simhagupha chorapallimam vijaya name chora senapati vasato hato. Te adharmika yavat adharmaketu hato. Ghana nagaromam teno yasha phelayelo hato. Te shura, dridhaprahari, sahasika, shabdavedhi hato. Te tyam simhagupha chorapallimam 500 choronum adhipatya adi karato rahyo hato. Te chora senapati vijaya taskara, bija ghana chora, paradarika, gramthibhedaka, samdhichhedaka, khata khodaka, rajana apakari, rinadharaka, balaghataka, vishvasaghataka, jugari, khamdarakshaka ane bija pana ghana chhedana – bhedana karanara anya loko mate kudamga(vamsani jhadi) samana sharanabhuta. Hato. Te chora senapati, rajagrihana dakshina – purvi janapadana, ghana gamono, nagarono vinasha karine, gayonum harana karine, lokone keda karine, musapharone marine, khatara padine, lokone punahpunah utpidita karato, vidhvasta karato, lokone sthanahina – dhanahina karato vicharato hato. Tyare te chilata dasaputra rajagrihamam ghana ‘a marum dhana li jashe, a chora chhe, a mari stri lai jashe tevi shamka rakhanara, dhanika ane jugario dvara parabhava pamela, rajagriha nagarithi nikalyo. Nikaline simhagupha chorapallie avyo. Avine vijaya chorasenapati no ashraya karine raheva lagyo. Tyarapachhi chilata dasachetaka, vijaya chora senapatino pradhana khadgadhari bani gayo. Jyare pana vijaya chora senapati gama bhamgava yavat pathikone marava jato hato, tyam te chilata, ghani ja kuvitasenane hata – mathita kari yavat bhagadi deto, pachhi te dhana adi lai, potanum karya kari, simhagupha chorapallimam jaladi pachho avi jato hato. Tyare te vijaya chora senapatie chilata taskarane ghani ja choravidya, choramamtra, choramaya, choranikritio shikhavadi. Pachhi vijaya chorasenapati koi divase mrityu pamyo. Tyare te 500 choroe vijaya chora senapatinum mota – mota riddhi satkara samuhathi niharana karyu. Ghana laukika mritaka krityo karya yavat shokarahita thai gaya. Tyare te 500 choroe ekabijane bolavine kahyum – apana vijaya chora senapati mrityu pamela chhe. A chilata taskara vijayachora senapati pase ghani choravidya yavat shikhela chhe, to he devanupriyo! Apane mate uchita chhe ke chilata taskarane simhagupha chorapallina chora senapati pane abhisheka karie, ema karine, ekabijani a vatane svikarine, chilatane te simhaguphamam chora senapatirupe abhishikta karyo. Tyarapachhi te chilata chora senapati thai adharmika yavat bani vicharato hato. Tyare te chilata chora senapati, choranayaka yavat kudamga thai gayo. Te tyam simhagupha chorapallimam 500 chorono adhipati ityadi vijayani maphaka badhum kahevum yavat rajagrihana dakshina – purvi janapada yavat nisthana, nirdhana karato vicharava lagyo. Sutra– 210. Tyarapachhi te chora senapati chilate, koi divase vipula ashanadi taiyara karavya. 500 chorone amamtrya, pachhi snana – balikarma kari, bhojanamamdapamam te 500 chora sathe vipula ashanadi ane sura yavat prasannane asvadadi karata rahya, jamine – bhojana karine, 500 chorone vipula dhupa – pushpa – gamdha – mala – alamkarathi satkari, sanmani ema kahyum – he devanupriyo ! Rajagrihanagaramam riddhimana dhanya sarthavaha chhe, teni putri, bhadrani atmaja, pamcha putro pachhi janmeli sumsuma name putri chhe, teni purna pamchendriya yavat surupa chhe, to dhanya sarthavahanum ghara lumtava jaie. Vipula dhana – kanaka yavat shilapravala tamara ane sumsuma mari. Tyare te 500 choroe chilatani vata svikari. Tyarapachhi te chilata chora senapati, te 500 choro sathe ardra charma upara betho, pachhi divasana amtima kala – samaye 500 choro sathe sannaddha thai yavat ayudha – praharana lai, komala gomukhita phalaka dharana karya, talavara myanathi bahara kadhi, khambha upara tarkasha dharana karya, dhanusha jivayukta karya. Bana bahara kadhya, barchhi – bhala uchhalava lagya, jamgha upara ghamtika latakavi, shighra vadyo vagava lagya, mota – mota utkrishta simhanada ane chorana kalakala rava yavat shabda ravabhuta karata simhagupha chorapallithi nikaline rajagrihanagare avya, avine rajagrihathi thode dura eka mota gahana vanamam praveshya, praveshine divasa samapta thavani raha jova lagya. Tyarapachhi te chilata chora senapati adadhi ratana samaye, shamti ane sumasama thai gayelum, tyare 500 choroni sathe komala gomukha chhatie bamdhi yavat jamgha upara ghumgharu bamdhi rajagrihana purviya dvare pahomchyo. Jalani mashaka lai achamana karyu, talodghatani vidyanum ahvana kari rajagrihana dvarana kamade pani chhamtyu. Kamada ughadya. Ughadine rajagrihimam praveshyo. Pachhi mota – mota shabdothi udghoshana karata kahyum – he devanupriyo ! Hum chilata name chora senapati 500 choro sathe simhagupha – chorapallithi ahim dhanya sarthavahanum ghara bhamgava shighra avela chhum. Te je navi matanum dudha piva ichchhato hoya te mari same ave. A pramane kahine dhanya sarthavahana gharamam avyo. Ghara ughadyu. Tyare te dhanyae 500 choro sathe chilata chora senapatine gharane bhamgava avato joyo. Joine bhayabhita – trasitadi thaine pamche putro sathe ekamtamam chalyo gayo. Tyare chilate dhanya sarthavahanum ghara bhamgyu, ghanum dhana – suvarna yavat sarabhuta dravya ane sumsuma kanyane laine, rajagrihathi nikali, palli tarapha chalyo. Sutra samdarbha– 208–210 |