Sutra Navigation: Gyatadharmakatha ( ધર્મકથાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104796
Scripture Name( English ): Gyatadharmakatha Translated Scripture Name : ધર્મકથાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-८ मल्ली

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૮ મલ્લી

Section : Translated Section :
Sutra Number : 96 Category : Ang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं सक्कस्स आसणं चलइ। तए णं से सक्के देविंदे देवराया आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ, पउंजित्ता मल्लिं अरहं ओहिणा आमोएइ। इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मनोगए संकप्पे समुप्प-ज्जित्था–एवं खलु जंबुद्दीवे दीवे भारहे वासे मिहिलाए नय-रीए कुंभगस्स रन्नो [धूया पभावईए देवीए अत्तया?] मल्ली अरहा निक्खमिस्सामित्ति मणं पहारेइ। तं जीयमेयं तीय-पच्चुप्पण्णमणानागयाणं सक्काणं अरहंताणं भगवंताणं निक्खममाणाणं इमेयारूवं अत्थसंपयाणं दलइत्तए, [तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૯૬. તે કાળે, તે સમયે શક્રનું આસન ચલિત થયું, ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રે આસનને ચલિત થતું જોયું, અવધિ પ્રયોજ્યું, મલ્લ અરહંતને અવધિ વડે જોઈને આવો મનોગત સંકલ્પ ઉપજ્યો કે – નિશ્ચે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલામાં, કુંભકરાજાની પુત્રી, મલ્લી અરહંતે દીક્ષા લેવાનો મનોસંકલ્પ કર્યો છે. તો અતીત – અનાગત – વર્તમાન શક્રનો આચાર છે કે – અરહંત ભગવંત દીક્ષા લેતા હોય ત્યારે આવા સ્વરૂપની અર્થ – સંપત્તિ આપવી જોઈએ. તે આ પ્રમાણે – સૂત્ર– ૯૭. ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ (૩ અબજ ૮૮ કરોડ ૮૦ લાખ)દ્રવ્ય ઇન્દ્ર અરહંતને આપે. સૂત્ર– ૯૮. આવું વિચારી શક્રએ વૈશ્રમણ દેવને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિય ! નિશ્ચે જંબૂદ્વીપના, ભરતક્ષેત્રમાં મલ્લી અરહંતે દીક્ષા લેવા વિચારેલ છે તો યાવત્‌ ઉપરોક્ત દ્રવ્ય આપે. તો હે દેવાનુપ્રિય ! જાઓ અને ત્યાં કુંભકના ભવનમાં આ પ્રકારે અર્થસંપત્તિ સંહરીને જલદીથી મારી આ આજ્ઞા પાછી સોંપો. ત્યારે શક્રેન્દ્રને આમ કહેતા જાણી, હર્ષિત થઈ, બે હાથ જોડી, યાવત્‌ આજ્ઞાને સ્વીકારીને, તેમણે જૃંભક દેવને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં, મિથિલા રાજધાનીમાં, કુંભક રાજાના ભવનમાં ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ એ પ્રમાણે અર્થસંપત્તિને સંહરો અને મારી આજ્ઞા મને પાછી સોંપો. ત્યારે તે જૃંભકદેવો, વૈશ્રમણ પાસે યાવત્‌ આ આજ્ઞા સાંભળીને ઈશાન ખૂણામાં જઈને ઉત્તરવૈક્રિય રૂપ વિકુર્વે છે, વિકુર્વીને ઉત્કૃષ્ટ યાવત્‌ ગતિથી જતાં, મિથિલા રાજધાનીમાં કુંભ રાજાના ભવનમાં આવ્યા. ત્યાં અર્થસંપત્તિ સંહરી. સંહરીને વૈશ્રમણ દેવ પાસે આવીને બે હાથ જોડી યાવત્‌ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી વૈશ્રમણ દેવે, શક્રેન્દ્ર પાસે જઈ, બે હાથ જોડી, યાવત્‌ આજ્ઞા પાછી સોંપી. ત્યારપછી મલ્લી અરહંત પ્રતિદિન યાવત્‌ માગધદેશના પ્રાતઃરાશના સમય સુધી અર્થાત બે પ્રહાર સુધી/ મધ્યાહ્ન પર્યંત, ઘણા