Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104823
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-९ माकंदी

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૯ માકંદી

Section : Translated Section :
Sutra Number : 123 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं ते मागंदिय-दारया तओ मुहुत्तंतरस्स पासायवडेंसए सइं वा रइं वा धिइं वा अलभमाणा अन्नमन्नं एवं वयासी–एवं खलु देवानुप्पिया! रयणदीव-देवया अम्हे एवं वयासी–एवं खलु अहं सक्कवयण-संदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा निउत्ता जाव मा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ। तं सेयं खलु अम्हं देवानुप्पिया! पुरत्थिमिल्लं वनसंडं गमित्तए–अन्नमन्नस्स एयमट्ठं पडिसुणेंति, पडिसुणेत्ता जेणेव पुरत्थिमिल्ले वनसंडे तेणेव उवागच्छंति। तत्थ णं वावीसु य जाव आलीधरएसु य जाव सुहंसुहेणं अभिरममाणा-अभिरममाणा विहरंति। तए णं ते मागंदिय-दारगा तत्थ वि सइं वा रइं वा धिइं वा अलभमाणा जेणेव उत्तरिल्ले वनसंडे तेणेव उवागच्छंति। तत्थ णं वावीसु य जाव आलीधरएसु य सुहंसुहेणं अभिरममाणा-अभिरममाणा विहरंति तए णं ते मागंदिय-दारगा तत्थ वि सइं वा रइं वा धिइं वा अलभमाणा जेणेव पच्चत्थिमिल्ले वनसंडे तेणेव उवागच्छंति। तत्थ णं वावीसु य जाव आलीधरएसु य सुहंसुहेणं अभिरममाणा-अभिरममाणा विहरंति। तए णं ते मागंदिय-दारगा तत्थ वि सइं वा रइं वा धिइं वा अलभमाणा अन्नमन्नं एवं वयासी–एवं खलु देवानुप्पिया! अम्हे रयणदीवदेवया एवं वयासी–एवं खलु अहं देवानुप्पिया! सक्कवयण-संदेसेणं सुट्ठिएणं लवणाहिवइणा निउत्ता जाव मा णं तुब्भं सरीरगस्स वावत्ती भविस्सइ। तं भावियव्वं एत्थ कारणेणं। तं सेयं खलु अम्हं दक्खिणिल्लं वनसंडं गमित्तए त्ति कट्टु अन्नमन्नस्स एयमट्ठं पडिसुणेंति, पडिसुणेत्ता जेणेव दक्खिणिल्ले वनसंडे तेणेव पहारेत्थ गमणाए। तओ णं गंधे निद्धाइ, से जहानामए–अहिमडे इ वा जाव अणिट्ठतराए चेव। तए णं ते मागंदिय-दारगा तेणं असुभेणं गंधेणं अभिभूया समाणा सएहिं-सएहिं उत्तरिज्जेहिं आसाइं पिहेति, पिहेत्ता जेणेव दक्खिणिल्ले वनसंडे तेणेव उवागया। तत्थ णं महं एगं आघयणं पासंति–अट्ठियरासि-सय-संकुलं भीम-दरिसणिज्जं एगं च तत्थ सूलाइयं पुरिसं कलुणाइं कट्ठाइं विस्सराइं कूवमाणं पासंति, भीया तत्था तसिया उव्विग्गा संजायभया जेणेव से सूलाइए पुरिसे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं सूलाइयं पुरिसं एवं वयासी–एस णं देवानुप्पिया! कस्साघयणे? तुमं च णं के कओ वा इहं हव्वमागए? केण वा इमेयारूवं आवयं पाविए? तए णं से सूलाइए पुरिसे ते मागंदिय-दारगे एवं वयासी–एस णं देवानुप्पिया! रयणदीवदेवयाए आघयणे। अहं णं देवानुप्पिया! जंबुद्दीवाओ दीवाओ भारहाओ वासाओ कोगंदए आसवाणियए विपुलं पणियभंडमायाए पीयवहणेणं लवणसमुद्दं ओयाए। तए णं अहं पोयवहण-विवत्तीए निव्वुड्ड-भंडसारे एगं फलगखंडं आसाएमि। तए णं अहं ओवुज्झमाणे-ओवुज्झमाणे रयणदीवंतेणं संवूढे। तए णं सा रयणदीवदेवया ममं पासइ, पासित्ता मम गेण्हइ, गेण्हित्ता मए सद्धिं विउलाइं भोगभोगाइं भुंजमाणी विहरइ। तए णं सा रयणदीवदेवया अन्नया कयाइ अहालहुसगंसि अवराहंसि परिकुविया समाणी ममं एयारूवं आवयं पावेइ। तं न नज्जइ णं देवानुप्पिया! तुब्भं पि इमेसिं सरीरगाणं का मन्ने आवई भविस्सइ?
