Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104866
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-१६ अवरकंका

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૧૬ અવરકંકા

Section : Translated Section :
Sutra Number : 166 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तत्थ णं चंपाए ललिया नाम गोट्ठी परिवसइ– नरवइ-दिन्न-पयारा अम्मापिइ-नियण-निप्पिवासा वेसविहार-कय-निकेया नानाविह-अविनयप्पहाणा अड्ढा जाव बहुजनस्स अपरिभूया। तत्थ णं चंपाए देवदत्ता नामं गणिया होत्था–सूमाला जहा अंडनाए। तए णं तीसे ललियाए गोट्ठीए अन्नया कयाइ पंच गोट्ठिल्लगपुरिसा देवदत्ताए गणियाए सद्धिं सुभूमिभागस्स उज्जाणस्स उज्जाणसिरिं पच्चणुब्भवमाणा विहरंति। तत्थ णं एगे गोट्ठिल्लगपुरिसे देवदत्तं गणियं उच्छंगे धरेइ, एगे पिट्ठओ आयवत्तं धरेइ, एगे पुप्फपूरगं रएइ, एगे पाए रएइ, एगे चामरुक्खेवं करेइ। तए णं सा सूमालिया अज्जा देवदत्तं गणियं तेहिं पंचहिं गोट्ठिल्लपुरिसेहिं सद्धिं उरालाइं मानुस्सगाइं भोगभोगाइं भुंजमाणि पासइ, पासित्ता इमेयारूवे संकप्पे समुप्पज्जित्था–अहो णं इमा इत्थिया पुरापोराणाणं सुचिण्णाणं सुपरक्कंताणं कडाणं कल्लाणाणं कम्माणं कल्लाणं फलवित्तिविसेसं पच्चणुब्भवमाणी विहरइ। तं जइ णं केइ इमस्स सुचरियस्स तव-नियम-बंभचेरवा-सस्स कल्लाणे फलवित्तिविसेसे अत्थि, तो णं अहमवि आगमिस्सेणं भवग्गहणेणं इमेयारूवाइं उरालाइं मानुस्सगाइं भोगभोगाइं भुंजमाणी० विहरिज्जामि त्ति कट्टु नियाणं करेइ, करेत्ता आयावणभूमीओ पच्चोरुहइ।
Sutra Meaning : સૂત્ર– ૧૬૬. તે ચંપામાં લલિતા નામે ટોળી હતી. રાજાએ આપેલ આજ્ઞાથી વિચરતા માતા – પિતા – સ્વજનોની પરવા ન કરતા, વેશ્યાના ઘરને આવાસ બનાવી, વિવિધ પ્રકારે અવિનય પ્રધાન, ધનાઢ્ય યાવત્‌ અપરિભૂત હતા. તે ચંપામાં દેવદત્તા ગણિકા હતી, તે સુકુમાલ હતી, તેનું વર્ણન ‘અંડક’ અધ્યયનથી જાણવુ. ત્યારપછી લલિતા ટોળીના કોઈ પાંચ પુરુષ દેવદત્તા ગણિકા સાથે સુભૂમિભાગ ઉદ્યાનની ઉદ્યાનશ્રી અનુભવતા હતા. તેમાં એક પુરુષે દેવદત્તાને ખોળામાં બેસાડી, એકે પાછળ છત્ર ધર્યુ, એકે પુષ્પોનું શેખર રચ્યું, એકે પગ રંગ્યા, એક ચામર ઢોળતો હતો. ત્યારે સુકુમાલિકા આર્યાએ દેવદત્તાને પાંચ ગોષ્ઠિકપુરુષો સાથે ઉદાર માનુષીક ભોગ ભોગવતી જોઈ, જોઈને આવા પ્રકારનો સંકલ્પ થયો કે – અહો ! આ સ્ત્રી પૂર્વાચરિત સત્કર્મોથી યાવત્‌ સુખ અનુભવે છે તો જે કંઈ આ સુચરિત તપ – નિયમ – બ્રહ્મચર્યવાસનું કલ્યાણકારી ફળવૃત્તિ વિશેષ હોય તો, હું પણ આગામી ભવગ્રહણમાં આવા પ્રકારના ઉદાર ભોગ ભોગવતી યાવત્‌ વિચરું, એમ નિદાન કરી, પાછી આવી. સૂત્ર– ૧૬૭. ત્યારપછી સુકુમાલિકા આર્યા શરીરબકુશા થઈ. વારંવાર હાથ – પગ – માથુ – મુખ – સ્તનાંતર – કક્ષાંતર – ગુહ્યાંતર ને ધોવા લાગી, જ્યાં સ્થાન – શય્યા – નિષદ્યાદિ કરતી, ત્યાં પણ પહેલા પાણી છાંટતી, પછી સ્થાનાદિ કરતી. ત્યારે ગોપાલિકા આર્યાએ તેને કહ્યું – હે દેવાનુપ્રિયા ! આપણે ઇર્યાસમિત યાવત્‌ બ્રહ્મચર્યધારિણી શ્રમણી – નિર્ગ્રન્થી – આર્યાઓ છીએ, આપણે શરીર બાકુશિકા થવું ન કલ્પે, હે આર્યા ! તું પણ શરીરબાકુશિકા થઈ, વારંવાર હાથ ધોવે છે યાવત્‌ પાણી