સનાથ, અનાથ, પાંથિક, પથિક, કરોટિકા અને કાર્પાટિકોને પૂરા એક કરોડ અને આઠ લાખ, એટલી અર્થસંપત્તિને દાનમાં દેવા લાગ્યા. ત્યારે તે કુંભરાજાએ મિથિલા રાજધાનીમાં તેમાં – તેમાં અને ત્યાં – ત્યાં, સ્થાને – સ્થાને ઘણી ભોજનશાળાઓ બનાવી. ત્યાં ઘણા મનુષ્યો દૈનિક ભોજન અને વેતનથી વિપુલ અશનાદિ તૈયાર કરતા હતા, કરીને જે લોકો જેમ – જેમ આવે, જેમ કે પાંથિક, પથિક, કરોટિક, કાર્પાટિક, પાખંડી કે ગૃહસ્થોને ત્યાં આશ્વસ્ત, વિશ્વસ્ત કરી ઉત્તમ સુખાસને બેસાડી વિપુલ અશનાદિને આપતા – પીરસતા રહેતા હતા. ત્યારે મિથિલાએ શૃંગાટકે યાવત્‌ ઘણા લોકો પરસ્પર આમ કહેતા હતા – હે દેવાનુપ્રિયો ! કુંભ રાજાના ભવનમાં સર્વકામગુણિત, મનોવાંછિત, વિપુલ અશનાદિ ઘણા શ્રમણાદિને યાવત્‌ દેવાય છે. સૂત્ર– ૯૯. સુર – અસુર – દેવ – દાનવ – નરેન્દ્રએ નિષ્ક્રમણ અવસરે આવી, વરવરિકા(યાચકોને ‘આવો’ એવી) ઘોષણા કરાવી કે યાચકને ઘણા પ્રકારે ઇચ્છિત દાન અપાય છે. સૂત્ર– ૧૦૦. ત્યારે અરહંત મલ્લીએ ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ અર્થસંપત્તિનું દાન દઈને ‘દીક્ષા લઉં’ એવું મનમાં ધાર્યું. સૂત્ર– ૧૦૧. તે કાળે, તે સમયે લોકાંતિક દેવો, જે બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રસ્તટમાં પોત – પોતાના વિમાનમાં પોત – પોતાના ઉત્તમ પ્રાસાદાવતંસકમાં રહે છે. તે દરેકે દરેક પોતાના ૪૦૦૦ સામાનિક દેવો, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા ઘણા લોકાંતિક દેવો સાથે પરીવરીને, ઘણા જોરથી વગાડાતા નૃત્યો – ગીત – વાજિંત્ર યાવત્‌ શબ્દોની સાથે ભોગ ભોગવતો વિચરે છે. તે લોકાંતિક દેવો. આ પ્રમાણે છે – સૂત્ર– ૧૦૨. સારસ્વત, આદિત્ય, વહ્નિ, વરુણ, ગર્દતોય, તુષિત, અવ્યાબાધ, આગ્નેય અને રિષ્ટ. સૂત્ર– ૧૦૩. ત્યારે તે લોકાંતિક દેવોના પ્રત્યેકના આસન ચલિત થયા. ઇત્યાદિ પૂર્વવત્‌ યાવત્‌ નિષ્ક્રમણ કરતા અરહંતોને સંબોધને કરવું. તેથી આપણે જઈએ અને અર્હત્‌ મલ્લીને સંબોધન કરીએ, એમ વિચારીને, ઈશાન ખૂણામાં૦ વૈક્રિય સમુદ્‌ઘાત વડે સમવહત થઈને સંખ્યાત યોજન દંડ બનાવ્યો ઇત્યાદિ બધું જૃંભક દેવની માફક જાણવુ યાવત્‌ મિથિલા રાજધાનીમાં કુંભક રાજાના ભવનમાં મલ્લી અર્હત પાસે ગયા. જઈને આકાશમાં અધર સ્થિત રહીને, ઘૂંઘરુના શબ્દ સહિત યાવત્‌ ઉત્તમ વસ્ત્રો પહેરીને, બે હાથ જોડી તેવી ઇષ્ટ વાણીથી કહ્યું – હે લોકનાથ! બોધ પામો. જીવોને હિત – સુખ – નિઃશ્રેયસ્કર થનાર ધર્મતીર્થને પ્રવર્તાવો. એમ કહીને બીજી – ત્રીજી વખત પણ આમ કહ્યું. કહીને મલ્લી અરહંતને વાંદી, નમીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યારપછી અરહંત મલ્લી, તે લોકાંતિક દેવોથી સંબોધિત થઈને માતા – પિતાની પાસે આવ્યા. આવીને બે હાથ જોડી બોલ્યા – હે માતા – પિતા ! હું આપની અનુજ્ઞા પામીને મુંડ થઈને યાવત્‌ પ્રવ્રજિત થવા ઇચ્છુ છું. હે દેવાનુપ્રિયો! સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે કુંભરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને આ પ્રમાણે કહ્યું જલદીથી ૧૦૦૮ સુવર્ણકળશ યાવત્‌ માટીના કળશ, બીજા પણ મહાર્થ યાવત્‌ તીર્થંકરાભિષેકને યોગ્ય સામગ્રી ઉપસ્થિત કરો. યાવત્‌ કૌટુંબિક પુરુષોએ સામગ્રી. ઉપસ્થિત કરી. તે કાળે, તે સમયે અસુરેન્દ્ર ચમર યાવત્‌ અચ્યુતકલ્પ સુધીના બધા ઇન્દ્રો