Sutra Meaning : સૂત્ર– ૧૨૩. ત્યારે તે માકંદિક પુત્રો મુહૂર્ત્ત માત્રમાં જ તે ઉત્તમ પ્રાસાદમાં સ્મૃતિ, રતિ, ધૃતિ ન પામતા પરસ્પર કહ્યું – દેવાનુપ્રિયા ! રત્નદ્વીપ દેવીએ આપણને કહ્યું કે – હું શક્રના વચનસંદેશથી સુસ્થિત લવણાધિપતિ વડે સોંપેલ કાર્ય માટે જઉ છું યાવત્‌ તમે દક્ષિણદિશાના વનખંડમાં જશો તો આપત્તિ થશે. તો દેવાનુપ્રિય ! આપણે ઉચિત છે કે પૂર્વીય વનખંડમાં જઈએ. પરસ્પર આ અર્થ સ્વીકાર્યો. સ્વીકારીને પૂર્વીય વનખંડમાં આવ્યા, તે વનમાં વાવડી આદિમાં રમણ કરતા – કરતા, વલ્લી મંડપ આદિમાં વિચારવા લાગ્યા. ત્યારપછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતા ઉત્તર દિશાના વનખંડમાં ગયા. અને ત્યાં જઈને વાવડીઓમાં યાવત્‌ વલ્લી મંડપ આદિમાં વિચરે છે. ત્યારપછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સુખરૂપ સ્મૃતિ આદિ પ્રાપ્ત ન થતા પશ્ચિમ દિશાના વનખંડમાં ગયા અને ત્યાં જઈને વાવડીઓમાં યાવત વલ્લી મંડપ આદિમાં વિચરે છે. ત્યારપછી તે માકંદીપુત્રોને ત્યાં પણ સ્મૃતિ યાવત્‌ ન પામતા પરસ્પર કહ્યું – હે દેવાનુપ્રિય ! આપણને રત્નદ્વીપ દેવીએ કહેલું કે – હું શક્રના વચન સંદેશથી સુસ્થિત લવણાધિપતિ વડે સોંપેલ કાર્ય માટે જઉં છું યાવત્‌ તમે દક્ષિણદિશાના વનખંડમાં જશો તો તમારા શરીરને આપત્તિ થશે. તો તેમાં કોઈ કારણ હોવું જોઈએ. આપણે ઉચિત છે કે દક્ષિણી વનખંડમાં જઈએ, એમ કરી પરસ્પર આ વાતને સ્વીકારીને દક્ષિણી વનખંડ તરફ જવાને નીકળ્યા. ત્યાં દક્ષિણ દિશા તરફ જતાં ઘણી ગંધ ફૂટતી હતી, જેવી કે – કોઈ સાપનું મૃત કલેવર હોય યાવત્‌ તેનાથી પણ અનિષ્ટતર દુર્ગંધ આવવા લાગી. ત્યારે તે માકંદીપુત્રોએ, તે અશુભ ગંધથી અભિભૂત થઈ પોત – પોતાના ઉત્તરીય વસ્ત્રથી મુખને ઢાંકી દીધુ. પછી દક્ષિણ દિશાના વનખંડમાં ગયા. ત્યાં તેઓએ એક મોટું વધસ્થાન જોયું, સેંકડો હાડકાના સમૂહથી વ્યાપ્ત, જોવામાં ભયંકર હતું, ત્યાં શૂલી પર ચઢાવેલ એક પુરુષને કરુણ, વિરસ, કષ્ટમય શબ્દ કરતો જોયો. આ દૃશ્ય જોઈને તેઓ ડરી ગયા યાવત્‌ ભય ઉત્પન્ન થયો. તે શૂળીએ ચઢાવેલ પુરુષ પાસે આવ્યા, આવીને તેને કહ્યું – હે દેવાનુપ્રિય ! આ વધસ્થાન કોનું છે ? તું કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? કોણે આપત્તિમાં નાંખ્યો ? ત્યારે શૂલીએ ચઢેલ પુરુષે માકંદીપુત્રને કહ્યું – દેવાનુપ્રિયો! આ રત્નદ્વીપદેવીનું વધસ્થાન છે. હું જંબૂદ્વીપના ભરતક્ષેત્ર સ્થિત કાકંદીનો અશ્વ વણિક છું. વિપુલ પણ્ય – ભાંડમાત્રાથી લવણસમુદ્રમાં ચાલ્યો. પછી મારું પોતવહન ભાંગી ગયુ. ઉત્તમ ભાંડાદિ બધું ડૂબી ગયું. એક પાટીયુ હાથમાં આવ્યું, તેના વડે તરતો – તરતો રત્નદ્વીપે પહોંચ્યો. ત્યારે રત્નદ્વીપ દેવીએ મને અવધિજ્ઞાન વડે જોઈને, મને પકડી, મારી સાથે વિપુલ ભોગોને ભોગવતી વિચરવા લાગી. પછી તે દેવીએ કોઈ વખતે કોઈ નાના અપરાધ વખતે અતિ કુપિત થઈને મને આ વિપત્તિમાં નાંખ્યો. ખબર નહીં, તમારા આ શરીરને કેવી આપત્તિ પ્રાપ્ત થશે ? ત્યારે તે માકંદીપુત્રો, તે શૂળીએ ચઢેલ પુરુષ પાસે આ વાત સાંભળી, સમજીને ઘણા જ ડર્યા યાવત્‌ સંજાતભયવાળા થઈને તે પુરુષને પૂછ્યું – હે દેવાનુપ્રિય ! અમે રત્નદ્વીપ દેવી પાસેથી કઈરીતે છૂટકારો પામી શકીએ? ત્યારે તે શૂળીએ ચઢેલ પુરુષે તે માકંદીપુત્રોને કહ્યું – આ પૂર્વ દિશાના વનખંડમાં શૈલક યક્ષનું યક્ષાયતન છે, ત્યાં શૈલક નામે અશ્વરૂપધારી યક્ષ વસે છે. તે શૈલક યક્ષ ચૌદશ – આઠમ – પૂનમ – અમાસના દિવસેકોઈ એક નિયત સમયે મોટા મોટા શબ્દોથી કહે છે – કોને તારું ? કોને પાળું ? તો હે દેવાનુપ્રિયો ! તમે પૂર્વ દિશાના વનખંડમાં જઈ, શૈલક યક્ષની મહાર્હ પુષ્પોથી અર્ચના કરો. યક્ષને પગે પડીને, અંજલી જોડી વિનયથી સેવતા ત્યાં રહેજો. જ્યારે તે શૈલક યક્ષ નિયત સમયે આવે અને એમ કહે કે કોને તારું ? કોને પાળું ? ત્યારે તમે કહેજો કે અમને તારો, અમને પાળો. શૈલક યક્ષ જ તમને રત્નદ્વીપ દેવીના હાથમાંથી સ્વહસ્તે છોડાવશે, અન્યથા તમારા શરીરને શું આપત્તિ આવશે ? તે હું જાણતો નથી. સૂત્ર– ૧૨૪. ત્યારે તે માકંદીપુત્રો, તે શૂળીએ ચઢેલ પુરુષ પાસે આ અર્થ સાંભળી, સમજી શીઘ્ર – ચંડ – ચપલ – ત્વરિત વેગથી પૂર્વી વનખંડમાં આવી, પુષ્કરિણીમાં આવ્યા. તેમાં ઊતર્યા, જળક્રીડા કરી, કરીને ત્યાં જે કમળ હતા યાવત્‌ તે લીધા, લઈને શૈલક યક્ષના યક્ષાયતને આવ્યા. જોતા જ પ્રણામ કર્યા, મહાર્હ પુષ્પોથી અર્ચના કરી, કરીને યક્ષને પગે પડી, સેવા કરતા અને નમન કરતા પર્યુપાસવા લાગ્યા. ત્યારે શૈલક યક્ષે નિયત સમયે કહ્યું – કોને તારું ? કોને પાળું ? ત્યારે માકંદીપુત્રો ઊભા થયા, બે હાથ જોડીને કહ્યું – અમને તારો, અમને પાળો. ત્યારે તે શૈલક યક્ષે, માકંદીપુત્રોને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે મારી સાથે લવણસમુદ્રની મધ્યે જતા હશો, ત્યારે તે પાપી – ચંડા – રુદ્રા – ક્ષુદ્રા – સાહસિકા ઘણા જ કઠોર – કોમળ, અનુકૂળ – પ્રતિકૂળ, શૃંગારક અને કરુણ ઉપસર્ગોથી ઉપસર્ગ કરશે. જો તમે રત્નદ્વીપ દેવીના આ અર્થનો આદર કરશો – જાણશો કે અપેક્ષા કરશો, તો હું તમને પીઠ ઉપરથી પાડી દઈશ. જો તમે રત્નદ્વીપ દેવીના આ અર્થનો આદર