છાંટે છે, તો તું તે સ્થાનની આલોચના કર યાવત્‌ પ્રાયશ્ચિત્ત અંગીકાર કર. ત્યારે સુકુમાલિકાએ, ગોપાલિકા આર્યાના આ અર્થનો આદર ન કર્યો, જાણ્યા નહીં, એ રીતે અનાદર કરતી, ન જાણતી વિચરતી હતી. ત્યારે તે આર્યાઓ સુકુમાલિકા આર્યાની વારંવાર હીલના યાવત્‌ પરાભવ કરવા લાગી, આ માટે તેને રોકવા લાગ્યા. ત્યારે સુકુમાલિકા, શ્રમણી – નિર્ગ્રન્થી દ્વારા હીલણા કરાતી યાવત્‌ નિવારાતી હતી ત્યારે આવો વિચાર યાવત્‌ આવ્યો, જ્યાં સુધી હું ઘરમાં હતી, ત્યાં સુધી હું સ્વાધીન હતી, જ્યારથી મેં મુંડ થઈને પ્રવ્રજ્યા લીધી, ત્યારથી હું પરાધીન થઈ છું, પહેલા મને આ શ્રમણીઓ આદર કરતી હતી, હવે નથી કરતી, તો મારે ઉચિત છે કે આવતી કાલે સૂર્ય ઊગ્યા પછી ગોપાલિકા પાસેથી નીકળી અલગ ઉપાશ્રયમાં જઈને વિચરવું જોઈએ. આમ વિચારી બીજે દિવસે ગોપાલિકા પાસેથી નીકળી, અલગ સ્થાને રહેવા લાગી. ત્યારપછી સુકુમાલિકા આર્યા અનોહટ્ટિકા(કોઈ રોકનાર ન હોવા), અનિવારિતા(કોઈ અટકાવનાર ન હોવા), સ્વચ્છંદ મતિ થઈને વારંવાર હાથ ધોવે છે યાવત્‌ પાણી છાંટીને કાયોત્સર્ગ કરે છે. ત્યાં તેણી પાર્શ્વસ્થા(વ્રત અને જ્ઞાનાદિમાં શિથિલ) – પાર્શ્વસ્થવિહારી, અવસન્ન(સામાચારીમાં આળસુ) – અવસન્નવિહારી, કુશીલા(અનાચાર સેવન) – કુશીલ વિહારી, સંસક્તા(સંસર્ગ અનુસાર પ્રવૃત્તિ કરનારી) – સંસક્ત વિહારી થઈ, ઘણા વર્ષો શ્રામણ્ય પર્યાય પાળી, અર્ધમાસિકી સંલેખના કરી, તે સ્થાનની આલોચના – પ્રતિક્રમણ ન કરીને કાળમાસે કાળ કરી, ઈશાનકલ્પે કોઈ વિમાનમાં દેવ – ગણિકાપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવીની નવ પલ્યોપમ સ્થિતિ કહી છે. ત્યાં સુકુમાલિકા દેવીની પણ નવ પલ્યોપમ સ્થિતિ થઈ. સૂત્ર સંદર્ભ– ૧૬૬, ૧૬૭
Mool Sutra Transliteration : [sutra] tattha nam champae laliya nama gotthi parivasai– naravai-dinna-payara ammapii-niyana-nippivasa vesavihara-kaya-nikeya nanaviha-avinayappahana addha java bahujanassa aparibhuya. Tattha nam champae devadatta namam ganiya hottha–sumala jaha amdanae. Tae nam tise laliyae gotthie annaya kayai pamcha gotthillagapurisa devadattae ganiyae saddhim subhumibhagassa ujjanassa ujjanasirim pachchanubbhavamana viharamti. Tattha nam ege gotthillagapurise devadattam ganiyam uchchhamge dharei, ege pitthao ayavattam dharei, ege pupphapuragam raei, ege pae raei, ege chamarukkhevam karei. Tae nam sa sumaliya ajja devadattam ganiyam tehim pamchahim gotthillapurisehim saddhim uralaim manussagaim bhogabhogaim bhumjamani pasai, pasitta imeyaruve samkappe samuppajjittha–aho nam ima itthiya puraporananam suchinnanam suparakkamtanam kadanam kallananam kammanam kallanam phalavittivisesam pachchanubbhavamani viharai. Tam jai nam kei imassa suchariyassa tava-niyama-bambhacherava-sassa kallane phalavittivisese atthi, to nam ahamavi agamissenam bhavaggahanenam imeyaruvaim uralaim manussagaim bhogabhogaim bhumjamani0 viharijjami tti kattu niyanam karei, karetta ayavanabhumio pachchoruhai.