આવ્યા. પછી શક્રેન્દ્રએ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું – જલદીથી ૧૦૦૮ સુવર્ણ કળશો યાવત્‌ અભિષેક યોગ્ય બીજી સામગ્રી ઉપસ્થિત કરો યાવત્‌ ઉપસ્થાપિત કરી, તે દૈવી કળશો, તે માનુષી કળશોમાં સમાઈ ગયા. ત્યારપછી દેવેન્દ્ર દેવરાજ શક્રે, કુંભરાજાએ, અરહંત મલ્લીને સિંહાસનમાં પૂર્વાભિમુખ બેસાડ્યા, પછી સુવર્ણ આદિના ૧૦૦૮ પૂર્વોક્ત કળશોથી યાવત્‌ અભિષેક કર્યો. ત્યારે, ભગવતી મલ્લીનો અભિષેક ચાલતો હતો ત્યારે કેટલાક દેવોએ મિથિલાની અંદર અને બહાર યાવત્‌ સર્વે દિશા – વિદિશામાં દોડવા લાગ્યા. ત્યારે કુંભ રાજાએ બીજી વખત ઉત્તરદિશામાં સિંહાસન રખાવ્યુ યાવત્‌ મલ્લીને સર્વાલંકાર વિભૂષિત કર્યા. કરીને કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – જલદીથી ‘મનોરમા’ શિબિકા લાવો. – તે કૌટુંબિક પુરુષોને શિબિકા લાવ્યા. ત્યારે શક્રેન્દ્રએ આભિયોગિક દેવને કહ્યું – જલદીથી અનેક સ્તંભવાળી યાવત્‌ મનોરમા શિબિકા ઉપસ્થિત કરો. યાવત્‌ તેમણે કરી. તે શિબિકા પણ મનુષ્યની શિબિકામાં સમાઈ ગઈ. ત્યારપછી અરહંત મલ્લી સિંહાસનથી ઊભા થઈને મનોરમા શિબિકા પાસે આવ્યા, આવીને તે શિબિકાને અનુ – પ્રદક્ષિણા કરીને શિબાકામાં આરૂઢ થયા. થઈને ઉત્તમ સિંહાસને પૂર્વાભિમુખ બેઠા. ત્યારપછી કુંભકે ૧૮ – શ્રેણી પ્રશ્રેણિજનોને બોલાવ્યા અને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે સ્નાન યાવત્‌ સર્વાલંકાર વિભૂષા કરી મલ્લીની શિબિકાનું વહન કરો યાવત્‌ વહન કરે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ મનોરમા શિબિકાની જમણી બાજુનાઆગળના દંડને વહન કર્યો, દેવેન્દ્ર દેવરાજ ઇશાને ડાબી બાજુના આગળના દંડને વહન કર્યો, ચમરેન્દ્રએ જમણી બાજુના પાછળના દંડને વહન કર્યો અને બલીન્દ્રએ ડાબી બાજુના પાછળના દંડને વહન કર્યો અને શેષ દેવોએ યથાયોગ્ય મનોરમા શિબિકાનું વહન કર્યું સૂત્ર– ૧૦૪. મનુષ્યોએ સર્વપ્રથમ શિબિકા વહન કરી, હર્ષથી તેમના રોમકૂપ વિકસ્વર થયા, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્રોએ તે શિબિકાને વહન કરી. સૂત્ર– ૧૦૫. ચલ – ચપલ – કુંડલધારક, સ્વચ્છંદ – વિકુર્વિત – આભરણધારી દેવેન્દ્ર, દાનવેન્દ્રોએ જિનેન્દ્રની શિબિકા વહન કરી. સૂત્ર– ૧૦૬. ત્યારપછી અરહંત મલ્લી, મનોરમા શિબિકામાં આરૂઢ થયા ત્યારે આ આઠ – આઠ મંગલ અનુક્રમે આગળ ચાલ્યા. એ પ્રમાણે જમાલિની જેમ નિર્ગમન કહેવું. ત્યારપછી અરહંત મલ્લી, દીક્ષા લેવા નીકળ્યા ત્યારે કેટલાક દેવોએ મિથિલાને પાણીથી સીંચી, અભ્યંતર – બહાર સ્વચ્છ કરીને યાવત્‌ ચોતરફ નાચતા કુદતા દોડ્યા. ત્યારપછી અરહંત મલ્લી સહસ્રામ્રવન ઉદ્યાનમાં ઉત્તમ અશોકવૃક્ષે આવ્યા, આવીને શિબિકાથી નીચે ઊતર્યા, આભરણ – અલંકાર પ્રભાવતીએ ગ્રહણ કર્યા. પછી અરહંત મલ્લીએ સ્વયમેવ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારે શક્રેન્દ્રએ મલ્લીના વાળ ગ્રહણ કર્યા અને ક્ષીરોદક સમુદ્રમાં પધરાવ્યા. ત્યારપછી અરહંત મલ્લીએ ‘સિદ્ધોને નમસ્કાર’ એમ કહીને સામાયિક ચારિત્ર સ્વીકાર્યું, જે સમયે અરહંત મલ્લીએ ચારિત્ર સ્વીકાર્યું, તે સમયે દેવો અને મનુષ્યો મનુષ્યોનો નિર્ઘોષ, વાદ્યોનો નાદ, ગીતાગાનનો નિર્ઘોષ શક્રના વચન સંદેશથી પૂર્ણ બંધ થયા. જે સમયે અરહા મલ્લીએ સામાયિક ચારિત્ર સ્વીકાર્યું, તે સમયે અરહંત મલ્લીને મનુષ્ય ધર્મથી ઉપરનું મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. અરહંત મલ્લીએ જે આ હેમંતનો બીજો માસ, ચોથો પક્ષ, પોષ સુદ – ૧૧ – ના (વ્યવહારમાં માગસર સુદ – ૧૧ પ્રસિદ્ધ છે, તેને મતભેદ જાણવો. આવશ્યક નિર્યુક્તિ મુજબ મા.