નહીં કરો, જાણશો નહીં, અપેક્ષા નહીં કરો, તો હું તમને રત્નદ્વીપ દેવીના હાથથી, મારા હાથે છોડાવીશ. ત્યારે તે માકંદીપુત્રોએ શૈલક યક્ષને કહ્યું – હે દેવાનુપ્રિય ! તમે જે કરશો, તે ઉપપાત – વચન – નિર્દેશમાં રહીશું, ત્યારે તે શૈલક યક્ષે પૂર્વ દિશામાં જઈને વૈક્રિય સમુદ્‌ઘાત કરીને સંખ્યાત યોજન દંડ કાઢે છે, બીજી – ત્રીજી વખત પણ વૈક્રિય સમુદ્‌ઘાત કરીને, એક મહા અશ્વનું રૂપ વિકુર્વીને, તે માકંદીપુત્રોને આમ કહ્યું – ઓ માકંદીકો ! મારી પીઠ ઉપર બેસી જાઓ. ત્યારે તે માકંદીકો હર્ષિત થઈ શૈલક યક્ષને પ્રણામ કરીને તેની પીઠ ઉપર બેઠા. ત્યારે શૈલકે, તેમને બેઠેલા જાણીને આકાશમાં સાત – આઠ તાડ પ્રમાણ ઊંચે ઊડ્યો, ઊડીને તેવી ઉત્કૃષ્ટ – ત્વરિત – દેવગતિથી લવણસમુદ્ર મધ્યેથી જંબૂ દ્વીપમાં, ભરતક્ષેત્રમાં, ચંપાનગરી તરફ જવાને નીકળ્યો. સૂત્ર– ૧૨૫. ત્યારે તે રત્નદ્વીપ દેવી, લવણસમુદ્રને એકવીશ ચક્કર લગાવી, જે ત્યાં તૃણાદિ હતા, તેને દૂર કર્યા. પછી ઉત્તમ પ્રાસાદે આવી. તે માકંદીપુત્રોને પ્રાસાદમાં ન જોતા, પૂર્વના વનખંડમાં ગઈ યાવત્‌ ચોતરફ માર્ગણા – ગવેષણા કરે છે. તે માકંદીપુત્રોની ક્યાંય શ્રુતિ, ક્ષુતિ આદિ પ્રાપ્ત ન થતા, તે ઉત્તર દિશાના વનખંડમાં ગઈ, તે પ્રમાણે પશ્ચિમ દિશાનાં વનખંડમાં પણ ગઈ, પણ ઉત્તર કે પશ્ચિમ દિશામાં યાવત્‌ ક્યાંય ન જોતા, તેણીએ અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો. તે માકંદીપુત્રોને શૈલકની સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચથી પસાર થતા જોયા. જોઈને તે દેવી ક્રોધિત થઈને, અસિ – ખડ્‌ગ લઈને સાત – આઠ તાડ યાવત્‌ આકાશમાં ઊંચે ગઈ, તેવી ઉત્કૃષ્ટ ગતિથી માકંદીપુત્રો પાસે આવી. આવીને બોલી – ઓ માકંદીકો ! અપ્રાર્થિતને પ્રાર્થનારા ! તમે મને છોડીને શું શૈલક યક્ષ સાથે લવણસમુદ્ર મધ્યે થઈ જઈ શકશો ? આટલું જવા છતાં, જો તમે મારી આશા રાખતા હો તો તમે જીવતા રહેશો. જો મારી આશાનહીં રાખો તો તમને આ નીલોત્પલ – ગવલ જેવી કાળીતલવાર વડે યાવત્‌ તમારા મસ્તક કાપીને ફેંકી દઈશ. ત્યારે તે માકંદીપુત્રો રત્નદ્વીપ દેવી પાસે આ અર્થ સાંભળી, સમજી, ભય ન પામ્યા, ત્રાસ ન પામ્યા, ઉદ્વેગ ન પામ્યા, ક્ષોભ ન પામ્યા, સંભ્રાંત ન થયા, તેઓએ રત્નદ્વીપ દેવીના આ અર્થનો આદર ન કર્યો, ન જાણ્યું, અપેક્ષા ન કરી. આદર ન કરતા, ન જાણતા, ન અપેક્ષા કરતા, શૈલક યક્ષની સાથે લવણસમુદ્ર મધ્યે થઈને ચાલ્યા. ત્યારે તે રત્નદ્વીપ દેવી, તે માકંદીકોને જ્યારે પ્રતિકૂળ ઉપસર્ગો દ્વારા ચલિત કરવામાં, ક્ષુબ્ધ કરવામાં, વિપરિણામિત કરવામાં, લોભિત કરવામાં સમર્થ ન થઈ, ત્યારે મધુર – શૃંગારી – કરુણ અનુકૂળ ઉપસર્ગોથી ઉપસર્ગ કરવામાં પ્રવૃત્ત થઈ. ઓ માકંદીપુત્રો ! જ્યારે તમે મારી સાથે હસ્યા, રમ્યા, ચોપાટ રમી, ક્રીડા કરી, ઝૂલે ઝૂલ્યા, રતિક્રીડા કરી, આ બધું ન ગણકારીને તમે મને છોડીને શૈલક સાથે લવણસમુદ્ર મધ્યે થઈ જઈ રહ્યા છો ? ત્યારપછી તે રત્નદ્વીપ દેવી, જિનરક્ષિતના મનને અવધિજ્ઞાન વડે કંઇક શિથિલ જોયું. જોઈને કહ્યું – હું નિત્ય જિનપાલિત માટે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમનોહર હતી અને જિનપાલિત પણ મને નિત્ય અનિષ્ટ આદિ હતો. પણ જિનરક્ષિતને હું નિત્ય ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ અને મનોહર હતી અને જિનરક્ષિત પણ મને ઇષ્ટ આદિ હતો. જો જિનપાલિત મને રૂદન કરતી, ક્રંદન કરતી, શોક કરતી, અનુતાપ પામતી અને વિલાપ કરતી, મારી પરવા કરતો નથી. પણ હે જિનરક્ષિત! તું પણ મારી યાવત્‌ પરવા નથી કરતો? સૂત્ર– ૧૨૬. ત્યારે તે ઉત્તમ રત્નદ્વીપની દેવી અવધિજ્ઞાન વડે જિનરક્ષિતના મનને જાણીને, તેના વધના નિમિત્તે બીજી વાર બોલી. સૂત્ર– ૧૨૭. દ્વેષયુક્ત તે દેવીએ લીલા સહિત, વિવિધ ચૂર્ણવાસ મિશ્રિત, દિવ્ય, નાસિકા અને મનને તૃપ્તિદાયી, સર્વઋતુક સંબંધી પુષ્પવૃષ્ટિ કરતી – સૂત્ર– ૧૨૮. વિવિધમણિ, સુવર્ણ, રત્ન, ઘંટિકા, ઘૂંઘરુ, ઝાંઝર, મેખલા, આ આભૂષણના શબ્દોથી, દિશા – વિદિશાને પૂરતી તે દેવી આમ બોલી – સૂત્ર– ૧૨૯. હે હોલ ! વસુલ ! ગોલ ! નાથ ! દયિત ! પ્રિય ! રમણ ! કાંત ! સ્વામી ! નિર્ઘૃણ ! નિસ્થક્ક ! સ્ત્યાન! નિષ્કૃપ ! અકૃતજ્ઞ ! શિથિલ ભાવ ! નિર્લજ્જ ! રુક્ષ ! અકરુણ ! મારા હૃદયરક્ષક જિનરક્ષિત ! સૂત્ર– ૧૩૦. મને એકલી, અનાથ, અબાંધવ, તમારી ચરણ સેવનારી, અધન્યાને છોડીને જવું તારે યોગ્ય નથી. હે ગુણ શંકર ! હું તારા વિના ક્ષણભર પણ જીવિત રહેવાને સમર્થ નથી. સૂત્ર– ૧૩૧. અનેક સેંકડો મત્સ્ય, મગર, વિવિધ ક્ષુદ્ર જલચર પ્રાણીથી વ્યાપ્ત ગૃહરૂપ, આ રત્નાકર મધ્યે, હું તારી સામે મારો વધ કરું છું. ચાલો, પાછા જઈએ. જો તું કુપિત હો, તો મારો એક અપરાધ ક્ષમા કર. સૂત્ર– ૧૩૨. તારું મુખ મેઘવિહિન વિમલ ચંદ્ર સમાન છે, તારા નેત્ર શરદઋતુના સદ્ય વિકસિત કમલ, કુમુદ, કુવલયના પત્ર સમાન અતિ શોભિત છે. આવા નયનવાળા તારા મુખદર્શન તૃષાથી હું અહીં આવી છું. તારું મુખ જોવું છે. હે નાથ ! મને જુઓ, જેથી તમારું મુખકમળ જોઈ લઉં. સૂત્ર– ૧૩૩. આ રીતે પ્રેમપૂર્ણ, સરળ, મધુર વચન વારંવાર બોલતી, તે પાપિણી, પાપપૂર્ણ હૃદયા દેવી માર્ગમાં પાછળ ચાલવા