Sutra Meaning Transliteration : Sutra– 166. Te champamam lalita name toli hati. Rajae apela ajnyathi vicharata mata – pita – svajanoni parava na karata, veshyana gharane avasa banavi, vividha prakare avinaya pradhana, dhanadhya yavat aparibhuta hata. Te champamam devadatta ganika hati, te sukumala hati, tenum varnana ‘amdaka’ adhyayanathi janavu. Tyarapachhi lalita tolina koi pamcha purusha devadatta ganika sathe subhumibhaga udyanani udyanashri anubhavata hata. Temam eka purushe devadattane kholamam besadi, eke pachhala chhatra dharyu, eke pushponum shekhara rachyum, eke paga ramgya, eka chamara dholato hato. Tyare sukumalika aryae devadattane pamcha goshthikapurusho sathe udara manushika bhoga bhogavati joi, joine ava prakarano samkalpa thayo ke – aho ! A stri purvacharita satkarmothi yavat sukha anubhave chhe to je kami a sucharita tapa – niyama – brahmacharyavasanum kalyanakari phalavritti vishesha hoya to, hum pana agami bhavagrahanamam ava prakarana udara bhoga bhogavati yavat vicharum, ema nidana kari, pachhi avi. Sutra– 167. Tyarapachhi sukumalika arya sharirabakusha thai. Varamvara hatha – paga – mathu – mukha – stanamtara – kakshamtara – guhyamtara ne dhova lagi, jyam sthana – shayya – nishadyadi karati, tyam pana pahela pani chhamtati, pachhi sthanadi karati. Tyare gopalika aryae tene kahyum – he devanupriya ! Apane iryasamita yavat brahmacharyadharini shramani – nirgranthi – aryao chhie, apane sharira bakushika thavum na kalpe, he arya ! Tum pana sharirabakushika thai, varamvara hatha dhove chhe yavat pani chhamte chhe, to tum te sthanani alochana kara yavat prayashchitta amgikara kara. Tyare sukumalikae, gopalika aryana a arthano adara na karyo, janya nahim, e rite anadara karati, na janati vicharati hati. Tyare te aryao sukumalika aryani varamvara hilana yavat parabhava karava lagi, a mate tene rokava lagya. Tyare sukumalika, shramani – nirgranthi dvara hilana karati yavat nivarati hati tyare avo vichara yavat avyo, jyam sudhi hum gharamam hati, tyam sudhi hum svadhina hati, jyarathi mem mumda thaine pravrajya lidhi, tyarathi hum paradhina thai chhum, pahela mane a shramanio adara karati hati, have nathi karati, to mare uchita chhe ke avati kale surya ugya pachhi gopalika pasethi nikali alaga upashrayamam jaine vicharavum joie. Ama vichari bije divase gopalika pasethi nikali, alaga sthane raheva lagi. Tyarapachhi sukumalika arya anohattika(koi rokanara na hova), anivarita(koi atakavanara na hova), svachchhamda mati thaine varamvara hatha dhove chhe yavat pani chhamtine kayotsarga kare chhe. Tyam teni parshvastha(vrata ane jnyanadimam shithila) – parshvasthavihari, avasanna(samacharimam alasu) – avasannavihari, kushila(anachara sevana) – kushila vihari, samsakta(samsarga anusara pravritti karanari) – samsakta vihari thai, ghana varsho shramanya paryaya pali, ardhamasiki samlekhana kari, te sthanani alochana – pratikramana na karine kalamase kala kari, ishanakalpe koi vimanamam deva – ganikapane utpanna thai. Tyam devini nava palyopama sthiti kahi chhe. Tyam sukumalika devini pana nava palyopama sthiti thai. Sutra samdarbha– 166, 167