સુ.૧૦ બંધ બેસે છે).. પૂર્વાહ્ણ કાળ સમયમાં નિર્જળ અઠ્ઠમ ભક્ત તપપૂર્વક, અશ્વિની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થતા, અભ્યંતર પર્ષદાની ૩૦૦ સ્ત્રીઓ અને બાહ્ય પર્ષદાના ૩૦૦ પુરુષો સાથે મુંડ થઈ, દીક્ષા લીધી. અરહંત મલ્લીને અનુસરીને આઠ રાજકુમારે દીક્ષા લીધી. સૂત્ર– ૧૦૭. તે આ – નંદ, નંદીમિત્ર, સુમિત્ર, બલમિત્ર, ભાનુમિત્ર, અમરપતિ, અમરસેન અને મહસેન સૂત્ર– ૧૦૮. ત્યારપછી તે ભવનપતિ આદિ ચારે પ્રકારના દેવોએ અરહંત મલ્લીનો નિષ્ક્રમણ મહિમા કર્યો, કરીને નંદીશ્વરદ્વીપે અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો યાવત્‌ પાછા ગયા. ત્યારપછી અરહંત મલ્લીએ જે દિવસે દીક્ષા લીધી, તે જ દિવસે, દિવસના અંતિમ ભાગે ઉત્તમ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર ઉત્તમ સુખાસને બેસીને શુભ પરિણામથી, પ્રશસ્ત અધ્યવસાયથી, પ્રશસ્ત અને વિશુદ્ધ લેશ્યાથી તદાવરક કર્મ – રજને દૂર કરનાર અપૂર્વકરણમાં અનુપ્રવેશીને અનંત યાવત્‌ કેવળજ્ઞાન – દર્શન ઉત્પન્ન થયા. સૂત્ર સંદર્ભ– ૯૬–૧૦૮
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam sakkassa asanam chalai. Tae nam se sakke devimde devaraya asanam chaliyam pasai, pasitta ohim paumjai, paumjitta mallim araham ohina amoei. Imeyaruve ajjhatthie chimtie patthie manogae samkappe samuppa-jjittha–evam khalu jambuddive dive bharahe vase mihilae naya-rie kumbhagassa ranno [dhuya pabhavaie devie attaya?] malli araha nikkhamissamitti manam paharei. Tam jiyameyam tiya-pachchuppannamananagayanam sakkanam arahamtanam bhagavamtanam nikkhamamananam imeyaruvam atthasampayanam dalaittae, [tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 96. Te kale, te samaye shakranum asana chalita thayum, tyare devendra devaraja shakre asanane chalita thatum joyum, avadhi prayojyum, malla arahamtane avadhi vade joine avo manogata samkalpa upajyo ke – nishche jambudvipana bharatakshetramam mithilamam, kumbhakarajani putri, malli arahamte diksha levano manosamkalpa karyo chhe. To atita – anagata – vartamana shakrano achara chhe ke – arahamta bhagavamta diksha leta hoya tyare ava svarupani artha – sampatti apavi joie. Te a pramane – Sutra– 97. 3,88,80,00,000 (3 abaja 88 karoda 80 lakha)dravya indra arahamtane ape. Sutra– 98. Avum vichari shakrae vaishramana devane bolavine kahyum – he devanupriya ! Nishche jambudvipana, bharatakshetramam malli arahamte diksha leva vicharela chhe to yavat uparokta dravya ape. To he devanupriya ! Jao ane tyam kumbhakana bhavanamam a prakare arthasampatti samharine jaladithi mari a ajnya pachhi sompo. Tyare shakrendrane ama kaheta jani, harshita