લાગી. સૂત્ર– ૧૩૪. ત્યારે તે જિનરક્ષિત, તે કાનને સુખદાયી, મનોહર, આભૂષણ – શબ્દોથી, તે પ્રણયયુક્ત – સરળ – મધુર વચનોથી ચલિત – મન થયો. તેને બમણો રાગ જન્મ્યો. તે રત્નદ્વીપ દેવીના સુંદર સ્તન, જઘન, વદન, કર, ચરણ, નયન, લાવણ્ય, રૂપ, યૌવનશ્રી તથા તેણી સાથે હર્ષથી કરાયેલ આલિંગન, બિબ્બોક વિલાસ, વિહસિત, કટાક્ષ દૃષ્ટિ, નિઃશ્વાસ, મર્દન, ઉપલલિત, સ્થિત, ગમન, પ્રણયકોપ અને પ્રાસાદિતનું સ્મરણ કરતા, રાગમોહિત મતિથી અવશ, કર્મવશ થઈ, લજ્જા સાથે પાછળ તરફ, તેણીના મુખને જોવા લાગ્યો. ત્યારે તે જિનરક્ષિતને અનુરાગભાવ ઉત્પન્ન થયો, મૃત્યુ રાક્ષસે તેના ગળામાં હાથ નાંખી મતિ ફેરવી દીધી, દેવીને જોતો હતો, તે વાત, શૈલક યક્ષે અવધિજ્ઞાનથી જાણીને, જિનરક્ષિતને પોતાના વચનમાં શ્રદ્ધારહિત જાણીને ધીરે – ધીરે પીઠથી ઊતારી દીધો. ત્યારે તે રત્નદ્વીપ દેવી, દયનીય જિનરક્ષિતને શૈલકની પીઠથી પડતો જોયો. ત્યારે તે નિર્દય અને કલુષિત હૃદયવાળી તે રત્નદ્વીપની દેવીએ દયનીય એવા જિનરક્ષિતને જોઈને કહ્યું – હે દાસ ! તું મર્યો. એમ બોલી, સાગરના જળ સુધી પહોંચતા પહેલા, બંને હાથ પકડી, બરાડતી, તેણીએ જિનરક્ષિતને ઉપર ઉછાળ્યો, નીચે પડતા પહેલા, તલવારની અણીએ ઝીલી લીધો. નીલકમલ – ગવલય – અળસીના પુષ્પ સમાન શ્યામરંગી શ્રેષ્ઠ તલવારથી જિનરક્ષિતના ટૂકડે – ટૂકડા કરી દીધા. ત્યાં વિલાપ કરતી, રસથી વધ કરાયેલ તેના લોહી વ્યાપ્ત અંગોપાંગને ગ્રહણ કરી, અંજલિ કરી, હર્ષિત થઈ, તેણે ઉત્ક્ષિપ્ત બલિ માફક ચારે દિશામાં બલિ ઉછાળ્યા. સૂત્ર– ૧૩૫. એ પ્રમાણે હે આયુષ્યમાન્‌ શ્રમણો ! જે આપણા સાધુ – સાધ્વી પ્રવ્રજિત થઈને ફરી માનુષી કામભોગમાં આશ્રય લે છે, કામભોગની પ્રાર્થના – સ્પૃહા – અભિલાષા કરે છે, તે આ ભવમાં જ ઘણા શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા ચારેથી હીલના પામી યાવત્‌ તે જિનરક્ષિતની જેમ સંસારમાં ભમે છે. સૂત્ર– ૧૩૬. પાછળ જોનાર જિનરક્ષિત છળાયો, પાછળ ન જોનાર જિનપાલિત નિર્વિઘ્ને સ્વસ્થાને પહોંચ્યો. તેથી પ્રવચનના સારરૂપ ચારિત્ર પાલનમાં આસક્તિ રહિત રહેવું જોઈએ. સૂત્ર– ૧૩૭. ચારિત્ર લઈને જે ભોગોની આસક્તિ કરે છે, તે ઘોર સંસાર સાગરમાં પડે છે, જે ભોગોથી નિરાસક્ત રહે છે, તે સંસાર કાંતારને પાર કરે છે. સૂત્ર– ૧૩૮. ત્યારે તે રત્નદ્વીપ દેવી, જિનપાલિત પાસે ગઈ, ઘણા અનુકૂળ – પ્રતિકૂળ, કઠોર – મધુર, શૃંગારી – કરુણ ઉપસર્ગોથી જ્યારે તેને ચલિત – ક્ષોભિત – વિપરિણામિત કરવા અસમર્થ બની, ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત, નિર્વિણ્ણ થઈ જે દિશાથી આવી, તે દિશામાં પાછી ગઈ. ત્યારે તે શૈલક યક્ષ, જિનપાલિત સાથે લવણસમુદ્રની વચ્ચોવચ્ચથી ચાલતો – ચાલતો ચંપાનગરીએ આવ્યો. ત્યાં અગ્રોદ્યાનમાં જિનપાલિતને પીઠથી ઉતારીને કહ્યું – હે દેવાનુપ્રિય ! આ ચંપાનગરી દેખાય છે. આમ કહી જિનપાલિતની રજા લઈ, યાવત્‌ પાછો ગયો. સૂત્ર– ૧૩૯. ત્યારપછી જિનપાલિત ચંપામાં પ્રવેશી, પોતાના ઘેર, માતાપિતાની પાસે આવ્યો. તેણે રોતા યાવત્‌ વિલાપ કરતા કરતા જિનરક્ષિતના મૃત્યુના સમાચાર કહ્યા. પછી જિનપાલિત અને માતાપિતાએ, મિત્ર, જ્ઞાતિ યાવત્‌ પરિજનની સાથે રોતા – રોતા ઘણા લૌકીક મૃતક કાર્ય કર્યા અને કેટલોક કાળ જતા શોકરહિત થયા. ત્યારપછી જિનપાલિતે અન્ય કોઈ દિને ઉત્તમ સુખાસને બેઠો હતો ત્યારે તેના માતાપિતાએ પૂછ્યું – હે પુત્ર ! જિનરક્ષિત કઈ રીતે મૃત્યુ પામ્યો ? ત્યારે જિનપાલિતે તેમને લવણસમુદ્રમાં પ્રવેશ, તોફાની વાયુ ઉઠવો, વહાણનું નષ્ટ થવું, પાટીયુ મળવું, રત્નદ્વીપે પહોંચવું, રત્નદ્વીપ દેવીના ગૃહે ભોગ વૈભવ, દેવીનું વધસ્થાન, શૂળીએ ચઢેલા પુરુષને જોવો, શૈલક યક્ષ ઉપર આરોહણ, દેવી દ્વારા ઉપસર્ગ, જિનરક્ષિતનું મૃત્યુ, લવણસમુદ્ર પાર કરવો, ચંપાએ આવવું, શૈલકયક્ષે રજા લેવી, આદિ જે બન્યુ તે સત્ય, પૂરેપૂરું જણાવ્યું. પછી જિનપાલિત યાવત્‌ શોકરહિત થઈ વિપુલ ભોગો ભોગવતો રહે છે. સૂત્ર– ૧૪૦. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર, ચંપા નગરીનાં પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા. ભગવદ્ વંદનાર્થે પર્ષદા નીકળી, જિનપાલિતે ધર્મ – ઉપદેશ સાંભળ્યો, દીક્ષા લીધી, અગિયાર અંગોના જ્ઞાતા થયા, અંતે એક માસનું અનશન કરી યાવત સૌધર્મકલ્પે બે સાગરોપમ સ્થિતિવાળો દેવ થયો, ત્યાંથી તે જિનપાલિત મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે. આ પ્રમાણે હે આયુષ્યમાન્‌ શ્રમણો ! જે સાધુ કે સાધ્વી દીક્ષા લઈને, માનુષી કામભોગની પુનઃ અભિલાષા કરતા નથી, તે યાવત્‌ જિનપાલિતની જેમ સંસાર સમુદ્ર પાર પામે છે. હે જંબૂ ! નિશ્ચે, શ્રમણ ભગવંત મહાવીરે નવમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તે હું તમને કહું છું. સૂત્ર સંદર્ભ– ૧૨૩–૧૪૦
Mool Sutra Transliteration : [sutra] tae nam te magamdiya-daraya tao muhuttamtarassa pasayavademsae saim va raim va dhiim va alabhamana annamannam evam vayasi–evam khalu devanuppiya! Rayanadiva-devaya amhe evam vayasi–evam khalu aham sakkavayana-samdesenam sutthienam lavanahivaina niutta java ma nam tubbham sariragassa vavatti bhavissai. Tam seyam khalu amham devanuppiya! Puratthimillam vanasamdam gamittae–annamannassa eyamattham padisunemti, padisunetta jeneva puratthimille vanasamde teneva uvagachchhamti. Tattha nam vavisu ya java alidharaesu ya java suhamsuhenam abhiramamana-abhiramamana viharamti. Tae nam te magamdiya-daraga tattha vi saim va raim va dhiim va alabhamana jeneva uttarille vanasamde teneva uvagachchhamti. Tattha nam vavisu ya java alidharaesu ya suhamsuhenam abhiramamana-abhiramamana viharamti Tae nam te magamdiya-daraga tattha vi saim va raim va dhiim va alabhamana jeneva pachchatthimille vanasamde teneva uvagachchhamti. Tattha nam vavisu ya java alidharaesu ya suhamsuhenam abhiramamana-abhiramamana viharamti. Tae nam te magamdiya-daraga tattha vi saim va raim va dhiim va alabhamana annamannam evam vayasi–evam khalu devanuppiya! Amhe rayanadivadevaya evam vayasi–evam khalu aham devanuppiya! Sakkavayana-samdesenam sutthienam lavanahivaina niutta java ma nam tubbham sariragassa vavatti bhavissai. Tam bhaviyavvam ettha karanenam. Tam seyam khalu amham dakkhinillam vanasamdam gamittae tti kattu annamannassa eyamattham padisunemti, padisunetta jeneva dakkhinille vanasamde teneva paharettha gamanae. Tao nam gamdhe niddhai, se jahanamae–ahimade i va java anitthatarae cheva. Tae nam te magamdiya-daraga tenam asubhenam gamdhenam abhibhuya samana saehim-saehim uttarijjehim asaim piheti, pihetta jeneva dakkhinille vanasamde teneva uvagaya. Tattha nam maham egam aghayanam pasamti–atthiyarasi-saya-samkulam bhima-darisanijjam egam cha tattha sulaiyam purisam kalunaim katthaim vissaraim kuvamanam pasamti, bhiya tattha tasiya uvvigga samjayabhaya jeneva se sulaie purise teneva uvagachchhamti, uvagachchhitta tam sulaiyam purisam evam vayasi–esa nam devanuppiya! Kassaghayane? Tumam cha nam ke kao va iham havvamagae? Kena va imeyaruvam avayam pavie? Tae nam se sulaie purise te magamdiya-darage evam vayasi–esa nam devanuppiya! Rayanadivadevayae aghayane. Aham nam devanuppiya! Jambuddivao divao bharahao vasao kogamdae asavaniyae vipulam paniyabhamdamayae piyavahanenam lavanasamuddam oyae. Tae nam aham poyavahana-vivattie nivvudda-bhamdasare egam phalagakhamdam asaemi. Tae nam aham ovujjhamane-ovujjhamane rayanadivamtenam samvudhe. Tae nam sa rayanadivadevaya mamam pasai, pasitta mama genhai, genhitta mae saddhim viulaim bhogabhogaim bhumjamani viharai. Tae nam sa rayanadivadevaya annaya kayai ahalahusagamsi avarahamsi parikuviya samani mamam eyaruvam avayam pavei. Tam na najjai nam devanuppiya! Tubbham pi imesim sariraganam ka manne avai bhavissai?
Sutra Meaning Transliteration : Sutra– 123. Tyare te makamdika putro muhurtta matramam ja te uttama prasadamam smriti, rati, dhriti na pamata paraspara kahyum – devanupriya ! Ratnadvipa devie apanane kahyum ke – hum shakrana vachanasamdeshathi susthita lavanadhipati vade sompela karya mate jau chhum yavat tame dakshinadishana vanakhamdamam jasho to apatti thashe. To devanupriya ! Apane uchita chhe ke purviya vanakhamdamam jaie. Paraspara a artha svikaryo. Svikarine purviya vanakhamdamam avya, te vanamam vavadi adimam ramana karata – karata, valli mamdapa adimam vicharava lagya. Tyarapachhi te makamdiputrone tyam pana sukharupa smriti adi prapta na thata uttara dishana vanakhamdamam gaya. Ane tyam jaine vavadiomam yavat valli mamdapa adimam vichare chhe. Tyarapachhi te makamdiputrone tyam pana sukharupa smriti adi prapta na thata pashchima dishana vanakhamdamam gaya ane tyam jaine vavadiomam yavata valli mamdapa adimam vichare chhe. Tyarapachhi te makamdiputrone tyam pana smriti yavat na pamata paraspara kahyum – he devanupriya ! Apanane ratnadvipa devie kahelum ke – hum shakrana vachana samdeshathi susthita lavanadhipati vade sompela karya mate jaum chhum yavat tame dakshinadishana vanakhamdamam jasho to tamara sharirane apatti thashe. To temam koi karana hovum joie. Apane uchita chhe ke dakshini vanakhamdamam jaie, ema kari paraspara a vatane svikarine dakshini vanakhamda tarapha javane nikalya. Tyam dakshina disha tarapha jatam ghani gamdha phutati hati, jevi ke – koi sapanum mrita kalevara hoya yavat tenathi pana anishtatara durgamdha