thai, be hatha jodi, yavat ajnyane svikarine, temane jrimbhaka devane bolavine kahyum – he devanupriyo ! Tame jao ane jambudvipana bharatakshetramam, mithila rajadhanimam, kumbhaka rajana bhavanamam 3,88,80,00,000 e pramane arthasampattine samharo ane mari ajnya mane pachhi sompo. Tyare te jrimbhakadevo, vaishramana pase yavat a ajnya sambhaline ishana khunamam jaine uttaravaikriya rupa vikurve chhe, vikurvine utkrishta yavat gatithi jatam, mithila rajadhanimam kumbha rajana bhavanamam avya. Tyam arthasampatti samhari. Samharine vaishramana deva pase avine be hatha jodi yavat ajnya pachhi sompi. Tyarapachhi vaishramana deve, shakrendra pase jai, be hatha jodi, yavat ajnya pachhi sompi. Tyarapachhi malli arahamta pratidina yavat magadhadeshana pratahrashana samaya sudhi arthata be prahara sudhi/ madhyahna paryamta, ghana sanatha, anatha, pamthika, pathika, karotika ane karpatikone pura eka karoda ane atha lakha, etali arthasampattine danamam deva lagya. Tyare te kumbharajae mithila rajadhanimam temam – temam ane tyam – tyam, sthane – sthane ghani bhojanashalao banavi. Tyam ghana manushyo dainika bhojana ane vetanathi vipula ashanadi taiyara karata hata, karine je loko jema – jema ave, jema ke pamthika, pathika, karotika, karpatika, pakhamdi ke grihasthone tyam ashvasta, vishvasta kari uttama sukhasane besadi vipula ashanadine apata – pirasata raheta hata. Tyare mithilae shrimgatake yavat ghana loko paraspara ama kaheta hata – he devanupriyo ! Kumbha rajana bhavanamam sarvakamagunita, manovamchhita, vipula ashanadi ghana shramanadine yavat devaya chhe. Sutra– 99. Sura – asura – deva – danava – narendrae nishkramana avasare avi, varavarika(yachakone ‘avo’ evi) ghoshana karavi ke yachakane ghana prakare ichchhita dana apaya chhe. Sutra– 100. Tyare arahamta mallie 3,88,80,00,000 arthasampattinum dana daine ‘diksha laum’ evum manamam dharyum. Sutra– 101. Te kale, te samaye lokamtika devo, je brahmaloka kalpana rishta vimana prastatamam pota – potana vimanamam pota – potana uttama prasadavatamsakamam rahe chhe. Te dareke dareka potana 4000 samanika devo, trana parshada, sata sainya, sata sainyadhipati, 16,000 atmarakshaka devo ane bija ghana lokamtika devo sathe parivarine, ghana jorathi vagadata nrityo – gita – vajimtra yavat shabdoni sathe bhoga bhogavato vichare chhe. Te lokamtika devo. A pramane chhe – Sutra– 102. Sarasvata, aditya, vahni, varuna, gardatoya, tushita, avyabadha, agneya ane rishta. Sutra– 103. Tyare te lokamtika devona pratyekana asana chalita thaya. Ityadi purvavat yavat nishkramana karata arahamtone sambodhane karavum. Tethi apane jaie ane arhat malline sambodhana karie, ema vicharine, ishana khunamam0 vaikriya samudghata vade samavahata thaine samkhyata yojana damda banavyo ityadi badhum jrimbhaka devani maphaka janavu yavat mithila rajadhanimam kumbhaka rajana bhavanamam malli arhata pase gaya. Jaine akashamam adhara sthita rahine, ghumgharuna shabda sahita yavat uttama vastro paherine, be hatha jodi tevi ishta vanithi kahyum – he lokanatha! Bodha pamo. Jivone hita – sukha – nihshreyaskara thanara dharmatirthane pravartavo. Ema kahine biji – triji vakhata pana ama kahyum. Kahine malli arahamtane vamdi, namine je dishamamthi avya hata, te dishamam pachha gaya. Tyarapachhi arahamta malli, te lokamtika devothi sambodhita thaine mata – pitani pase avya. Avine be hatha jodi bolya – he mata – pita ! Hum apani anujnya pamine mumda thaine yavat pravrajita thava ichchhu chhum. He devanupriyo! Sukha upaje tema karo, pratibamdha na karo. Tyare kumbharajae kautumbika purushone bolavya ane bolavine a pramane kahyum Jaladithi 1008 suvarnakalasha yavat matina kalasha, bija pana mahartha yavat tirthamkarabhishekane yogya samagri upasthita karo. Yavat kautumbika purushoe samagri. Upasthita kari. Te kale, te samaye asurendra chamara yavat achyutakalpa sudhina badha indro avya. Pachhi shakrendrae abhiyogika devone bolavine kahyum – jaladithi 1008 suvarna kalasho yavat abhisheka yogya biji samagri upasthita karo yavat upasthapita kari, te daivi kalasho, te manushi kalashomam samai gaya. Tyarapachhi devendra devaraja shakre, kumbharajae, arahamta malline simhasanamam purvabhimukha besadya, pachhi suvarna adina 1008 purvokta kalashothi yavat abhisheka karyo. Tyare, bhagavati mallino abhisheka chalato hato tyare ketalaka devoe mithilani amdara ane bahara yavat sarve disha – vidishamam dodava lagya. Tyare kumbha rajae biji vakhata uttaradishamam simhasana rakhavyu yavat malline sarvalamkara vibhushita karya. Karine kautumbika purushone bolavine kahyum – jaladithi ‘manorama’ shibika lavo. – te kautumbika purushone shibika lavya. Tyare shakrendrae abhiyogika devane kahyum – jaladithi aneka stambhavali yavat manorama shibika upasthita karo. Yavat temane kari. Te shibika pana manushyani shibikamam samai gai. Tyarapachhi arahamta malli simhasanathi ubha thaine manorama shibika pase avya, avine te shibikane anu – pradakshina karine shibakamam arudha thaya. Thaine uttama simhasane purvabhimukha betha. Tyarapachhi kumbhake 18 – shreni prashrenijanone bolavya ane kahyum – he devanupriyo ! Tame snana yavat sarvalamkara vibhusha kari mallini shibikanum vahana karo yavat vahana kare chhe. Tyare te devendra devaraja shakrae manorama shibikani jamani bajunaagalana damdane vahana karyo, devendra devaraja ishane dabi bajuna agalana damdane vahana karyo, chamarendrae