avava lagi. Tyare te makamdiputroe, te ashubha gamdhathi abhibhuta thai pota – potana uttariya vastrathi mukhane dhamki didhu. Pachhi dakshina dishana vanakhamdamam gaya. Tyam teoe eka motum vadhasthana joyum, semkado hadakana samuhathi vyapta, jovamam bhayamkara hatum, tyam shuli para chadhavela eka purushane karuna, virasa, kashtamaya shabda karato joyo. A drishya joine teo dari gaya yavat bhaya utpanna thayo. Te shulie chadhavela purusha pase avya, avine tene kahyum – he devanupriya ! A vadhasthana konum chhe\? Tum kona chhe\? Kyamthi avyo chhe\? Kone apattimam namkhyo\? Tyare shulie chadhela purushe makamdiputrane kahyum – devanupriyo! A ratnadvipadevinum vadhasthana chhe. Hum jambudvipana bharatakshetra sthita kakamdino ashva vanika chhum. Vipula panya – bhamdamatrathi lavanasamudramam chalyo. Pachhi marum potavahana bhamgi gayu. Uttama bhamdadi badhum dubi gayum. Eka patiyu hathamam avyum, tena vade tarato – tarato ratnadvipe pahomchyo. Tyare ratnadvipa devie mane avadhijnyana vade joine, mane pakadi, mari sathe vipula bhogone bhogavati vicharava lagi. Pachhi te devie koi vakhate koi nana aparadha vakhate ati kupita thaine mane a vipattimam namkhyo. Khabara nahim, tamara a sharirane kevi apatti prapta thashe\? Tyare te makamdiputro, te shulie chadhela purusha pase a vata sambhali, samajine ghana ja darya yavat samjatabhayavala thaine te purushane puchhyum – he devanupriya ! Ame ratnadvipa devi pasethi kairite chhutakaro pami shakie? Tyare te shulie chadhela purushe te makamdiputrone kahyum – a purva dishana vanakhamdamam shailaka yakshanum yakshayatana chhe, tyam shailaka name ashvarupadhari yaksha vase chhe. Te shailaka yaksha chaudasha – athama – punama – amasana divasekoi eka niyata samaye mota mota shabdothi kahe chhe – kone tarum\? Kone palum\? To he devanupriyo ! Tame purva dishana vanakhamdamam jai, shailaka yakshani maharha pushpothi archana karo. Yakshane page padine, amjali jodi vinayathi sevata tyam rahejo. Jyare te shailaka yaksha niyata samaye ave ane ema kahe ke kone tarum\? Kone palum\? Tyare tame kahejo ke amane taro, amane palo. Shailaka yaksha ja tamane ratnadvipa devina hathamamthi svahaste chhodavashe, anyatha tamara sharirane shum apatti avashe\? Te hum janato nathi. Sutra– 124. Tyare te makamdiputro, te shulie chadhela purusha pase a artha sambhali, samaji shighra – chamda – chapala – tvarita vegathi purvi vanakhamdamam avi, pushkarinimam avya. Temam utarya, jalakrida kari, karine tyam je kamala hata yavat te lidha, laine shailaka yakshana yakshayatane avya. Jota ja pranama karya, maharha pushpothi archana kari, karine yakshane page padi, seva karata ane namana karata paryupasava lagya. Tyare shailaka yakshe niyata samaye kahyum – Kone tarum\? Kone palum\? Tyare makamdiputro ubha thaya, be hatha jodine kahyum – amane taro, amane palo. Tyare te shailaka yakshe, makamdiputrone kahyum – he devanupriyo ! Tame mari sathe lavanasamudrani madhye jata hasho, tyare te papi – chamda – rudra – kshudra – sahasika ghana ja kathora – komala, anukula – pratikula, shrimgaraka ane karuna upasargothi upasarga karashe. Jo tame ratnadvipa devina a arthano adara karasho – janasho ke apeksha karasho, to hum tamane pitha uparathi padi daisha. Jo tame ratnadvipa devina a arthano adara nahim karo, janasho nahim, apeksha nahim karo, to hum tamane ratnadvipa devina hathathi, mara hathe chhodavisha. Tyare te makamdiputroe shailaka yakshane kahyum – he devanupriya ! Tame je karasho, te upapata – vachana – nirdeshamam rahishum, tyare te shailaka yakshe purva dishamam jaine vaikriya samudghata karine samkhyata yojana damda kadhe chhe, biji – triji vakhata pana vaikriya samudghata karine, eka maha ashvanum rupa vikurvine, te makamdiputrone ama kahyum – O makamdiko ! Mari pitha upara besi jao. Tyare te makamdiko harshita thai shailaka yakshane pranama karine teni pitha upara betha. Tyare shailake, temane bethela janine akashamam sata – atha tada pramana umche udyo, udine tevi utkrishta – tvarita – devagatithi lavanasamudra madhyethi jambu dvipamam, bharatakshetramam, champanagari tarapha javane nikalyo. Sutra– 125. Tyare te ratnadvipa devi, lavanasamudrane ekavisha chakkara