jamani bajuna pachhalana damdane vahana karyo ane balindrae dabi bajuna pachhalana damdane vahana karyo ane shesha devoe yathayogya manorama shibikanum vahana karyum Sutra– 104. Manushyoe sarvaprathama shibika vahana kari, harshathi temana romakupa vikasvara thaya, pachhi asurendra, surendra ane nagendroe te shibikane vahana kari. Sutra– 105. Chala – chapala – kumdaladharaka, svachchhamda – vikurvita – abharanadhari devendra, danavendroe jinendrani shibika vahana kari. Sutra– 106. Tyarapachhi arahamta malli, manorama shibikamam arudha thaya tyare a atha – atha mamgala anukrame agala chalya. E pramane jamalini jema nirgamana kahevum. Tyarapachhi arahamta malli, diksha leva nikalya tyare ketalaka devoe mithilane panithi simchi, abhyamtara – bahara svachchha karine yavat chotarapha nachata kudata dodya. Tyarapachhi arahamta malli sahasramravana udyanamam uttama ashokavrikshe avya, avine shibikathi niche utarya, abharana – alamkara prabhavatie grahana karya. Pachhi arahamta mallie svayameva pamchamushtika locha karyo. Tyare shakrendrae mallina vala grahana karya ane kshirodaka samudramam padharavya. Tyarapachhi arahamta mallie ‘siddhone namaskara’ ema kahine samayika charitra svikaryum, je samaye arahamta mallie charitra svikaryum, te samaye devo ane manushyo manushyono nirghosha, vadyono nada, gitaganano nirghosha shakrana vachana samdeshathi purna bamdha thaya. Je samaye araha mallie samayika charitra svikaryum, te samaye arahamta malline manushya dharmathi uparanum manahparyavajnyana utpanna thayum. Arahamta mallie je a hemamtano bijo masa, chotho paksha, posha suda – 11 – na (vyavaharamam magasara suda – 11 prasiddha chhe, tene matabheda janavo. Avashyaka niryukti mujaba mA.SU.10 bamdha bese chhe).. Purvahna kala samayamam nirjala aththama bhakta tapapurvaka, ashvini nakshatra sathe chamdrano yoga thata, abhyamtara parshadani 300 strio ane bahya parshadana 300 purusho sathe mumda thai, diksha lidhi. Arahamta malline anusarine atha rajakumare diksha lidhi. Sutra– 107. Te a – namda, namdimitra, sumitra, balamitra, bhanumitra, amarapati, amarasena ane mahasena Sutra– 108. Tyarapachhi te bhavanapati adi chare prakarana devoe arahamta mallino nishkramana mahima karyo, karine namdishvaradvipe ashtahnika mahotsava karyo yavat pachha gaya. Tyarapachhi arahamta mallie je divase diksha lidhi, te ja divase, divasana amtima bhage uttama ashokavrikshani niche prithvishilapattaka upara uttama sukhasane besine shubha parinamathi, prashasta adhyavasayathi, prashasta ane vishuddha leshyathi tadavaraka karma – rajane dura karanara apurvakaranamam anupraveshine anamta yavat kevalajnyana – darshana utpanna thaya. Sutra samdarbha– 96–108