lagavi, je tyam trinadi hata, tene dura karya. Pachhi uttama prasade avi. Te makamdiputrone prasadamam na jota, purvana vanakhamdamam gai yavat chotarapha margana – gaveshana kare chhe. Te makamdiputroni kyamya shruti, kshuti adi prapta na thata, te uttara dishana vanakhamdamam gai, te pramane pashchima dishanam vanakhamdamam pana gai, pana uttara ke pashchima dishamam yavat kyamya na jota, tenie avadhijnyanano prayoga karyo. Te makamdiputrone shailakani sathe lavanasamudrani vachchovachchathi pasara thata joya. Joine te devi krodhita thaine, asi – khadga laine sata – atha tada yavat akashamam umche gai, tevi utkrishta gatithi makamdiputro pase avi. Avine boli – o makamdiko ! Aprarthitane prarthanara ! Tame mane chhodine shum shailaka yaksha sathe lavanasamudra madhye thai jai shakasho\? Atalum java chhatam, jo tame mari asha rakhata ho to tame jivata rahesho. Jo mari ashanahim rakho to tamane a nilotpala – gavala jevi kalitalavara vade yavat tamara mastaka kapine phemki daisha. Tyare te makamdiputro ratnadvipa devi pase a artha sambhali, samaji, bhaya na pamya, trasa na pamya, udvega na pamya, kshobha na pamya, sambhramta na thaya, teoe ratnadvipa devina a arthano adara na karyo, na janyum, apeksha na kari. Adara na karata, na janata, na apeksha karata, shailaka yakshani sathe lavanasamudra madhye thaine chalya. Tyare te ratnadvipa devi, te makamdikone jyare pratikula upasargo dvara chalita karavamam, kshubdha karavamam, viparinamita karavamam, lobhita karavamam samartha na thai, tyare madhura – shrimgari – karuna anukula upasargothi upasarga karavamam pravritta thai. O makamdiputro ! Jyare tame mari sathe hasya, ramya, chopata rami, krida kari, jhule jhulya, ratikrida kari, a badhum na ganakarine tame mane chhodine shailaka sathe lavanasamudra madhye thai jai rahya chho\? Tyarapachhi te ratnadvipa devi, jinarakshitana manane avadhijnyana vade kamika shithila joyum. Joine kahyum – hum nitya jinapalita mate anishta, akamta, apriya, amanojnya, amanohara hati ane jinapalita pana mane nitya anishta adi hato. Pana jinarakshitane hum nitya ishta, kanta, priya, manojnya ane manohara hati ane jinarakshita pana mane ishta adi hato. Jo jinapalita mane rudana karati, kramdana karati, shoka karati, anutapa pamati ane vilapa karati, mari parava karato nathi. Pana he jinarakshita! Tum pana mari yavat parava nathi karato? Sutra– 126. Tyare te uttama ratnadvipani devi avadhijnyana vade jinarakshitana manane janine, tena vadhana nimitte biji vara boli. Sutra– 127. Dveshayukta te devie lila sahita, vividha churnavasa mishrita, divya, nasika ane manane triptidayi, sarvarituka sambamdhi pushpavrishti karati – Sutra– 128. Vividhamani, suvarna, ratna, ghamtika, ghumgharu, jhamjhara, mekhala, a abhushanana shabdothi, disha – vidishane purati te devi ama boli – Sutra– 129. He hola ! Vasula ! Gola ! Natha ! Dayita ! Priya ! Ramana ! Kamta ! Svami ! Nirghrina ! Nisthakka ! Styana! Nishkripa ! Akritajnya ! Shithila bhava ! Nirlajja ! Ruksha ! Akaruna ! Mara hridayarakshaka jinarakshita ! Sutra– 130. Mane ekali, anatha, abamdhava, tamari charana sevanari, adhanyane chhodine javum tare yogya nathi. He guna shamkara ! Hum tara vina kshanabhara pana jivita rahevane samartha nathi. Sutra– 131. Aneka semkado matsya, magara, vividha kshudra jalachara pranithi vyapta griharupa, a ratnakara madhye, hum tari same maro vadha karum chhum. Chalo, pachha jaie. Jo tum kupita ho, to maro eka aparadha kshama kara. Sutra– 132. Tarum mukha meghavihina vimala chamdra samana chhe, tara netra sharadarituna sadya vikasita kamala, kumuda, kuvalayana patra samana ati shobhita chhe. Ava nayanavala tara mukhadarshana trishathi hum ahim avi chhum. Tarum mukha jovum chhe. He natha ! Mane juo, jethi tamarum mukhakamala joi laum. Sutra– 133. A rite premapurna, sarala, madhura vachana varamvara bolati, te papini, papapurna hridaya devi margamam pachhala chalava lagi. Sutra– 134. Tyare te jinarakshita, te kanane sukhadayi, manohara, abhushana – shabdothi, te pranayayukta – sarala – madhura vachanothi chalita – mana thayo. Tene bamano raga janmyo. Te ratnadvipa devina sumdara stana, jaghana, vadana, kara, charana, nayana, lavanya, rupa, yauvanashri tatha teni sathe harshathi karayela alimgana, bibboka vilasa, vihasita, kataksha drishti, nihshvasa, mardana, upalalita, sthita, gamana, pranayakopa ane prasaditanum smarana karata, ragamohita matithi avasha, karmavasha thai, lajja sathe pachhala tarapha, tenina mukhane jova lagyo. Tyare te jinarakshitane anuragabhava utpanna thayo, mrityu rakshase tena galamam hatha namkhi mati pheravi didhi, devine joto hato, te vata, shailaka yakshe avadhijnyanathi janine, jinarakshitane potana vachanamam shraddharahita janine dhire – dhire pithathi utari didho. Tyare te ratnadvipa devi, dayaniya jinarakshitane shailakani pithathi padato joyo. Tyare te nirdaya ane kalushita hridayavali te ratnadvipani devie dayaniya eva jinarakshitane joine kahyum – he dasa ! Tum maryo. Ema boli, sagarana jala sudhi pahomchata pahela, bamne hatha pakadi, baradati, tenie jinarakshitane upara uchhalyo, niche padata pahela, talavarani anie jhili lidho. Nilakamala – gavalaya – alasina pushpa samana shyamaramgi shreshtha talavarathi jinarakshitana tukade – tukada kari didha. Tyam vilapa karati, rasathi vadha karayela tena lohi vyapta amgopamgane grahana kari, amjali kari, harshita thai, tene utkshipta bali maphaka chare dishamam bali uchhalya. Sutra– 135. E pramane he ayushyaman shramano ! Je apana sadhu – sadhvi pravrajita thaine phari manushi kamabhogamam ashraya le chhe, kamabhogani prarthana – spriha – abhilasha kare chhe, te a bhavamam ja ghana shramana, shramani, shravaka, shravika charethi hilana pami yavat te jinarakshitani jema samsaramam bhame chhe. Sutra– 136. Pachhala jonara jinarakshita chhalayo, pachhala na jonara jinapalita nirvighne svasthane pahomchyo. Tethi pravachanana sararupa charitra palanamam asakti rahita rahevum joie. Sutra– 137. Charitra laine je bhogoni asakti kare chhe, te ghora samsara sagaramam pade chhe, je bhogothi nirasakta rahe chhe, te samsara kamtarane para kare chhe. Sutra– 138. Tyare te ratnadvipa devi, jinapalita pase gai, ghana anukula – pratikula, kathora – madhura, shrimgari – karuna upasargothi jyare tene chalita – kshobhita – viparinamita karava asamartha bani, tyare shramta, tamta, paritamta, nirvinna thai je dishathi avi, te dishamam pachhi gai. Tyare te shailaka yaksha, jinapalita sathe lavanasamudrani vachchovachchathi chalato – chalato champanagarie avyo. Tyam agrodyanamam jinapalitane pithathi utarine kahyum – he devanupriya ! A champanagari dekhaya chhe. Ama kahi jinapalitani raja lai, yavat pachho gayo. Sutra– 139. Tyarapachhi jinapalita champamam praveshi, potana ghera, matapitani pase avyo. Tene rota yavat vilapa karata karata jinarakshitana mrityuna samachara kahya. Pachhi jinapalita ane matapitae, mitra, jnyati yavat parijanani sathe rota – rota ghana laukika mritaka karya karya ane ketaloka kala jata shokarahita thaya. Tyarapachhi jinapalite anya koi dine uttama sukhasane betho hato tyare tena matapitae puchhyum – he putra ! Jinarakshita kai rite mrityu pamyo\? Tyare jinapalite temane lavanasamudramam pravesha, tophani vayu uthavo, vahananum nashta thavum, patiyu malavum, ratnadvipe pahomchavum, ratnadvipa devina grihe bhoga vaibhava, devinum vadhasthana, shulie chadhela purushane jovo, shailaka yaksha upara arohana, devi dvara upasarga, jinarakshitanum mrityu, lavanasamudra para karavo, champae avavum, shailakayakshe raja levi, adi je banyu te satya, purepurum janavyum. Pachhi jinapalita yavat shokarahita thai vipula bhogo bhogavato rahe chhe. Sutra– 140. Te kale, te samaye bhagavamta mahavira, champa nagarinam purnabhadra chaityamam padharya. Bhagavad vamdanarthe parshada nikali, jinapalite dharma – upadesha sambhalyo, diksha lidhi, agiyara amgona jnyata thaya, amte eka masanum anashana kari yavata saudharmakalpe be sagaropama sthitivalo deva thayo, tyamthi te jinapalita mahavideha kshetre siddha thashe. A pramane he ayushyaman shramano ! Je sadhu ke sadhvi diksha laine, manushi kamabhogani punah abhilasha karata nathi, te yavat jinapalitani jema samsara samudra para pame chhe. He jambu ! Nishche, shramana bhagavamta mahavire navamam jnyata adhyayanano a artha kahyo chhe, te hum tamane kahum chhum. Sutra samdarbha– 123–140